AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

07 જૂનના મહત્વના સમાચાર : રાજ્યમાં ફરી ઉઠી OBC અનામતની માગ, મહામંડલેશ્વર ઋષિભારતી બાપુએ 54 ટકા અનામતની કરી માગ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 07, 2025 | 9:16 PM

આજે 07 જૂનને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

07 જૂનના મહત્વના સમાચાર : રાજ્યમાં ફરી ઉઠી OBC અનામતની માગ, મહામંડલેશ્વર ઋષિભારતી બાપુએ 54 ટકા અનામતની કરી માગ

આજે 07 જૂનને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 07 Jun 2025 09:16 PM (IST)

    કોમનવેલ્થ ગેમ્સ 2030ને લઈને લંડન ખાતે હર્ષ સંઘવીના નેતૃત્વમાં મળેલી બેઠક પૂર્ણ

    • કોમનવેલ્થ ગેમ્સ 2030ને લઈને લંડન ખાતે મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ
    • રમતગમત પ્રધાન હર્ષ સંઘવીના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળની બેઠક
    • હર્ષ સંઘવી છે હાલ લંડનના પ્રવાસે
    • કોમન વેલ્થ કમિટીના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક
    • બિડિંગ સહિતના મુદ્દાઓ પર બેઠકમાં થઇ ચર્ચા
    • કોમન વેલ્થ કમિટીનું 31 ઓગસ્ટ સુધીમાં દરખાસ્તો રજૂ કરવા સૂચન
    • ગેમ ક્યાં યોજાશે એનો નિર્ણય નવેમ્બર મહિનામાં કોમનવેલ્થ સ્પોર્ટમાં લેવાશે
  • 07 Jun 2025 07:13 PM (IST)

    રાજકોટના વાવડીમાં ચાલુ વરસાદે રોડની કામગીરી

    રાજકોટના વાવડી વિસ્તારમાં વરસતા વરસાદમાં રોડની કામગીરીનો વીડિયો સામે આવ્યો છે. જ્યાં શ્રમિકો ચાલુ વરસાદે રોડ પર ડામર પાથરી રહ્યા છે. ત્યારે તંત્રની કામગીરી સામે સવાલ ઉભો થયો છે. લોકો સવાલ કરી રહ્યા છે કે સામાન્ય પરિસ્થિતિમાં બનેલા રોડ પણ ટકતા નથી. ત્યારે વરસતા વરસાદમાં બનેલો આ રોડ કેવી રીતે ટકશે. સવાલ એ પણ સર્જાય કે ગાંડાને પણ ખબર પડે તેવી વાત કેમ મનપા તંત્રને નથી સમજાતી.

  • 07 Jun 2025 07:12 PM (IST)

    પાટણના હિંદુ બહુમતી ધરાવતા ગમમાં મુસ્લિમ મહિલા સરપંચ પદે ચૂંટાયા

    પાટણમાં હિન્દુ બહુમતી ધરાવતાં ગામમાં સરપંચ પદે ચૂંટાઇ છે મુસ્લિમ મહિલા શરીફા મલિક.. આમ તો, ગામડાનું રાજકારણ વાદવિવાદ અને રાજનીતિથી તરબતર હોય છે,, પરંતુ પાટણના એક ગામે પ્રગટાવી છે કોમી એકતાની મશાલ અને પૂરૂ પાડયું છે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ. વાત છે વારાહીના ફૂલપુરા ગામની, જ્યાં ગ્રામજનોએ ધર્મ નહી પણ માણસાઈને પારખી. ફૂલપુરામાં હિન્દુઓની બહુમતિ છે, જ્યારે મુસ્લિમ સમાજના માત્ર ગણતરીના જ ઘર છે. છતાંય ગ્રામજનોએ ચૂંટણીમાં મુસ્લિમ સમાજની મહિલાને સરપંચ બનાવી. ગ્રામ પંચાયતને સમરસ જાહેર કરી.

