AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : WhatsAppમાં આવશે શાનદાર ફીચર, એક સાથે ચાલશે ફોનના બંને કેમેરા, રેકોર્ડિંગનો અંદાજ બદલાશે

WhatsApp પોતાના યુઝર્સ માટે એક નવું કેમેરા ફીચર રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ફીચર તમને આગળ અને પાછળના બંને કેમેરાનો ઉપયોગ કરીને એકસાથે વીડિયો રેકોર્ડ કરવાની મંજૂરી આપશે.

Breaking News : WhatsAppમાં આવશે શાનદાર ફીચર, એક સાથે ચાલશે ફોનના બંને કેમેરા, રેકોર્ડિંગનો અંદાજ બદલાશે
| Updated on: Nov 25, 2026 | 9:15 AM
Share

મેસેજિંગ એપ વોટ્સએપ પોતાના યુઝર્સના અનુભવને સારો બનાવવા સતત નવું નવું ફીચર લઈને આવે છે. આ ક્રમમાં હવે વોટ્સઅપ યુઝર્સ માટે એક નવું અને શાનદાર ફીચર પર કામ ચાલું છે. કંપનીનું આ નવું ફીચર કેમેરા સાથે જોડાયેલું છે. WhatsApp એક એવું કેમેરા વાળું ફીચર પર કામ કરી રહ્યું છે. જેનાથી યુઝરને ફોનના ફ્રંટ અને રિયર બંને કેમેરાથી એક સાથે રેકોર્ડિંગ કરી શકશે. ટુંકમાં તમે કોઈ કોન્સર્ટમાં છો. ત્યાંનો નજારો રેકોર્ડ કરવાની સાથે રિએક્શન પણ વીડિયોમાં જોવા માંગી રહ્યા છો. તો આ માટે તમારે વારંવાર કેમેરો બદલવાની કે ફોન લેવાની જરુર પડશે નહી. તમે તમારા સ્માર્ટફોનના ફ્રંટ અને બેક કેમેરાનો ઉપયોગ કરી શકો છો.

આ ફીચર હાલમાં Android યુઝર માટે ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. વોટ્સએપનું નવું ફીચર પર નજર રાખનારી વેબસાઈટWABetaInfoના રિપોર્ટ અનુસાર વોટ્સએપે પોતાના કેટલાક બીટા યુઝરને આ માટે ફીચર શેર કરી રહ્યું છે. જેનાથી ગુગલ પ્લે સ્ટોર પર રહેલા વોટ્સએપના એન્ડ્રોઈડ બીટા વર્ઝન 2.26.46.9માં સૌથી પહેલા જોવા મળ્યું છે. પરંતુ અત્યારસુધી આ સુવિધા હજુ બીટા યુઝર્સના રોલઆઉટ થઈ નથી.

એક સ્ક્રીન પર જોવા મળશે, બંને કેમેરા વ્યુ

વોટ્સએપના આ અપકમિંગ ફીચરનું નામ Dual Camera Mode હોય શકે છે. આ ફીચરની મદદથી ફોનનો રિયર કેમેરા મેન સ્ક્રીન પર કામ કરશે. તો ફ્રંટ કેમેરાથી રેકોર્ડ કરનાર વીડિયો એક નાનકડી વિંડોમાં જોવા મળશે. આ પ્રકારના વીડિયોમાં સામેનો નજારો પણ કેદ થઈ શકશે. તેને રેકોર્ડ કરનાર વ્યક્તિના ચેહરા પર રિએક્શન પણ જોવા મળશે.

જેમાં યુઝર્સને નાનકડી કેમેરા વિંડના સ્થાને બદલવાનો ઓપ્શન પણ હશે. ટુંકમાં જો નાની વિંડો વીડિયોમાં કોઈ જરુરી ભાગને કવર કરી રહ્યું છે. તો તેને સ્ક્રીન પર પોતાની પસંદની જગ્યા પર આસાનીથી ખસેડી શકાશે.

કેમેરાની જગ્યા બદલી શકશે યુઝર્સ

આ સુવિધા ફક્ત બંને કેમેરામાંથી રેકોર્ડિંગ કરવાની મંજૂરી આપતી નથી, પરંતુ યુઝર્સને તેમના દૃશ્યો વચ્ચે સ્વિચ કરવાની પણ મંજૂરી આપે છે. આ માટે સ્ક્રીન પર એક રોટેટ બટન મળી શકે છે. આ બટનને ટેપ કરવાથી આગળનો કેમેરા પૂર્ણ સ્ક્રીનમાં પ્રદર્શિત થશે, જ્યારે પાછળના કેમેરાનો વ્યૂ નાની વિંડોમાં ખસેડવામાં આવશે. સૌથી અગત્યનું, કેમેરા સ્વેપ થયા પછી પણ બંને કેમેરા એક સાથે રેકોર્ડિંગ ચાલુ રાખશે. આનાથી યુઝર્સ એક જ વિડિઓમાં બે અલગ અલગ એંગલ બતાવી શકશે.

બધા યુઝર્સને આ સુવિધા હજુ મળશે નહીં

WhatsApp હાલમાં મર્યાદિત Android બીટા યુઝર્સ સાથે આ ફિચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. કંપની ધીમે ધીમે તેને અન્ય યુઝર્સ માટે રોલઆઉટ કરી રહી છે.

કંપનીએ હજુ સુધી આ સુવિધાને બધા યુઝર્સ માટે રોલઆઉટ કરવાની તારીખ જાહેર કરી નથી. જો તેને સ્ટેબલ વર્ઝનમાં સમાવવામાં આવે, તો તે એવા લોકો માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે જેઓ વ્લોગ કરે છે, મુસાફરીના વિડિયો રેકોર્ડ કરે છે અને રોજિંદા જીવનની ખાસ ક્ષણોનું રકોર્ડિંગ કરે છે.

માત્ર મિલકત જ નહીં, હવે ઓનલાઈન અકાઉન્ટ માટે પણ વસિયતનામું બનાવી શકાય, જાણો કેવી રીતે અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">