06 જૂનના મહત્વના સમાચાર : ગુજરાતમાં આજે કોરોનાના નવા 170 કેસ નોંધાયા, વડોદરામાં 11 તો જામનગરમાં 8 કેસ
આજે 06 જૂનને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 06 જૂનને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
ગુજરાતમાં આજે કોરોનાના નવા 170 કેસ નોંધાયા
સમગ્ર દેશની સાથેસાથે ગુજરાતમાં પણ કોરોનાની લહેર વધતી હોય તેમ જણાય છે. જો કે આ કોરોનાની લહેર ચિંતાજનક ના હોવાનું આરોગ્ય વિભાગ અને સરકાર જણાવી રહી હોવા છતા, રોજબરોજ કોરોનાના વધી રહેલા નવા કેસ ચિંતાપ્રેરે છે. આજે ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના નવા 170 કેસ નોંધાયા છે.
-
વડોદરામાં કોરોનાના 11 નવા કેસ નોંધાયા
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 11 કેસ નોંધાયા છે. શહેરમાં કોરોનાના કુલ 17 દર્દીઓ છે. બિલ, ભાયલી, અટલાદરા, કપુરાઇ, નવાયાર્ડ વિસ્તારમાં નોંધાયા છે નવા કેસ. 2 મહિલા સહિત કુલ 11ને કોરોના પોઝિટિવ એક દિવસમાં નોંધાયા છે. તમામ 17 દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે.
-
-
જામનગરમાં આજે કોરોનાના વધુ 8 કેસ નોંધાયા
જામનગર શહેરમા કોરોનાનો કહેર યથાવત રહેવા પામ્યો છે. આજે વધુ 8 નવા કેસ કોરોના પોઝીટીવ કેસ નોધાયા છે. અત્યાર સુધીમાં જામનગરમાંથી કુલ 54 કેસ કોરોનાના નોંધાયા છે. હજુ 38 કોરોનાના પોઝીટીવ દર્દી હોમ ક્વોરીનટાઇન છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કોરોનાની પોઝીટીવ દર્દી નોધાયા છે.
-
બાબા સિદ્દીકી હત્યા કેસના માસ્ટરમાઇન્ડ ઝીશાન અખ્તરની કેનેડામાં ધરપકડ
મુંબઈમાં બાબા સિદ્દીકીી કરાયેલી હત્યા કેસના માસ્ટરમાઇન્ડ, પંજાબના જલંધરના નાકોદરના રહેવાસી ઝીશાન અખ્તર ઉર્ફે જસ્સી પુરેવાલની કેનેડાના સરેમાં ધરપકડ કરવામાં આવી છે. હાલમાં તે સ્પષ્ટ નથી કે ભારતીય એજન્સીઓ દ્વારા આપવામાં આવેલી માહિતીને કારણે ધરપકડ કરવામાં આવી છે કે નહીં, પરંતુ ઝીશાન અખ્તર હાલમાં કેનેડિયન પોલીસની કસ્ટડીમાં છે.
-
નકલી ગન લાયસન્સ કેસમાં ATS દ્વારા 66 આરોપીઓ સામે 960 પેજની ચાર્જશીટ કરાઈ રજૂ
નકલી ગન લાયસન્સ કેસમાં ATS દ્વારા ટ્રાયલ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. અગત્યના 960 પેજ સાથે ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. 66 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ. બનાવટી દસ્તાવેજોના આધારે નાગાલેન્ડ, મણિપુરમાંથી કઢાવવામાં આવ્યા હતા ગન લાયસન્સ. ગુજરાતમાં અસ્તિત્વમાં ન હોય એવા પોલીસ સ્ટેશનના નામ રજૂ કરાયા હતા વેરીફીકેશન સર્ટિફિકેટમાં. પ્રથમ FIR અને આરોપીની પકડના 58 દિવસે કોર્ટમાં કરાયું ચાર્જશીટ.
