1 સપ્ટેમ્બરના મોટા સમાચાર : EDએ જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની ધરપકડ કરી, આર માધવનને FTIIના પ્રમુખ બનાવાયા
Gujarat Live Updates : આજ 1 સપ્ટેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
આજે 1 સપ્ટેમ્બરને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
LIVE NEWS & UPDATES
-
Breaking News : આર માધવનને મળી મોટી જવાબદારી, FTIIના પ્રમુખ બનાવાયા
બોલિવૂડ સ્ટાર માધવનને મોટી જવાબદારી મળી છે. ફિલ્મ રોકેટ્રી ધ નંબી ઈફેક્ટ માટે નેશનલ એવોર્ડસ મેળવનાર આર માધવનને FTII પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા છે. આર માધવને સાઉથ અને હિન્દી ફિલ્મોમાં પોતાના અભિનયથી ધમાલ મચાવી છે. આર માધવન, જેઓ મોટાભાગે દક્ષિણની ફિલ્મો કરે છે, તે હિન્દી ફિલ્મ તનુ વેડ્સ મનુ રિટર્ન્સ માટે જાણીતા છે. આ ફિલ્મના બંને ભાગ ચાહકોને પસંદ આવ્યા હતા.
-
Breaking News : G20 કોન્ફરન્સઃ સામાન્ય લોકો માટે રાષ્ટ્રપતિ ભવન 10 દિવસ બંધ રહેશે
આગામી G20 સમિટને લગતી તૈયારીઓને કારણે રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત સામાન્ય લોકો માટે 10 દિવસ માટે બંધ રહેશે. એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. G20 સમિટ રાષ્ટ્રીય રાજધાનીમાં 9 થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે.
-
-
Gujarat News Live : કલોલ નવજીવન મિલ કમ્પાઉન્ડમાં આવેલ અન્ના જિમમાં વિધર્મી યુવકોની બબાલ
- કલોલ નવજીવન મિલ કમ્પાઉન્ડમાં આવેલ અન્ના જિમમાં વિધર્મી યુવકોની બબાલ
- ધાર્મિક ગીત વગાડવા મુદ્દે થઈ બબાલ
- બબાલમાં વિધર્મી યુવકોનો પાઇપ વડે હુમલો
- બબાલ બાદ બન્ને પક્ષના ટોળા સામ સામે આવી ગયા
- પોલીસને જાણ થતાં કલોલ તાલુકા સિટી અને સાંતેજ પોલીસ સહિત જિલ્લા SP પણ ઘટનાસ્થળે
- હાલ મામલો શાંત તકેદારીના ભાગ રૂપે વધુ LCB, SOG પોલીસ પણ ગોઠવાઈ
-
Breaking News : EDએ જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની ધરપકડ કરી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગ કેસમાં જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની ધરપકડ કરી છે. તેમના પર 538 કરોડ રૂપિયાના બેંક કૌભાંડનો આરોપ છે. EDએ દિલ્હી અને મુંબઈમાં તેના અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે. ઈડીએ જુલાઈમાં નરેશ ગોયલ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. કેનેરા બેંકની ફરિયાદ પર EDએ ગોયલ વિરુદ્ધ આ કેસ નોંધ્યો છે.
-
Breaking News : મરાઠા આરક્ષણની માંગ કરી રહેલા લોકો હિંસક બન્યા, હાઈવે બ્લોક કર્યો અને બસો સળગાવી
મરાઠા આરક્ષણને લઈને છેલ્લા 4 દિવસથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું, પરંતુ આજે આંદોલને અચાનક હિંસક રૂપ ધારણ કર્યું હતું. પોલીસે લાઠીચાર્જ કર્યો, જેના બદલામાં પથ્થરમારો પણ થયો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા. પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા છે. તે જ સમયે, મોડી સાંજે લોકોએ હાઇવે બ્લોક કરી દીધો હતો અને બસોને આગ ચાંપી દીધી હતી.
-
-
Breaking News : પશ્ચિમ બંગાળના ઉત્તર-24 પરગણાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી
પશ્ચિમ બંગાળના ઉત્તર-24 પરગણાના ભાટપાડાના બોડાઈ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી, જેને અગ્નિશામકો ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફાયર એન્જિન સ્થળ પર હાજર છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
-
IND vs PAK Breaking News : હાઈવોલ્ટેજ મેચ પહેલા શ્રીલંકાના Pallekeleમાં વરસાદ શરુ
VIDEO | Rain threat looms large over India-Pakistan Asia Cup match scheduled to be played tomorrow in Pallekele, Sri Lanka.#IndiaVsPakistan #indiavspak #AsiaCup2023 pic.twitter.com/IdcK3yntTo
— Press Trust of India (@PTI_News) September 1, 2023
2 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાનની મેચ પહેલા શ્રીલંકાના Pallekele International Cricket Stadiumમાં વરસાદ શરુ થયો છે. ક્રિકેટ સ્ટેડિયમ પર ખેલાડીઓની પ્રેક્ટિસ બાદ કવર્સ ગોઠવી દેવામાં આવ્યા છે.
