AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

06 જાન્યુઆરીના મહત્વના સમાચાર : સફાળા જાગેલા આરોગ્ય વિભાગે પાણીપુરી બનાવતા લોકો પર પાડ્યા દરોડા, ઠેર ઠેર જોવા મળ્યાં વાસી સામગ્રી અને ગંદકીના ઢગ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2026 | 9:01 PM
Share

Gujarat Live Updates આજ 06 જાન્યુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

06 જાન્યુઆરીના મહત્વના સમાચાર : સફાળા જાગેલા આરોગ્ય વિભાગે પાણીપુરી બનાવતા લોકો પર પાડ્યા દરોડા, ઠેર ઠેર જોવા મળ્યાં વાસી સામગ્રી અને ગંદકીના ઢગ

આજે 06 જાન્યુઆરીને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 06 Jan 2026 08:51 PM (IST)

    અમદાવાદ: AMTSની બસમાં યુવતીને થયો કડવો અનુભવ

    અમદાવાદમાં મહિલાઓ માટે સુરક્ષિત ગણવામાં આવે છે. પરંતું નોકરી પતાવીને બસમાં મુસાફરી કરીને ઘરે જઈ રહેલી યુવતીને કડવો અનુભવ થયો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક યુવતી AMTSમાં મુસાફરી કરી રહી છે. અને બસમાં સવાર પોલીસની વર્દી જેવા કપડાં પહેરેલાં એક આધેડ વ્યક્તિએ યુવતીને અપશબ્દો કહ્યા હોય તેવો આરોપ લાગ્યો છે. યુવતીનું કહેવું છે કે આધેડ કર્મીએ મહિલાને બસનો કાચ ખોલવાનું કહ્યું હતું જે બાદ તેણે યુવતીને અપશબ્દો કહ્યા હતા. આ કર્મી નશામાં ધૂત હોય તેવો પણ યુવતી આરોપ લગાવી રહી છે. યુવતી સાથે ગેરવર્તણૂક કરનાર વ્યક્તિ AMTS બસના ખાનગી બસ ઓપરેટરનો ડ્રાઈવર હોવાનું અનુમાન છે. સાથે જ આ ડ્રાઈવરને ફરજ પરથી મોકૂફ પણ કરાયો હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. ત્યારે વીડિયોના અંતમાં આ આધેડ ડ્રાઈવર પોતાનું મોઢું છુપાવતો નજરે પડે છે. દ્રશ્યોમાં દેખાય છે કે આ બસ વાડજ- ચાંદખેડા રૂટ નંબર 401ની AMTS બસ છે. ત્યારે યુવતીના ગંભીર આક્ષેપનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચર્ચાએ જોર પકડ્યું છે.

  • 06 Jan 2026 08:04 PM (IST)

    કાથાકાર મોરારી બાપુનું સોમનાથ મંદિર પર નિવેદન

    રામ કથાકાર મોરારી બાપુ સોમનાથ મંદિર પર નિવેદન આપ્યુ છે. બાપુએ જણાવ્યુ કે સોમનાથ અખંડ અને શાશ્વત આસ્થાનું પ્રતીક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લેખનું મોરારી બાપુએ અવલોકન કર્યુ. હજાર વર્ષ પહેલા ચડાઈ છતાં સોમનાથની સંસ્કૃતિ અડગ રહી. મૂર્તિ તોડી પરંતુ સોમનાથની આસ્થા તોડી શકાઈ નહીં.  સોમનાથની ઐતિહાસિક ઘટનાને થયા હજાર વર્ષ પૂર્ણ. રાષ્ટ્રના દરેક નાગરિકે આ અવસરને ઓળખવો જરૂરી છે. ભગવાન શિવ વિશ્વના કલ્યાણ માટે કલ્યાણકારી. વડાપ્રધાનના માર્ગદર્શન સાથે સર્વ સાધુઓ સૂર પુરાવે છે.