-
-
અમદાવાદના સીજી રોડ પર આવેલ પિત્ઝા શોપના ગુલાબજાંબુમાં જીવાત મળી આવ્યાનો વીડિયો વાયરલ
અમદાવાદના સીજી રોડ પર આવેલ પિત્ઝા શોપના ગુલાબજાંબુમાં જીવાત મળી આવ્યાનો વીડિયો વાયરલ થયો છે. ઓકટન્ટ પિત્ઝા શોપમાં ઘટના બની હોવાનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ થયેલ વીડિયોમાં સમગ્ર મામલે તારીખ અથવા ભોગ બનનાર બાબતે અંગે હાલ કોઈ સ્પષ્ટતા નહીં. સોશ્યલ મીડિયાના વાયરલ વીડિયોના આધારે આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. વીડિયોના આધારે એકમ સીલ કરવામાં આવ્યું છે. તપાસમાં ગુલાબજાંબુ જેવા ખાદ્ય પદાર્થ ના મળ્યા હોવાનો અધિકારીનો દાવો છે.
-
અમદાવાદના ઇસનપુરની વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલને DEO એ ફટકારી નોટિસ
અમદાવાદની વધુ એક શાળાની મનમાની સામે આવી છે. ઇસનપુરની વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલને DEO એ નોટિસ ફટકારી છે. પીએમ પબ્લીક ગ્રીવન્સ પોર્ટલમા ફરિચાદ થતા DEO ની શાળાને નોટીસ ફટકારવામાં આવી છે. એફઆરસી દ્વારા 37 હજાર રૂપિયા નક્કી કરવામા આવી હતી ફી. શાળા દ્વારા પ્રપોઝ્ડ 47 હજાર ફી વસુલવામા આવતી હતી. નિયમ ભંગ બદલ શાળાને પાંચ લાખ રૂપિયાનો દંડ પણ થઇ શકે છે.
-
જે અંગ્રેજો ના કરી શક્યા તે કામ મોદીએ કર્યું- PM મોદીની પ્રશંસા કરતા CM ઓમર અબ્દુલ્લા
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ, ચેનાબ બ્રિજના લોકાર્પણ પ્રસંગે પીએમ મોદીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, જે કામ અંગ્રેજો ના કરી શક્યા તે કામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી બતાવ્યું છે. ચેનાબ બ્રિજના ઉદઘાટન અને ટ્રેનોના સંચાલનથી જમ્મુ કાશ્મીર રાજ્યમાં આર્થિક સુધારો થશે અને યુવાનોને વધુ રોજગાર પણ મળશે.
-
જૂનાગઢ AAPમાં ભંગાણ ! સંગઠન મંત્રી ગોપાલ ઈટાલિયાની સામે લડશે અપક્ષ ચૂંટણી
વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી યોજાય તે પૂર્વે જ આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રીએ રાજીનામું ધરી દીધુ છે. જુનાગઢ આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી હિતેશ વઘાસિયાએ, આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપીને, ગોપાલ ઈટાલિયા સામે આક્ષેપો કરીને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યાં છે. તેમણે કહ્યું કે, પોતાના અંગત સ્વાર્થ માટે, આપના ભુપત ભાયાણીને બીજેપીમાં જોડાવવા મજબૂર કર્યા છે. વિધાનસભાની સામાન્ય ચૂંટણી સમયે ભુપત ભાયાણીનું નામ ક્યાંય ચર્ચામાં જ ન હતું છતાં ટિકિટ અપાવી હતી.
-
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં MSW વિભાગ કરાયો બંધ
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં MSW વિભાગ બંધ કરાયો. MSW બંધ થતા વિદ્યાર્થી સંગઠન ABVPએ વિરોધ નોંધાવ્યો. સમાજ સેવા ફિલ્ડમાં જવા માગતા વિદ્યાર્થીઓને હાલાકી થતી હોવાનું ABVPએ જણાવ્યુ. ગુજરાત યુનિવર્સિટીમાં ફરી MSW શરૂ કરવા માગ કરાઈ.
-
જમ્મુ-કાશ્મીરઃ PMના હસ્તે સૌથી ઊંચા રેલવે બ્રિજનું લોકાર્પણ
જમ્મુ-કાશ્મીરઃ PMના હસ્તે સૌથી ઊંચા રેલવે ચિનાબ બ્રિજનું લોકાર્પણ કર્યુ. ચિનાબ નદી પર અત્યાધુનિક બ્રિજનું નિર્માણ થયું છે. જમ્મુ-કાશ્મીરના વિકાસનો નવો અધ્યાય શરૂ થયો છે. બ્રિજના નિર્માણ માટે 1486 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. ભારતીય કૌશલ્ય અને ટેકનોલોજીની અદભૂત નમૂનો આ બ્રિજ છે.
