04 નવેમ્બરના મહત્વના સમાચાર : વિશ્વભરમાં અમૂલનો વાગ્યો ડંકો, વિશ્વની નંબર 1 સહકારી સંસ્થા બની, કતારના દોહામાં કરાઈ જાહેરાત
આજે 04 નવેમ્બરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 04 નવેમ્બરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
વિશ્વભરમાં અમૂલનો વાગ્યો ડંકો, વિશ્વની નંબર 1 સહકારી સંસ્થા બની, કતારના દોહામાં કરાઈ જાહેરાત
રાજ્યના પશુપાલકો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. સહકાર ક્ષેત્રે “અમૂલ”નો વિશ્વભરમાં ડંકો વાગ્યો છે. વિશ્વની નંબર 1 સહકારી સંસ્થા તરીકે અમૂલને મળ્યું છે સન્માન. કતારના દોહા ખાતે યોજાયેલી કોન્ફરન્સમાં અમૂલના નામની સત્તાવાર કરાઈ જાહેરાત. માથાદીઠ GDP પ્રદર્શનના આધારે અમૂલને મળ્યું વિશ્વમાં પ્રથમ સ્થાન. ઇન્ટરનેશનલ કોઓપરેટીવ મોનીટર દ્વારા વર્લ્ડ કોઓપરેટીવ મોનીટર 2025 દરમિયાન અમૂલને મળ્યું વિશેષ સન્માન.
-
ગુજરાતના પૂર્વ મંત્રીએ જીરુ-વરિયાળીમાં થતી ભેળસેળ સામે પગલા ભરવા આરોગ્ય પ્રધાનને કરી રજૂઆત
મહેસાણામાં જીરામાં મિલાવટ ના મુદ્દે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાને, ઊંઝાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી નારાયણ પટેલ દ્વારા રજૂઆત કરાઈ છે. જીરામાં અને વરિયાળીમાં થતી મિલાવટ મુદ્દે રજૂઆત કરતા કહ્યું કે, મિલાવટવાળી નકલી વસ્તુ મળે તો તેનો નાશ કરવામાં આવતો નથી. ઊંઝામાં કોઈ વેપારી દ્વારા વરિયાળીમાં ક્લર કરતાં અથવા વરિયાળીમાંથી કેમિકલ નાખી જીરૂ બનાવાતા પકડાય તો તેનો નાશ કરવામાં આવતો નથી. આવી વ્યક્તિઓના નામ બજાર સમિતિના માઈકમાં બોલાવવા જોઈએ જે થતા નથી. મિલાવટમાં જે કેમિકલ વપરાય છે તે આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક છે.
-
-
અમરેલીના લાઠીમાં ચાવંડગેટ થી ભવાની સર્કલ સુધી ડિમોલેશન
અમરેલીના લાઠીમાં ચાવંડગેટ થી ભવાની સર્કલ સુધી ડિમોલેશન હાથ ધરાયું છે. JCB સાથે પોલીસ કાફલો નીકળ્યો લાઠીમાં ડિમોલેશન કરવા. લાઠીમાં ડિમોલેશન સામે થયો હોબાળો. ડિમોલશનના વિરોધમાં બજારો થઈ ટપોટપ બંધ થઈ ગઈ. વેપારીઓ આવ્યા રોડ પર ઉતર્યા. ડિમોલેશનનો કર્યો ઉગ્ર વિરોધ. વેપારીઓના ઉગ્ર વિરોધ વચ્ચે પ્રાંત કલેક્ટર, મામલતદાર સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
-
અમદાવાદમાં બની દ્રશ્યમ ફિલ્મની કહાની જેવી ઘટના, હત્યા કરી લાશ રસોડામાં દાટી દીધી, એક વર્ષે મળ્યું હાડપિંજર
રહસ્યમય ક્રાઈમ થ્રિલર દ્રશ્યમ ફિલ્મની કહાની જેવી ઘટના અમદાવાદ શહેરમાં બની છે. અમદાવાદના ફતેવાડી કેનાલ પાસે અહેમદી રો હાઉસ મકાનમાં હત્યા કરેલ યુવકનુ હાડપિંજર મળ્યુ છે. મકાનના રસોડામાં લાશને દાટી દેવાયેલી હતી. એક વર્ષ અગાઉ યુવક ગુમ થયો હતો. ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળતા ઘરમાં તપાસ કરી તો ગુમ થયેલ યુવકના કંકાળ મળી આવ્યા હતા. યુવકની હત્યા કરનારા તેની પત્ની હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે.
