04 જુલાઇના મહત્વના સમાચાર : PM મોદીએ સાણંદમાં સેમિકોન ચીપના ઉત્પાદનનો કરાવ્યો પ્રારંભ, કહ્યું કે વર્ષે 20 કરોડ ચીપ નીકળશે, ભારતે જે નક્કી કર્યુ તે કરીને બતાવ્યું
આજે 04 જુલાઇને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે 04 જુલાઇને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
અમરેલીઃ જાફરાબાદ પંથકમાં વરસાદી મહેર
અમરેલીઃ જાફરાબાદ પંથકમાં વરસાદી મહેર જોવા મળી. જાફરાબાદ, પીપાવાવ સહિતના દરિયાકાંઠે વરસાદ વરસ્યો. જાફરાબાદ શહેર અને તાલુકામાં ભારે વરસાદ પડ્યો. કાગવદર, ભટવદર, સરોવડા અને મીઠાપુરમાં મેઘમહેર જોવા મળી. નાગેશ્રી, લોઠપૂર, કંથારીયા સહિતના ગામડામાં વરસાદ વરસ્યો.
-
અમદાવાદ: વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજીક તત્વોનો આતંક
અમદાવાદ: વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજીક તત્વોનો આતંક સામે આવ્યો. રાધે ચેમ્બર પાસે બે શખ્સોએ લોખંડની પાઈપ વડે માર માર્યો. યુવતી સાથે વાતચીત કરવા મામલે શખ્સોએ મારામારી કરી. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટ્યા. ઘટનામાં ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. રામોલ પોલીસે ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી.
-
-
અમરેલી: રાજુલાના ચૌત્રા ગામમાં મૂશળધાર વરસાદ
અમરેલી: રાજુલાના ચૌત્રા ગામમાં મૂશળધાર વરસાદ વરસ્યો. ગામમાં પાણી ભરાઈ જતા 2 બળદનું ગામલોકોએ રેસ્ક્યુ કર્યુ. ચાલુ વરસાદમાં બંને બળદનુું રેસ્ક્યુ કરવામાં આવ્યુ. રાજુલા,જાફરાબાદમાં તંત્ર નિષ્ક્રિય હોવાનો દાવો કરાયો છે.
-
ગીર-સોમનાથઃ ઉના પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો
ગીર-સોમનાથઃ ઉના પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગાંગડા, સનખડા સહિતના ગામોમાં ભારે વરસાદથી પાણીનો ભરાવો થય છે. નાના સમઢિયાળા ગામથી પસાર થતી માલણ નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ. આ તરફ નાના સમઢિયાળા ગામના રસ્તા પર પાણી ફરી વળ્યા છે.
-
રાજ્યના 124 તાલુકાઓમાં પડ્યો નોંધપાત્ર વરસાદ
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તોફાની વરસાદ યથાવત્ છે. રાજ્યના 124 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. સૌથી વધુ અમરેલીના રાજુલામાં 3.74 ઈંચ વરસાદ ખાબક્યો છે. નવસારીના ગણદેવી અને ચીખલીમાં સાડા ત્રણ ઈંચથી વધુ વરસાદ પડ્યો. ભાવનગરના મહુવા અને નવસારીના જલાલપોરમાં સવા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો. રાજ્યના 15 તાલુકાઓમાં પડ્યો 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો.
-
-
અમરેલીઃ રાજુલા શહેર અને ગ્રામ્યમાં ભારે વરસાદ
અમરેલી જિલ્લામાં સતત મેઘરાજા મહેરબાન થયા હોય તેમ આજે પણ રાજુલા પંથકમાં વરસાદે હેત વરસાવ્યું. વીજળીના કાડકા સાથે રાજુલા શહેર અને આસપાસના વિસ્તારમાં ફરી મેઘરાજાનું આગમન..માંડરડી,ઝાંપોદર,આગરીયા સહિતના ગામડામાં ધોધમાર વરસાદ વરસ્યો. તો બીજી તરફ રાજુલા શહેરમાં પણ ધોધમાર વરસાદથી શહેરના રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા. નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા.
