AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

06 એપ્રિલના મહત્વના સમાચાર : ભાજપમાં જોડાયેલાને કોંગ્રેસે અમદાવાદમાં ઉમેદવાર બનાવ્યો, કાર્યકરોમાં ફાટી નીકળ્યો રોષ, શહેર પ્રમુખે કહ્યું- એ કોંગ્રેસમાં જ છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2026 | 9:02 PM
Share

આજે 06 એપ્રિલને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

06 એપ્રિલના મહત્વના સમાચાર : ભાજપમાં જોડાયેલાને કોંગ્રેસે અમદાવાદમાં ઉમેદવાર બનાવ્યો, કાર્યકરોમાં ફાટી નીકળ્યો રોષ, શહેર પ્રમુખે કહ્યું- એ કોંગ્રેસમાં જ છે

આજે 06 એપ્રિલને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 06 Apr 2026 08:36 PM (IST)

    ભાજપમાં જોડાયેલાને કોંગ્રેસે અમદાવાદમાં ઉમેદવાર બનાવ્યો, કાર્યકરોમાં ફાટી નીકળ્યો રોષ, શહેર પ્રમુખે કહ્યું- એ કોંગ્રેસમાં જ છે

    અમદાવાદ કોંગ્રેસની પ્રથમ યાદી સાથે જ વિવાદ સર્જાયો છે. રામોલ-હાથીજણ વોર્ડમાં કોંગ્રેસ જાહેર કરેલ યાદીમાં રમીઝ શેખને લઈ વિવાદ સર્જાયો છે. જયરાજસિંહ પરમાર સાથે રમીઝ શેખ ભાજપમાં જોડાયા હતા. ભાજપના નેતાઓ સાથેના રમીઝ શેખના ફોટો થયા વાયરલ. સ્થાનિક કોંગ્રેસ કાર્યકરોએ શહેર પ્રમુખને પત્ર લખી કરી રજૂઆત. રમીઝના બદલે અન્ય ઉમેદવાર જાહેર કરવા માંગ. કાર્યકરોએ સર્વસંમતિથી ચાર સભ્યોની પેનલ પણ ભલામણ કરી. રમીઝ પુનઃ કોંગ્રેસમાં જોડાય એ પૂર્વે જ પક્ષે ટિકિટ આપી દીધી હોવાનો દાવો કરાયો છે. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલનું નિવેદન. રમીઝ છેલ્લા ઘણા સમયથી NSUI-યુથ કોંગ્રેસ સાથે જોડાયેલ છે. વોર્ડમાં કાર્યકરો સાથે વાતચીત કરી યોગ્ય સમાધાન લાવીશું.

  • 06 Apr 2026 07:45 PM (IST)

    કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરોઃ અમદાવાદના તમામ વોર્ડમાં મફત સારવાર માટે અર્બન હેલ્થ સેન્ટર, ધો. 12 સુધીની માધ્યમિક શાળા, ખાલી પડેલી 11687 જગ્યા ભરવા કોંગ્રેસનું વચન

    અમદાવાદ મનપા માટે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. અમદાવાદને કોંગ્રેસનું કમિટમેન્ટ હેઠળ 15 મુદ્દાઓ સાથેનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે. અમદાવાદ શહેરના પ્રાણપ્રશ્નોનો મેનીફેસ્ટોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તમામ વોર્ડમાં તિરંગા અર્બન હેલ્થ સેન્ટર બનાવી તમામ ટેસ્ટ વિનામૂલ્યે આપવાનું વચન આપવામાં આવ્યું છે. સાબરમતી નદીને શુદ્ધ કરવાનું વચન અપાયું છે. દેશના સૌથી ઓછા ટોપ 5 aqi સુધી પહોંચાડીશુ. પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજને 18 ટકાથી ઘટાડી 5 ટકા કરાશે. સ્વચ્છ જળ, ખાડા વગરના રસ્તા આપવાનો નિર્ધાર વ્યકત કરવામાં આવ્યો છે. દરેક વોર્ડમાં ધોરણ 12 સુધીનું શિક્ષણ આપતી માધ્યમિક શાળાઓ શરૂ કરવાનું પણ વચન છે. પહેલા ઘરનું ઘર પછી જ ડીમોલેશન કરવાનું વચન અપાયું છે. રસ્તાની ગુણવતા ચકાસવા જનતા ઓડિટ કમિટી બનાવશે. કોર્પોરેશનમાં ખાલી પડેલી 11687 નોકરીઓમાં કાયમી ભરતીનું વચન આપવામાં આવ્યું છે. વૈશ્વિક ગેમ માટે સુભાષચન્દ્ર બોઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવામાં આવશે.