-
કૃષિ રાહત પેકેજને લઈ મહત્વના સમાચાર, બુધવારે જાહેર થઈ શકે છે ખેડૂતો માટેનું રાહત પેકેજ
કૃષિ રાહત પેકેજમાં ખેડૂતોને સહાય માટે નિયમોને અપાઈ રહ્યો છે આખરી ઓપ. પ્રતિ હેક્ટર સહાય અને વિસ્તાર પ્રમાણે ખેડૂતોને સહાય માટે નિયમોને અપાઈ રહ્યો છે આખરી ઓપ. નિયમો તૈયાર થયા બાદ જાહેર થશે પેકેજ. રાજ્ય સરકાર આવતીકાલે જાહેર કરી શકે છે પેકેજ. મુખ્યમંત્રી કક્ષાએ સવારે પાંચ કલાક સુધી મેરેથોન બેઠક કરવામાં આવી હતી. મુખ્યમંત્રી નિવાસસ્થાને પાંચ કલાક ચાલેલી બેઠકમાં નિયમો બનાવી પેકેજ જાહેર કરવા અપાઈ મંજૂરી. પેકેજ જાહેર કરવા સાથે અન્ય વિભાગો ને પણ સંકલન કરવા અપાઈ સૂચનાઓ.
-
-
ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઈકમાન્ડનું આવ્યું તેડું
ગુજરાત કોગ્રેસના નેતાઓને દિલ્લી હાઈકમાન્ડનું તેડું આવ્યું છે. અમિત ચાવડા અને તુષાર ચૌધરી દિલ્લી પહોંચ્યા છે. સંગઠન મહામંત્રી કે સી વેણુગોપાલ અને પ્રભારી મુકુલ વાસનિક સાથે બેઠક યોજશે. ગુજરાતમાં કોંગ્રેસનું નવું સંગઠન માળખુ, કોંગ્રેસના જનલક્ષી કાર્યક્રમો અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે ચર્ચા વિચારણા કરાશે.
-
ગુજરાતના પૂર્વ પ્રધાન બચુ ખાબડના પુત્રની જમીન પર વડોદરા GST વિભાગે દાખલ કર્યો બોજો
પૂર્વ મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની મુશ્કેલીમાં વધારો થયો છે. દેવગઢ બારીયાના કરોડોના મનરેગા કૌભાંડમાં, ગુજરાતના પૂર્વ પ્રધાનના પુત્ર સામે કાર્યવાહીમાં વધારો થયો છે. વડોદરા GST વિભાગ દ્વારા ગોધરા ખાતે આવેલ બળવંત ખાબડની મિલકત પર બોજો દાખલ કરવામાં આવ્યો છે. બળવંત ખાબડની માલિકીના સર્વે નંબર 40+41+42+39પૈકી9 ના 140 ચોરસ મીટર જગ્યાના ખાનગી પ્લોટ નંબર 191 પર બોજો દાખલ કરાયો છે.
ગોધરાના વાવડી બુઝર્ગમાં આવેલ બળવંત ખાબડ ની માલિકીના ખુલ્લા ખાનગી પ્લોટ પર GST વિભાગ વડોદરા દ્વારા બોજો દાખલ કરાયો બળવંત ખાબડ સંચાલિત શ્રી રાજ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા કરચોરી અને નાણાકીય અનિયમિતતાના તપાસ દરમિયાન સંકેતો મળતા GST વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ છે.
-
ગુજરાતમાં આજથી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIRનો પ્રારંભ
ગુજરાતમાં આજથી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIRનો પ્રારંભ થયો. અમદાવાદ જિલ્લાથી SIRની શરૂઆત કરાઇ. BLOએ 2002 અને 2025ની મતદાર યાદીનું મેપિંગ શરૂ કર્યું. મેપિંગનું કામ પૂર્ણ થયા બાદ ઘરેઘરે જઈ અપાશે ફોર્મ. 2002ની મતદાર યાદીનો ક્રમાંક અને નવી યાદીનો ક્રમાંક મેચ કરાશે. એક મહીના સુધી BLO ની કામગીરી ચાલશે. SIR હેઠળ મતદારોની યાદીને 6 અલગ અલગ કેટેગરીમાં વર્ગીકૃત કરાઇ. ફોર્મમાં આધાર નંબર, મોબાઇલ, માતા-પિતા, જીવનસાથી સહિતના નામોનો ઉલ્લેખ છે. વિધાનસભા, વોર્ડ અને ભાગ નંબર સહિતની બાબતો પણ સામેલ છે. મતદારે કુલ 12 ઓળખપત્રો પૈકી એક ઓળખપત્ર આપવાનું રહેશે.
