04 માર્ચના મહત્વના સમાચાર : આગામી 7-8 માર્ચે ગુજરાત આવશે રાહુલ ગાંઘી
આજે 04 માર્ચ મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 04 માર્ચ મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
આગામી 7-8 માર્ચે ગુજરાત આવશે રાહુલ ગાંઘી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, આગામી 7 અને 8 માર્ચે ગુજરાતની મુલાકાતે આવશે. ગુજરાત મુલાકાત દરમિયાન તેઓ જિલ્લાથી લઈને રાજ્ય સ્તરના કાર્યકરો અને રાજ્યના તમામ કોંગ્રેસના નેતાઓને મળશે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી માટે પણ બેઠક યોજશે. અમદાવાદમાં આગામી 8-9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવાનું છે.
-
ગુજરાતના અનેક શહેરમાં તાપમાનનો પારો ગગડ્યો
ઉતર પાકિસ્તાનમાં સર્જાયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાક્લોનિક સરક્યુલેશનની અસર હેઠળ હિમાલયની પર્વતમાળામાં વરસાદ અને બરફવર્ષા થઈ રહી છે. ઉતર ઉતર પૂર્વના વહેતા પવનને કારણે ગુજરાતમાં તાપમાનનો પારો આંશિક ગગડ્યો છે. દિવસ અને રાત્રીના તાપમાનનો પારો આજે નીચો આવ્યો છે. આજે અમદાવાદમાં દિવસનું મહત્તમ તાપમાન 32.7 ડિગ્રી નોંધાયું છે. રાજ્યના વિવિધ શહેરોમાં આજના દિવસે નોંધાયેલ મહત્તમ તાપમાનનુ પ્રમાણ આ મુજબ રહ્યું હતું.
અમદાવાદ 32.7 અમરેલી 33.8 વડોદરા 35.6 ભાવનગર 33.5 ભુજ 32.3 ડીસા 29.8 ગાંધીનગર 32.5 જામનગર 30 નલિયા 31.2 રાજકોટ 33.7 સુરત 34 વેરાવળ 34.4
-
-
મેદસ્વિતા સામે અભિયાન શરૂ કરનારું ગુજરાત દેશનું સર્વ પ્રથમ રાજ્ય
મેદસ્વિતા સામે લડીને વધુમાં વધુ સ્વસ્થ નાગરિકો કઈ રીતે થઈ શકે એ માટે ગુજરાતમાં ‘સ્વાસ્થ્ય ગુજરાત – મેદસ્વીતા મુક્ત ગુજરાત’ શરૂ કરવામાં આવ્યું હોવાનું જણાવી રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે, મેદસ્વિતા સામે અભિયાન શરૂ કરનારું ગુજરાત દેશનું સર્વ પ્રથમ રાજ્ય છે.
-
પૂર્વ મંગેતર સામે બદલો લેવા હુમલો કરનાર યુવતી અને તેના પતિની ધરપકડ
પૂર્વ મંગેતર સામે બદલો લેવા માટે કારની ટક્કર મારી હૂમલો કરનાર યુવતી અને તેના પતિની બોપલ પોલીસે ધરપકડ કરી છે. યુવતીએ લગ્નજીવન બચાવવા પતિ સાથે મળીને પૂર્વ મંગેતરની હત્યાનું ષડ્યંત્ર રચ્યું હતું. પતિએ પૂર્વ મંગેતરને કારથી ઉડાવ્યો હતો, જ્યારે તેની પત્નિએ, તેના પૂર્વ મંગેતર પર છરીથી હુમલો કર્યો હતો. પોલીસે દંપતીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.