  • 06 Apr 2026 06:21 PM (IST)

    વાનરને ખવડાવવા બદલ 3 વર્ષની કેદ અને 25 હજાર દંડ થઈ શકે

    કપિરાજને લઈને અમદાવાદ વન વિભાગે જાહેર કર્યું છે કે, વાનરને ખવડાવવું એ માત્ર અમદાવાદમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ગુનો બને છે. અમદાવાદમાં કપિરાજના હુમલાઓની ઘટના વધી છે. દર વર્ષે કપિરાજ કરડી જવાના 200 થી 300 બનાવ બને છે. કપિરાજને ખાવાનું આપવું એ વન્યજીવ અધિનિયમ 2 મુજબ ગુનો બને છે. કપિરાજ (હનુમાન લંગુર) વન્યજીવ અધિનિયમ 2 માં આવતું પ્રાણી છે. ખાવનું આપનાર જો પકડાય તો 3 વર્ષની કેદ અને 25 હજાર દંડની જોગવાઈ થઈ શકે. બે ત્રણ વખત ખવડાવતા પકડાઈ જાય તો જેલ પણ થઈ શકે.

    વન જીવન અધિનિયમ હેઠળ ગુનો થતા જ કાર્યવાહી થાય છે. આ ગુનો માત્ર અમદાવાદ પુરતો નહી પણ ગુજરાતભરમાં લાગુ પડે છે. એટલે કોઈ પણ જગ્યાએ કપિરાજ ને ખવડાવું ગુનો લાગે છે. વર્ષ 2025 માં 1 હજાર થી વધુ કપિરાજને વન વિભાગે રેસ્ક્યુ કર્યા હતા. વન વિભાગ દ્વારા તપાસ કરતા કપિરાજ જે ખોરાક ખાવાની ટેવ વાળા બની ગયા બાદ તે પ્રકારનો ખોરાક ન મળે ત્યારે કપિરાજ કરડવા કે બચકા ભરવા જેવા કિસ્સા બને છે. અમદાવાદ સૌથી વધુ નરોડા, પાલડી, મણિનગર અને અસારવા, શાહીબાગમાંથી કપિરાજને રેસ્ક્યૂ કરાયા છે. અમદાવાદ વન વિભાગનો હેલ્પ લાઇન નંબર 76000 09845 છે. હેલ્પ લાઇન નંબર દ્વારા કપિરાજને લઈને માહિતી મેળવી શકો છો. વન વિભાગે અપીલ કરતા કહ્યું કે કપિરાજ ને હેરાન ના કરવા અને કોઈએ ખવડાવવું નહીં.

  • 06 Apr 2026 06:03 PM (IST)

    હાલોલ પાવાગઢ રોડ પર સ્ક્રેપના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગે, નજીક આવેલા રહેણાંક મકાનોને ઝપેટમાં લીધા

    પંચમહાલના હાલોલ પાવાગઢ રોડ પર લાગી ભીષણ આગ. સ્ક્રેપના ગોડાઉનમાં લાગેલી આગ બની વધુ વિકરાળ. નજીક આવેલા રહેણાંક મકાન આગની ઝપેટમાં આવ્યા. આગની ઘટનામાં 3 કાચા મકાન, 1 ઝુંપડી બળીને ખાખ થયા છે. આગમાં ઘરવખરી સહિત તમામ માલસામાન બળીને રાખ થયો. હાલોલ, કાલોલ અને ઘોઘંબાના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોચીને આગને કાબૂમાં લીધી.

  • 06 Apr 2026 05:11 PM (IST)

    અન્ય સરકારી જગ્યા માટે વયમર્યાદા 35 તો પછી શિક્ષકની જગ્યા માટે 33 કેમ ?