  • 06 Jan 2026 05:32 PM (IST)

    આદિવાસી નેતા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા

    આદિવાસી નેતા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા છે. દાહોદમાં કોંગ્રેસની જનઆક્રોષ યાત્રા દરમિયાન વસાવાને અમિત ચાવડા અને તુષાર ચૌધરીએ કોંગ્રેસનો ખેસ પહેરાવ્યો હતો. કાળી મહુડીની સભા દરમિયાન મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા છે. મહેશ વસાવા BTPના સ્થાપક છોટુ વસાવાના પુત્ર છે. મહેશ વસાવા ડેડિયાપાડા બેઠકથી પરથી ધારાસભ્ય રહ્યાં હતા. લોકસભા ચૂંટણી પહેલા તેઓ BTP છોડી ભાજપમાં જોડાયા હતા. 2025માં ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસમાં જોડાયા બાદ મહેશ વસાવાએ કહ્યું કે ભાજપ બંધારણ તોડનારી પાર્ટી છે અને તેની સામે આદિવાસીઓને એક કરી લડત આપશે.

    આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાએ આ અંગે કહ્યું કે મહેશ વસાવા કોંગ્રેસના નિશાન પર ચૂંટણીમાં લડવા માગે છે. જેથી કોંગ્રેસમાં જોડાયા છે. એક સમય હતો કે મહેશ વસાવા પિતાની બીટીપી પાર્ટીમાં હતા, ત્યારબાદ તેમણે પિતાની પાર્ટીનો સાથ છોડી ભાજપમાં ગયાઅને હવે ભાજપ છોડી કોંગ્રેસમાં આવ્યા છે. આમ સત્તાનો સ્વાદ ચાખવા નેતાઓ પક્ષપલટા કરે તે નવાઈની વાત નથી.

  • 06 Jan 2026 02:40 PM (IST)

    હળવદના રણમલપુર અને ધણાદ ગામ વચ્ચે સ્કૂલ બસનું ટાયર ફાટતા અકસ્માત

    હળવદના રણમલપુર ગામ અને ધણાદ ગામની વચ્ચે સ્કૂલ બસનું ટાયર ફાટતા અકસ્માત થયો છે. મોરબીના આમરણ ગામની વિવેકાનંદ સ્કૂલના વિદ્યાર્થીઓ પ્રવાસથી પરત આવતા સમયે અકસ્માત થયો. અચાનક બસનું ટાયર ફાટતા બસ વીજપોલ સાથે અથડાઈ હતી. વિજપોલના સહારે બસ રહી જતા બસ પલટી મારતા બચી ગઈ હતી. બસમાં 47 વિદ્યાર્થીઓ સહિત 52 લોકો સવાર હતા. સ્થાનિકોએ તમામને હેમખેમ બહાર કાઢ્યા હતા.

  • 06 Jan 2026 02:37 PM (IST)

    હવે રાજકોટ કોર્ટને પણ બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી

    રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવા ધમકી મળતા ખળભળાટ મચ્યો છે. કોર્ટના સિક્યુરિટી ઇન્ચાર્જ દ્વારા પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવી છે. કંટ્રોલ દ્વારા યુનિવર્સીટી પોલીસ તેમજ બૉમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને SOG ને જાણ કરવામાં આવી છે. હાલ પોલીસે કોર્ટ પરિસર ખાલી કરાવી કોર્ટ પરિસરમાં તપાસ હાથ ધરી છે.

  • 06 Jan 2026 02:29 PM (IST)

    વડોદરાની જેલમાં ચેક રિટર્ન કેસમાં સજા કાપી રહેલા કેદીનું મોત

    વડોદરાની જેલમાં બંધ ચેક રિટર્ન કેસમાં સજા કાપી રહેલા કેદીનું મોત થયું છે. ગતરોજ કોર્ટે પ્રિતેશ જાદવને દોઢ વર્ષની સજા અને 1.50 લાખ રૂપિયાના દંડનો હુકમ કર્યો હતો. કોર્ટના હુકમ બાદ પ્રિતેશને વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યો હતો. જેલમાં બીજા જ દિવસે તબિયત લથડતા પ્રિતેશને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડાયો હતો. ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલમાં કેદીનું મોત થતાં જેલ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ. મૃતકની પત્નીનો આરોપ છે કે મકાનમાલિક દ્વારા હપ્તા અને ચેક બાઉન્સ મુદ્દે સતત ટોર્ચર કરવામાં આવતું હતું.