-
Gujarat News Live : આવતીકાલે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આણંદ અને સુરત જીલ્લાના પ્રવાસે
- આવતીકાલે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આણંદ અને સુરત જીલ્લાના પ્રવાસે
- કરમસદ, આણંદ ખાતે ભાઈકાકા યુનિવર્સિટી ખાતે અમૃતા પટેલ સેન્ટર ફોર પબ્લિક હેલ્થનું ઉદ્ઘાટન કરશે
- સુરત ખાતે સ્વાસ્થ્ય રક્ષકો સાથે સંવાદ, એક્સપોર્ટ વધારવા માટે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના લોકો સાથે સંવાદ જેવા જુદા-જુદા અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે
- કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયા તા.02-09-2023 આવતીકાલ શનિવારના રોજ ગુજરાતના પ્રવાસે આવનાર છે. જેમાં તેઓ આણંદ અને સુરત ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.
-
Gujarat News Live : AIIMSના પ્રમુખપદેથી ડૉ વલ્લભ કથિરીયાને દૂર કરવા પાછળ ક્યુ ‘પ્રકરણ’ નડી ગયુ
Rajkot: રાજકોટના જામનગર રોડ પર નિમાર્ણ પામી રહેલી એઇમ્સ હોસ્પિટલના પ્રમુખ પદે પૂર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભ કથિરીયાની નિમણૂક કરવામાં આવી હતી જો કે નિમણુકના ગણતરીના દિવસોમાં જ તેઓનું પ્રમુખ પદેથી રાજીનામૂં લઇ લેવામાં આવ્યું છે.ડો.વલ્લભ કથિરીયાએ ગત 20 તારીખે રાજીનામૂં આપી દીધું હતું જેને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્રારા 25 ઓગસ્ટના રોજ સ્વીકારી લેવામાં આવ્યું હતું જો કે આજે આ પત્ર બહાર આવતા ડો.કથીરીયાએ રાજીનામૂં આપી દીધું છે તેવા સમાચાર સામે આવ્યા હતા જો કે અચાનક રાજીનામાંના સમાચાર આવતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે.
-
Gujarat News Live : Ahmedabad : ટ્રાફિક નિયમનો ભંગ કરનારા સાવધાન ! ટ્રાફિક પોલીસની સાથે RTO પણ કરશે દંડ
અમદાવાદમાં ટ્રાફિક નિયમનો (Traffic Rules) ભંગ કરનારા લોકો હવે સાવધાન રહેજો. નિયમ ભંગ કર્યો તો ટ્રાફિક પોલીસ દંડ કરશે તેની સાથે-સાથે RTO વિભાગ પણ દંડની વસૂલાત કરશે. તથ્ય પટેલના કેસ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ અને RTO વિભાગ એક્શનમાં આવી ગયો છે.
ટ્રાફિક વિભાગે સ્પેશિયલ ડ્રાઈવ યોજી ઓવરસ્પીડ વાહન ચલાવનારા લોકોને દંડ્યા તો, RTO વિભાગ દ્વારા એક મહિનામાં અંદાજીત 3 હજાર કેસમાં 40 લાખથી વધુ દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
-
Gujarat News Live : Rajkot : સાળંગપુર મંદિરમાં હનુમાન દાદાના અપમાનને લઇ રાજકોટમાં વિરોધ, ભીંતચિત્રો નહીં હટે તો ઉગ્ર આંદોલનની ચીમકી
સાળંગપુર મંદિરમાં (Salangpur Temple) દાદાના અપમાનને લઇ વિરોધ ઉગ્ર બન્યો છે. સાધુ-સંતો, મહંતો અને હિન્દુ સંગઠનો વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે ભીંતચિત્રોના વિવાદને લઇ રાજકોટના યુવકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભૂપેન્દ્ર રોડ પર આવેલા સ્વામીનારાયણ મંદિરમાં યુવકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
રોષે ભરાયેલા યુવકો પોસ્ટર સાથે સ્વામીનારાયણ મંદિરમાં પહોંચ્યા હતા અને જયશ્રી રામના નારા સાથે રોષ ઠાલવ્યો હતો. એટલું જ નહીં સ્વામીનારાયણ મંદિરમાં યુવકોએ પોસ્ટર લગાવ્યા છે. જેમાં હનુમાનજીની સેવા કરતા સ્વામીનારાયણ સંતોને દર્શાવાયા છે. યુવકોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી સાળંગપુરમાંથી ભીંતચિત્રો દૂર નહીં કરવામાં આવે ત્યાં સુધી સ્વામીનારાયણ મંદિરમાં પણ પોસ્ટર લાગેલા રહેશે.