    મહીસાગરમાં શિક્ષક બનવા ઈચ્છતા ઉમેદવારોએ સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો છે. વયમર્યાદાના કારણે શિક્ષક બનવાનું સ્વપ્ન રોળાયુ હોવાનું કહેવું છે. વયમર્યાદા મુદ્દે ઉમદેવારોએ CMને પોસ્ટકાર્ડ લખી કરી રજૂઆત કરાઈ છે. સરકારી વિલંબથી હજારો ઉમેદવાર વયમર્યાદામાં બહાર ફેંકાયા છે. અન્ય ભરતીમાં વય મર્યાદા 35 વર્ષની છે તો તો શિક્ષકો માટે 33 વર્ષ કેમ ? એવો અણીયારો સવાલ પુછાયો છે. TET પાસ હોવા છતાં વયમર્યાદા નડતા ઉમેદવારોમાં આક્રોશ. પરિણામ મોડું આવતા અનેક યુવાનો લાયકાત ગુમાવી બેઠા છે. તંત્ર સામે ગંભીર આક્ષેપો સાથે પોસ્ટ ઓફિસે પહોંચ્યા છે.  ભવિષ્ય ધૂંધળું બનતા વય મર્યાદામાં છૂટછાટ આપવા માંગ કરાઈ છે.

  • 06 Apr 2026 04:56 PM (IST)

    ભાજપમાં અસુરક્ષા હોવાનું કહીને કોંગ્રેસમાં જોડાનાર ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટરે માત્ર બે કલાકમાં જ પાછો ભગવો ધારણ કર્યો

    ભાવનગરમાં ભાજપ પૂર્વ કોર્પોરેટર સેજલબેન કોંગ્રેસમાં જોડાયા છે. ભાજપમાં અસુરક્ષા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસનો ખેસ પહેર્યો. માત્ર 2 જ કલાકમાં કોંગ્રેસનો છેડો ફાડી પરત ભાજપમાં ફર્યા. ભાજપે પ્રેશર ટેક્નિક વાપરી રહી હોવાની લોકમુખે ચર્ચા ચાલી રહી છે. સેજલબેને પોતાના વિસ્તારમાં લોકો અસુરક્ષિત હોવાનું જણાવ્યું. 2 કલાકમાં જ સેજલબેનને મનાવી ભાજપ ફરી પક્ષમાં લાવવામાં સફળ.

  • 06 Apr 2026 04:54 PM (IST)

    નવસારીની વિન્ડસન કંપનીમાં વેલ્ડિંગ દરમિયાન દુર્ઘટનામાં 1નું મોત

    નવસારીની વિન્ડસન કંપનીમાં વેલ્ડિંગ દરમિયાન દુર્ઘટનામાં 1નું મોત થયું છે. સેફ્ટી વગર વેલ્ડિંગ કરતા ટેન્કરમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. આગમાં ગંભીર રીતે દાઝી જવાથી શ્રમિક રાજેશ પટેલનું મોત થયું છે. અકસ્માત સર્જાતા જ કંપનીના મેનેજર, સેફ્ટી ઓફિસર ફરાર થઈ ગયા હતા. પરિવારજનોની કંપનીના માલિક, મેનેજર સામે કાર્યવાહીની માંગ છે. ચીખલી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે.

  • 06 Apr 2026 03:20 PM (IST)

    BJPના ધારાસભ્ય ઉદય કાનગડે, રાજકોટ મનપાની ચૂંટણીમાં લઘુમત્તી સમાજના વિસ્તારમાં આહીર સમાજના મતદારો ઉમેરાયા હોવાનો આક્ષેપ

    મનપાની ચૂંટણી પહેલા આક્ષેપ પ્રતિઆક્ષેપથી મામલો ગરમાયો છે. કોંગ્રેસ નેતા વશરામ સાગઠીયા દ્વારા જિલ્લા કલેક્ટરને કરી રજૂઆત. પોતાના મત વિસ્તારમાં ભાજપના કહેવાથી જે લોકો વસવાટ નથી કરતા તેના નામ મતદાર યાદીમાં ઉમેર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય ઉદય કાનગડ સામે કર્યા આક્ષેપ. વિસ્તારમાં લઘુમતી સમાજના મતદારો છે તો અન્ય આહિર સમાજના મતદારો કઈ રીતે ઉમેરવામાં આવ્યા. ચૂંટણી દરમિયાન ભય ફેલાવવા માટે આ નામ ઉમેરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

  • 06 Apr 2026 03:11 PM (IST)

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભાજપમાં ફરતી થઈ પત્રિકા, નનામી પત્રિકાથી કોણ નિશાને ?