  • 06 Jan 2026 02:27 PM (IST)

    સુરતના સરથાણા વિસ્તારમાંથી 17 વર્ષીય પાટીદાર દીકરીનું અપહરણ કરનાર ઝડપાયો

    સરથાણા વિસ્તારમાંથી 17 વર્ષીય પાટીદાર સમાજની દીકરીનું અપહરણ કરનાર ઝડપાયો છે. સરથાણા પોલીસે અરવિંદ પંચાસરા નામના 26 વર્ષના યુવાનની ધરપકડ કરી છે. 17 વર્ષની દીકરીને પ્રેમજાળમાં ફસાવી તેનું અપહરણ કર્યું હતું. ઘટનાને લઇ પાટીદાર સમાજમાં રોષ ભભુકી ઉઠ્યો હતો. આરોપીને ઘટના સ્થળ પર લઈ જઈને રીકન્ટ્રક્શન કરવામાં આવ્યું. સરથાણા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું. આરોપીનો વરઘોડો કાઢવામાં આવે તેવી પાટીદાર સમાજના અગ્રણીઓની માગણી હતી. આરોપી સામે દાખલારૂપ કાર્યવાહી થાય તેવી પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા માગ કરવામાં આવી છે. મોટી સાંખ્યમાં સ્થાનિક લોકો અને પાટીદાર યુવકો ભેગા થયા હતા.

  • 06 Jan 2026 01:35 PM (IST)

    વિજાપુરના ધનપુરા ઘાટું ગામે ખાણ ખનીજ વિભાગની ટીમ પર ખનીજ માફિયાઓનો હુમલો

    વિજાપુરના ધનપુરા ઘાટું ગામે ખાણ ખનીજ વિભાગની ટીમ પર ખનીજ માફિયાઓએ હુમલો કર્યો છે. સાબરમતી નદીમાં ગેરકાયદે ખનન પકડવા ગયેલી ટીમ પર ઘેડ ગામના પૂર્વ સરપંચે કર્યો હુમલો. અધિકારીઓ પર ડમ્પર અને લોડર ચઢાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો એટલુ જ નહીં, છરા વડે પણ હુમલો કરાયો હતો. હુમલો કરી ખનીજ માફિયાઓ જપ્ત કરેલું લોડર અને ડમ્પર લઈને પણ માફિયાઓ ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરજમાં રૂકાવટ અને હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ, આરોપીઓને પકડવા ૩ ટીમો રવાના થઈ છે.

  • 06 Jan 2026 01:26 PM (IST)

    રાજકોટ-જામનગર હાઈવે પર વધુ એક હિટ એન્ડ રન, એકનુ મોત

    રાજકોટ-જામનગર હાઈવે પર વધુ એક જીવલેણ હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. ઈકો કારને જોરદાર ટક્કર મારી અજાણ્યા વાહનનો ચાલક વાહન સાથે નાસી ગયો. ઈકો કાર દુર ફેંકાઈ જતા દેતા ધ્રોલના ચામુંડા પ્લોટમાં રહેતા બકાભાઈ પુનાભાઈ ટોયટા નામના યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું છે. યુવાનનું મોત થતા માલધારી સમાજના આગેવાનો તથા પરીવારજનો હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા. ધ્રોલ પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધવા અને વાહનની ભાળ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે.

  • 06 Jan 2026 12:14 PM (IST)

    Suresh Kalmadi Passed Away : ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ કલમાડીનું નિધન; આજે પુણેમાં કરાશે અંતિમ સંસ્કાર

    ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા સુરેશ કલમાડીનું આજે મંગળવારે સવારે અવસાન થયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેઓ 81 વર્ષના હતા. જોકે, તેઓ કેટલાક સમયથી સક્રિય રાજકારણથી દૂર હતા. રાજકારણ ઉપરાંત, કલમાડી રમતગમત ક્ષેત્રે સક્રીય હતા અને લાંબા સમય સુધી ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA) ના પ્રમુખ તરીકે સેવા આપી હતી.