-
India News Live : INDIA ના નેતાઓમાં મેળ મેળાપ તો પુષ્કળ થયો પરંતુ લોગો કે સંયોજક પર વાત કઈ બની નહી
લોકસભા ચૂંટણી-2024 માં ભારતીય જનતા પાર્ટી (BJP) ને હરાવવા માટે 28 પક્ષોના ગઠબંધન, ઈન્ડિયા એલાયન્સની ત્રીજી બેઠક મુંબઈમાં યોજાઈ હતી. બે દિવસ સુધી ચાલેલી આ બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા જેમાં સંકલન સમિતિ, પ્રચાર સમિતિની રચનાનો સમાવેશ થાય છે.વિપક્ષે બેઠક દ્વારા પોતાની તાકાત બતાવી હતી.
મીટિંગ દરમિયાન એક ફોટો સેશન પણ થયું, જેમાં આપણે બધા સાથે છીએ તે બતાવવાનો દરેક પ્રયાસ કરવામાં આવ્યો. આ બે દિવસીય બેઠકમાં ભારતના નેતાઓ વચ્ચે સારી કેમેસ્ટ્રી જોવા મળી હતી, પરંતુ સૌથી વધુ જે વાત પર ચર્ચા થઈ હતી તેનો જવાબ ગઠબંધનમા ન મળ્યો.
-
IND vs PAK Breaking News : એેક દિવસ પહેલા પાકિસ્તાને કરી પ્લેઈંગ 11ની જાહેરાત, બતાવ્યો જીતનો વિશ્વાસ
એશિયા કપમાં ભારત સામેની મેચના એક દિવસ પહેલા પાકિસ્તાને તેની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે. પાકિસ્તાની સુકાની બાબર આઝમે નેપાળ સામે ભારત સામે જે પ્લેઈંગ ઈલેવન જાળવી રાખી છે તે જ પ્લેઈંગ ઈલેવનને જાળવી રાખી છે.
પાકિસ્તાન ક્રિકેટ ટીમ – ફખર ઝમાન, ઇમામ-ઉલ-હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), સલમાન અલી, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, નસીમ શાહ, હરિસ રઉફ, શાહીન આફ્રિદી
-
Gujarat News Live : રાજકોટમાં મોબાઈલ કંપનીના અધિકારીઓના મોબાઈલ એસેસિરિઝનું વેચાણ કરતી દુકાનો પર દરોડા
રાજકોટમાં મોબાઈલ કંપનીના અધિકારીઓએ પોલીસને સાથે રાખીને, શહેરમાં મોબાઈલ એસેસિરિઝનું વેચાણ કરતી દુકાનો પર દરોડા પાડ્યા છે. રાજકોટના લીમડા ચોક નજીક મોટી સંખ્યામાં મોબાઈલ એસસરીઝની દુકાનો આવેલી છે. દરોડામાં મોટી માત્રામાં ડુપ્લીકેટ મોબાઈલ એસેસિરિઝ મળી આવી છે. દરોડાની જાણ થતાં જ રાજકોટમાં મોબાઈલ એસેસિરિઝનું વેચાણ કરતી અન્ય દુકાનો ટપો ટપ બંધ થઈ ગઈ હતી.
-
Gujarat News Live : NIA દ્વારા ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ સહિત ચાર રાજ્યોમાં દરોડા
એપ્રિલ 2023માં નોંધાયેલા કેસમાં NIA દ્વારા ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ સહિત ચાર રાજ્યોમાં દરોડા પાડીને તપાસ હાથ ધરાઈ છે. AQIS અને તહેરિક-એ-તાલિબાન પ્રતિબંધિત આતંકી સંગઠનો અંગેની તપાસ મામલે દરોડા પાડવામાં આવ્યા છે. બંને સંગઠનમાં યુવાનોની ભરતી કરી તેમને કટ્ટરપંથી બનાવવા મામલે તપાસ કરવામાં આવી છે.
દરોડા દરમિયાન અનેક ડિજિટલ ઉપકરણો રિકવર કરવામાં આવ્યા છે.આ કેસમાં પકડાયેલા બંને આતંકીઓ અફઘાનિસ્તાનમાં જમીનની ખરીદી માટે વિદેશમાં ભંડોળ ટ્રાન્સફર કરવા સક્રિય હતા. ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓને આગળ વધારવા માટે બે સંગઠનોમાં યુવાનોની ભરતીમાં પણ સામેલ હતા.
AQIS એ ભારતીયમાં ઇસ્લામિક રાજ્ય અને ઇસ્લામિક ખિલાફતની સ્થાપના માટે પ્રયત્નશીલ આતંકવાદી સંગઠન છે. તેહરીક-એ-તાલિબાન એ અફઘાન-પાકિસ્તાન સરહદે કાર્યરત વિવિધ ઇસ્લામી સશસ્ત્ર આતંકવાદી જૂથોનું એક સંગઠન છે
-
Gujarat News Live : PM મોદીના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક, અમિત શાહ પણ હાજર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને એક મોટી બેઠક ચાલી રહી છે. પીએમ મોદી સાથે ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત ચાલી રહી છે. ગૃહ મંત્રાલય અને કેબિનેટ સચિવાલયના અધિકારીઓ પણ હાજર છે.
