AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ગૌરવ ખન્ના કરતાં મારો કૂતરો આવ્યો હોત તો સારું હોત!’ પતિની એન્ટ્રીથી નાખુશ આકાંક્ષા આ શું બોલી ગઈ

આકાંક્ષા ચમોલા, શિલ્પા શિંદે અને શ્રેયા કાલરા આ બાબતે ચર્ચા કરતા જોવા મળ્યા. વાતચીત દરમિયાન, આકાંક્ષાએ કહ્યું કે જો ગૌરવ ખન્નાને બદલે તેના માતાપિતા આવ્યા હોત તો સારુ હોત અથવા તો કઈ નઈને તેનો પાલતુ કૂતરો પણ આવ્યો હોત તો તે વધુ ખુશ હોત.

'ગૌરવ ખન્ના કરતાં મારો કૂતરો આવ્યો હોત તો સારું હોત!' પતિની એન્ટ્રીથી નાખુશ આકાંક્ષા આ શું બોલી ગઈ
akansha chamola
| Updated on: Jul 24, 2026 | 1:01 PM
Share

અભિનેત્રી આકાંક્ષા ચમોલા ‘લોક અપ 2: સચ યા સઝા’ માં હેડલાઇન્સમાં છે. શોના તાજેતરના એપિસોડમાં, આકાંક્ષાએ તેના પતિ ગૌરવ ખન્ના વિશે એક આશ્ચર્યજનક નિવેદન આપ્યું. તે શોમાં ગૌરવની અચાનક એન્ટ્રીથી ખુશ દેખાઈ ન હતી. તે બાદ તેણે હવે તેને સ્ટ્રેન્જર એટલે કે “અજાણી વ્યક્તિ” ગણાવીને, તેના પર ટિપ્પણી કરતા કહ્યું કે કે તેના આગમનથી તેને કોઈ ખાસ ખુશી મળી નથી.

ગૌરવ કરતા મારો કૂતરો આવ્યો હોત તો હું ખુશ હોત !

‘લોક અપ 2’ માં તેના પતિ ગૌરવની એન્ટ્રીથી આકાંક્ષા નાખુશ હતી. તાજેતરના એક એપિસોડમાં, ધીરજ ધૂપરની પત્ની, વિન્ની અરોરા, મહેમાન તરીકે આવી હતી. ત્યારબાદ, આકાંક્ષા ચમોલા, શિલ્પા શિંદે અને શ્રેયા કાલરા આ બાબતે ચર્ચા કરતા જોવા મળ્યા. વાતચીત દરમિયાન, આકાંક્ષાએ કહ્યું કે જો ગૌરવ ખન્નાને બદલે તેના માતાપિતા આવ્યા હોત તો સારુ હોત અથવા તો કઈ નઈને તેનો પાલતુ કૂતરો પણ આવ્યો હોત તો તે વધુ ખુશ હોત.

આકાંક્ષા ચમોલાએ કેમ પતિ ગૌરવ વિશે આમ કહ્યું?

વાતચીતની શરુઆત શ્રેયા કાલરાથી થઈ હતી શ્રેયાએ આકાંક્ષાને કહ્યું, “તમારા આવી ગયા, અને બીજાના પણ આવી ગયા. હું ઇચ્છું છું કે મારો બોયફ્રેન્ડ પણ થોડા સમય માટે આવે.” આકાંક્ષાએ મજાકમાં જવાબ આપ્યો, “મારો તો ‘ભૂતપૂર્વ'(Ex) આવ્યો હતો. વરુણ (લૈલા) પણ હસતો હતો; તેણે કહ્યું, ‘તમારો પરિવાર ક્યાં આવ્યો? એક અજાણી વ્યક્તિ તમને મળવા આવી.'” આ સાંભળીને શ્રેયા કાલરા, શિલ્પા શિંદે અને આકાંક્ષા પોતે જોરથી હસવા લાગ્યા.

આકાંક્ષાએ ઉમેર્યું, “ગૌરવની જગ્યાએ મારા પરિવારમાંથી કોઈ આવ્યું હોત તો સારું થાત.” જ્યારે શ્રેયાએ કારણ પૂછ્યું, ત્યારે તેણે કહ્યું, “મને તે સમયે મારા પોતાના કોઈની જરૂર હતી. હું તેમના માટે નહીં, પરંતુ મારા પોતાના મનની શાંતિ અને આરામ માટે નજીકના વ્યક્તિને મળવા માંગતી હતી.”

આકાંક્ષાની વાત પરથી ફેન્સ નારાઝ

આકાંક્ષાએ આગળ કહ્યું, “જો મારા મમ્મી, પપ્પા, અથવા તો મારો કૂતરો પણ મને મળવા આવ્યો હોત, તો હું વધુ ખુશ થાત.” આ સાંભળીને શ્રેયા કાલરા અને શિલ્પા શિંદે પોતાનું હાસ્ય કાબૂમાં રાખી શક્યા નહીં અને હસી પડ્યા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આકાંક્ષાના નિવેદનથી લોકો ગુસ્સે છે. ઘણા લોકો તેના પર પ્રહાર કરી રહ્યા છે; કેટલાક દાવો કરે છે કે તે ફક્ત હેડલાઇન્સ મેળવવા માટે આવું કરી રહી છે, જ્યારે કેટલાક કહે છે કે તેને પોતાને શરમ આવવી જોઈએ.

નોંધનીય છે કે આકાંક્ષા ચમોલા અને ગૌરવ ખન્નાએ 2016 માં કાનપુરમાં એક ભવ્ય લગ્ન કર્યા હતા. લગભગ એક 10 વર્ષ સુધી સાથે રહ્યા પછી, આ દંપતીએ અલગ થવાનો નિર્ણય લીધો.

Breaking News : અભિનેત્રીએ અભિનેતા પર મોટો આરોપ લગાવ્યો, કહ્યું મને Kiss કરી, પછી જોરથી થપ્પડ મારી, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
g clip-path="url(#clip0_868_265)">