  • 06 Jan 2026 11:35 AM (IST)

    સુરત ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડિંગમાં બોમ્બ મુકાયાનો ઈ-મેઈલ મળતા મચ્યો ખળભળાટ

    સુરત કોર્ટમાં બોમ્બ મુકાયાનો નનામો ઇ-મેઇલ મળતા ખળભળાટ મચી ગયો છે. સુરત કોર્ટના ઓફિસિયલ ઈમેઇલ આઇડી પર આવ્યો ધમકી ભર્યો મેઇલ. રાત્રીના બે વાગ્યાના સમયે ઇમેલ મળતા જ મોડી રાતથી પોલીસના ધામા છે. સુરત ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડિંગ અને પરિસરમાં સઘન તપાસ કરવામાં આવી. ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ કરાઈ છે. સ્થાનિક પોલીસ પણ તપાસમાં લાગી છે. હમણાં સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી. મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાળાનું નિવેદન સામે આવ્યું છે. રાત્રીના બે વાગ્યે કોર્ટના ઇમેલ આઇડી પર પર મેલ આવ્યો, કોર્ટમાં બોમ્બ મુકાયાનો ઇમેલ આવતા સુરત પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરાઇ હતી. રાત્રીના બે વાગ્યા બાદ જ પોલીસ અને ડોગ સ્ક્વોડ સહિત બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે. પોલીસને તપાસમાં સહયોગ મળે તે માટે કોર્ટ પરિસર હાલ ખાલી કરાવી દેવાયું છે. વકીલો,પક્ષકારો અને સ્ટાફના પ્રવેશ પર હાલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યાં સુધી તપાસ પૂર્ણ નહી થાય ત્યાં સુધી પ્રવેશ પર પ્રતિબંધ.

  • 06 Jan 2026 11:32 AM (IST)

    ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાશે, પહેલા BTPમાં પછી ભાજપ અને હવે કોંગ્રેસનો પંજો પકડશે

    ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાશે. દાહોદ ખાતે યોજાનાર કોંગ્રેસના જન આક્રોશ યાત્રાના સમાપન સમારોહમાં કોંગ્રેસનો ખેસ ધારણ કરશે. પહેલા BTP, બાદમાં ભાજપ અને હવે કોંગ્રેસનો પંજો પકડશે. BTPનું ઘટતું કદ અને ભાજપમાં યોગ્ય સ્થાન ના મળતા મહેશ વસાવા હવે કોંગ્રેસના શરણે ગયા છે. આવનાર વિધાનસભા ચૂંટણીમાં ઝઘડિયા બેઠક પરથી કરી શકે છે ઉમેદવારી. આદિવાસીઓના દિગગજ નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચ્યો છે.

  • 06 Jan 2026 10:29 AM (IST)

    ધોરાજીના મોટીમાંરડ ગામના ખેતરોમાં ભાદરની પાણીની પાઇપ લાઇનના પાણી ઘૂસ્યા

    રાજકોટ જિલ્લાના ધોરાજીના મોટીમાંરડ ગામમાં ખેતરોમાં ભાદરની પાણીની પાઇપ લાઇનના પાણી ઘૂસ્યા. ભાદરની પાણીની પાઇપ લાઇનમાં લીકેજ સર્જતા ખેતરોમાં ઘૂસ્યા પાણી. ભાદરની પીવાના પાણીની પાઇપ લાઇનમાં લીકેજ સર્જતા ખેતરોમાં પાણી ઘૂસી જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો. પાણીની મુખ્ય પાઇપ લાઇનમાં લીકેજ સર્જતા ખેતરોમાં ઘૂસ્યા પાણી. એરંડાના ઊભા પાકને થયું ભારે નુકસાન. પુષ્કળ પ્રમાણમાં એરંડાના પાકને થયું નુકસાન. એરંડાના ઊભા પાકમાં પાણી ભરતા એરંડાનું પાક ઢળી પડ્યો. ખેડૂતો ના મોઢે આવેલ કોળિયો છીનવાઈ ગયો.

  • 06 Jan 2026 10:21 AM (IST)

    વાવ થરાદના ભાભરના સનેસડા ગામની સીમની કેનાલમાં 15 ફૂટથી મોટું ગાબડુ પડ્યું

    વાવ થરાદના ભાભરના સનેસડા ગામની સીમની કેનાલમાં ગાબડુ પડ્યું છે. સનેસડા – વજાપુર માયનોર 2 મા ગાબડુ પડ્યું છે.  કેનાલમાં 15 ફૂટથી મોટું ગાબડું પડતાં ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યુ છે. કેનાલ આસપાસના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. રાયડો, એરંડા સહિતના પાકમાં ફરી વળ્યું ગાબડાનું પાણી. વારંવાર કેનાલો તૂટતા ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો. કેનાલોમાં સાફ સફાઇના અભાવે તૂટે છે કેનાલો ખેડૂતો આક્ષેપ.