  • 07 Jun 2025 07:10 PM (IST)

    ભાવનગર: માલવણ ગ્રામપંચાયતની ચૂંટણીના બહિષ્કારની ચીમકી

    તો સમરસ ગ્રામ પંચાયત વચ્ચે સામે આવી છે ચૂંટણી બહિષ્કારની ઘટના. ભાવનગરના માલવણ ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. માલવણ બેઠક જાહેર થતાં ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે, કે માલવણ ગામ ક્ષત્રિય સમાજનું ગામ હોવાથી જ્યારથી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ છે. ત્યારથી અહીં સામાન્ય બેઠક પર થતી ચૂંટણીમાં ક્ષત્રિય સમાજના સરપંચ ચૂંટાઈને આવે છે. જેથી OBC બેઠક જાહેર થતાં ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનું એલાન કર્યું છે. ગ્રામજનોએ હાથમાં પ્લેકાર્ડ લઈ વિરોધ નોંધાવ્યો. અને ચૂંટણીનો બહિષ્કાર કર્યો. તો ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર થતા તંત્ર દોડતું થયું છે.

  • 07 Jun 2025 07:09 PM (IST)

    ગ્રાન્ટેડ શાળાઓમાંશિક્ષકોની ભરતી પ્રક્રિયા હજુ નથી કરાઈ પૂર્ણ

    રાજ્યમાં આગામી અઠવાડિયામાં નવું શિક્ષણ સત્ર શરૂ થવા જઈ રહ્યું પરંતુ શિક્ષણ વિભાગના અંધેર વહીવટને કારણે વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત રહેવાનો વારો આવી શકે છે કારણ કે ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણ વિભાગ દ્વારા હજુ સુધી શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં નથી આવી. આ બાબતે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની ઘટ બાબતે એક મહત્વપૂર્ણ પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યના શિક્ષણ વિભાગે જે ગ્રાન્ટેડ શાળાઓમાં જ્ઞાન સહાયક શિક્ષકોની મુદત પૂર્ણ થતી હોય તેવી શાળાઓમાં જ્ઞાન સહાયક શિક્ષકોની મુદત લંબાવાની વાત કરવામાં આવી છે.

  • 07 Jun 2025 07:06 PM (IST)

    વડોદરામાં શાળાઓને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ જમા કરાવવા મનપાનો આદેશ

    વડોદરામાં ગત વર્ષે નારાયણ વિદ્યાલયની દિવાલ પડતા 5 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ શાળાને બંધ કરી દેવાઈ હતી. ચાલુ વર્ષે પણ વડોદરા મહાનગરપાલિકા સતર્ક બન્યુ છે અને શાળાઓ પાસે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ છે કે નહીં તેની તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન વડોદરા શહેરની 14થી વધુ શાળાઓ પાસે સ્ટ્રક્ચર રિપોર્ટ ના હોવાથી નોટિસ પાઠવાઈ હતી. રિપોર્ટ રજૂ ન કરી શકનારી શાળાઓને સીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આગામી સપ્તાહથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે શાળાઓને તાત્કાલિક સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કઢાવવા સૂચન કરાયું છે. ઉપરાંત, રિપોર્ટ જમા ન કરાવનાર શાળાઓના સીલ ન ખોલવાનું પણ મનપાએ જણાવ્યું.

  • 07 Jun 2025 07:04 PM (IST)

    કોરોનાના વધતા કેસ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપ્યુ આ નિવેદન

    કોરોનાના વધતા કેસ અંગે રાજ્યનાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે ગુજરાત સહિત 5-6 રાજ્યોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આઓમિક્રોન વાયરસ કોવિડ ફેમિલીનો જ વાયરસ છે..વધી રહેલા કેસને લઈને વાયરસને નિયંત્રિત કરવા માટેની તમામ તૈયારીઓ કરી દેવાઈ છે. સાથે તૈયારીના ભાગરૂપે જ ઓક્સિજન ટેન્ક અંગે મોકડ્રિલ પણ કરવામાં આવી છે. રાજ્યમાં કોરોના કેસ કાબૂમાં રહે અને “કોરાના કેસમાં વધારો ન થાય એ માટે સરકાર સતત કાર્યરત છે.

