AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

04 જૂનના મહત્વના સમાચાર : બેંગલુરુમાં થયેલી ભાગદોડ પર પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, કહ્યું- અકસ્માત ખૂબ જ દુઃખદ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2025 | 8:03 AM

આજે 04 જૂનને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

04 જૂનના મહત્વના સમાચાર : બેંગલુરુમાં થયેલી ભાગદોડ પર પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, કહ્યું- અકસ્માત ખૂબ જ દુઃખદ

આજે 04 જૂનને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 04 Jun 2025 09:41 PM (IST)

    રાજકોટમાં વરસાદની શરૂઆત

    • રાજકોટના જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વરસાદ,
    • સરધાર,હલેન્ડા,આસપાસ ના વિસ્તારમાં વરસાદ,
    • સરધાર ગામે અંદાજીત એક ઈંચ જેવો વરસાદ વરસ્યો,
    • પવન સાથે વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી વહેતા થયાં,
    • ઉકળાટમાંથી લોકોને મળી આંશિક રાહત,
  • 04 Jun 2025 09:40 PM (IST)

    પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક પૂર્ણ થઈ

    પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠક ત્રણ કલાકથી વધુ સમય સુધી ચાલી હતી.

  • 04 Jun 2025 09:40 PM (IST)

    માઉન્ટ એટના પર અચાનક જ્વાળામુખી ફાટતાં અફરાતફરી

    ઈટાલીમાં કુદરતનું ભયાનક દ્રશ્ય જોવા મળ્યું…અહીં માઉન્ટ એટના જ્વાળામુખીમાં અચાનક વિસ્ફોટ થતાં અફરાતફરી મચી…જ્વાળામુખીમાંથી ગરમ લાવા નીકળતા લોકો પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી ભાગવા લાગ્યા…વીડિયોમાં જ્વાળામુખી ફાટવાનો ભયાનક અવાજ અને ધૂળ અને ધુમાડાના વિશાળ વાદળો જોઈ શકાય છે..

  • 04 Jun 2025 09:39 PM (IST)

    ક્યારે શરૂ થશે જાતિ આધારિત વસતી ગણતરી

    દેશમાં 1 ઓક્ટોબર, 2026થી શરૂ થશે વસતી ગણતરી…PM મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો…આ વસ્તી ગણતરી દેશભરમાં બે તબક્કામાં કરાશે… બાકીના રાજ્યોને 1 માર્ચ, 2027થી બીજા તબક્કામાં આવરી લેવામાં આવશે…

  • 04 Jun 2025 07:48 PM (IST)

    પીએમ મોદીએ બેંગલુરુમાં થયેલી ભાગદોડ પર શોક વ્યક્ત કર્યો, કહ્યું- અકસ્માત ખૂબ જ દુઃખદ

    પીએમ મોદીએ બેંગલુરુમાં થયેલી ભાગદોડ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છે કે આ અકસ્માત ખૂબ જ દુઃખદ છે. આ દુઃખદ ક્ષણમાં, મારી સંવેદના તે બધા લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દી સ્વસ્થ થાય.

  • 04 Jun 2025 07:01 PM (IST)

    રાહુલ ગાંધીને હાઈકોર્ટની ફટકાર વાણીની સ્વતંત્રતાનો અર્થ સેનાનું અપમાન કરવું નથી

    અલ્હાબાદ હાઈકોર્ટે રાહુલ ગાંધીને ભારતીય સેના વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ સખત ઠપકો આપ્યો…કહ્યું, વાણીની સ્વતંત્રતાનો અર્થ સેનાનું અપમાન કરવું નથી…બંધારણની કલમ 19(1)(એ) વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે રક્ષણ આપે છે, પરંતુ તે ભારતીય સેના જેવી સંસ્થાના અપમાન માટે ઉપયોગી નથી…

  • 04 Jun 2025 06:00 PM (IST)