  • 06 Jan 2026 10:15 AM (IST)

    મોરબીમાંથી પકડાયેલ સબસીડી યુક્ત ખાતર ઊંચા ભાવે વેચી મારવાના કૌભાંડમાં 4 સામે પોલીસ ફરિયાદ

    મોરબીના હળવદમાંથી સબસીડી યુક્ત ખાતર કૌભાંડ મુદ્દે ચાર સામે ફરિયાદ દાખલ કરાઈ છે. કોઈબાના રોડ પરથી હળવદ પોલીસે પકડેલાં ખાતર મુદ્દે પોલીસ ફરિયાદ દાખલ થઈ. ખાતરની 400 બેગ જપ્ત કરી હતી જેમાં ખેતીવાડી વિભાગ દ્વારા સેમ્પલ લેવાયા બાદ કાર્યવાહી. આરોપી રવિરાજ સિંહ ઝાલા, કરશન દોરાલા, જયદીપ ઘટોડીયા અને જયસુખ અગ્રાવત સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે 8 લાખનું 400 બેગ ખાતર અને આઇશર ટ્રક અને કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. કારથી પાયલોટિંગ કરી ટ્રકમાં ભરેલું સબસીડીયુક્ત ખાતર ઉંચા ભાવે વેચવાનું કૌભાંડ પકડાયું છે.

  • 06 Jan 2026 09:29 AM (IST)

    અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માતમાં એકનું મોત, 3 થી 4 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ

    ​આજે વહેલી સવારે નડિયાદ અને આણંદ વચ્ચે આવેલા ફતેપુરા પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો.આ ઘટનામાં ત્રણ પીકઅપ વાન અને એક ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ​એક્સપ્રેસ હાઈવેની સર્વિસ લાઇન પર ત્રણ પીકઅપ વાન ઉભી હતી. આ દરમિયાન અમદાવાદથી વડોદરા તરફ જઈ રહેલી એક ટ્રક અચાનક આ પીકઅપ વાન પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. ​ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ અને હાઈવે પેટ્રોલિંગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે આણંદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ​અકસ્માતને પગલે એક્સપ્રેસ વે પર 3 થી 4 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ​અકસ્માતની જાણ થતા જ ચકલાસી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

  • 06 Jan 2026 08:16 AM (IST)

    છૂટાછેડા લેનારાઓ માટે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

    છૂટાછેડા લેનારાઓ માટે ગુજરાત હાઇકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે વેઇટિંગ પીરીયડ ફરજિયાત નહીં હોવાનું હાઈકોર્ટે ઠરાવ્યું છે. પુનઃ મિલનની શક્યતા ના હોય તો કુલિંગ પીરીયડ જતો કરી શકાય છે તેમ હાઇકોર્ટ ચુકાદો આપતા ઠરાવ્યું છે. પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવા માંગતા વ્યક્તિઓને રાહ જોવડાવી એ ન્યાયના હિતમાં નહીં હોવાનું ઠરાવ્યું છે. વર્ષ 2023માં લગ્ન કરેલા દંપતીએ છૂટાછેડાની અરજી કરતા ફેમિલી કોર્ટે ફગાવી હતી અરજી. ગુજરાત હાઇકોર્ટ ફેમિલી કોર્ટના હુકમને બદલી નવેસરથી નિર્ણય લેવા આપ્યો આદેશ.

  • 06 Jan 2026 08:13 AM (IST)

    મહેસાણા જિલ્લામાં સ્ત્રી જન્મદરને સુધારવા સરપંચોની મદદ લેશે તંત્ર

    જિલ્લામાં ઘટતા સ્ત્રી જન્મદરને સુધારવા તંત્ર હવે સરપંચોના શરણે ગયુ છે. દીકરાનો મોહ રાખતી માતાઓ અને સાસુઓને હવે ગામના સરપંચ સમજાવશે. જિલ્લાના 10 ગામોમાં સ્ત્રી જન્મદર 800થી ઓછો હોવાથી તંત્ર એક્શનમાં આવ્યું છે. હરદેસણ, પીલુદરા અને કડા સહિતના ગામોમાં વિશેષ અભિયાન ચાલશે. પંચાયત દ્વારા દીકરી જન્મને પ્રોત્સાહન આપતા ભીંતસૂત્રો લખાવાશે.