-
નવસારી શહેરમાં ધોધમાર વરસાદથી ઠેર-ઠેર ભરાયા પાણી
નવસારી શહેરમાં ફરી ધોધમાર વરસાદ શરૂ થયો. જે બાદ અનેક માર્ગો પર પાણી ભરાયા છે. વરસાદને પગલે લુન્સીકુઇ વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે. ચાર પૂલ, શાંતાદેવી રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. સરબતીયા તળાવ નજીક ખાઉધરા ગલીમાં ઘૂંટણસમા પાણી ભરાયા. મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વેપારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે.
-
ભાવનગરઃ મહુવા તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો
ભાવનગરઃ મહુવા તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદ બાદ તલગાજરડા ગામમાં પાણી ફરી વળ્યા છે. મોરારી બાપુના નિવાસ ચિત્રકૂટ આસપાસ ઘૂંટણ સુધી પાણી ભરાયા છે. ઉપરવાસમાા ભારે વરસાદથી પાણી તલગાજરડામાં ઘુસ્યા છે. મહુવા-તલગાજરડા રોડ વરસાદથી પ્રભાવિત થયો છે. કોજળી, રૂપાવટી, કુંભણ તેમજ ઉમણીયાવદર ગામનું પાણી તલગાજરડાની રૂપાવો નદીમાં નિકાલ થતું હોય છે પરંતુ આ પાણી ગામની અંદર પ્રવેશતા હાલાકી સર્જાઈ છે. વરસાદનાં પાણી ભરાઈ જવાના કારણે મહુવાથી તલગાજરડા જવાના માર્ગ પર જવું અત્યંત મુશ્કેલ બન્યું છે.
-
સુરત જિલ્લાના ઓલપાડમાં ધોધમાર વરસાદ
સુરત જિલ્લાના ઓલપાડમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. માત્ર બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદને પગલે બજારો પાણી પાણી થયા છે. પોસ્ટ ઓફિસના ગ્રાઉન્ડ પર પાણી ભરાઈ ગયા. પોસ્ટ ઓફિસમાં આવવા જવાનો રસ્તો બંધ થયો. તડકેશ્વર નજીક મુખ્યમાર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યાં. સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળતા વાહન ચાલકો પરેશાન થયા છે.
-
ભારત જે વિચારી લે છે તે કરી બતાવે છે- PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાણંદ ખાતે સીજી સેમી આઉટસોર્સ્ડ સેમીકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) પ્લાન્ટના ઉદ્ઘાટન કાર્યક્રમને સંબોધતા જણાવ્યું કે, આજે આ કાર્યક્રમ એ વાતનો પુરાવો છે કે ભારત જે વિચારી લે છે તે કરીને બતાવે છે. પાંચ વર્ષ પહેલા ભારતે સંકલ્પ લીધો હતો કે દેશમાં સેમીકન્ડક્ટર હબ બનાવીશું. આપણે ‘ડિજિટલ ઈન્ડિયા’ અને ‘મેક ઈન ઈન્ડિયા’ના મંત્રને લઈને આગળ વધ્યા અને આજે દેશના ત્રીજા સેમીકન્ડક્ટર પ્લાન્ટમાં પણ ચિપ પેકેજિંગનું કોમર્શિયલ પ્રોડક્શન શરૂ થઈ ગયું છે
-
શિલાન્યાસથી પ્રોડક્શન સુધીની આ સફર ચોક્કસપણે અનેક સાથીઓના પરિશ્રમનું પરિણામ- PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાણંદમાં CG સેમી આઉટસોર્સ્ડ સેમીકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) પ્લાન્ટના ઉદ્ઘાટન કાર્યક્રમને સંબોધતા કહ્યું, વર્ષ 2024માં આ પ્લાન્ટનો શિલાન્યાસ કરવાની તક મને મળી હતી, 2025ના ઓગસ્ટ મહિનામાં અહીં ટેસ્ટિંગ ચિપ્સનું કામ શરૂ થયું અને આજે આ પ્લાન્ટનું ઉદ્ઘાટન થઈ ગયું છે. શિલાન્યાસથી પ્રોડક્શન સુધીની આ સફર ચોક્કસપણે અનેક સાથીઓના પરિશ્રમનું પરિણામ છે. હમણાં મંચ પર આવતા પહેલા મને આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા અનેક સાથીઓ સાથે વાતચીત કરવાની પણ તક મળી. એક રીતે જોતા લાગે છે કે આ પરિસરમાં એક ‘મિની ઇન્ડિયા’ વસે છે. દરેક ભાષાના, દરેક પહેરવેશના, દરેક ખાનપાનના લોકો અહીં છે. એટલે કે, મેં અહીં એક અલગ જ વાતાવરણનો અનુભવ કર્યો છે