    બેંગલુરુઃ જીતના જશ્નમાં નાસભાગમાં 8ના મોત

    • બેંગલુરુઃ જીતના જશ્નમાં નાસભાગમાં 8ના મોત
    • ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર થઈ નાસભાગ
    • ક્રિકેટ ફેન્સ પર લાઠીચાર્જથી નાસભાગ
    • RCBની જીતની ઉજવણીમાં હજારોની ભીડ ભેગી થઈ હતી
  • 04 Jun 2025 05:50 PM (IST)

    સુરત ઑપરેશન સિંદૂર સર્કલ મુદ્દે વિવાદ

    સુરત શહેરમાં ઑપરેશન સિંદૂર સર્કલ મુદ્દે વિવાદ..જાહેર રોડની બિલ્કુલ વચ્ચે ‘ઑપરેશન સિંદૂર’ના નામે સર્કલ બનાવાયું..સર્કલ પર સૈન્ય વિમાનની પ્રતિકૃતિ મુકવામાં આવી..સર્કલ બનાવતા પહેલાં મંજૂરી લેવામાં આવી કે નહીં તે સૌથી મોટો સવાલ.

  • 04 Jun 2025 05:45 PM (IST)

    સુરત જાહેર રોડની વચ્ચે સર્કલ બનાવતા વિવાદ

    એક તરફ સાંસદ મુકેશ દલાલે સર્કલ બનાવવા મનપાને કરી હતી રજૂઆત..માત્ર અડાજણ-રાંદેરમાં જ સર્કલ બનાવવા કરાઈ હતી રજૂઆત..રજૂઆત પૂર્વે જ અન્ય સ્થળે મોટું સર્કલ બની જતાં ઊઠ્યા સવાલ… સર્કલ મામલે સુરત પાલિકાને કોઈ જાણ ન હોય તેવો ઘાટ.

  • 04 Jun 2025 05:30 PM (IST)

    સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 50 ટકા ટેરિફ

    અમેરિકામાં સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર આજથી 50 ટકા ટેરિફ લાગુ થઈ ગયો છે…રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ સંબંધિત આદેશ પર હસ્તાક્ષર કર્યા છે….જોકે, તેમણે બ્રિટનને આ ટેરિફમાંથી બાકાત રાખ્યું છે…તેના પર પહેલાની જેમ જ 25 ટકા ટેરિફ લાગુ પડશે..ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પરના ટેરિફ 25 ટકાથી વધારીને 50 ટકા કરવાની જાહેરાત કરી હતી..

  • 04 Jun 2025 05:24 PM (IST)

    આસામમાં પૂરને કારણે 1500 ગામ ડૂબ્યાં

    બીજી તરફ મુશળધાર વરસાદ પગલે આસામના 21 જિલ્લાઓ પૂરગ્રસ્ત થયા છે…આ જિલ્લાઓમાં 1506 ગામો પૂરનાં પાણીમાં ડૂબી ગયાં…રાજ્યમાં 6 લાખ અને 33 હજારથી વધારે લોકો અસરગ્રસ્ત થયા…પૂરમાં સર્વસ્વ ગુમાવનારા 40 હજારથી વધારે લોકોને રાહતશિબિરોમાં રાખવામાં આવ્યા…પૂરથી 14,739 હેક્ટરથી વધુ પાકની જમીન પણ પ્રભાવિત થઈ.

  • 04 Jun 2025 05:24 PM (IST)

    આસામમાં જળ તાંવડ…17નાં મોત

    આસામમાં જળતાંડવના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું….સતત વરસાદને કારણે આવેલાં પૂરના કારણે મોટાભાગના જિલ્લાઓ જળમગ્ન બન્યા….પૂરના કારણે વધુ છ લોકોનાં મોત થયા છે…અત્યાર સુધીમાં 17 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે…સતત વરસાદના પગલે આસામમાં ઘણી જગ્યાએ બ્રહ્મપુત્ર અને છ અન્ય નદીઓ ભયના નિશાનથી ઉપર વહી રહી છે…

  • 04 Jun 2025 05:24 PM (IST)

