Rajkot : આટકોટમાં 7 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું પોલીસે કર્યું એન્કાઉન્ટર, બંન્ને પગમાં ઈજા જુઓ Video
રાજકોટના આટકોટમાં 7 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસની ઘટનામાં પોલીસે કડકડ કાર્યવાહી હાથ ધરી છે. પંચનામાની કાર્યવાહી દરમિયાન આરોપીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું.
રાજકોટના આટકોટમાં 7 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસની ઘટનામાં પોલીસે કડકડ કાર્યવાહી હાથ ધરી છે. પંચનામાની કાર્યવાહી દરમિયાન આરોપીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. બે રાઉન્ડ ફાયરિંગમાં આરોપીના બંને પગ પર ગોળી વાગી હતી. આરોપીએ હેડ કોન્સ્ટેબલને ઈજા પહોંચાડી હતી. ત્યારે કાર્યવાહીમાં પોલીસ જવાન પણ ઈજાગ્રસ્ત થયો હતો. પોલીસ અને આરોપીને પરવાડીયા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. વધુ સારવાર માટે બંનને રાજકોટ સિવિલ ખાતે ખસેડાયા છે. ત્યારે પોલીસ પર હુમલો અને ભાગવાનો પ્રયાસનો ગુનોં નોંધાયો હતો.
આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો આટકોટમાં દીકરી તેના મામાના ખેતરમાં અન્ય બાળકો સાથે રમતી હતી. ત્યારે બાજુના ખેતરમાંથી નરાધમ આવ્યો હતો. બાળકીને ચોકલેટની લાલચ આપી. ત્યાં ટાંકીની પાછળ લઈ ગયો હતો. બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો. નરાધમે ક્રૂરતા આચરતા બાળકીને જે સળિયાથી ઈજા પહોંચાડી હતી. તે સળિયો પણ પોલીસને ઘટનાસ્થળેથી મળી આવ્યો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
