AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ, પોલીસ આરોપીના રિમાન્ડની કરશે માગ

Breaking News : રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ, પોલીસ આરોપીના રિમાન્ડની કરશે માગ

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2025 | 12:56 PM
Share

ગુજરાતમાં મહિલા અને બાળકીની સુરક્ષાના માત્ર બણગા ફૂંકાતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રાજકોટના જસદણના આટકોટમાં 6 વર્ષની બાળકી દુષ્કર્મનો શિકાર બની છે. બાળકી ખેતરમાં રમી રહી હતી. તે જ સમયે નરાધમ યુવક ત્રાટક્યો અને બાળકીનું અપહરણ કરીને પોતાના હવસનો શિકાર બનાવી હતી.

ગુજરાતમાં મહિલા અને બાળકીની સુરક્ષાના માત્ર બણગા ફૂંકાતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રાજકોટના જસદણના આટકોટમાં 6 વર્ષની બાળકી દુષ્કર્મનો શિકાર બની છે. બાળકી ખેતરમાં રમી રહી હતી. તે જ સમયે નરાધમ યુવક ત્રાટક્યો અને બાળકીનું અપહરણ કરીને પોતાના હવસનો શિકાર બનાવી હતી. એટલું જ નહીં ક્રૂરતાની હદો વટાવતા હવસખોરે દુષ્કર્મ ન આચરી શકતા બાળકીના ગુપ્તાંગમાં સળીયાથી ઇજાઓ પણ પહોંચાડી હતી. આખરે નરાધમ બાળકીને કણસતી હાલતમાં મૂકીને ફરાર થયો.ઘટનાની જાણ થતાં બાળકીને હોસ્પિટલ ભેગી કરાઇ અને પોલીસે ગુનો નોંધી આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો.

ઉલ્લેખનીય છે કે પોલીસે ઘટનાની ગંભીરતા પારખી આરોપીને શોધવા જમીન-આકાશ એક કર્યા અને 100 જેટલા શકમંદોની પૂછપરછ કરી હતી. આખરે 10 લોકોને અલગ તારવી પોલીસે ઓળખ પરેડ કરી અને બાળકીએ નરાધમને ઓળખી પાડ્યો. બાળકીને પોતાની હવસનો શિકાર બનાવનાર નરાધમ રામસીંગ તેરસીંગ હોવાનું સામે આવ્યું. 30 વર્ષિય આરોપી રામસીંગ મધ્ય પ્રદેશના અલીરાજપુરનો રહેવાસી છે. જે આટકોટમાં ભાગીયા તરીકે કામ કરે છે. આરોપી પરણિત છે અને સંતાનમાં એક દીકરી અને બે દીકરા છે. પોલીસે ઉલટ તપાસ કરતા આરોપીએ દુષ્કર્મનો પ્રયાસ અને બાળકીના ગુપ્તાંગમાં ઇજા પહોંચાડ્યાની કબૂલાત કરી છે.

જસદણમાં બાળકી સાથે દુષ્કર્મની ઘટનામાં આટકોટ પોલીસ આરોપીને કોર્ટમાં રજૂ કરશે. દુષ્કર્મનો પ્રયાસ નિષ્ફળ જતા બાળકીને ઈજા પહોંચાડી હતી. બાળકીને કણસતી હાલતમાં મુકી નરાધમ ફરાર થયો હતો. લોહીલુહાણ હાલતમાં બાળકીને સારવાર માટે રાજકોટ ખસેડાઈ હતી. આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરવામાં આવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">