    રશિયાને ઘેરી લેવાની તૈયારીમાં તુર્કીએ ફિનલેન્ડ સાથે શસ્ત્રોનો મોટો સોદો કર્યો

    રશિયા સામે નાટોનું દબાણ વધી રહ્યું છે..હવે તુર્કી પણ આ મોરચે ખુલ્લેઆમ સામે આવ્યું… તુર્કીએ રશિયાના નવા પ્રતિસ્પર્ધી ફિનલેન્ડ સાથે એક મહત્વપૂર્ણ સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા… આ એમઓયુ હેઠળ, ફિનલેન્ડની પેટ્રિયા અને તુર્કીની બે કંપનીઓ સંયુક્ત રીતે શસ્ત્રોનું ઉત્પાદન કરશે…આ ઉત્પાદનો મધ્ય પૂર્વ અને દક્ષિણ અમેરિકા જેવા મોટા બજારોમાં વેચવામાં આવશે…

  • 04 Jun 2025 03:47 PM (IST)

    પૂર્વોત્તરમાં પૂર બાદ વણસી સ્થિતિ

    પૂર્વોત્તરના રાજ્યોમાં પૂર બાદ વણસી સ્થિતિ..વરસાદી કહેરમાં અત્યાર સુધીમાં 43 લોકોના મોત..આસામ, મણિપુરમાં 7 લાખથી વધુ લોકો પ્રભાવિત.. 5 જૂન સુધી ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ભારે વરસાદનું અનુમાન.

  • 04 Jun 2025 03:34 PM (IST)

    અમેરિકા ટ્રમ્પ સરકાર સામે ઈલોન મસ્કના પ્રહાર

    ટ્રમ્પ સરકાર વિરુદ્ધ ઈલોન મસ્કના શાબ્દિક પ્રહાર..ટ્રમ્પના નવા ટેક્સ બિલ પર ભડક્યા ઈલોન મસ્ક કહ્યું..હું હવે વધારે સહન કરી શકું તેમ નથી.. “આ કોંગ્રેસનું ખર્ચથી ભરેલું, વાહિયાત અને શરમજનક બિલ”..”જેમણે બિલના પક્ષમાં મતદાન કર્યું તેમને શરમ આવવી જોઈએ”

  • 04 Jun 2025 03:33 PM (IST)

    મધ્ય પ્રદેશ ભયાનક અકસ્માત..9ના મોત

    મધ્ય પ્રદેશમાં ભયાવહ અકસ્માતમાં 9 લોકોના મોત..ઝાબુઆના મેઘનગરમાં હચમચાવનારી દુર્ઘટના..સિમેન્ટથી લદાયેલા ટ્રક ઈકો વાન પર પલટી ખાઈ ગઈ..દુર્ઘટના સમયે વાનમાં 11 લોકો હતા સવાર..9ના કમકમાટીભર્યા મોત, 2 ગંભીર રીતે ઈજાગ્રસ્ત..તમામને થાંડલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા..પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી.

  • 04 Jun 2025 03:33 PM (IST)

    મુંબઈ ભીષણ આગમાં બે બસ બળીને ખાખ

    મુંબઈના ઘણસોલી ડેપોમાં બે બસમાં ભીષણ આગ લાગતા બંને બસ બળીને ખાખ..ઈલેક્ટ્રીક બસમાં કામગીરી દરમિયાન લાગી હતી આગ..ડેપોના કર્મચારીઓએ ફાયર વિભાગને કરી જાણ..ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવી આગને કાબુમાં લીધી..સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહિ.

  • 04 Jun 2025 02:59 PM (IST)

    અમદાવાદ: દબાણો પર ફર્યું દાદાનું બુલડોઝર

    અમદાવાદ: કુબેરનગર પાસે સંતોષીનગરમાં ડિમોલિશનની કાર્યવાહી થઇ. 150થી વધુ ગેરકાયદે મકાનોને દૂર કરવા કવાયત હાથ ધરાઇ. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મનપાએ કાર્યવાહી કરી. 40 વર્ષથી ગેરકાયદે બાંધકામ ખડકી દેવાયા હતા. વર્ષોથી રહેતા લોકોને મકાન ફાળવવામાં આવશે. હજુ બે દિવસ ડિમોલિશનની કામગીરી સુધી ચાલી શકે છે.

