AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈસ્લામાબાદના મહોલ્લામાં ફરતા હોઈએ તેવુ ના લાગવું જોઈએ, ડેનમાર્કમાં અઝાન પર પ્રતિબંધનો પ્રસ્તાવ

ડેનમાર્કના કેટલાક ભાગોમાં જાહેરમાં નમાઝ પઢવા માટે પહેલાથી જ અઝાન પર પ્રતિબંધ છે. કોપનહેગનમાં, સ્થાનિક અવાજના કડક નિયમોને કારણે મસ્જિદો લાઉડસ્પીકર દ્વારા અઝાન પઢી શકતા નથી.

ઈસ્લામાબાદના મહોલ્લામાં ફરતા હોઈએ તેવુ ના લાગવું જોઈએ, ડેનમાર્કમાં અઝાન પર પ્રતિબંધનો પ્રસ્તાવ
| Updated on: Jun 26, 2026 | 6:58 PM
Share

ડેનમાર્ક સરકારના મંત્રી મોર્ટન બોડસ્કોવે (Morten Bodskowes announcement)જણાવ્યું હતું કે, “ડેનમાર્કમાં અઝાન માટે કોઈ સ્થાન નથી, અને જ્યારે તમે ડેનમાર્કમાં ફરો છો, ત્યારે તમને એવુ ના લાગવું જોઈએ કે તેમ ઇસ્લામાબાદના કોઈ મહોલ્લામાં છો.”

ડેનમાર્ક સરકારે લાઉડસ્પીકર દ્વારા અઝાન કરવા પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો છે. મંત્રી મોર્ટન બોડસ્કોવે ટિપ્પણી કરી હતી કે ડેનમાર્ક દેશના કેટલાક વિસ્તારો “ઇસ્લામાબાદના ઉપનગરો” જેવા લાગે છે.

ધ ડેઇલી મેઇલના અહેવાલ મુજબ, સોશિયલ ડેમોક્રેટ મંત્રીએ ડેનિશ સમાચાર એજન્સી રિટ્ઝાઉને કહ્યું હતું કે, “ડેનમાર્કની છત પરથી અઝાન નો અવાજ સંભળાવો જોઈએ નહીં.” તેમણે ઉમેર્યું હતું કે, “ડેનમાર્કમાં આવી અઝાન માટે કોઈ સ્થાન નથી, અને જ્યારે તમે ડેનમાર્કમાં ફરો છો, ત્યારે તમને એવી છાપ ના લાગવી જોઈએ કે તમે ઇસ્લામાબાદના કોઈ મહોલ્લામાં ફરી રહ્યાં છો.”

બોડસ્કોવનો પ્રસ્તાવ ડેનમાર્કના મંત્રી દ્વારા આ પ્રથા પર પ્રતિબંધ મૂકવા માટે કાનૂની માળખું સ્થાપિત કરવાનો ત્રીજો પ્રયાસ છે. અગાઉ 2020 અને 2025 માં પણ આવા જ પ્રયાસો કરવામાં આવ્યા હતા.

ડેનમાર્કના કેટલાક ભાગોમાં જાહેરમાં નમાઝ પઢવા માટે પહેલાથી જ અઝાન પર પ્રતિબંધ છે. કોપનહેગનમાં, સ્થાનિક અવાજના કડક નિયમોને કારણે મસ્જિદો લાઉડસ્પીકર દ્વારા અઝાન પઢી શકતા નથી. મંત્રીએ જણાવ્યું હતું કે તપાસમાં એ જોવામાં આવશે કે શું ધાર્મિક સ્વતંત્રતા અંગે ડેનમાર્કના બંધારણીય રક્ષણને જાળવી રાખીને રાષ્ટ્રવ્યાપી પ્રતિબંધ લાગુ કરી શકાય છે કે નહીં.

અઝાન પર પ્રતિબંધ મૂકવાનો કોઈપણ પ્રયાસ કાનૂની પડકારોનો સામનો કરી શકે છે. ડેનમાર્ક બંધારણ જાહેર પૂજાના અધિકારનું રક્ષણ કરે છે, જોકે અલોકતાંત્રિક ઉપદેશો અને પ્રતિબંધિત સંગઠનોને સમર્થન આપવા અંગે પહેલાથી જ પ્રતિબંધો અસ્તિત્વમાં છે.

બ્રિટન અને જર્મનીએ સ્થાનિક રહેવાસીઓને ખલેલ ના પહોંચે તે માટે મસ્જિદો પરથી અઝાન ક્યારે પઢી શકાય અને તેનો અવાજ કેટલો હોવો જોઈએ તે પહેલેથી જ પ્રતિબંધિત છે. ડેનમાર્કમાં લગભગ 6 મિલિયનની કુલ વસ્તીમાંથી આશરે 2,70,000 મુસ્લિમો રહે છે અને અંદાજે 100 જેટલી મસ્જિદો આવેલી છે.

Air India Flight 182 : 42 વર્ષ બાદ કેનેડાની કબૂલાત, એર ઈન્ડિયા પ્લેન બ્લાસ્ટ પાછળ ખાલિસ્તાની ઉગ્રવાદીઓનો હતો હાથ

Follow Us
આજનું રાશિફળ: નવા સોદા, પૈસા અને કરિયરમાં પ્રગતિના સંકેત
આજનું રાશિફળ: નવા સોદા, પૈસા અને કરિયરમાં પ્રગતિના સંકેત
જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર
જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર
વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત
વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત
ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ
ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ
ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video
નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
g clip-path="url(#clip0_868_265)">