-
સીજી સેમી આઉટસોર્સ્ડ સેમીકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) પ્લાન્ટનુ ઉદ્ઘાટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાણંદ ખાતે સીજી સેમી આઉટસોર્સ્ડ સેમીકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) પ્લાન્ટના ઉદ્ઘાટન કાર્યક્રમમાં જણાવ્યું કે, સીજી સેમીનો આ પ્લાન્ટ ભારત, જાપાન અને થાઈલેન્ડના આપણા ઈન્ડસ્ટ્રી પાર્ટનર્સના સંયુક્ત પ્રયાસોનું પ્રતીક છે. આ ફક્ત એક બિઝનેસ વેન્ચર નથી, પરંતુ ટેકનોલોજી, વિશ્વાસ અને ભાગીદારીનું એવું મોડેલ છે જે ભારતની સેમીકન્ડક્ટર જર્નીને નવી ગતિ આપે છે
-
સેમિકોન ચીપના ઉત્પાદન દ્વારા દર વર્ષે 20 કરોડ ચીપ નીકળશે- પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાણંદમાં CG સેમી આઉટસોર્સ્ડ સેમીકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) પ્લાન્ટના ઉદ્ઘાટન કાર્યક્રમને સંબોધતા કહ્યું, મને જણાવવામાં આવ્યું છે કે અત્યારે અહીંથી દર વર્ષે 20 કરોડ ચિપ્સનું ઉત્પાદન થશે. મને એ પણ જણાવવામાં આવ્યું છે કે તમે બધા અહીં જ અટકવાના નથી. તમે દર વર્ષે 500 કરોડ ચિપ્સનું લક્ષ્ય રાખ્યું છે, એટલે કે દરરોજ દોઢ કરોડથી વધુ! મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તમે તેને ખૂબ જ જલ્દી હાંસલ કરી લેશો. આ વિશ્વાસ એટલા માટે પણ છે કે ‘સેમીકોન ઇન્ડિયા’ પ્રોગ્રામ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. હું CG સેમીની આખી ટીમને, રાજ્ય સરકારને અને સમગ્ર દેશને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું
-
PM મોદીએ સેમિકન્ડક્ટર ફેસિલિટીનું કર્યુ ઉદ્ધાટન
વડાપ્રધાન મોદી આ સાણંદમાં દેશના ત્રીજા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્દઘાટન કર્યુ છે. PM મોદીએ સેમિકન્ડક્ટર ફેસિલિટીનું ઉદ્દઘાટન કર્યુ. CG સેમી કંપનીની OSAT સુવિધાનું પણ લોકાર્પણ કર્યુ. ભારતની પ્રથમ ‘એન્ડ ટુ એન્ડ’ OSAT સુવિધા ધરાવતા પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યુ. 7500 કરોડના રોકાણ સાથે CG સેમીનો આ પ્લાન્ટ વિકસાવ્યો છે. પ્લાન્ટની વાર્ષિક 5 અબજ સેમિકન્ડક્ટર ચિપ્સના ઉત્પાદનની ક્ષમતા છે.
-
તાપી: ધોધમાર વરસાદને પગલે અનેક રસ્તાઓ થયા બંધ
તાપી: ધોધમાર વરસાદને પગલે અનેક રસ્તાઓ બંદ થયા છે. વ્યારાથી નાની ચીખલી ગામેને જોડતો માર્ગ બંધ થયો છે. મીંઢોળા નદીમાં પાણીની આવક થતા માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. સાવચેતીના ભાગરૂપે રસ્તો તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે. અનેક માર્ગ બંધ થતા વાહનચાલકો અને સ્થાનિકોને હાલાકી સર્જાઈ છે.