-
વલસાડઃ વાપીમાં IT વિભાગના દરોડા
વલસાડઃ વાપીમાં IT વિભાગના દરોડા. વાપી અને ભરૂચના દહેજમાં વડોદરા IT વિભાગે રેડ કરી. 50થી વધુ અધિકારીઓ સાથે IT વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે. જમીન વ્યવસાય સાથે સંકળાયેલા ગેલેક્સી ગ્રુપની તપાસ ચાલી રહી છે. પાયલ પ્રોપર્ટીના સંચાલકોના અનેક સ્થળ ઉપર દરોડા પાડ્યા. વ્યવસાય અને રહેણાક સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે. માટો બેનામી વ્યવહારો મળવાની શક્યતા છે.
-
સુરેન્દ્રનગર: સાયલામાં નદીમાં ડૂબી જતાં 4 વર્ષીય બાળકીનું મોત
સુરેન્દ્રનગર: સાયલામાં નદીમાં ડૂબી જતાં 4 વર્ષીય બાળકીનું મોત થયુ છે. બાળકી ઘરેથી ગુમ થઈ જતાં પરિવારે પોલીસને જાણ કરી હતી. પોલીસ અને સ્વજનોએ શોધતા બાળકીનો મૃતદેહ મળી આવ્યો. બાળકી રમતા-રમતા નદીમાં ડૂબી હોવાનું અનુમાન છે. 4 વર્ષીય બાળકીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે. પોલીસે મૃતદેહ પીએમ અર્થે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી.
-
રાજકોટ: જિલ્લામાં પાક નુકસાનીના સરવેની કામગીરી પૂર્ણ
રાજકોટ: જિલ્લામાં પાક નુકસાનીના સરવેની કામગીરી પૂર્ણ થઇ છે. 102 કર્મચારીઓની ટીમ દ્વારા સરવેની કામગીરી કરાઈ. 4 લાખ 30 હજાર હેક્ટરમાં પાકને નુકસાન થયું છે. રાજકોટ જિલ્લાના 600 કરતા વધુ ગામોમાં સરવે કરાયો. મગફળી અને કપાસના પાકને વ્યાપક નુકસાન થયુ. સરવેની કામગીરીનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપાયો.
-
ભરુચ: તળાવના બાગમાં મહાકાય મગર દેખાયો
ભરુચ: તળાવના બાગમાં મહાકાય મગર દેખાયો. અંકલેશ્વરના જીઆઇડીસી તળાવના બાગમાં મગરની લટાર જોવા મળી. મહાકાય મગરને જોઈને બાગમાં આવેલા લોકોમાં ફફડાટ ફેલાયો છે. વન વિભાગને ઘટનાની જાણ કરાઈ. મગરની લટારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો.
-
અમદાવાદ: સોલા બ્રિજ પાસે બે કાર વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત
અમદાવાદ: સોલા બ્રિજ પાસે બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. ફિલ્મના દ્રશ્યોની જેમ અકસ્માતમાં બંને કારે પલટી મારી. કાર ચાલકો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડાયા. ટ્રાફિક પોલીસે અકસ્માત બાદ વધુ કાર્યવાહી હાથ ધરી.
-
બુકિંગના 48 કલાકની અંદર ફ્લાઇટ ટિકિટ રદ કરવા પર કોઈ ચાર્જ લાગશે નહીં
નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ નિર્ણય લીધો છે કે બુકિંગના 48 કલાકની અંદર ફ્લાઇટ ટિકિટ રદ કરવા પર કોઈ ચાર્જ લાગશે નહીં.
-
ડાંગ: હનવંતચોડ ગામમાં દેખાયો દીપડો
ડાંગ: હનવંતચોડ ગામમાં દીપડો દેખાયો. રાતના સમયે મુખ્ય માર્ગ પર દીપડાએ લટાર મારી. રસ્તા પર લટાર મારી દીપડો જંગલ તરફ ભાગ્યો. સ્થાનિક યુવાને વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. અવાર-નવાર દીપડાની લટારથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
-
જયપુરમાં ગુજરાતનો પરિવાર પણ બન્યો અકસ્માતનો ભોગ
જયપુરના હરમાડામાં બેકાબૂ ડમ્પર 14 લોકો માટે કાળ સાબિત થયું. અકસ્માત પહેલા ડમ્પર ચાલકની પેટ્રોલ પંપ પર માથાકૂટ થઈ હતી. જે બાદ નશામાં ચૂર થયેલા ડમ્પર ચાલકે પૂરઝડપે ડમ્પર દોડાવી દીધું. તેણે આશરે 18 જેટલા વાહનોને ટક્કર મારી અને બાદમાં ટ્રેલર સાથે ડમ્પર અથડાવી દીધું. ગુજરાતનો પરિવાર પણ બન્યો અકસ્માતનો ભોગ, બનાસકાંઠાના ધાનેરાના પરિવારની કારને પણ ડમ્પરે અડફેટે લીધી. અકસ્માતમાં એક મહિલાનું મોત, પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ખાટુશ્યામ દર્શને જતા પરિવારને અકસ્માત નડ્યો.
