AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં ઇતિહાસ સર્જાયો, આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video

ગુજરાતમાં ઇતિહાસ સર્જાયો, આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video

| Updated on: Apr 15, 2026 | 9:16 PM
Share

ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર ખેડા જિલ્લાના ફાગવેલ તાલુકાની ચિખલોડ બેઠક પર તમામ પક્ષોના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે.

ગુજરાતના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ ઘટના બની છે, જ્યાં એક જ બેઠક પરથી તમામ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો પાછા ખેંચી લીધા છે. ખેડા જિલ્લાના ફાગવેલ તાલુકાની ચિખલોડ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને બે અપક્ષ ઉમેદવારો સહિત કુલ ચાર ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે.

આ નિર્ણય ચિખલોડ ગામને કપડવંજ તાલુકામાંથી નવા રચાયેલા ફાગવેલ તાલુકામાં સમાવિષ્ટ કરવાના વિરોધમાં લેવામાં આવ્યો છે. ગામના લોકો અગાઉ પણ ચિખલોડને કપડવંજમાં યથાવત રાખવા માટે લડત ચલાવી ચૂક્યા છે. ઉમેદવારી પત્રો પરત ખેંચવા પહોંચેલા ઉમેદવારોને ચૂંટણી અધિકારીએ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને પૂછ્યું હતું કે તેઓ કોઈ દબાણ હેઠળ તો આ નિર્ણય નથી લઈ રહ્યા ને. જોકે, ઉમેદવારો પોતાના નિર્ણય પર મક્કમ રહ્યા હતા.

તમામ ઉમેદવારી પત્રો પરત ખેંચાઈ જતાં, ચિખલોડ બેઠક પર ચૂંટણી યોજાશે નહીં. ચૂંટણી પંચના નિયમો અનુસાર, હરીફાઈ કરવા કોઈ ઉમેદવાર ન હોવાથી આ બેઠક પરની ચૂંટણી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. આ ઘટના નવરચિત ફાગવેલ તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો માટે યોજાનારી ચૂંટણીમાં નોંધપાત્ર બની છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે ચિત્ર થયું સ્પષ્ટ, ઢગલાબંધ સીટો બિનહરીફ, જુઓ આંકડા

Published on: Apr 15, 2026 09:01 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">