-
જુનાગઢ: માંગરોળમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ
જુનાગઢ: માંગરોળમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સાગર સોસાયટીના ઘરોમાં 5 ફૂટ સુધી વરસાદી પાણી ભરાતા અવરજવર માટે હોડીનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે. વરસાદી પાણી મકાનમાં ભરાઈ રહેવાથી સ્થાનિકોને હાલાકી સર્જાઈ છે. ઘરોમાં પાણી ઘૂસતા સ્થાનિકોની ઘરવખરી અને અનાજ પલળ્યાં છે. ડેપ્યુટી કલેક્ટર અને ધારાસભ્યએ મુલાકાત લેવા છતા સમસ્યાનો નિકાલ ન આવ્યાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે.
તો બીજી તરફ અહીં ડેપ્યુટી કલેક્ટર પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીને પૂરતી ગણાવી રહ્યા છે.. તેમનો દાવો છે કે સમગ્ર સિઝનનો વરસાદ ગણતરીના કલાકોમાં પડી જતા માંગરોળની આવી સ્થિતિ થઈ છે. જો કે તેમણે થોડા જ કલાકોમાં સ્થિતિ પૂર્વવત થઈ જશે તેવો દાવો કર્યો છે.. તો અહીંના ધારાસભ્યએ પણ ભારે વરસાદનું કારણ આગળ ધરી પાલિકાનો બચાવ કર્યો છે.
-
મોરબી: ટેકાના ભાવે ખરીદેલી મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ
મોરબી: ટેકાના ભાવે ખરીદેલી મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ગુજરાત વેર હાઉસ કોર્પોરેશનના ગોડાઉનમાં પડેલી મગફળીમાં આગ લાગી છે. રફાળેશ્વર GIDCમાં આવેલા ગોડાઉનમાં મગફળી રાખવામાં આવી છે. ચાર મહિના પહેલા મગફળીની ખરીદી કરી ગોડાઉનમાં રાખવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા ‘મેજર કોલ’ જાહેર કરવામાં આવ્યો છે. મોરબી ફાયર વિભાગની 4 ટીમ દ્વારા આગ ઓલવવાની કામગીરી કરાઈ છે. રાજકોટથી 2 અને વાંકાનેરથી ફાયરની એક ટીમ બોલાવાઈ છે. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ ચાલુ છે.
-
તાપી: વ્યારામાં ભ્રષ્ટાચારના આક્ષેપ વચ્ચે કોમર્સ કોલેજને જોડતા ગરનાળાનો ભાગ ધરાશાયી
તાપીના વ્યારામાં બ્યુટિફિકેશનના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે વોર્ડ નંબર-4માં વ્યારા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજને જોડતા માર્ગ પર આવેલા ગરનાળાનો એક ભાગ ભારે વરસાદ બાદ બેસી જતા કામની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા. સ્થાનિકોનો આરોપ છે કે અમે વારંવાર રસ્તાની કામગીરીની ગુણવત્તા અંગે રજૂઆત કરી હતી પરંતુ યોગ્ય પગલા ન લેવાતા આજે રસ્તો બેસી ગયો. વિપક્ષનો આક્ષેપ છે કે કામગીરીમાં થયેલી ગેરરીતિ વરસાદમાં સામે આવી છે.