  • 04 Jun 2025 02:44 PM (IST)

    મહેસાણા: શંકાસ્પદ ખાતર અને બિયારણનો જથ્થો સીઝ

    મહેસાણા: શંકાસ્પદ ખાતર અને બિયારણનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. 22 લાખનો શંકાસ્પદ જથ્થો  સીઝ કરાયો. મહેસાણા, કડી અને વિજાપુરમાં કૃષિ વિભાગે કાર્યવાહી કરી. 98 વેપારીઓની દુકાનમાં કૃષિ વિભાગે તપાસ કરી. 4 દુકાનો પર બિયારણ, ખાતરના વેચાણ પર પ્રતિબંધ મુકાયો. કડીમાં બે વિક્રેતાઓને નોટિસ ફટકારી. વિજાપુરમાં 1000 કિલો શંકાસ્પદ બિયારણ ઝડપાયું. મહેસાણામાંથી 11 કિલોથી વધુનું શંકાસ્પદ બિયારણ જપ્ત કરાયું. સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશે.

  • 04 Jun 2025 02:14 PM (IST)

    રાજકોટ:ધોરાજી સેશન કોર્ટે દુષ્કર્મના આરોપીને ફટકારી સજા

    રાજકોટ:ધોરાજી સેશન કોર્ટે દુષ્કર્મના આરોપીને સજા ફટકારી. આરોપીને 20 વર્ષની કોર્ટે સજા સંભળાવી. સગીરા સાથે અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. ચાર્જશીટ અને સગીરાની જુબાની બાદ કોર્ટે સજા સંભળાવી.

  • 04 Jun 2025 11:22 AM (IST)

     વલસાડ જિલ્લા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ

    વલસાડ જિલ્લા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ઉમરગામ અને મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ ખાબક્યો છે. વરસાદને કારણે રસ્તાઓ પાણી-પાણી થયા છે. કેરી અને લીલા શાકભાજીના ખેતીના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.

  • 04 Jun 2025 10:33 AM (IST)

    પૂર્વોત્તરના રાજ્યોમાં પૂર બાદ વણસી સ્થિતિ

    પૂર્વોત્તરના રાજ્યોમાં પૂર બાદ સ્થિતિ વણસી છે. વરસાદી કહેરમાં અત્યાર સુધીમાં 43ના મોત થયા છે. આસામ, મણિપુરમાં 7 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. 5 જૂન સુધી ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ભારે વરસાદનું અનુમાન છે. આસામના 11 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. ભારે પૂર અને ભૂસ્ખલનને પગલે હજારો મકાન ધરાશાયી થયા.

  • 04 Jun 2025 10:08 AM (IST)

    મધ્ય પ્રદેશ: ભયાવહ અકસ્માતમાં 9 લોકોના મોત

    મધ્ય પ્રદેશ: ભયાવહ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. ઝાબુઆના મેઘનગરમાં હચમચાવનારી દુર્ઘટના બની છે. સિમેન્ટથી લદાયેલ ટ્રક ઈકો વાન પર પલટી ખાઈ ગઈ હતી. દુર્ઘટના સમયે વાનમાં 11 લોકો સવાર હતા. ઘટનામાં 9ના કમકમાટીભર્યા મોત થયા છે, 2 ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને થાંડલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

  • 04 Jun 2025 09:57 AM (IST)

    અમદાવાદ: IPLની ફાઈનલ મેચમાં 200 દર્શકો ટિકિટ વગર ઝડપાયા

    અમદાવાદ: IPLની ફાઈનલ મેચમાં 200 દર્શકો ટિકિટ વગર ઝડપાયા. ટિકિટ વગર સ્ટેડિયમમાં મેચ જોવા ઘૂસેલા દર્શકો સામે કાર્યવાહી કરવામાં આવી. ભીડનો લાભ લઈ ટિકિટ વગર જ સ્ટેડિયમમાં લઈ પ્રવેશ લીધો હતો. ટિકિટ વગર ઝડપાયેલા લોકોને પોલીસે બહાર કર્યા.

