‘ધુરંધર’ માં તરખાટ મચાવ્યા પછી, ‘રહેમાન ડકૈત’ હવે આ ફિલ્મો સાથે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે
ફિલ્મ ધુરંધરમાં અક્ષય ખન્નાએ પોતાના પાત્રથી ચાહકોના દિલમાં મોટું સ્થાન બનાવ્યું છે. ત્યારે લોકો હવે અક્ષય ખન્નાના અપકમિંગ પ્રોજેક્ટ વિશે જાણવા માંગે છે. તો ચાલો જોઈએ હવે અક્ષય ખન્નાની કઈ કઈ ફિલ્મો જોવા મળશે.

હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ધુરંધરમાં અભિનેતા અક્ષય ખન્ના પોતાના નેગેટિવ પાત્રને લઈ ખુબ ચર્ચામાં છે. જ્યારે પણ ફિલ્મ રિલીઝ થાય છે. ત્યારે એવું જોવા મળે છે કે, ચાહકોને વિલન કરતા ફિલ્મનો હિરો વધુ પસંદ હોય છે પરંતુ હાલમાં ધુરંધર ફિલ્મ રિલીઝ થઈ છે. તેમાં વિલનના ખુબ વખાણ કરવામાં આવી રહ્યા છે. આ વિલન બીજું કોઈ નહી પરંતુ 50 વર્ષનો અભિનેતા અક્ષય ખન્ના છે.’ધુરંધર”રહેમાન ડકૈત’ ની એન્ટ્રી ચાહકોને ફિલ્મથી પણ વધારે પસંદ આવી છે. સોશિયલ મીડિયા પર તેના વીડિયો પણ ખુબ વાયરલ થઈ રહ્યા છે.
View this post on Instagram
ત્યારે આ મલ્ટીસ્ટાર ફિલ્મમાં લોકોને ફિલ્મતો પસંદ આવી પરંતુ સાથે અક્ષય ખન્નાની એક્ટિંગ ખુબ જ પસંદ આવી છે અને હવે તેઓ જાણવા માંગે છે કે, તેની અપકમિંગ ફિલ્મો કઈ કઈ છે. તમને જણાવી દઈએ કે, નવા વર્ષમાં અભિનેતા પોતાની નવી 6 ફિલ્મો સાથે ન્યુયરને ગોલ્ડન યર બનાવવા જઈ રહ્યો છે. આ ફિલ્મો અલગ અલગ પાત્રમાં હશે. એક્શન, મિથોલૉજિકલ, થ્રિલર અને કોર્ટરૂમ ડ્રામા. ચાલો તેના ફિલ્મનું લિસ્ટ જોઈએ.
ઈક્કા
સની દેઓલની સાથે તેની ફિલ્મ નેટફિલક્સ પર રિલીઝ થશે. જેમાં અક્ષય અને સનીની જોડી ચાહકોને ડબલ મજા કરાવશે. ઓડિયન્સ પણ બંન્ને સ્ટારને એક સાથે જોવા માટે એક્સાઈટેડ છે.
મહાકાલી
આ તેલુગુ મિથોલૉજિકલ ફિલ્મ છે. જેમાં અક્ષય ખન્ના પાવરફુલ પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મથી તે પહેલી વખત સાઉથની ફિલ્મોમાં એન્ટ્રી કરશે.
View this post on Instagram
દ્રશ્યમ ૩
અજય દેવગન અને તબ્બુ અભિનીત ફિલ્મમાં અક્ષય ખન્નાની પોલીસ અધિકારીની ભૂમિકા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. હવે, ત્રીજા પાર્ટમાં, અક્ષયની ભૂમિકા એક મોટો ટ્વિસ્ટ આવશે.
સેક્શન 84
કોર્ટરુમ ડ્રામા અને થ્રિલરના કૉકટેલ વાળી આ ફિલ્મમાં અક્ષયનું પાત્ર ડીપ,ઈમોશનલ અને પાવરફુલ હશે.