-
છોટાઉદેપુર: બોડેલી નજીકથી પસાર થતો બ્રિજ થયો જર્જરીત
છોટાઉદેપુર: બોડેલી નજીકથી પસાર થતો બ્રિજ જર્જરીત થયો. મૂશળધાર વરસાદમાં બ્રિજ પર મસમોટું ગાબડું પડ્યું. ઓરસંગ નદી ઉપર આવેલા બ્રિજ પર ગાબડું પડતા લોકો પરેશાન થયા. નેશનલ હાઈવે નં 56 માં આવતો આ બ્રિજ જર્જરીત થતાં વાહન વ્યવહાર બંધ થયો. અચાનક વાહન વ્યવહાર બંધ થતા વાહન ચાલકો અને રાહદારીઓ અટવાયા. બોડેલી નજીકના 100થી વધુ ગામોનો વાહન વ્યવહાર અટક્યો. વહેલી તકે બ્રિજનું સમારકામ કરાય તેવી સ્થાનિકોની માગ છે. મહત્વનું છે કે હાલ લોકો આ બ્રિજ પરથી પગપાળા પસાર થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ, સ્થાનિકો તમામ લોકોને આ બ્રિજ એક માત્ર રસ્તો હોવાના લીધે તેઓની મુશ્કેલી વધી છે..લોકોનું કહેવું છે કે આ બ્રિજ વર્ષો પહેલા જ જર્જરીત થઇ ગયો છે. પરંતું અનેક રજૂઆતો છતાં તેનું નવિનીકરણ નથી કરાઈ રહ્યું. ત્યારે ક્યારે આ બ્રિજનું સમારકામ થશે અથવા તો નવિનીકરણ થશે તેને લઈને પણ સવાલ ઉઠ્યા છે.
-
વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે
વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓ આજે સાણંદમાં સેમિકન્ડક્ટર ફેસિલિટીનુ ઉદ્દઘાટન કરશે. સાણંદમાં CG સેમિ કંપનીની OSAT સુવિધાનું લોકાર્પણ કરશે. ભારતની પ્રથમ એન્ડ ટુ એન્ડ OSAT સુવિધા ધરાવતા પ્લાન્ટનું ઉદ્દઘાટન કરવામાં આવશે. રૂ.7500 કરોડના રોકાણ સાથે CG સેમીનો આ પ્લાન્ટ વિકસાવ્યો છે. પ્લાન્ટની વાર્ષિક 5 અબજ સેમિકન્ડક્ટર ચિપ્સના ઉત્પાદનની ક્ષમતા છે.
-
રાજુલા પંથકમાં વરસાદે હેત વરસાવ્યું
અમરેલી જિલ્લામાં સતત મેઘરાજા મહેરબાન થયા હોય તેમ આજે પણ રાજુલા પંથકમાં વરસાદે હેત વરસાવ્યું. વીજળીના કાડકા સાથે રાજુલા શહેર અને આસપાસના વિસ્તારમાં ફરી મેઘરાજાનું આગમન થયુ, માંડરડી,ઝાંપોદર,આગરીયા સહિતના ગામડામાં ધોધમાર વરસાદ વરસ્યો. તો બીજી તરફ રાજુલા શહેરમાં પણ ધોધમાર વરસાદથી શહેરના રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા. નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા.
-
ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદે ખોલી પાલિકાની કામગીરીની પોલ
ભાવનગરના મહુવા શહેરમાં ખાબકેલા વરસાદે નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખોલી. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. હોસ્પિટલ રોડ, ખાર ઝાપા, જુના કુંભારવાડા, શાક માર્કેટ, ગાંધી બાગ સહિતના મુખ્ય માર્ગો અને અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા. કલાકો સુધી પાણીનો નિકાલ ન થતાં જનજીવન પ્રભાવિત વર્ષોથી ચાલતી પાણી ભરાવાની સમસ્યાનો આજદિન સુધી કાયમી ઉકેલ ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો સવાલ છે કે જો સમયસર અને અસરકારક પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવી હોત, તો આજે આવી સ્થિતિ સર્જાઈ ન હોત. વરસાદી પાણીના કારણે જનતાની મુશ્કેલીઓ વધી રહી છે ત્યારે હવે મહુવા નગરપાલિકા તંત્ર ક્યારે જાગશે તે જોવું રહ્યું.
-
અરવલ્લીઃ વાત્રક પુલ પર ભારે વાહનો માટે નો એન્ટ્રી
અરવલ્લીઃ વાત્રક પુલ પર ભારે વાહનો માટે નો એન્ટ્રી જાહેર કરાઈ છે. બાયડ-દહેગામ સ્ટેટ હાઈવેના વાત્રક પુલ પર ભારે વાહન પર પ્રતિબંધ ફરમાવાયો છે. કલેક્ટરે જાહેરનામું બહાર પાડી ભારે વાહન પસાર કરવા પર પ્રતિબંધ મુક્યો છે. ભારે વાહનો તેનપુર ચોકડીથી વાયા રોઝડ, ધનસુરા થઈ બાયડ તરફ જશે. નાના અને હળવા વાહનો મર્યાદિત ગતિએ પુલ પરથી પસાર થઈ શકશે. પુલની મજબૂતાઈ નબળી હોવાનું રિપોર્ટમાં સામે આવતા જાહેરનામું બહાર પાડ્યું છે.