-
સવારે મોડા આવતા કર્મચારીઓ સામે મોરબી જિલ્લા કલેકટરની કાર્યવાહી
સમયસર કચેરીએ ન આવતા બાબુઓ પર મોરબી જિલ્લા કલેકટરે તવાઈ બોલાવી છે. કલેક્ટર કે.બી.ઝવેરી દ્વારા નાયબ કલેક્ટર પ્રાંત અધિકારી અધ્યક્ષતામાં કુલ-04 ટીમો બનાવીને આજે ચેકીંગ હાથ ધરાયું હતું. સવારે 10.30 વાગ્યે ચેકીંગ કરવામાં આવતા 27 જેટલા અધિકારીઓ ગેરહાજર મળ્યા હતા. વિવિધ વિભાગોમાં ગેર હાજર મળી આવેલ અધિકારીઓ અને કર્મચારીઓ પર કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે. મોરબી જિલ્લા કલેક્ટરના ઓચિંતા ચેકીંગથી જિલ્લા સેવા સદનમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
-
-
ગુજરાતમાં 2001માં માતા મૃત્યુદર 172 હતો તે ઘટીને આજે 57 થયોઃ ઋષિકેશ પટેલ
રાજ્ય સરકારના અવિરત પ્રયાસોથી માતા અને બાળ મૃત્યુદરનું પ્રમાણ ઘટ્યું હોવાનુ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું છે. વર્ષ 2001-02 માં ગુજરાતમાં માતા મૃત્યુદર 172 અને બાળ મૃત્યુદર 60 હતો જે આજે 57 અને 23 એ પહોંચ્યો છે. અત્યંત જોખમી ચિહ્નો ધરાવતી સર્ગભાઓ માટે ગત વર્ષે બજેટમાં નવી યોજના શરુ કરાઇ છે. નમો શ્રી અંતર્ગત 3 લાખથી વધુ લાભાર્થીઓએ અંદાજીત રુ. 151 કરોડનો લાભ લીધો છે. રાજ્યમાંથી માતા અને બાળ મૃત્યુદરને સંપૂર્ણપણે નાબૂદ કરવાની દિશામાં સરકારના પ્રયાસો છે.
-
ગુજરાતમાં UCC લાગુ કરવા માટે રચાયેલી સમિતીની ગાંધીનગરમાં યોજાઈ રહી છે બેઠક
રાજ્ય સરકાર ગઠિત UCC કમિટીની બેઠક યોજાઈ રહી છે. UCC કમિટીની ઓફિસ ખાતે જુદા જુદા સભ્યોની હાજરીમાં બેઠક શરૂ થઈ છે. કમિટીના અધ્યક્ષ રંજના દેસાઈની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ રહી છે. રાજ્ય માનવઅધિકાર આયોગના ચેરમેન કે જે ઠાકર, IAS સંગીતા સિંઘ પણ કમિટીની બેઠકમાં છે ઉપસ્થિત. આજની આ બેઠકમાં વિવિધ રાજકીય પક્ષના આગેવાનો, કાયદા નિષ્ણાતો, ધર્મગુરુઓના સૂચન લેવામાં આવશે. રાજયભરના આગેવાનો અને નિષ્ણાતો UCC કમિટીને, યુસીસી ( સમાન નાગરિક ધારા અંગે) પોતાના અભિપ્રાય, વાંધા વિરોધ આપશે.
-
વડોદરા શહેરમાં રફતારના શોખીન કાર ચાલકે 3 કાર-2 ટુ વ્હીલરને લીધા અડફેટે
વડોદરા શહેરમાં રફતારના શોખીન એવા કાર ચાલકે 3 કાર-2 ટુ વ્હીલરને અડફેટે લીધા હતા. ચકલી સર્કલ પાસે બેકાબૂ કારે ત્રણ કાર અને બે ટુ વ્હીલર ને લીધા અડફેટે લીધા હતા. કાર ચાલકે અકસ્માત સર્જીને એક સાથે પાંચ વાહનોને પહોંચાડ્યું ભારે નુકસાન. શહેરના સૌથી મોટા અટલ બ્રિજ પરથી ઉતરી રહી હતી કાર. બલેનો કારના બેફામ ચાલાકે સિગ્નલ પર ઉભેલા વાહનોને લીધા અડફેટ. અસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટતા પોલીસે મામલો સંભાળ્યો હતો. અકોટા પોલીસે અકસ્માત સર્જનાર કારચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
-
સનાતન અંગે દુષ્પ્રચાર બદલ વડતાલધામને સનાતન સંત સમિતિએ ફટકારી નોટિસ
સનાતન ધર્મના અપમાન બાબતે નોટિસ મોકલી છે. અવારનવાર સનાતન ધર્મને ઠેસ અને હાનિ પહોંચાડવાના પ્રયાસ બદ્દલ નોટિસ ફટકારવામાં આવી છે. જ્યોતિર્નાથ મહારાજ દ્વારા નોટિસ પાઠવીને ખુલાસો માંગવામાં આવ્યો છે. ખોટી વાતો કરીને અને વૈમનસ્ય ફેલાવ્યા બાદ માફી માંગી લેવાની ગુનાહિત પ્રવૃત્તિ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિકસી હોવાનું જણાવ્યું છે. આ પ્રકારના દુષ્પ્રચાર બદ્દલ કાયદેસરની કાર્યવાહી કેમ ના કરવી ? સાત દિનમાં ખુલાસો નહીં મળે તો કાયદેસરની કાર્યવાહી કરવા અંગે નોટિસ પાઠવી છે.