-
સ્વિત્ઝર્લેન્ડના ઝ્યુરિચ એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના
સ્વિત્ઝર્લેન્ડના ઝ્યુરિચ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી. એરપોર્ટ પર વિમાને ઉડાન ભરતી વખતે સંતુલન ગુમાવ્યું. યુનાઇટેડ એરલાઇન્સની ફ્લાઇટે ઉડાન ભર્યા બાદ ઘટના બની. ટેક ઓફ કરવામાં મુશ્કેલી ઉભી થયા બાદ વિમાન ફંગોળાયું. મુશ્કેલી બાદ ફ્લાઇટે સુરક્ષિત ટેક ઓફ કરતા મુસાફરોએ હાશકારો અનુભવ્યો.
-
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનને લઈને સૌથી મોટા સમાચાર
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. PM નરેન્દ્ર મોદી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરશે. PM મોદી 15 અને 16 નવેમ્બરે ગુજરાત પ્રવાસે આવશે. સુરત અને બીલીમોરા વચ્ચે શરૂ થનારી બુલેટ ટ્રેન કામગીરીની સમીક્ષા કરી શકે છે. અગાઉ રેલ વિભાગે 2026 સુધીમાં બુલેટ ટ્રેન શરૂ થવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. બુલેટ ટ્રેન કામગીરીની સમીક્ષા બાદ અધિકારીઓ સાથે PM બેઠક કરશે. રાજ્યના દક્ષિણ ભાગથી લઇને મુંબઈ સુધી સુધીના કામ અંગે પણ તાગ મેળવશે. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ અંગે કાર્યક્રમમાં હાજરી આપશે.
-
રાજ્યના 64 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ
રાજ્યના 64 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ વરસ્યો. સૌથી વધુ વરસાદ કચ્છના અંજારમાં પડ્યો. અંજારમાં છેલ્લા 24 કલાકમાં 3.19 ઈંચ વરસાદ પડ્યો. વડોદરાના કરજણમાં નોંધાયો 2.13 ઈંચ વરસાદ વરસ્યો. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. અડધાથી એક ઈંચ સુધી વરસાદ નોંધાયો.
-
રાજ્યમાં આજથી SIR અંગેની કામગીરી થશે શરૂ
રાજ્યમાં આજથી SIR અંગેની કામગીરી શરૂ થશે. 4 ડિસેમ્બર સુધી BLO ઘરે ઘરે જઈ મતદારો પાસે ફોર્મ ભરાવશે. મતદારમાં સમાવેશ થવા પાસપોર્ટ સહિત 12 દસ્તાવેજો માન્ય રહેશે. 9 ડિસેમ્બરે હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે. 7 ફેબ્રુઆરી 2026ના આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે. SIRની કામગીરી માટે BLOને વિશેષ ટ્રેનિંગ આપવામાં આવી.
-
અમદાવાદ ખોડિયારનગર પાસે સરાજાહેર પતિએ પત્ની ને છરી મારી..
અમદાવાદમાં ખોડિયારનગર પાસે સરાજાહેર પતિએ પત્નીને છરી મારી. પત્નીના ગળા અને હાથના ભાગમાં છરી મારી. મયંક પટેલ નામના યુવક દ્વારા છરી મારવામાં આવી. છેલ્લા દોઢ વર્ષથી બંને પ્રેમ લગ્ન કરી સાથે રહેતા હતા. યુવતીને સાસરિયા પક્ષ દ્વારા વારંવાર હેરાન કરવામાં આવતી હતી. ચાર મહિનાથી યુવતી પોતાના માતા પિતા સાથે રહેતી હતી. સાંજના સમયે યુવતી કામ માટે બહાર નીકળતા મયંકએ હુમલો કર્યો. યુવતીના માતા પિતા દ્વારા અગાઉ પણ આરોપી અને તેના ઘરના સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે વધુ તપાસ શરૂ કરી.
Published On - Nov 04,2025 7:31 AM