  • 07 Jun 2025 07:02 PM (IST)

    રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ

    ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી રહ્યા છે. જેમાં સૌરાષ્ટ્રથી લઈ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. તે વચ્ચે હવામાન વિભાગે ફરી એકવાર સાત દિવસ સુધી ગુજરાતમાં મોટાપ્રમાણમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરી છે. જેમાં દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટા છવાયા વરસાદના એંધાણ છે.

    રાજકોટમાં જાણે ચોમાસું જામ્યું હોય તેમ પ્રચંડ પવન સાથે મેઘરાજાએ ભૂક્કા કાઢી નાખ્યા. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કેવી પ્રચંડ તીવ્રતા સાથે મેઘરાજા વરસી રહ્યા છે. રાજકોટમાં ક્યાંક ભયાનક ગાજવીજ સાથે પણ વરસાદ વરસ્યો હતો. કાળઝાળ ગરમી બાદ સાંજ પડતા સતત વરસાદી માહોલ રહેતા રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. રાજકોટના કાલાવડ રોડ, રેસકોર્ષ, જામનગર રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. અસહ્ય ગરમીથી પરેશાન લોકોને વરસાદને કારણે રાહત પણ મળી હતી.

  • 07 Jun 2025 06:43 PM (IST)

    સુરતના માંગરોળના નાના બોરસરામાં ગેસ ગળતરથી 2ના મોત

    તો સુરતના માંગરોળના નાના બોરસગા ગામ નજીક કંપનીમાં ગેસ ગળતરે લીધો છે 2 કામદારોનો ભોગ. કંપનીની ટાંકી સાફ કરવા ઉતરેલા 2 કામદારોને ગેસ ગળતરની અસર થઇ હતી. ઘટનાની જાણ થતાં જ બંને કામદારોને બેભાન અવસ્થામાં હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ સહિત સ્થાનિક તંત્ર દોડતું થયું હતું અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર ગેસ ગળતરમાં મૃત્યુ પામનાર કામદારોના નામ રાજન સિંગ અને રાજન શર્મા છે.

  • 07 Jun 2025 06:11 PM (IST)

    રાજકોટમાંથી પશ્ચિમ બંગાળના 19 બાળમજૂરો ઝડપાવા મુદ્દે એક આરોપીની ધરપકડ

    રાજકોટમાં બાજમજૂરીના રેકેટનો પર્દાફાશ થથા અજીત મુલ્લા અજમત મુલ્લા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી. પોલીસે અત્યાર સુધીમાં કુલ 21 બાળકોને આ રેકેટમાંથી મુક્ત કરાવ્યા છે. તમામ બાળકો પશ્ચિમ બંગાળના હોવાનું સામે આવ્યું છે. આરોપી પણ પશ્ચિમ બંગાળનો હોવાનું તપાસમાં ખુલતા ખળભળાટ મચી ગયો હતો. રાજકોટના બેડી રોડ પરના મકાનમાંથી બાળકોને પોલીસે મુક્ત કરાવ્યા છે.  હાલ પોલીસે તમામ બાળકોને બાળ સંરક્ષણ ગૃહમાં ખસેડ્યા. જ્યાં બાળકોના મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યા જેમાં ચોંકાવનારા ખુલાસા થયા. બાળકોના પ્રાઈવેટ પાર્ટમાં ગંભીર ઈજાના નિશાન મળી આવ્યા છે. આરોપીએ બાળકો સાથે હેવાનિયત આચરી હોવાનો ખુલાસો થયો છે.

  • 07 Jun 2025 02:24 PM (IST)

    મહેસાણા-અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં એકનું મોત

    મહેસાણા-અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં એકનું મોત થયુ છે. દીતાસણ ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો. કારનું ટાયર ફાટતાં ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો. કાર રોડની બીજી તરફ જતાં ટ્રક સાથે ટકરાઈ. કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું. પ્રચાર માટે નીકળેલા ધારાસભ્ય પણ મદદમાં જોડાયા. સ્થાનિક ધારાસભ્યએ મૃતક કારચાલકને કાઢ્યો બહાર.