-
સુરતઃ શિવશક્તિ માર્કેટની દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું
સુરતઃ શિવશક્તિ માર્કેટની દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે. ફાયર વિભાગને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવાનો લેવાયો નિર્ણય છે. રાજ્યમાં સૌ પ્રથમ 6 કરોડના ખર્ચે ઈન્ટીગ્રેટેડ ફાયર સિસ્ટમનો અમલ કરવાનો SMCનો નિર્ણય છે. પોલીસની જેમ ફાયર જવાનોને પણ બોડી વૉર્ન કેમેરા અપાશે. ફાયર બ્રિગેડની ગાડીઓ GPSથી સજ્જ થશે. ફાયર કંટ્રોલ રૂમને રિયલ ટાઈમ ડેટા મળશે.
-
ગાંધીનગરઃ પંચાયત લેબોરેટરી ટેક્નિશિયન મહામંડળનું આંદોલન
ગાંધીનગરઃ પંચાયત લેબોરેટરી ટેક્નિશિયન મહામંડળ દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ આંદોલન. પંચાયત લેબોરેટરી ટેક્નિશિયન સંવર્ગની અવગણનાનો આક્ષેપ લગાવ્યો. 25-6-92ના નાણા વિભાગના ઠરાવની અમલવારી કરવા માગ કરવામાં આવી. ઇન્ફેક્શન એલાઉન્સ અને નોન પ્રેક્ટિસ એલાઉન્સ આપવા રજૂઆત કરવામાં આવી. લેબોરેટરી ટેક્નિશિયન અને લેબ એટેન્ડન્ટ આપવા માગ.
-
વડોદરાઃ ડભોઈના સાઠોદ-પીસાઈ રોડ પર અકસ્માત
વડોદરાઃ ડભોઈના સાઠોદ-પીસાઈ રોડ પર અકસ્માત સર્જાયો છે. રાજસ્થાનથી આવી રહેલા ચુના ભરેલા ટ્રેલરે પલટી મારી. રોડ પર પાણી ભરાયેલા હોવાથી ટ્રેલર પલટી મારી ગયું. પાણીમાં ચુનો ભળતાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા.
-
વડોદરાઃ VC બંગલોના વિવાદમાં વડોદરાનાં સાંસદે ઝંપલાવ્યું
વડોદરાઃ MS યુનિ.માં વાઇસ ચાન્સેલરના બંગલોના વિવાદમાં વડોદરાનાં સાંસદે ઝંપલાવ્યું છે. પૂર્વ VCએ બંગલો પર ગેરકાયદે કબજો કર્યાનો હેમાંગ જોશીનો આરોપ છે. વિજય શ્રીવાસ્તવ સામે બંગલા પર ગેરકાયદે કબજાનો આરોપ છે. સાંસદ હેમાંગ જોશીએ વિજય શ્રીવાસ્તવને મેઇલ કર્યો છે. VC બંગલો તાત્કાલિક ખાલી કરવાં સાંસદનું અલ્ટીમેટમ છે. સાંસદે પૂર્વ VC શ્રીવાસ્તવ પર ગંભીર આરોપ લગાવ્યા છે. MSUની ગરિમાને શ્રીવાસ્તવે લાંછન લગાડ્યાનો આરોપ છે. નવા VCની નિમણૂંકમાં અવરોધ ઊભો કરવાનો આરોપ છે.
-
રાજકોટઃ જલારામ બાપા પર ટિપ્પણીને લઈને રોષ
રાજકોટઃ જલારામ બાપા પર ટિપ્પણીને લઈને રોષ જોવા મળી રહ્યો છે. આજે અને આવતીકાલે વિરપુર સજ્જડ બંધનું એલાન કરવામાં આવ્યુ છે. માત્ર આવશ્યક વસ્તુઓ અને મેડિકલ સેવા જ ચાલુ રહેશે. બજારની દુકાનો એક સાથે બંધ કરાઈ છે. વિરપુરવાસીઓ દ્વારા જ્ઞાન પ્રકાશ સ્વામીને 24 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યુ છે. આવતીકાલ સુધીમાં વિરપુર આવી માફી માંગવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યુ. વિરપુર ગ્રામ પંચાયતની બેઠકમાં લેવાયો નિર્ણય.