-
સુરતમાં એરલાઇન્સ વેન્ચુરા એરકનેક્ટના વધુ એક વિમાનને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સાંસદ સી.આર.પાટીલે આપી લીલી ઝંડી
Surat : સુરત એરપોર્ટ (Surat Airport) ખાતેથી ગૃહરાજ્ય રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સાંસદ સી.આર.પાટીલના હસ્તે સુરતની વેન્ચુરા એરકનેક્ટના નવા ચાર્ટડ પ્લેન ‘‘દેવ વિમાન’’ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે વેન્ચુરા એરલાઇન્સના મેન્ટર અને પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, લવજીભાઈ બાદશાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્ય સરકારના આંતરરાજ્ય વિમાન સેવાના પ્રોજેક્ટમાં સેવા પૂરી પાડવા વધુ એક વિમાનની ફાળવણીથી ગુજરાત રાજ્યની પ્રજાલક્ષી યોજનાઓ અંતર્ગત સુરતની વેન્ચુરા એરકનેક્ટ અને ગુજસેલ વચ્ચે થયેલા કરાર મુજબ વેન્ચુરા એરકનેક્ટ દ્વારા સુરતથી અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને અમરેલી વચ્ચે દૈનિક હવાઈ સેવા પૂરી પાડવામાં આવે છે. જેમાં વધુ એક ચાર્ટડ પ્લેનનો ઉમેરો થવાથી રાજ્યના નાગરિકો વધુ સારી અને ઝડપી હવાઈ મુસાફરીનો આનંદ માણી શકશે.
-
રાજકોટ: AIIMSના પ્રેસિડેન્ટ ડોક્ટર વલ્લભ કથીરિયાનું અચાનક રાજીનામું
- રાજકોટ એમ્સના પ્રેસિડેન્ટ ડોક્ટર વલ્લભ કથીરિયાનું અચાનક રાજીનામું
- હજુ 7 દિવસ પહેલા જ ડોક્ટર કથીરિયાની પ્રેસિડેન્ટ તરીકે થઈ હતી નિમણૂક
- ગણતરીના દિવસોમાં જ ડોક્ટર કથીરિયાનું રાજીનામું થઈ જતા રાજકીય ગલીયારામાં અનેક તર્ક વિતર્ક
- કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ડોક્ટર કથીરિયાનું રાજીનામું મંજુર કર્યું
- રાજકોટ એમ્સને મળશે હવે નવા પ્રેસિડેન્ટ
-
I.N.D.I.A ગઠબંધનમાં PMના ચહેરાને લઈને પાટીલે ઉઠાવ્યા સવાલ
Surat: દેશમાં વન નેશન વન ઈલેકશનને લઈને ચર્ચાઓ શરુ થઇ છે, ત્યારે સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની પ્રતિક્રિયા સામે આવી છે. સી.આર.પાટીલે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીની સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક કમિટીનું ગઠન કર્યું છે તે રીપોર્ટ આપશે, મને વિશ્વાસ છે કે દેશની તમામ પાર્ટીઓ અને નેતાઓ આ મુદે એકમત થઈને દેશના હિતમાં નિર્ણય કરશે. જેનાથી દેશને ફાયદો થશે, આ ઉપરાંત વિપક્ષના પીએમ પદના ઉમેદવારને લઈને પણ તેઓએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યુ કે વિપક્ષમાં પીએમ પદના અનેક ચહેરા છે. જેનો ફાયદો પણ છે અને નુકસાન પણ છે.
-
Surat : ગોડાદરામાં લટકતા કેબલથી લોકોને હાલાકી
Surat : સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી રામ રાજ્ય સોસાયટીમાંથી પસાર થતી હાઈટેન્શન લાઈનને (High tension line) કારણે સ્થાનિકો પરેશાન છે, સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ હાઈટેન્શન લાઈનના કારણે અવાર નવાર દુર્ઘટના સર્જાઈ રહી છે તેમજ થોડા દિવસો પહેલા જ એક યુવકને કરંટ લાગ્યો છે, સ્થાનિકોની માગ છે કે આ હાઈટેન્શન લાઈનને અન્ડર ગ્રાઉન્ડ કરવામાં આવે.
સ્થાનિક કામિની બેને જણાવ્યું હતું કે અહી હાઈટેંશન લાઈન પહેલા ઉપર હતી, પરંતુ હવે ઘણી નીચી આવી ગઇ છે, અહી બાળકો રમતા પણ ડરી રહ્યા છે, દંડો અડવાના કારણે એક બાળકનું મોત પણ થઇ ચુક્યું છે, ત્રણ ચાર દિવસ પહેલા એક વ્યક્તિને કરંટ પણ લાગ્યો છે, અમારી એક માગ છે કે આ હાઈટેશન લાઈનને અન્ડરગ્રાઉન્ડ કરવામાં આવે.