-
જામનગર: જોડિયામાં 1 કરોડથી વધુના મુદ્દામાલ સાથે ખનિજ ચોરી ઝડપાઈ
જામનગરના જોડિયા વિસ્તારમાં ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગની ટીમે ગેરકાયદે ખનીજ પરિવહન સામે કાર્યવાહી કરતાં રૂ. 1 કરોડથી વધુના મુદ્દામાલ સાથે 8 વાહનો ઝડપી પાડ્યા હતા. જો કે ખનીજ માફિયાઓને કાયદાનો કે તંત્રના અધિકારીઓનો કોઈ ડર જ ન હોય તેવી રીતે કાર્યવાહી દરમિયાન વાહન માલિકે સરકારી અધિકારીઓ સાથે ગેરવર્તન કરી ઉગ્ર બોલાચાલી અને મારામારી કરી હોવાનો વીડિયો વાયરલ થયો છે. સમગ્ર ઘટના બાદ ખનીજ વિભાગની ટીમે જોડિયા પોલીસ સ્ટેશનમાં સરકારી ફરજમાં અવરોધ ઊભો કરનાર આરોપી શખ્સ એઝાઝ સામે પોલીસ ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
-
સુરત: મહિધરપુરા વિસ્તારમાં દવાની દુકાનમાં થઇ ચોરી
સુરત: મહિધરપુરા વિસ્તારમાં દવાની દુકાનમાં ચોરી થઈ. રામપુરા પોલીસ લાઈન પાસે દુકાનમાં તસ્કરે હાથ ફેરો કર્યો. તસ્કરે દુકાનમાં પ્રવેશી ટી-શર્ટ કાઢીને ચોરી કરી. તસ્કરે ડ્રોવરમાંથી 30 હજાર રોકડની ચોરી કરી. ખુરશી પર બેસીને બિનદાસ ચોરી કરતો શખ્સ સીસીટીવીમાં કેદ થયો છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
-
જાફરાબાદ બંદરે દરિયો તોફાની બન્યો, 10 ફૂટ સુધીના મોજાં ઉછળ્યા
અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે. ભારે પવન અને ખરાબ હવામાનના કારણે દરિયાએ તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે. દરિયામાં આશરે 10 ફૂટ સુધીના મોજાં ઉછળી રહ્યા છે અને ભારે કરંટ સાથે પવન ફૂંકાઈ રહ્યો છે. દરિયાકાંઠાના કોસ્ટલ બેલ્ટમાં જોખમી સ્થિતિ સર્જાતા માછીમારોને દરિયો ન ખેડવા તેમજ લોકોને દરિયાકિનારાથી દૂર રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
-
રાજકોટ રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચડવા જતા પેસેન્જર પટકાયો
રાજકોટ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં દોડીને ચડવાનો પ્રયાસ કરનાર એક મુસાફરનો પગ લપસતાં તે પટકાયો હતો. જોકે, નજીકમાં તૈનાત GRPના જવાન અને સર્વેલન્સ સ્ક્વૉડના હેડ કોન્સ્ટેબલે તાત્કાલિક સતર્કતા દાખવી મુસાફરને ટ્રેન નીચે પટકાતો બચાવી લીધો હતો. ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ GRPની કામગીરીની પ્રશંસા થઈ રહી છે, જ્યારે મુસાફરના પરિવારજનોએ રાજકોટ રેલવે પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે.