-
ગાંધીનગરઃ UCC મામલે કમિટીની મહત્વપૂર્ણ બેઠક
ગાંધીનગરઃ UCC મામલે કમિટીની મહત્વપૂર્ણ બેઠક સાંજે 5 કલાકે ગાંધીનગર ખાતે મળશે. વિવિધ રાજકીય પક્ષના ધારાસભ્યો અને આગેવાનો બેઠકમાં હાજરી આપશે. UCC અંગે કમિટીની જાહેરાત બાદ પ્રથમ બેઠક મળશે. કમિટી બેઠકમાં તમામ આગેવાનોના અભિપ્રાય લેશે.
-
સુરતઃ કામરેજ નજીક નેશનલ હાઈવે નં.48 પર અકસ્માત
સુરતઃ કામરેજ નજીક નેશનલ હાઈવે નં.48 પર અકસ્માત થયો છે. ટ્રેલર ચાલકે બીજા ટ્રકને પાછળથી ટક્કર મારી. ટક્કર મારનાર ટ્રેલર પરનો સામાન ટ્રેલરના કેબીન પર ધસી આવ્યો, કેબીન પીચકાઈ જતા ડ્રાઈવર અને કંડકટર કેબીનમાં ફસાયા હતા. ડ્રાઈવર અને કંડકટરનું લોહીલુહાણ હાલતમાં રેસ્ક્યૂ કરાયું. ડ્રાઈવર અને કંડકટરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. અકસ્માતના હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો.
-
ગાંધીનગર: ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક
ગાંધીનગર: ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. મુખ્યપ્રધાનના નિવાસસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળશે. જૂનાગઢ મનપા અને 66 નગરપાલિકા અંગે ચર્ચા થશે. મેયર અને પ્રમુખોના નામ પર મહોર લાગશે.
-
મહેસાણા: ભગવતી વુડન ફેક્ટરીમાં ભીષણ આગ
મહેસાણા: ભગવતી વુડન ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. ઊંઝા હાઈવે પર આવેલી ફેક્ટરીમાં દુર્ઘટના બની. આગમાં લાખોના માલને નુકસાન થયાનું અનુમાન છે. ઊંઝા ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયાસ થઇ રહ્યો છે. આગ નજીકની ફેકટરીમાં ભરડો ન લે તે માટે તંત્ર એક્શનમાં છે.
-
વડોદરા: M S યુનિવર્સિટીમાં વીસી બંગલાનો વિવાદ બન્યો ઉગ્ર
વડોદરા: M S યુનિવર્સિટીમાં વીસી બંગલોનો વિવાદ ઉગ્ર બન્યો છે. વીસી બંગલો વિવાદમાં વડોદરાના સાંસદે ઝંપલાવ્યું. સાંસદ હેમાંગ જોશીએ વિજય શ્રીવાસ્તવને મેઇલ કર્યો. વીસી બંગલો તાત્કાલિક ખાલી કરવા સાંસદે અલ્ટીમેટમ આપ્યુ. પૂર્વ વીસી વિજય શ્રીવાસ્તવ પર સાંસદે ગંભીર આરોપ લગાવ્યા. પૂર્વ વીસી પર સરકારનું અપમાન કરવાનો સાંસદનો આક્ષેપ છે. M S યુનિવર્સિટીની ગરિમાને લાંછન લગાડ્યાનો સાંસદનો આરોપ છે. વિજય શ્રીવાસ્તવ લાયક ન હોવા છતાં વાઇસ ચાન્સેલર રહ્યાનો દાવો છે. રાજીનામાં બાદ પણ બંગલો ખાલી ન કરતા હોવાનો આરોપ છે. વિજય શ્રીવાસ્તવ બંગલો પર ગેરકાયદે કબજો કર્યાનો આક્ષેપ છે.
-
અમદાવાદઃ એક મહિનો બંધ રહેશે માણેકચોક ખાણીપીણી બજાર
અમદાવાદઃ ખાણીપીણીના શોખીનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આવતીકાલથી એક મહિનો માણેકચોક ખાણીપીણી બજાર બંધ રહેશે. ડ્રેનેજ રીહેબની કામગીરી માટે બજાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માણેકચોકનું રાત્રી ખાણીપીણી બજાર અમદાવાદની ઓળખ બન્યું છે. AMCની ડ્રેનેજ રીહેબની કામગીરી બાદ બજાર ફરીથી ધમધમશે.
Published On - Mar 04,2025 7:24 AM