  • 07 Jun 2025 11:50 AM (IST)

    સુરત: પાલ વિસ્તારમાં કુરિયરની ઓફિસમાં 2.50 લાખની ચોરી

    સુરત: પાલ વિસ્તારમાં કુરિયરની ઓફિસમાં 2.50 લાખની ચોરી થઇ. કંપનીના ટીમ લીડરએ જ ચોરી કરી હોવાનો ખુલાસો થયો. ઓળખ ન થાય તે માટે છત્રીની આડમાં ચોરીને અંજામ આપ્યો. કુરિયરની ઓફિસમાં ચોરીની ઘટના CCTVમાં કેદ થઇ છે. પાસવર્ડ નાંખીને લોકરનો લોક ખોલાતા પોલીસને શંકા ગઈ. કંપનીના ટીમ લીડરની પોલીસે ધરપકડ કરી.

  • 07 Jun 2025 10:20 AM (IST)

    લોસ એન્જલસમાં ગેરકાયદે નાગરિકોની ધરપકડ બાદ બબાલ

    અમેરિકાઃ લોસ એન્જલસમાં ગેરકાયદે રહેતા 44 લોકોની ધરપકડ બાદ શહેરમાં બબાલ થઇ. ડિટેન્શન સેન્ટરને દેખાવકારોએ ઘેરી લીધુ. ગેરકાયદે રહેતા લોકોના સમર્થનમાં લોકોએ દેખાવ  કર્યા..

  • 07 Jun 2025 09:17 AM (IST)

    રાજ્યના અનેક જિલ્લામાં છૂટા છવાયા વરસાદની શક્યતા

    રાજ્યના અનેક જિલ્લામાં છૂટા છવાયા વરસાદની શક્યતા છે. 6 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં હળવા વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્ર, કચ્છના કેટલાક જિલ્લામાં પણ વરસાદના એંધાણ છે. સત્તાવાર ચોમાસાના આગમન માટે હજુ રાહ જોવી પડી શકે છે. ગત વર્ષની જેમ આ વખતે પણ ચોમાસું મુંબઈમાં અટવાયું છે.

  • 07 Jun 2025 09:02 AM (IST)

    જૂનાગઢઃ વિસાવદર સહિતના વિસ્તારોમાં વરસાદ

    જૂનાગઢઃ વિસાવદર સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. રવની કુબા,વેકરિયા ગામમાં વરસાદ પડ્યો છે. રસ્તાઓ પર પાણી વહેતા થયા છે.

  • 07 Jun 2025 08:48 AM (IST)

    રાજકોટઃ ભક્તિનગરમાં લૂંટ બાદ હત્યાની ઘટના

    રાજકોટઃ ભક્તિનગરમાં લૂંટ બાદ હત્યાની ઘટના બની છે. સાધના સોસાયટીમાં લૂંટારુંઓએ હત્યા કરી હતી. પ્રૌઢની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરાઈ. સોનાની વીંટી, ચેઈન અને લકી સહિતના દાગીનાની લૂંટ કરી. DCP સહિતના અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. લૂંટ અને હત્યાની ઘટનાથી સુરક્ષાને લઈને સવાલ ઉઠ્યા છે.
  • 07 Jun 2025 07:53 AM (IST)

    મહેસાણાઃ સોનું વેચવાને બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો

    જો તમને પણ કોઈ અસલી સોનું સસ્તા ભાવે આપવાની લાલચ આપે છે.  તો સાવધાન થઈ જજો કેમ કે મહેસાણામાં અસલી સોનું સસ્તા ભાવે આપવાની લાલચ આપી નકલી સોનું વેચતા શખ્સની ધરપકડ થઈ છે. SOG પોલીસે રામોસણા બ્રિજ નજીકથી આરોપીને ઝડપી પાડ્યો હતો.  આરોપી પાસે અસલી જેવું દેખાતા ધાતુના મણકા જપ્ત કર્યા છે.

Published On - Jun 07,2025 7:52 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">