    ભાજપના નામે વાયરલ પત્રિકાએ વધુ એક વખત પકડ્યું જોર.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભાજપની પત્રિકા વાયરલ થઈ છે. ઉમેદવારોની જાહેરાત પહેલા સોશિયલ મીડિયા પર પત્રિકા વાયરલ થઈ છે. ઉમેદવારોએ શું કરવું અને શું ના કરવું તે અંગે પત્રિકામાં ઉલ્લેખ કરાયો છે. બેઠકમાં થતી ચર્ચા પ્રેસ – મીડિયામાં ના જાય તેની ખાસ તકેદારી રાખવા પત્રિકામાં ઉલ્લેખ કરાયો છે. ટિકિટ મળ્યા બાદ સંગઠનમાં જવાબદારી હોય તો રાજીનામું લેવા પણ પત્રિકામાં ઉલ્લેખ (એક વ્યક્તિ- એક પદ). કાર્યકરોમાં નારાજગી હોય તો સાંભળવાની વ્યવસ્થા ગોઠવવા અંગે પણ પત્રિકામાં ઉલ્લેખ. અન્ય પાર્ટીના ઉમેદવાર અને સ્થિતિને ધ્યાને રાખી અપક્ષ ઉમેદવારની વ્યવસ્થા કરવા પણ પત્રિકામાં ઉલ્લેખ. કુલ 15 મુદ્દાઓને આધાર રાખી પત્રિકા હાલ સોશિયલ મીડિયા પર વાયરલ. હાલ પત્રિકા સાચી છે કે ખોટી તેને લઈને દાવેદારોમાં અસમંજસતા. ભાજપ દ્વારા સત્તાવાર રીતે પત્રિકા અંગે કઈ પણ કહેવા ઇનકાર.

  • 06 Apr 2026 03:05 PM (IST)

    અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના શંકાસ્પદ મોત મામલે FSL એ હાથ ધરી તપાસ

    અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના શંકાસ્પદ મોતનો મામલે FSL એ હાથ ધરી તપાસ. FSL ની ટીમ ચાદખેડાની ઘનશ્યામ ડેરી ખાતે પહોંચી હતી. એફએસએલ દ્વારા ડેરીમાંથી ખીરુંના નમૂના લીધા હતા. બાળકીઓના મોતના કારણને લઈને શરૂ કરી તપાસ. ડેરીના માલિકે પરત આવેલું ખીરું સાચવીને રાખ્યું હતું.

  • 06 Apr 2026 02:44 PM (IST)

    ગાંધીનગર: રિક્ષાના લઘુત્તમ ભાડા વધારવાની માગ તેજ

    ગાંધીનગર: ઓટો રિક્ષા ચાલકો લઘુત્તમ ભાડા વધારવાની માગ માટે આગળ આવ્યા છે. રિક્ષા એસોસિએશનની માગ મુજબ લઘુત્તમ ભાડામાં 10 રૂપિયા વધારો કરીને 30 રૂપિયા કરવા અને પ્રતિ કિલોમીટર 5 રૂપિયાનો વધારો કરવાની માંગ કરી છે. રિક્ષાચાલકો જણાવે છે કે મોંઘવારી અને CNGના ભાવ સતત વધતા હોવાથી ગયા ચાર વર્ષથી રિક્ષા ભાડું વધારવામાં નથી આવ્યું, જેના કારણે તેમને ભાડા સુધારાની જરૂરીયાત અનુભવાઈ રહી છે.

  • 06 Apr 2026 02:43 PM (IST)

    મહીસાગરઃ બાલાસિનોર પાસે વાછેલાવ ગામે તળાવમાંથી 2 મૃતદેહ મળ્યાં

    મહીસાગર: બાલાસિનોર નજીક વાછેલાવ ગામે તળાવમાંથી યુવક અને યુવતીના મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને બંને મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા. પ્રાથમિક માહિતી મુજબ યુવક-યુવતીના મોત પાછળ આત્મહત્યા છે કે અન્ય કોઈ કારણ છે તે મુદ્દે પોલીસ તપાસ શરૂ કરી છે. હાલ પોલીસ દ્વારા તમામ પાસાઓથી તપાસ કરવામાં આવી રહી છે અને ઘટનાના સાચા કારણ સુધી પહોંચવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

  • 06 Apr 2026 02:18 PM (IST)

    ગુજરાતમાં ફરી માવઠાનો માર પડે તેવા એંધાણ

    ગુજરાતમાં ફરી માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે અનેક વિસ્તારોમાં વાતાવરણ બદલાવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આવતીકાલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે આ માવઠું સર્જાવાની શક્યતા છે. ખાસ કરીને દ્વારકા, જામનગર, રાજકોટ, દાહોદ, પંચમહાલ અને મોરબી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને પાટણ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન આજે અને આવતીકાલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ટાળી શકાય.

