ભૂતકાળના અનુભવો છતા કોંગ્રેસના સંગઠનમાં ખામી રહી છે, ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ શૈલેષ પરમાર
અમદાવાદના ધારાસભ્ય શૈલેષ પરમારે, ચૂંટણી પંચ, ભાજપનો ખેસ પહેરીને કામ કરતુ હોવાનો આરોપ લગાવતા કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી, ચૂંટણીને લોકશાહીનું પર્વ કહેતી હોવા છતાં હકીકતમાં લોકશાહીનું નુકસાન કરી રહી છે
અમદાવાદમાં ચૂંટણી પ્રક્રિયા અંગે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ગંભીર આક્ષેપો કર્યા છે. TV9 સાથેની ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું કે, કોંગ્રેસના સંગઠનમાં કેટલીક ખામીઓ રહી ગઈ હોવાને કારણે ચૂંટણી પ્રક્રિયામાં નુકસાન થયું છે. પરમારે કહ્યું કે, “2021ની ચૂંટણીના અનુભવો બાદ કોંગ્રેસ એલર્ટ મોડ પર હતી, છતાં સંગઠન સ્તરે જે મજબૂતીથી કામ થવું જોઈએ તે થયું નહીં.” શૈલેષ પરમારે સ્વીકાર્યું કે કેટલીક જગ્યાએ ઉમેદવારોને મેન્ડેટ ના મળવાની ઘટનાઓ પણ બની હતી, જે સંગઠનની ક્ષતિ દર્શાવે છે.
અમદાવાદના ધારાસભ્ય શૈલેષ પરમારે, ચૂંટણી પંચ, ભાજપનો ખેસ પહેરીને કામ કરતુ હોવાનો આરોપ લગાવતા કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી, ચૂંટણીને લોકશાહીનું પર્વ કહેતી હોવા છતાં હકીકતમાં લોકશાહીનું નુકસાન કરી રહી છે. “સરકારી તંત્રનો ખુલ્લેઆમ દૂરઉપયોગ થઈ રહ્યો છે. નોકરી કરતા લોકોને અને પોલીસ કેસનો ડર બતાવી દબાણ બનાવવામાં આવે છે. પરમારે વધુમાં જણાવ્યું કે જો BJPએ ખરેખર વિકાસના કામ કર્યા હોત તો પ્રતિસ્પર્ધીને ડરાવવાની જરૂર ના પડત.
અમદાવાદના દાણીલીમડા વોર્ડમાં કોંગ્રેસની તરફેણમાં, AAP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
ચેતી જજો CCTVના આધારે કચરો ફેંકનારની ઓળખ કરાશે