-
ઉપલેટામાં ડાયવર્ઝન ધોવાતા બીજા દિવસે પણ રસ્તો બંધ
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ભારે વરસાદને કારણે ડાયવર્ઝન ધોવાઈ જતાં બીજા દિવસે પણ રસ્તો વાહનવ્યવહાર માટે બંધ રહ્યો છે. સમઢીયાળાથી ભીમોરા સુધી 19 કરોડના ખર્ચે 17 કિલોમીટર લાંબા રોડનું કામ ચાલી રહ્યું હોવાથી રસ્તો અગાઉથી જ ખોદી નાખવામાં આવ્યો હતો. હવે ડાયવર્ઝન ધોવાઈ જતાં ભીમોરા અને લાઠ ગામનો સંપર્ક તૂટી ગયો છે, જેના કારણે સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ ઇમરજન્સી સેવાના વાહનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક સરપંચે તંત્ર દ્વારા સમયસર અને યોગ્ય કામગીરી ન કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે.
-
મહેસાણાઃ ચાલુ વરસાદમાં ડામરનો રોડ બનાવવાનો વીડિયો
મહેસાણા શહેરના પાંચોટ બાયપાસ ખાતે ડી માર્ટ સર્કલ નજીકના બ્રિજ પર ચાલુ વરસાદ દરમિયાન ગરમ ડામર પાથરી રોડ બનાવવાની કામગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વરસાદ વચ્ચે રોડનું કામ થતાં તેની ગુણવત્તા અને ટકાઉપણાને લઈને લોકોમાં ગંભીર સવાલો ઉઠ્યા છે. વીડિયો વાયરલ થતાં સમગ્ર મામલે જવાબદાર તંત્રની કામગીરી સામે પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે.
-
સુરત: મેઘતાંડવથી ડિઝાસ્ટર વિભાગ એલર્ટ
સુરત જિલ્લામાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને પગલે ડિઝાસ્ટર વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. 3થી 5 જુલાઈ દરમિયાન જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 6 અને 7 જુલાઈએ સુરત સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ રહેશે. સતત વરસાદ અને ઝાપટાંના કારણે જિલ્લામાં અંદાજે 20 જેટલા કાચા રસ્તાઓ બંધ થઈ ગયા છે. ધોધમાર વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને વિવિધ વિભાગોના કર્મચારીઓને ખડેપગે રાખવામાં આવ્યા છે અને તંત્ર દ્વારા લોકોને ભારે વરસાદ દરમિયાન ખાસ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
-
વર્ષ 2027માં મળશે બુલેટ ટ્રેનની ભેટ, રેલવે પ્રધાનનું મોટું નિવેદન
અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રેલવે પ્રધાનઅશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે વર્ષ 2027માં બુલેટ ટ્રેનના પ્રથમ સેક્શનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં સુરતથી બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેન દોડશે, જ્યારે બીજા તબક્કામાં વાપીથી સુરત અને વાપીથી અમદાવાદ સુધી સેવા શરૂ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે.
-
ઉપલેટામાં ધોધમાર વરસાદથી ભાદર નદીમાં નવા નીર
રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં ધોધમાર વરસાદને પગલે લાઠ ગામ પાસેથી પસાર થતી ભાદર નદી બે કાંઠે વહેતી થઈ છે. નદીમાં પુષ્કળ પાણીની આવક થતાં લાઠ ગામ નજીક ભાદર નદી પર બનાવવામાં આવેલ ચેકડેમ ઓવરફ્લો થયો છે. ચેકડેમ છલકાતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે નદીકાંઠાના વિસ્તારોમાં તંત્રે સાવચેતી રાખવા અપીલ કરી છે.