  • 06 Apr 2026 01:24 PM (IST)

    સુરત: સિંગણપોરમાં પતિ-પત્નીએ આપઘાત કરતાં ચકચાર

    સુરત: સિંગણપોર વિસ્તારમાં પતિ-પત્નીએ આપઘાત કરતાં ચકચાર મચી ગઈ છે. ડભોલી વિસ્તારના દંપતીએ અજાણ્યા કારણોસર ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું, જેના કારણે તેમના લગ્નજીવનનો કરૂણ અંત આવ્યો છે. જાણવા મળ્યા મુજબ બંનેએ લગભગ બે વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

  • 06 Apr 2026 12:47 PM (IST)

    અમદાવાદઃ ચાંદખેડામાં સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો

    અમદાવાદઃ ચાંદખેડામાં બે નાની દીકરીઓના મૃત્યુથી પરિવારમાં આક્રંદ ફાટી પડ્યો છે. બે દિવસ અગાઉ પરિવારે બજારમાંથી મંગાવેલું ખીરું લઈને ડોંસા બનાવીને બાળકોને ખવડાવ્યો હતો, ત્યારબાદ ૩ મહિના અને ૪ વર્ષની બે બાળકીનું મોત થઈ ગયું. પરિવારનો આરોપ છે કે ડોંસા ખાધા પછી તેમના બાળકોને હાનિકારક અસર પહોંચી છે. બંને બાળકીઓના માતા-પિતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

  • 06 Apr 2026 11:55 AM (IST)

    અમદાવાદ, રાજકોટ, વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    રાજ્યમાં ફરી ધમકીનું ભૂત ધૂણતું જોવા મળ્યુ છે. ગુજરાતના અમદાવાદ, રાજકોટ, વડોદરા શહેરની RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેના પગલે ટ્રેક ટેસ્ટ માટે આવેલા હજારો લોકોને પરત મોકલાયા છે. પોલીસ અને બોમ્બ સ્ક્વોર્ડની ટીમ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.

  • 06 Apr 2026 11:42 AM (IST)

    રાજકોટ: AAPના વોર્ડ નંબર 4ના ઉમેદવાર અને વિજીલન્સ વચ્ચે બબાલ

    રાજકોટ: AAPના વોર્ડ નં. 4ના ઉમેદવાર રાહુલ ભુવા અને વિજીલન્સ સ્ટાફ વચ્ચે ઉગ્ર બબાલ સર્જાઇ. આચારસંહિતાના કારણે પાર્ટીના બોર્ડ ઉતારવામાં આવ્યા હતા, જેના વિરોધમાં રાહુલ ભુવાએ વિજીલન્સના વાહનમાંથી પોસ્ટર પરત લીધાં. ઘટના સ્થળે પોલીસ અને રાહુલ ભુવા વચ્ચે ઉગ્ર બોલાચાલીનો વીડિયો વાયરલ થયો છે.

  • 06 Apr 2026 10:43 AM (IST)

    ગાંધીનગર: સેક્ટર 5 થી 13ના સર્કલ પાસે જળબંબાકાર

    ગાંધીનગર: સેક્ટર 5 થી 13ના સર્કલ નજીક જળબંબાકાર સર્જાયો છે. પીવાના પાણીની લાઇન તૂટી જતાં લાખો લિટર પાણી વેડફાઈ ગયું છે. પાણીની વેડફાટથી ગટરો ભરાઈ ગયા અને રસ્તા જળમગ્ન થઈ ગયા. સ્થિતિ પાણી પુરવઠા અને માર્ગ-મકાન વિભાગના સંકલનના અભાવે સર્જાઈ છે. તૂટેલી લાઇનના કારણે સ્થાનિકો પીવાના પાણી માટે ટેન્કર પર જ નિર્ભર રહેતા બન્યા છે.