-
વન નેશન વન ઈલેક્શન લાગુ કરતા પહેલા આ છે પડકાર રુપ પ્રશ્નો
One Nation One Election: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 2024ની લોકસભા ચૂંટણી પહેલા માસ્ટર સ્ટ્રોક રમવા માગે છે. કેન્દ્ર સરકાર વન નેશન વન ઈલેક્શનને લઈને આગળ વધી છે. આગામી 18થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. સૂત્રોનું કહેવું છે કે, એક દેશ એક ચૂંટણીને લઈને સરકાર સંસદના વિશેષ સત્રમાં બિલ લાવી શકે છે. આ અંગે સરકારે એક કમિટી પણ બનાવી છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, 2018માં પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક દેશ, એક ચૂંટણીને લઈને વિચાર રજૂ કર્યો હતો. તે સમયે તેમણે કહ્યું હતુ કે, આ બાબત પર વિચાર વિમર્શ થવો જરૂરી છે.
આ છે તેના માટેના પડકાર રુપ પ્રશ્નો
ચલો માની લઈએ કે દેશમાં આ કાયદો કરવામાં આવ્યો, પણ તેના હેઠળ કેટલીક પરિસ્થિતીઓમાં આ કાયદા અતંર્ગત શું થશે?
- જેમ કે દેશમાં વન નેશન વન ઈલેક્શન લાગુ હોય અને જો કોઈ રાજ્યમાં બહુમતી ના મળી અને રાજકિયપક્ષો વચ્ચે ગઠબંધન પણ ના ચાલ્યુ ત્યારે શું થશે ?
- જ્યારે કેટલાક રાજ્યની ગઠબંધનની સરકાર બની અને તે સરકાર 5 વર્ષ પૂર્ણ કરે તે પહેલા જ તૂટી જાય ત્યારે શું?
- જ્યારે કેન્દ્રમાં બનેલી સરકાર પર જો વિશ્વાસનો પ્રસ્તાવ લાગુ થાય અને સરકાર પડી જાય ત્યારે આ વન નેશન વન ઈલેક્શન હેઠળ શું અહીં રાષ્ટ્રપતિ શાસન લાગશે કે કેમ ?
- જ્યારે કોઈ પાર્ટીની સરકાર બહુમતી સાથે સરકારમાં છે અને તે પાર્ટીના ધારાસભ્યો બીજા પક્ષમાં જાય અને બહુમતી ધરાવતી પાર્ટી તૂટીને બહુમતી ગુમાવી બેસે ત્યારે શું ?
- વન નેશન વન ઈલેક્શન હેઠળ જો કોઈ રાજ્યમાં કોઈને બહુમતી ના મળી અને સરકાર જ ના બની શકે તેવી સ્થિતિ સર્જાય ત્યારે શું થશે ?
- વન નેશન વન ઈલેક્શન હેઠળ જો ક્યારેક કોઈ સરકારને બંધારણીય રીતે કલમ 356 લગાવીને દુર કરવી પડે તેમ હોય ત્યારે શુ. સરકારને તેના નિયત સમયગાળા પહેલ બરતરફ કરી હોય તો વન નેશન વન ઈલેકશન હેઠળ ક્યારે ચૂંટણી કરવી. ?
આવા અનેક પ્રશ્નો છે જે હાલ ઉભા થઈ રહ્યા છે, જોકે આ અંગે કેન્દ્ર સરકાર કાયદો લાગુ કરતા પહેલા આ પ્રશ્નો પર લોકોની મૂંઝવણ દૂર કરી શકે છે.
-
CM ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત
CM ભૂપેન્દ્ર પટેલે ટ્વીટમાં જણાવ્યું કે આજે નવી દિલ્હી ખાતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાતનો અવસર ખૂબ ઊર્જામય રહ્યો. માનનીય પ્રધાનમંત્રીશ્રી સાથે રાજ્યના સર્વાંગી વિકાસ બાબતે ચર્ચા કરીને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.
આજે નવી દિલ્હી ખાતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાતનો અવસર ખૂબ ઊર્જામય રહ્યો. માનનીય પ્રધાનમંત્રીશ્રી સાથે રાજ્યના સર્વાંગી વિકાસ બાબતે ચર્ચા કરીને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું. pic.twitter.com/pIkdTee2vD
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 1, 2023
-
ગાંધીનગર: CM ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડુ, PM મોદી – ગૃહમંત્રી અમિત શાહ સાથે કરશે મુલાકાત
PM નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક યોજાશે. ગુજરાતના મુદ્દાઓ પર થશે PM મોદી તથા ગૃહમંત્રી અમિત શાહ CM ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરશે. આ મુલાકાત બાદ CM ભૂપેન્દ્ર પટેલ મોડી સાંજ સુધીમાં ગુજરાત પરત ફરશે.
