Breaking News: વડોદરા: ગોત્રીની ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડે ‘મેજર કોલ’ જાહેર કરી શરૂ કર્યું રેસ્ક્યુ ઓપરેશન
ગોત્રી વિસ્તારમાં આવેલી હાઈરાઈઝ બિલ્ડિંગમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. ઘટના સમયે બિલ્ડિંગમાં 300થી વધુ લોકો હાજર હતા, જોકે સ્થાનિકોની સમયસૂચકતાને લીધે મોટી જાનહાનિ ટળી છે.
શહેરના પોશ ગણાતા ગોત્રી વિસ્તારમાં આજે સાંજે ઇસ્કોન હાઇટ્સ નામની બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી ભીષણ હતી કે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા, જેને પગલે ફાયર બ્રિગેડ દ્વારા ‘મેજર કોલ’ જાહેર કરવામાં આવ્યો છે.
ઘટના સમયે બિલ્ડિંગમાં અંદાજે 300 થી વધુ લોકો હાજર હતા, જેના કારણે ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડની અનેક ટીમોએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. સદનસીબે, આગ વધુ પ્રસરે તે પહેલા સ્થાનિક રહીશોની સતર્કતા અને તાત્કાલિક બચાવ કામગીરીને કારણે કોઈ જાનહાનિ થઈ નથી. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.
(ઈનપુટ ક્રેડિટ: કિંજલ મિશ્રા)
ગુજરાતના મહાનગરોમાં લિકર પરમિટની સંખ્યામાં જંગી વધારો; અમદાવાદ, સુરત અને વડોદરાની આટલી હોટલોમાં ‘છલકાશે જામ’!
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