  • 06 Apr 2026 10:21 AM (IST)

    ઉત્તર પ્રદેશ: ટ્રેન અકસ્માતમાં એકનું કમકમાટી ભર્યું મોત

    ઉત્તર પ્રદેશ: ઇટાવાથી કાનપુર જતી ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનમાં ટેક્નિકલ ખામી પછી યાત્રીઓ નીચે ઉતર્યા હતા, ત્યારે અચાનક બીજી ટ્રેન આવી પહોચી અને એક યાત્રીની ટક્કર લાગવાથી કમકમાટી ભર્યું મોત થયું. ઘટનાને પગલે પોલીસ ટીમ અને અન્ય લોકો દોડધામ કરવા લાગ્યા. યાત્રીઓએ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધું.

  • 06 Apr 2026 09:52 AM (IST)

    સુરત: ચૂંટણી પ્રચારમાં સ્થાનિકોએ કર્યો ભાજપનો વિરોધ

    સુરત: ચૂંટણી પ્રચાર દરમિયાન રાંદેર વિસ્તારના સ્થાનિકોએ ભાજપના કાર્યકર્તા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું. સ્થાનિકોએ પાણીની સમસ્યા અંગે કાર્યકર્તાને ઉધડો લીધો અને ઝંડા ચોક ખાતે તેમને ઘેરાવ્યું. વોટ માંગવા આવેલા નેતાઓને સ્થાનિકો દ્વારા તંત્રની ઢીલી નીતિ અંગે રજૂઆત કરવામાં આવી. પ્રાથમિક સુવિધાઓના અભાવ અંગે લોકોનો આક્ષેપ સામે આવ્યો. ઘટનાનું વીડિયો સ્થાનિકોએ બનાવી વાયરલ કર્યુ.

  • 06 Apr 2026 09:41 AM (IST)

    રાજકોટઃ મનપાની ચૂંટણીમાં ભાજપના અનેક કોર્પોરેટરોના કપાશે પત્તા

    રાજકોટઃ મનપાની ચૂંટણીમાં ભાજપના અનેક કોર્પોરેટરોના ટિકિટના પત્તા કપાઇ શકે છે. નવા સિમાંકન અને પાર્ટીના ટિકિટ માટેના માપદંડને કારણે કેટલીક કારકિર્દી ધરાવતા કોર્પોરેટરો પણ આ સિસ્ટમમાં ફસાઈ શકે છે. વિવાદોમાં સામેલ થયેલા કોર્પોરેટરોના પણ પત્તા કપાય તેવી શક્યતા છે. અંદાજપત્ર મુજબ 25થી વધુ કોર્પોરેટરો સીધી રીતે પત્રકોથી બહાર રહી શકે છે. નવી અનામત રોટેશનને કારણે પાર્ટીના નેતાઓના નામ પર પણ અસર થઈ શકે છે, જે ચૂંટણીના સમગ્ર દ્રશ્યને બદલવા સક્ષમ છે.

  • 06 Apr 2026 09:24 AM (IST)

    રાજકોટ: જસદણ કોંગ્રેસના કાર્યકરને બિભત્સ પોસ્ટ કરવી ભારે પડી

    રાજકોટ: જસદણમાં કોંગ્રેસના કાર્યકરે સોશિયલ મીડિયા પર બિભત્સ પોસ્ટ કરવી ભારે પડી છે. પોસ્ટમાં બિભત્સ શબ્દનો પ્રયોગ થતા કોંગ્રેસ મંત્રીના ભાગીદારોએ ટિકિટ માટે રાજકારણ રમતા હોવાના આરોપ લગ્યા. પોસ્ટ વાયરલ થતા જસદણ પોલીસે કાર્યવાહી હાથ ધરી અને જિલ્લા કોંગ્રેસ મંત્રી વિપુલ ઝાપડિયા સામે ફરિયાદ નોંધાઈ. બિભત્સ પોસ્ટ કરવા બદલ વિપુલ ઝાપડિયાની ધરપકડ કરવામાં આવી છે.

  • 06 Apr 2026 09:10 AM (IST)

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારી ફોર્મની પ્રક્રિયા આજથી શરૂ

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારી ફોર્મની પ્રક્રિયા આજથી શરૂ થઈ રહી છે. ચૂંટણી પંચના વિવિધ જાહેરનામા અને નોટિસ સાથે આ પ્રક્રિયા શરૂ થશે, જેમાં ઉમેદવાર 11 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકે છે. 13 એપ્રિલે ફોર્મની ચકાસણી થશે અને ઉમેદવાર 15 એપ્રિલ સુધી ફોર્મ પાછા ખેંચી શકે છે. રાજ્યમાં 10,000 થી વધુ બેઠકો માટે ચૂંટણીનું જંગ જારી રહેશે. રાજ્યમાં 26 એપ્રિલે 15 મહાનગર પાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો, 260 તાલુકા પંચાયતો, 84 નગરપાલિકાઓની સામાન્ય મુખ્ય ચૂંટણી અને 11 નગરપાલિકાઓની ખાલી પડેલી 13 બેઠકોની પેટાચૂંટણી યોજાશે, જેના માધ્યમથી સ્થાનિક સ્વરાજ્યની માળખાકીય ચૂંટણીઓ પૂર્ણ થશે.

