341 સગીરાઓ ગર્ભવતી! ગુજરાતના આ જિલ્લામાંથી સામે આવ્યા ચોંકાવનારા આંકડા..
ગુજરાતના આ જિલ્લામાં એપ્રિલ-ડિસેમ્બર 2025 દરમિયાન 341 સગીરા ગર્ભવતી થતા ગંભીર ચિંતા ઉભી થઈ છે. 13-17 વર્ષની વયની કિશોરીઓ ગર્ભધારણ કરી રહી છે.
મહેસાણા જિલ્લામાંથી સગીર વયની કિશોરીઓ ગર્ભવતી થવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. સરકારી રિપોર્ટ મુજબ એપ્રિલ 2025 થી ડિસેમ્બર 2025 દરમિયાન કુલ 341 સગીરાઓ ગર્ભવતી થઈ હોવાનું બહાર આવ્યું છે. આ આંકડો સમગ્ર જિલ્લામાં ચિંતા અને ચર્ચાનો વિષય બન્યો છે.
રિપોર્ટ મુજબ 14 વર્ષની 2, 15 વર્ષની 34, 16 વર્ષની 76 અને 17 વર્ષની 229 કિશોરીઓ ગર્ભવતી થવાના કેસ નોંધાયા છે. ખાસ કરીને 13 થી 17 વર્ષની નીચલી ઉંમરે ગર્ભધારણના આ કેસો સમાજ માટે ગંભીર ચેતવણી સમાન છે.
Instagram पर यह पोस्ट देखें
સ્થાનવાર આંકડાઓમાં સૌથી વધુ કેસ કડીમાં 88, જ્યારે મહેસાણા શહેરમાં 80 કેસ નોંધાયા છે. આ સિવાય અન્ય તાલુકાઓમાંથી પણ નોંધપાત્ર પ્રમાણમાં કેસો સામે આવ્યા છે, જે સમગ્ર જિલ્લામાં કિશોરીઓની સલામતી અને જાગૃતિ અંગે અનેક પ્રશ્નો ઉભા કરે છે.
આરોગ્ય વિભાગ દ્વારા તમામ સગીરાઓની તબીબી ચકાસણી શરૂ કરવામાં આવી છે, જેથી તેમની સુરક્ષા, આરોગ્ય અને જરૂરી સારવાર સુનિશ્ચિત કરી શકાય. સાથે સાથે વહીવટી તંત્ર પણ આ કેસોના મૂળ કારણો અને પરિસ્થિતિઓની તપાસ કરી રહ્યું છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકી શકાય.