-
હવે અંબાજી મંદિરમાં રૂપિયાથી દર્શનનો વિવાદ, રુપિયા 5 હજાર આપી ગર્ભગૃહમાં દર્શન કરાવવાનો આક્ષેપ
ખેડા જિલ્લામાં આવેલા ડાકોર મંદિરમાં VIP દર્શનના વિવાદ બાદ અંબાજી મંદિરમાં (Ambaji Temple) પણ રૂપિયા આપી દર્શનનો વિવાદ સામે આવ્યો છે. અંબાજી મંદિરમાં રૂપિયા આાપીને VIP દર્શન થતો હોવાનો આક્ષેપ કરાયો છે. અંબાજી મંદિરને લઈને કોંગ્રેસ (Congress) પ્રવકતા હેમાંગ રાવલે નિવેદન આપ્યું છે કે, અંબાજી મંદિરમાં 5000 રૂપિયા આપીને VIP દર્શન થાય છે. રુપિયા પાંચ હજાર આપી ગર્ભગૃહમાં VIP નજીકથી દર્શન કરવાતા હોવાનો આક્ષેપ થયો છે.
-
Morbi Bridge Collapse: SITનાં આંતરિક રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા, મોરબી નગરપાલિકા અને ઑરેવા કંપનીની સંયુક્ત બેદરકારી પુલ તૂટ્યો
Ahmedabad : મોરબીનો ઝુલતો બ્રિજ તૂટવાના (Morbi Bridge Collapse )કેસમાં SITનાં આંતરિક રિપોર્ટમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. મોરબી નગરપાલિકા અને ઑરેવા કંપનીની સંયુક્ત બેદરકારીના કારણે પુલ તૂટ્યો હોવાની પ્રાર્થમિક વિગતો સામે આવી છે. નગરપાલિકાના તમામ સભ્યોને વિશ્વાસમાં લીધા વિના ચીફ ઓફિસર, નગરપા પ્રમુખ અને ઓરેવાં કંપનીનાં સંચાલકો વચ્ચે કરાર થયા હોવાની વિગતો તપાસમાં સામે આવી છે. અત્યાર સુધીમાં ગુજરાત હાઇકોર્ટમાં બંને પક્ષોની દલીલોમાં સામે આવ્યુ કે ઓરેવા કંપની દ્વારા જે કામ થયુ તે નીચી કક્ષાનું કરાયુ છે. નગરપાલિકાના સભ્યોને વિશ્વાસમાં લીધા વિના કામ કરવામાં આવ્યુ હોવાનો અને કરાર થયો હોવાનું સામે આવ્યુ છે. જે પછી નગરપાલિકાને સુપર સીડ કરવાના આદેશ કરવામાં આવ્યા છે. હાઇકોર્ટ સમક્ષ રાજ્ય સરકારે રજૂ કરેલા રિપોર્ટમાં આ પ્રાથમિક માહિતી સામે આવી છે. મહત્વનની વાત એ છે કે આગામી ત્રણ મહિનામાં સંપૂર્ણ રિપોર્ટ કોર્ટમાં મુકવાની ખાતરી આપવામાં આવી છે.
-
વિશેષ સત્ર દરમિયાન તમામ અધિકારીઓને દિલ્હીમાં રહેવા સૂચના
સૂત્રોએ જણાવ્યું કે સંસદના વિશેષ સત્ર દરમિયાન કેન્દ્ર સરકારના તમામ વિભાગોના ટોચના અધિકારીઓ, સચિવો, કેબિનેટ સચિવોને દિલ્હીમાં જ રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. કોઈપણ વિભાગના સચિવ વડાપ્રધાન કાર્યાલયની પરવાનગી વિના દિલ્હીની બહાર નહીં જાય.
-
ગગનયાનનું ટ્રાયલ મિશન ઓક્ટોબરમાં થશે – કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે ગગનયાનને લઈને મોટું અપડેટ આપ્યું છે. તેમણે કહ્યું છે કે ગગનયાનનું ટ્રાયલ મિશન ઓક્ટોબરમાં થશે.
-
‘એક દેશ, એક ચૂંટણી’ પર ચર્ચા કરવા સંસદનું વિશેષ સત્ર – પ્રહલાદ જોશી
સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું છે કે એક દેશ, એક ચૂંટણી પર ચર્ચા કરવા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. મોદી સરકારે ચર્ચા માટે એક સમિતિની રચના કરી છે. વિપક્ષને ગભરાવાની શું જરૂર છે.