  • 06 Apr 2026 09:09 AM (IST)

    ખેડા: ટિકિટ વાંચ્છુઓના ફોનથી પ્રદેશ મહામંત્રી પરેશાન

    ખેડા: પ્રદેશ ભાજપ મહામંત્રી પરેશાન – ટિકિટ માટેના દાવેદારોના સતત ફોનથી Paresh Shah પરેશાન થઈ ગયા છે. અજય બ્રહ્મભટ્ટે ફેસબુક પર પોસ્ટ કરીને દાવેદારોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે અને ફોન ન કરવા અપીલ કરી છે. તેમને જણાવ્યું કે 4થી 10 તારીખ સુધી તેઓ ચૂંટણીના કામોમાં વ્યસ્ત રહેશે, અને દાવેદારીઓ માટે ફોન કરીને તેમના કાર્યમાં ખલેલ ન પહોંચાડવા વિનંતી કરી છે.

  • 06 Apr 2026 08:57 AM (IST)

    ટ્રમ્પની ધમકી બાદ ક્રૂડ ઓઈલના ભાવ આસમાને

    વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવોમાં તાજેતરના ઉથલપાથલ બાદ ભારે વધારો નોંધાયો છે. ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ ક્રૂડ ઓઈલનો ભાવ $110 પ્રતિ બેરલને પાર પહોંચી ગયો છે. ગ્લોબલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડમાં 1.4% અને યુએસ ક્રૂડમાં 1.8% નો વધારો નોંધાયો છે. આ કારણે અમેરિકામાં પેટ્રોલના ભાવ 2022 પછી સૌથી મોંઘા થઇ ગયા છે. ગેસની સરેરાશ કિંમત $4.11 પ્રતિ ગેલન સુધી પહોંચી ગઈ છે. યુદ્ધ અને તણાવના કારણે અમેરિકામાં ઈંધણના ભાવમાં કુલ 38% નો વધારો નોંધાયો છે, જે સામાન્ય જીવન અને બજાર પર ગહન અસર પાડી રહ્યો છે.

  • 06 Apr 2026 08:09 AM (IST)

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ ૨૪૩ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત, જામનગર, મોરબી, વડોદરા અને ભાવનગર મહાનગરપાલિકાઓ માટેના ઉમેદવારોનો સમાવેશ થાય છે. પ્રથમ યાદી મુજબ અમદાવાદમાં ૯૦, રાજકોટમાં ૪૦, સુરતમાં ૨૬, વડોદરામાં ૧૮, જામનગરમાં ૨૨, મોરબીમાં ૨૩ અને ભાવનગરમાં ૨૨ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે, જેના કારણે ચૂંટણીનો રાજકીય માહોલ ગરમાયો છે.

  • 06 Apr 2026 08:04 AM (IST)

    પોરબંદરઃ એરપોર્ટ નજીક અકસ્માતમાં ત્રણના મોત

    Porbandarમાં એરપોર્ટ નજીક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં બે બાઈક વચ્ચે અથડામણ થતા ત્રણ લોકોના મોત થયા છે અને બે લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત એરપોર્ટ સામે ગાયત્રી હાઈટ્સ પાસે સર્વિસ રોડ પર બન્યો હતો. ઘટનામાં મૃત્યુ પામનારાઓમાં એક સગીરનો પણ સમાવેશ થવાથી વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

  • 06 Apr 2026 08:02 AM (IST)

