AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં 35 સ્થળો પર ITનું સર્ચ ઓપરેશન,ગુલમહોર ક્લબ ખાતે ITની તપાસમાં મોટી માત્રામાં બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતા

અમદાવાદમાં 35 સ્થળો પર ITનું સર્ચ ઓપરેશન,ગુલમહોર ક્લબ ખાતે ITની તપાસમાં મોટી માત્રામાં બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતા

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2025 | 2:45 PM
Share

અમદાવાદમાં આઇટી વિભાગ દ્વારા ચાલી રહેલું સર્ચ ઓપરેશન યથાવત છે. આઇટી ટીમો ગુલમહોર ગ્રીન્સ ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે પણ સઘન તપાસ કરી રહી છે. પ્રાથમિક તબક્કે કુલ 35 જેટલા સ્થળો પર આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું,

અમદાવાદમાં આઇટી વિભાગ દ્વારા ચાલી રહેલું સર્ચ ઓપરેશન યથાવત છે. આઇટી ટીમો ગુલમહોર ગ્રીન્સ ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે પણ સઘન તપાસ કરી રહી છે. પ્રાથમિક તબક્કે કુલ 35 જેટલા સ્થળો પર આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તપાસનો દાયરો સતત વધી રહ્યો છે અને વધુ સ્થળોએ પણ કાર્યવાહી થઈ શકે છે.

આઇટી વિભાગની ટીમો દ્વારા ત્રિલોક પરીખના ગુલમહોર ક્લબ ખાતે, તેમજ ત્રિલોક પરીખ અને અલ્પેશ પરીખના નિવાસસ્થાનો અને ઓફિસો પર પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, વિનોદ ઇન્ડસ્ટ્રીઝ અને તેના સંચાલક વિનોદ મિત્તલના નિવાસસ્થાને પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ સર્ચ ઓપરેશનમાં 150થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ કાર્યરત છે.

ગઈકાલ સાંજથી આ કાર્યવાહી અન્ય સ્થળોએ પણ વિસ્તારવામાં આવી છે. વિનોદ મિત્તલના સ્થળેથી લાખો રૂપિયાની રોકડ મળી આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે, જોકે આ બાબતની સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે અને તેની તપાસ ચાલી રહી છે. આઇટી વિભાગની ટીમો દ્વારા માત્ર રોકડ જ નહીં, પરંતુ બેન્ક ખાતાઓ, તમામ પ્રકારના દાગીના અને અન્ય શંકાસ્પદ વ્યવહારોની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.

અધિકારીઓ આ તમામ વ્યવહારોની ખરાઈ કરશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વર્તમાન સ્થિતિ જોતાં, આ ઓપરેશનનો દાયરો હજુ પણ વધવાની શક્યતા છે. આ કાર્યવાહી દરમિયાન મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો સામે આવે તેવી પ્રબળ શક્યતા જોવા મળી રહી છે. આઇટી વિભાગે અમદાવાદમાં શંકાસ્પદ આર્થિક ગતિવિધિઓ ધરાવતા લોકો અને સંસ્થાઓ પર લગામ કસવા માટે આ મોટું પગલું ભર્યું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">