-
મુંબઈ પોલીસને તાજ હોટલને ઉડાવી દેવાની મળી ધમકી
મુંબઈ પોલીસને એક ધમકીભર્યો ફોન આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે બે પાકિસ્તાની નાગરિકો શહેરમાં પહોંચીને ઐતિહાસિક તાજ હોટલને ઉડાવી દેશે. મુંબઈ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
-
‘વન નેશન-વન ઈલેક્શન’ માટે અમે હંમેશા તૈયાર છીએ: અશોક ચવ્હાણ
વન નેશન-વન ઈલેક્શનને લઈને કોંગ્રેસના નેતા અશોક ચવ્હાણે કહ્યું કે અમારી તો પ્રેમની દુકાન છે. અમે જીતીશું, જનાદેશ અમારી સાથે છે. કેન્દ્રમાં જે થઈ રહ્યું છે તેનાથી લોકો નારાજ અને કંટાળી ગયા છે. સરકાર ચૂંટણી દરમિયાન વન નેશન-વન ઇલેક્શન લાવીને મુદ્દાઓને વાળવાનો પ્રયાસ કરી રહી છે. જ્યારે પણ તે થાય છે, અમે હંમેશા તૈયાર છીએ.
-
‘એક દેશ, એક ચૂંટણી’ એક ષડયંત્ર છે: સંજય રાઉત
એક દેશ, એક ચૂંટણીને લઈને શિવસેના (યુબીટી) સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે એક જ દેશ છે. અમારું સૂત્ર નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનું છે. ચૂંટણીને આગળ ધપાવવાનું આ ષડયંત્ર છે.
-
Bharuch : સાહેબ સોડા નોર્મલ કે સ્ટ્રોંગ? કોડવર્ડ સાથે પોલીસના નાક નીચે સોડા શોપમાં ચાલતો દારૂનો વેપલો ઝડપાયો
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ ચાર્જ લીધા બાદ પ્રોહીબીશનની બદી સામે કડક કાર્યવાહીની સૂચના આપી છે. આદેશના પગલે ક્રાઇમ બ્રાન્ચ સહીત સ્થાનિક ભરૂચ પોલીસ એક્શન મોડમાં છે.
પોલીસના આત્મવિશ્વાસનો લાભ ઉઠાવાયો
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે આખા વિસ્તારને ધમરોળી દારૂની બદી ઉપર નિયંત્રણ મેળવવા જોર લગાવ્યું હતું પણ પોલીસ એ ડિવિઝન પો સ્ટેના 100 મીટરના દાયરામાં દારૂની બદી ફેલાવવાની કોઈ હિંમત કરી ન શકે તેવા અતિ વધારે પડતાં આત્મવિશ્વાસમાં હતી તેનો લાભ ઉઠાવી પિતા – પુત્રોએ પોલીસ સ્ટેશનની બહાર દારૂની રેંકડી શરૂ કરી દીધી હતી.
-
મોના હિંગુએ કરેલી બબાલના કેસમાં વીડિયો ઉતારનાર પવન કુમાવતને જાનથી મારી નાખવાની ધમકી,
Mona Hingus case : વડોદરાના વાસણા વિસ્તારમાં થોડા દિવસ અગાઉ એક યુવતીએ જાહેરમાં તમાશો સર્જ્યો હતો. યુવતીએ વૈભવી કાર સાથે પોલીસની હાજરીમાં જ જાહેરમાં ગાળા ગાળી કરીને તમાશો મચાવ્યો હતો. આ ઘટના સમયે વીડિયો ઉતારનારને હવે સતત ધમકીઓ મળી રહી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારનાર પવન કુમાવત નામના વ્યક્તિને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. ત્યારે રેકોર્ડ કરેલા વીડિયો અને પોલીસને કરેલી મદદને કારણે પવન કુમાવતને ધમકી મળી રહી છે. ત્રણ દિવસ પહેલા પણ પોલીસ કમિશનરને અરજી કરી હતી. જેના પગલે ગોત્રી પોલીસે મોડે મોડે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
-
એક દેશ એક ચૂંટણી પર મોટું પગલું, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં સમિતિની રચના
- એક દેશ એક ચૂંટણી પર મોટું પગલું
- પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી છે
- ભારત સરકારે એક સમિતિની રચના કરી
- કમિટી પોતાના રિપોર્ટમાં મહત્વના મુદ્દા પર વિચાર કરશે
-
ગુજરાતમાં આગામી સમયમાં પરિવારની ઓળખ માટે બનશે ખાસ કાર્ડ
ગુજરાતમાં આગામી સમયમાં પરિવાર ઓળખ માટે ખાસ કાર્ડ બનાવવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર વિધાનસભા સત્રમાં આ અંગેનું બિલ લાવવા જઇ રહી છે. The family id act ગુજરાત વિધાનસભા સત્રમાં કરવામાં આવશે. તમામ પરિવાર માટે ખાસ ઓળખ પત્ર બનાવવાની એકટમાં જોગવાઈ રાખવામાં આવશે. આ કાર્ડની વિશેષતામાં તેમા પરિવારના તમામ સભ્યોનો ડેટા હશે. 8 ડિઝિટનો પરિવાર આઈડી આપવામાં આવશે. જેના દ્વારા પરિવારના સભ્યોની ઓળખ મળી રહેશે. આ બિલનો મુખ્ય ઉદ્દેશ લોકોને અલગ અલગ સમય વિવિધ સર્ટિફિકેટ માટે થઈ રહેલી સમસ્યા નિવારવાનું છે.