    વિદેશપ્રધાન એસ.જયશંકરે કરી UAEના DyPM સાથે વાત

    હોર્મુઝ જળસંધિમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને ભારત માટે ઊર્જા સુરક્ષા મહત્વપૂર્ણ બની છે. આ પરિસ્થિતિમાં S. Jaishankarએ IranQatar અને United Arab Emiratesના વિદેશ મંત્રીઓ સાથે ટેલિફોનિક ચર્ચા કરી છે. ખાસ કરીને Strait of Hormuzમાં સંભવિત નાકાબંધીથી ભારતના ઈંધણ અને ખાતર પુરવઠા પર ગંભીર અસર પડી શકે છે. ભારત સરકારનો પ્રયાસ છે કે આ તણાવ વચ્ચે પણ ઊર્જા સપ્લાયમાં કોઈ વિક્ષેપ ન આવે. હાલમાં ઈરાને ભારતીય જહાજોને પસાર થવાની મંજૂરી આપી છે, છતાં પરિસ્થિતિ સંવેદનશીલ હોવાથી ભારત સતત રાજનૈતિક સંપર્કમાં રહી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

  • 06 Apr 2026 07:31 AM (IST)

    ટ્રમ્પે સતત ચોથી વાર પોતાની ડેડલાઇન બદલી

    ટ્રમ્પે સતત ચોથી વાર પોતાની ડેડલાઇન બદલી છે અને ઇરાનને આપી છે નવી જ ધમકી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો ઈરાન મંગળવાર સાંજ સુધી ડીલ નહીં કરે અને હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી નહીં ખોલે અમેરિકા ઇરાનના પાવર પ્લાન્ટ અને પુલો પર હુમલો કરશે. અગાઉ 48 કલાકની ડેડલાઇન આપ્યા બાદ હવે ટ્રમ્પે 24 કલાક માટે નવી ડેડલાઇન આપી દીધી છે. ટ્રમ્પના સતત અલ્ટિમેટમથી એક વાત સ્પષ્ટ છે કે યુદ્ધ તો ભીષણ બનશે અને હાલ તેના પૂર્વવિરામની કોઇ જ શક્યતાઓ નથી જોવા મળી રહી.

Published On - Apr 06,2026 7:30 AM

Follow Us
ઘરેથી પણ મતદાન કરી શકાય તેવી વ્યવસ્થા કરવા સિનિયર સિટીઝનની માંગ
ઘરેથી પણ મતદાન કરી શકાય તેવી વ્યવસ્થા કરવા સિનિયર સિટીઝનની માંગ
અમદાવાદના કુબેરનગર વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે 'છૂટા હાથની મારામારી'
અમદાવાદના કુબેરનગર વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે 'છૂટા હાથની મારામારી'
'વોટ' લેવા છે પણ 'સુવિધા' નથી આપવી! 200 મતદારોએ મતદાનનો વિરોધ કર્યો
'વોટ' લેવા છે પણ 'સુવિધા' નથી આપવી! 200 મતદારોએ મતદાનનો વિરોધ કર્યો
આણંદના સાંસેજમાં મતદાન બુથ પર કર્મચારીનું મોત
આણંદના સાંસેજમાં મતદાન બુથ પર કર્મચારીનું મોત
ગોમતીપુર વોર્ડના ભાજપના ઉમેદવાર દીકરીના લગ્ન વચ્ચે મતદાન કરવા પહોંચ્યા
ગોમતીપુર વોર્ડના ભાજપના ઉમેદવાર દીકરીના લગ્ન વચ્ચે મતદાન કરવા પહોંચ્યા
વડોદરામાં મતદાન દરમિયાન બબાલ,Watch Video
વડોદરામાં મતદાન દરમિયાન બબાલ,Watch Video
SIR બાદ તંત્રને વાકે મતદાનથી વંચિત રહ્યાં મતદારો ! અનેક જગ્યાએ બૂમાબુમ
SIR બાદ તંત્રને વાકે મતદાનથી વંચિત રહ્યાં મતદારો ! અનેક જગ્યાએ બૂમાબુમ
અમદાવાદમાં વિવિધ જગ્યાઓ પર EVM ખોટકાયા, 4 કલાકમાં 29 EVM બદલાયા-Video
અમદાવાદમાં વિવિધ જગ્યાઓ પર EVM ખોટકાયા, 4 કલાકમાં 29 EVM બદલાયા-Video
Breaking News : 65 વર્ષીય વૃદ્ધાનું મતદાન કેન્દ્ર પર મોત
Breaking News : 65 વર્ષીય વૃદ્ધાનું મતદાન કેન્દ્ર પર મોત
પીપરટોડા ગામના 180 લોકોએ કર્યો મતદાનનો બહિષ્કાર- Video
પીપરટોડા ગામના 180 લોકોએ કર્યો મતદાનનો બહિષ્કાર- Video
g clip-path="url(#clip0_868_265)">