AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

25 નવેમ્બરના મહત્વના સમાચાર: પોરબંદરમાં કરોડોની એમ્બરગ્રીસ સાથે બે આરોપી ઝડપાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2026 | 7:50 AM
Share

આજે 25 નવેમ્બર બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

25 નવેમ્બરના મહત્વના સમાચાર: પોરબંદરમાં કરોડોની એમ્બરગ્રીસ સાથે બે આરોપી ઝડપાયા

LIVE NEWS & UPDATES

  • 25 Nov 2026 07:50 AM (IST)

    અમેરિકા પર એકસાથે બે વાવાઝોડાનો ખતરો, 10 રાજ્યોમાં તબાહીની ચેતવણી

    અમેરિકા પર કુદરતી આફતનો બેવડો ખતરો તોળાઈ રહ્યો છે. એકસાથે બે વાવાઝોડા ત્રાટકવાની શક્યતાને પગલે દેશનાં 10 રાજ્યોમાં તબાહીની ચેતવણી આપવામાં આવી છે. બીજી તરફ, ‘કિંગ ટાઈડ’ એટલે કે અસામાન્ય રીતે ઊંચી ભરતીના કારણે બે મોટાં એરપોર્ટ પાણીમાં ગરકાવ થવાનું જોખમ ઊભું થયું છે. હવામાનની આ સ્થિતિને પગલે ભારે વરસાદનો છેલ્લા 43 વર્ષનો રેકોર્ડ તૂટી શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને અમેરિકાના ઈસ્ટ કોસ્ટ વિસ્તારમાં હવામાન વધુ ગંભીર બની શકે છે, જ્યાં 96 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. વાવાઝોડાં, ભારે વરસાદ અને ઊંચી ભરતીના સંયુક્ત ખતરાને પગલે અનેક વિસ્તારોમાં જનજીવન અને પરિવહન વ્યવસ્થા ખોરવાવાની ભીતિ છે.

  • 25 Nov 2026 07:49 AM (IST)

    પોરબંદરમાં કરોડોની કિંમતની એમ્બરગ્રીસ સાથે બે આરોપી ઝડપાયા

    પોરબંદરમાં કરોડો રૂપિયાની કિંમતની એમ્બરગ્રીસ (વ્હેલ માછલીની ઉલટી) સાથે બે આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓ બહારગામથી એમ્બરગ્રીસનું વેચાણ કરવા માટે પોરબંદર આવ્યા હતા. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે ભાવસિંહજી હોસ્પિટલ રોડ પરથી બંને શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે જપ્ત કરેલી એમ્બરગ્રીસની ખરાઈ અને તેની ઓળખ માટે FSLની મદદ લીધી છે. FSLના રિપોર્ટ બાદ જપ્ત કરાયેલા પદાર્થની પુષ્ટિ અને તેની કિંમત અંગે વધુ વિગતો સામે આવી શકે છે. પોલીસે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

આજે 25 નવેમ્બર બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - Nov 25,2026 7:49 AM

Follow Us
g clip-path="url(#clip0_868_265)">