  • 06 Jan 2026 07:18 AM (IST)

    ગીર સોમનાથના તાલાલાના રિસોર્ટમાં દારૂની મહેફિલમાં પોલીસે રંગમાં ભંગ પાડ્યો

    ખાનગી રિસોર્ટમાં દારૂની મહેફિલ માણતા પાંચ ઝડપાયા છે. એલસીબી અને એસ ઓ જી પોલીસે ચિત્રોડ ગામની સીમમાં આવેલા લોટસ લકઝરી રિસોર્ટ પર દરોડો પાડી દારૂની મહેફિલ માણતા લોકો અને રિસોર્ટ સંચાલકની અટકાયત કરી છે.

  • 06 Jan 2026 07:17 AM (IST)

    ઇઝરાયલે લેબનોન પર કર્યો હુમલો, હિઝબુલ્લાહ અને હમાસના અડ્ડાઓને બનાવ્યા નિશાન

    ઇઝરાયલની વાયુસેનાએ લેબનોનમાં હવાઈ હુમલા કર્યા હોવાનો દાવો કર્યો છે. ઇઝરાયલી સૈન્યનો દાવો છે કે, તેમના લડાકુ વિમાનોએ લેબનોનમાં આવેલા હિઝબુલ્લાહ અને હમાસના અડ્ડાઓને નિશાન બનાવ્યા હતા.

Published On - Jan 06,2026 7:17 AM

ટાઈફોઈડના 85 દર્દીઓ સારવાર હેઠળ, પાણીના એક હજારથી વધુ નમૂના લેવાયા
ટાઈફોઈડના 85 દર્દીઓ સારવાર હેઠળ, પાણીના એક હજારથી વધુ નમૂના લેવાયા
દેશમાં સતત ત્રીજીવાર ચૂંટાયેલા 110 સંસદ સભ્યની આવકમાં અઘધઘધ વધારો
દેશમાં સતત ત્રીજીવાર ચૂંટાયેલા 110 સંસદ સભ્યની આવકમાં અઘધઘધ વધારો
ઉત્તરાયણને સુરક્ષિત અને પર્યાવરણમિત્ર બનાવવા શિક્ષણ વિભાગનો પ્રયાસ
ઉત્તરાયણને સુરક્ષિત અને પર્યાવરણમિત્ર બનાવવા શિક્ષણ વિભાગનો પ્રયાસ
ગાંધીનગરમાં વકર્યો ટાઇફોઇડ, અત્યાર સુધીમાં કુલ 144 કેસ નોંધાયા
ગાંધીનગરમાં વકર્યો ટાઇફોઇડ, અત્યાર સુધીમાં કુલ 144 કેસ નોંધાયા
મોલમાં ધમધમતી ડ્રગ્સ લેબ ઝડપાઈ, સુરત SOGની મોટી કાર્યવાહી, 3 ઝડપાયા
મોલમાં ધમધમતી ડ્રગ્સ લેબ ઝડપાઈ, સુરત SOGની મોટી કાર્યવાહી, 3 ઝડપાયા
વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની IOC મુલાકાતે લેશે
વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની IOC મુલાકાતે લેશે
પાણીપુરી ના શોખીનો સાવધાન! પકોડી ખાતા પહેલા એકવાર જોઈ લેજો આ Video
પાણીપુરી ના શોખીનો સાવધાન! પકોડી ખાતા પહેલા એકવાર જોઈ લેજો આ Video
હર્ષ સંઘવી પીડિતો માટે બન્યા દેવદૂત, ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન ચલાવ્યુ
હર્ષ સંઘવી પીડિતો માટે બન્યા દેવદૂત, ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન ચલાવ્યુ
હાડ થીજવતી ઠંડી. નલિયા 7.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર
હાડ થીજવતી ઠંડી. નલિયા 7.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર
બિઝનેસમાં તમને સફળતા મળશે, આધ્યાત્મિક ગુરુ પાસે જઈ શકો છો
બિઝનેસમાં તમને સફળતા મળશે, આધ્યાત્મિક ગુરુ પાસે જઈ શકો છો
g clip-path="url(#clip0_868_265)">