  • 04 Jun 2025 09:45 AM (IST)

    સુરત: ઉધનામાં પરિણીતાનો પ્રેમી જ નીકળ્યો ચોર

    સુરત: ઉધનામાં વિધર્મી પ્રેમીએ પરિણીતાના ઘરમાં ચોરીને અંજામ આપ્યો. ઘરમાંથી રોકડા, સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી. બન્ને વચ્ચે અણબનાવ થતાં પ્રેમીએ ચોરી કરી હોવાનો ખુલાસો. તપાસમાં પરિણીતાના પ્રેમીએ જ ચોરી કરી હોવાનું બહાર આવ્યું. ગણતરીના કલાકોમાં જ પોલીસે વિધર્મી પ્રેમીની ધરપકડ કરી.

  • 04 Jun 2025 08:50 AM (IST)

    ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 400ને પાર

    ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 400ને પાર પહોંચી છે. રાજ્યમાં કોરોનાના કુલ 461 એક્ટિવ કેસ છે. એક જ અઠવાડિયામાં કોરોનાના કેસમાં 4 ટકા વધારો થયો છે. સૌથી વધુ એક્ટિવ કેસમાં ગુજરાત દેશમાં ત્રીજા સ્થાને છે.  છેલ્લા 24 કલાકમાં જ નોંધાયા 64 નવા કેસ છે. સૌથી વધુ 241 એક્ટિવ કેસ માત્ર અમદાવાદમાં જ નોંધાયા છે. અમદાવાદ સિવિલમાં 4 કોરોના દર્દી સારવાર હેઠળ છે. 20 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ, 441 દર્દી હોમ આઈસોલેશનમાં છે.

  • 04 Jun 2025 08:42 AM (IST)

    રાજ્યના અનેક વિસ્તારોમાં 9 જૂન સુધી વરસાદનું અનુમાન

    રાજ્યના અનેક વિસ્તારોમાં 9 જૂન સુધી વરસાદનું અનુમાન છે. હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે. દ. ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગરમાં હળવા વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં પણ વરસાદી ઝાપટાના એંધાણ છે.

  • 04 Jun 2025 07:33 AM (IST)

    મોરબી: ઘરમાં ધમધમતી બંદૂક બનાવવાનું કારખાનું ઝડપાયું

    મોરબી: ઘરમાં ધમધમતી બંદૂક બનાવવાનું કારખાનું ઝડપાયું. માળિયા મિંયાણાનાં ચીખલી ગામથી હથિયારનું કારખાનું પકડાયુ છે. 2 બંદૂક, ગન પાઉડર, લોખંડના છરા, ડ્રીલ મશીન સહીતનો મુદ્દામાલ કબજે કરાયો. એક શખ્સ ઝડપાયો, એક શખ્સ ફરાર છે. ઝડપાયેલ શખ્સની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.

Published On - Jun 04,2025 7:32 AM

Follow Us:
શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલાયા, નીચાણવાળા 17 ગામને કરાયા એલર્ટ
શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલાયા, નીચાણવાળા 17 ગામને કરાયા એલર્ટ
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના પગલે NDRFની  ટીમ સ્ટેન્ડ બાય રખાઈ
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના પગલે NDRFની  ટીમ સ્ટેન્ડ બાય રખાઈ
દક્ષિણ ગુજરાત પર લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાત પર લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી
પાલીતાણાની નદીઓમાં ઘોડાપૂર, રજાવળ નદીમાં કાર તણાઈ
પાલીતાણાની નદીઓમાં ઘોડાપૂર, રજાવળ નદીમાં કાર તણાઈ
ગુજરાતના 221 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ગઢડામાં 14 ઈંચ નોંધાયો
ગુજરાતના 221 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ગઢડામાં 14 ઈંચ નોંધાયો
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
ભાવનગરના બુઢાણાથી પાલિતાણાને જોડતો કોઝવે ધોવાયો-
ભાવનગરના બુઢાણાથી પાલિતાણાને જોડતો કોઝવે ધોવાયો-
અમરેલીમાં પૂર: 25 ઘેટાં તણાયા, ભારે વરસાદથી નદીઓ છલકાઈ
અમરેલીમાં પૂર: 25 ઘેટાં તણાયા, ભારે વરસાદથી નદીઓ છલકાઈ
g clip-path="url(#clip0_868_265)">