-
વડોદરા: શહેરના આજવા રોડ પર મારામારી
વડોદરા: શહેરના આજવા રોડ પર મારામારી થઇ. 2 જૂથ વચ્ચે અગમ્ય કારણોસર બબાલ થઇ. મારી પત્ની છે તેવું કહીને એક શખ્સે મારામારી કરી. મહિલા સાથે રહેલા અન્ય વ્યક્તિને માર માર્યો. 2 લોકોએ મહિલા સાથે રહેલા વ્યક્તિના અપહરણનો પ્રયાસ કર્યો. બળજબરીથી એક્ટિવા પર બેસાડવા પ્રયાસ કર્યો હતો. આસપાસના લોકો વચ્ચે પડતા બંને શખ્સો ફરાર થઇ ગયા.
-
આણંદ: ખંભાતમાં માઇનોર બ્રિજનો સ્લેબ પડતા દુર્ઘટના
આણંદ: ખંભાતમાં માઇનોર બ્રિજનો સ્લેબ પડતા દુર્ઘટના સર્જાઇ છે. હાથિયાવાડ વિસ્તારની ઘટનામાં બે મજૂર દટાયા હતા, એકનું મોત થયુ છે. સ્થાનિકોએ તાત્કાલિક પહોંચી એક મજૂરને બચાવ્યો છે. હાઈવે પાસે બનતા ડેમના કામકાજ દરમિયાન દુર્ઘટના બની હતી. કરોડોના પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. કોન્ટ્રાક્ટરે સેફ્ટીના સાધનો ન રાખી કામગીરી કરાતા દુર્ઘટના સર્જાઇ હતી. કોન્ટ્રાકટરની બેદરકારીથી મજુરે જીવ ગુમાવ્યાનો આક્ષેપ છે.
-
રાજકોટ: કોરોનાના વધુ 9 કેસ નોંધાયા
રાજકોટ: કોરોનાના વધુ 9 કેસ નોંધાયા છે. 3 દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે. દર્દીઓમાં 10 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. કુલ 45 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.
-
પશ્ચિમ બંગાળના 20 જેટલા સગીરોને મુક્ત કરાવાયા
રાજકોટમાં બાળ મજૂરીને લઈને પોલીસે કાર્યવાહી કરી છે. પશ્ચિમ બંગાળના 20 જેટલા સગીરોને મુક્ત કરાયા. SOG અને સમાજ સુરક્ષા વિભાગે કાર્યવાહી કરી. સગીરોને ઇમિટેશનની કામગીરી માટે લાવવામાં આવ્યા હોવાની શક્યતા છે. બેડી ચોકડી નજીક એક મકાનમાં ગોંધી રાખ્યા હતા. પોલીસ તમામ સગીરોને મેડિકલ ચેક અપ માટે મોકલ્યા. બાળમજૂરી માટે લાવનાર ઠેકેદાર વિરુદ્ધ પણ કાર્યવાહી કરાશે.
-
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા રેપો રેટમાં ઘટાડો કરી શકે
લોનધારકો માટે આજે ખુશીના સમાચાર આવી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા રેપો રેટમાં ઘટાડો કરી શકે છે. થોડીવારમાં RBI રેપો રેટની સમીક્ષા કરશે. રેપો રેટમાં 25 થી 50 બેસિસ પોઈન્ટના ઘટાડાની શક્યતા છે. રેપો રેટ ઘટશે તો હોમ લોન સસ્તી થશે. SBIના રિસર્ચ રિપોર્ટ મુજબ રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટના ઘટાડાની શક્યતા છે.
-
અમદાવાદ: નરોડામાં હંસપુર ગામ નજીક ચીલઝડપ
અમદાવાદ: નરોડામાં હંસપુર ગામ નજીક ચીલઝડપ થઇ. બાળકો સાથે ઇવનિંગ વૉક માટે નિકળેલી મહિલા શિકાર બની. બાઇક પર આવેલો ચેઇન સ્નેચર CCTVમાં કેદ થયો.નરોડા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
-
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધ્યું
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. એક જ દિવસમાં નવા 167 કેસ નોંધાયા છે. અત્યાર સુધી કુલ 615 કેસ નોંધાયા. 60 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા. કોરોનાના 15 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બાકીના દર્દી હોમ આઈસોલેશન હેઠળ છે.
Published On - Jun 06,2025 8:02 AM