-
મહેસાણા જિલ્લામાં તમામ તાલુકામાં વરસાદ
મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જિલ્લાના તમામ 10 તાલુકામાં મેઘમહેર વરસી હતી. કડી અને જોટાણામાં 4 ઈંચથી વધુ, સતલાસણા અને ઊંઝામાં 2-2 ઈંચ તેમજ બેચરાજી, ખેરાલુ અને વિજાપુરમાં દોઢ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ 1 ઈંચ સુધી વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
-
જેતપર ખેડૂત આંદોલન મામલે નવા આક્ષેપો, વિવાદ વધુ ગરમાયો
મોરબીના જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે હકાભા ગઢવીએ નિલેશ એરવાડીયા સામે ગંભીર આક્ષેપો કરતાં મામલો વધુ ગરમાયો છે. હકાભાના દાવા મુજબ નિલેશ એરવાડીયા ખેડૂતો સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે અને સરકાર સાથે ચર્ચા કરવા પણ વિરોધ કર્યો હતો. હકાભાએ વધુમાં આરોપ લગાવ્યો કે નિલેશ એરવાડીયાએ સમાધાનના નામે 25 કરોડ રૂપિયાની માંગણી કરી હતી, જેમાં એડવાન્સ તરીકે 2 કરોડ રૂપિયા માંગ્યા હતા અને તેમને 1 કરોડ રૂપિયાની લાલચ પણ આપી હતી. સાથે જ આંદોલન સ્થળે ન જવા માટે પણ દબાણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે, આ તમામ આક્ષેપો હકાભા ગઢવીના દાવા છે અને તેની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.
-
નવસારીમાં નદીઓના જળસ્તરમાં ઘટાડો, પૂરના સંકટમાંથી આંશિક રાહત
નવસારી જિલ્લામાં ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતાં પૂર્ણા અને અંબિકા નદીના જળસ્તરમાં આંશિક ઘટાડો નોંધાયો છે, જેના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 23 ફૂટની ભયજનક સપાટી સામે પૂર્ણા નદીનું જળસ્તર ઘટીને 21 ફૂટે પહોંચતાં ભેંસતખાડા સહિતના વિસ્તારોમાંથી વરસાદી પાણી ઓસરવાની શરૂઆત થઈ છે. ગત રોજ વધેલા જળસ્તરને પગલે શહેરના 10 વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. બીજી તરફ, બિલિમોરામાં અંબિકા નદીનું જળસ્તર પણ ઘટતાં પૂરનું સંકટ હળવું બન્યું છે. અગાઉ 28 ફૂટની ભયજનક સપાટી સામે નદીનું જળસ્તર 32 ફૂટ સુધી પહોંચ્યું હતું.
-
જામનગર: ખેતીવાડી વિસ્તાર પાસે યુવકની હત્યા થતાં ચકચાર
જામનગરમાં ખેતીવાડી વિસ્તાર નજીક એક યુવક પર અજાણ્યા કારણોસર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને હત્યાના ગુનાનો દાખલ કરી હુમલાખોરોને ઝડપી પાડવા માટે તપાસ અને શોધખોળ શરૂ કરી છે.
-
જૂનાગઢઃ માંગરોળમાં આભ ફાટતાં જનજીવન ખોરવાયું
જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં ગત રોજ પડેલા 22 ઈંચથી વધુ ધોધમાર વરસાદે જનજીવનને ગંભીર અસર પહોંચાડી છે. ભારે વરસાદના કારણે હુસેનાબાદ નજીક નેશનલ હાઈવેનો આશરે 40 ફૂટ જેટલો ભાગ ધોવાઈ જતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. વરસાદ બાદ અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે માર્ગ વ્યવહાર ખોરવાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
-
પાટણઃ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ
-
ગુજરાતને મળશે હાઈ-ટેક ભેટ, PM મોદીના હસ્તે સેમિકન્ડક્ટર પ્લાન્ટનું લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાત દરમિયાન સાણંદ ખાતે CG સેમિ કંપનીની અત્યાધુનિક OSAT (Outsourced Semiconductor Assembly and Test) સુવિધાનું લોકાર્પણ કરશે. રૂ. 7,500 કરોડના રોકાણથી તૈયાર થયેલો આ પ્લાન્ટ ભારતની પ્રથમ ‘એન્ડ ટુ એન્ડ’ OSAT સુવિધા ધરાવતો સેમિકન્ડક્ટર પ્લાન્ટ છે, જેની વાર્ષિક 5 અબજ સેમિકન્ડક્ટર ચિપ્સના ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે. આ પ્રોજેક્ટથી ગુજરાત દેશના સેમિકન્ડક્ટર હબ તરીકે વધુ મજબૂત બનશે તેમજ રોજગાર અને હાઈ-ટેક ઉત્પાદન ક્ષેત્રને નવી દિશા મળશે.
Published On - Jul 04,2026 7:42 AM