-
Panchmahal: ગોધરામાં ACBની ટીમે રેવન્યુ તલાટીને 3 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપ્યો
Panchmahal : પંચમહાલના ગોધરામાંથી લાંચિયો રેવન્યુ તલાટી ઝડપાયો છે. ACBની ટીમે રેવન્યુ તલાટી પ્રદીપ પટેલિયાને રૂપિયા ત્રણ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયો હતો. મામલતદાર કચેરીમાં ACBની ટ્રેપ દરમિયાન તલાટી ઝડપાયો હતો. રેવન્યુ તલાટીએ ફરિયાદી પાસેથી વારસાઈ નોંધાવવા લાંચ માંગી હતી. લાંચિયા તલાટી સામે મામલતદાર કચેરીમાં કાર્યવાહી ચાલુ છે તો આવી જ બીજી ઘટના આ અગાઉ અમદાવાદ અને જામનગરમાં બની હતી. ACB એ અમદાવાદ અને જામનગર એમ બે સ્થળે ટ્રેપ કરીને મામલતદાર અને તલાટીને લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. જોકે મામલતદાર 1600 રુપિયાની લાંચ લેતા ઝડપાયો હતો, જ્યારે તલાટી 30 હજાર રુપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા. એસીબી ટીમે બંને લાંચ લેનારા અધિકારી અને કર્મચારી સામે કાર્યવાહી કરીને ધરપકડ કરી હતી.
-
ઈન્ડિયા એલાયન્સની બેઠકનો બીજો દિવસ
ઈન્ડિયા એલાયન્સની ત્રીજી બેઠકમાં મહાગઠબંધનના સામાન્ય કાર્યક્રમ, સંકલન સમિતિની નિમણૂક, બેઠકોની વહેંચણીના પાંચ મુદ્દા વગેરે જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. આ બેઠકમાં 2024ની લોકસભા ચૂંટણીની રણનીતિ પણ નક્કી કરવામાં આવશે, જેના પર સૌનું ધ્યાન કેન્દ્રિત છે.
-
સિનિયર મેનેજરની હત્યાના કેસમાં બેની ધરપકડ
દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં 29મીએ એક ખાનગી કંપનીના વરિષ્ઠ મેનેજરની હત્યાના કેસમાં પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. ગુપ્ત માહિતીના આધારે પોલીસે તેમની ધરપકડ કરી હતી.
-
પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, 9 જવાનના મોત
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના બન્નુ જિલ્લાના જાની ખેલ જનરલ વિસ્તારમાં લશ્કરી કાફલા પર આત્મઘાતી હુમલો થયો હતો. આ હુમલામાં નવ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા અને પાંચ અન્ય ઘાયલ થયા હતા. ઈન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR) દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર “મોટરસાઈકલ પર સવાર એક આત્મઘાતી બોમ્બરે લશ્કરી કાફલા જોડે પોતાને વિસ્ફોટ કરીને ઉડાવી લીધો”.
-
Gujarat News Live: જેતપુરના સરદાર ચોક પર નગરપાલિકાના પૂર્વ સદસ્યના પુત્રો પર હુમલો
Group clash : રાજ્યમાં અવારનવાર જૂથ અથડામણની ઘટના સામે આવતી હોય છે. ત્યારે રાજકોટમાં વધુ એક જૂથ અથડામણની ઘટના બની છે. રાજકોટના જેતપુરમાં સરદાર ચોકમાં ડિલક્ષ નામની પાનની દુકાને બે જૂથ વચ્ચે માથાકૂટ થઈ છે. જ્યાં 8 થી 10 લોકોના ટોળાએ બે સગા ભાઈઓ પર ધારદાર હથિયાર, ધોકા અને પાઇપથી હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ચોકમાં આવેલી તમામ દુકાનો બંધ કરાવી હતી.
-
Gujarat News Live: ફિલિપાઈન્સમાં કપડાની ફેક્ટરીમાં લાગી આગ, 16 લોકોના મોત
ફિલિપાઈન્સમાં કપડાની ફેક્ટરીમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે, આગ બે માળની ઈમારતમાં લાગી હતી, જેનો ઉપયોગ ટી-શર્ટ પ્રિન્ટિંગ વ્યવસાયના ગોડાઉન અને મજૂરોને રહેવા માટે કરવામાં આવતો હતો.
Published On - Sep 01,2023 6:23 AM