04 જાન્યુઆરીના મહત્વના સમાચાર :ગાંધીનગરમાં ટાઇફોઇડને નાથવા તંત્ર ઊંધા માથે, પાણીપુરી અને ઠંડા પીણાની 100થી વધુ લારીઓ બંધ, હજુ પણ અનેક સ્થળોએ પાણી લીકેજ
Gujarat Live Updates આજ 04 જાન્યુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 04 જાન્યુઆરીને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
સુરેન્દ્રનગરઃ સાયલા પોલીસે બ્લેક ટેપની ખાણ પર પાડ્યા દરોડા
સુરેન્દ્રનગરઃ સાયલા પોલીસે બ્લેક ટેપની ખાણ પર દરોડા પાડ્યા છે. મદારગઢમાંથી ગેરકાયદે બ્લેક ટેપનું ખનન ઝડપાયું છે. દરોડા દરમિયાન ઝડપાયેલા વાહનોના ડ્રાઈવરોની પૂછપરછ હાથ ધરાઈ હતી. ગેરકાયદે ખનન કોના ઈશારે અને કેટલા સમયથી ચાલતું હતું તે જાણવા તપાસ શરૂ કરાઈ છે. સાઈટ પરથી 13થી વધુ ડમ્પર, 3 મશીન સહિત અંદાજે 3 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે કરોડોનો મુદ્દામાલ સીઝ કરી વધુ કાર્યવાહી ખાણ-ખનીજ વિભાગને સોંપી છે.
-
અમદાવાદ: ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસે ઘડ્યો એક્શન પ્લાન
અમદાવાદ: ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસે એક્શન પ્લાન ઘડ્યો છે. શહેરમાં વધુ ટ્રાફિક થતા પોઈન્ટનું એનાલિસિસ કરવામાં આવશે. ટ્રાફિક પોલીસ દ્વારા પીરાણા ચાર રસ્તાને સિગ્નલ ફ્રી કરાયું છે. ચાર રસ્તા બંધ કરી રોડની બંને બાજુ ડાઈવર્ઝન મૂકવામાં આવ્યા છે. જ્યાં પણ ટ્રાફિક સમસ્યા છે તેવા દરેક પોઈન્ટ પર ફેરફાર કરાશે અમદાવાદ મનપાને સાથે રાખીને ટ્રાફિક પોલીસ કામગીરી કરશે. શહેરીજનોને ટ્રાફિક સમસ્યામાંથી છૂટકારો મળે તે દિશામાં કામગીરી કરાશે.
-
-
મહેસાણા: શિક્ષક દંપતીની બદલીનો વિવાદ વધુ વકર્યો
મહેસાણા: શિક્ષક દંપતીની બદલીનો વિવાદ વધુ વકર્યો છે. શિક્ષક સંઘના પ્રમુખ બાદ પત્નીને પણ બદલીનો લાભ અપાતા આક્ષેપ થયા છે. પતિ-પત્ની બંનેને લાભ મળતા સિનિયર શિક્ષિકાને અન્યાયની રાવ કરાઈ છે. તાલુકા કક્ષાએ નામંજૂર દરખાસ્ત જિલ્લા કક્ષાએ મંજૂર કર્યાનો આક્ષેપ કર્યો છે. નિયમ વિરુદ્ધ બદલી થતા અન્યાય થયાનો શિક્ષિકાએ આક્ષેપ કર્યો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ નિયમ મુજબ કામગીરી ગણાવી છે. અન્યાય સામે રાજ્ય ફરિયાદ નિવારણ સમિતિમાં જવા DPEOએ સૂચના આપી છે.
-
અમદાવાદથી બાઈક ચોરી કરી રાજસ્થાનમાં વેચી મારતી ચોર ટોળકી ઝડપાઈ
અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી બાઇક ચોરી કરીને રાજસ્થાનમાં બાઇક વેચી નાંખનારી ટોળકી અરવલ્લી જિલ્લામાંથી ઝડપાઈ છે. મોડાસાના ગાજણ ગામ નજીક LCBની ટીમે વાહન ચેકિંગ વખતે કેટલાક શંકાસ્પદ બાઇકચાલકોની પૂછપરછ કરી હતી. બાઇકચાલકો પાસેથી વાહનના દસ્તાવેજ ન મળતા પોલીસની શંકા વધુ પ્રબળ બની હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું કે..ચારેય આરોપી પાસે રહેલી બાઇક ચોરીની છે. જે અમદાવાદના જુદા-જુદા વિસ્તારમાંથી ચોરી કરવામાં આવી હતી. આરોપીઓ અગાઉ પણ 4 બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે 8 બાઇક સાથે 4 આરોપીની ધરપકડ કરી છે
-
અરવલ્લીઃ ભિલોડાના ધોલવાણી પાસે અકસ્માતમાં બે યુવકોના મોત
અરવલ્લીઃ ભિલોડાના ધોલવાણી પાસે અકસ્માતમાં બે યુવકોના મોત થયા છે. કાર અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારચાલકે બુલેટ સવાર ત્રણ યુવકોને ટક્કર મારતા બે યુવકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. એક યુવક ગંભીર રીતે ઘવાયો છે. જેને હિંમતનગર સિવિલ હોસ્પિટલે ખસેડાયો છે. અકસ્માત બાદ ભીલોડા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
-
-
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસમાં સતત વધારો, 17 નવા કેસ નોંધાયા
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસ સતત વધી રહ્યા છે. એક દિવસમાં વધુ 17 નવા કેસ નોંધાયા છે. ટાઈફોઈડના કેસ વધતા ગાંધીનગરના સાંસદ અને દેશના ગૃહમંત્રી અમિત શાહે પણ ત્વરીત કામગીરીના આદેશ આપ્યા છે. શાહની સૂચના બાદ CMOમાં બેઠક યોજવામાં આવી હતી. આરોગ્ય સચિવ, કલેક્ટર, કમિશનર, પાણી પૂરવઠા સેક્રેટરીને સૂચના આપવામં આવી છે. લીકેજને તાત્કાલિક ધોરણે સમારકામ કરવા સૂચના આપવામાં આવી છે. સેક્ટર 24, સેક્ટર 28 અને આદિવાડામાં ટાઈફોઈડના કેસ સામે આવ્યા હતા. જે બાદ તપાસની સૂચના આપવામાં આવતા અસરગ્રસ્ત વિસ્તારમાં 5 ટીમના 20 એન્જીનિયરો કામે લાગ્યા અને એકજ દિવસમાં 132 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા. જે પૈકી આદિવાડામાં પાણીના 28 સેમ્પલ ફેલ થયા. અસરગ્રસ્ત વિસ્તારમાં 10 માણસો લીકેજ શોધવાની કામગીરીમાં લાગ્યા અને 3 દિવસમાં કુલ 41 લિકેજને રિપેર કરવામાં આવ્યા.
-
ચાંચ બંદરને વિક્ટર પોર્ટ સાથે જોડતા બ્રિજનું ખાતમુહૂર્ત
અમરેલી જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા રાજુલા તાલુકામાં વર્ષો જૂની પુલની માગણી પૂર્ણ થઈ છે.ચાંચબંદરને વિકટર પોર્ટ સાથે જોડતા બ્રિજનું પ્રધાન કુંવરજી બાવળિયાના હસ્તે ખાતમુહૂર્ત થયું છે. 80 કરોડ કરતા વધુ રકમના ખર્ચે તૈયાર થઈ રહેલા આ બ્રિજથી ચાંચબંદર અને ખેરા સહિતની ગામડાઓની વર્ષો જૂની સમસ્યા ઉકેલાશે. ચાંચબંદર ગામ મોટા ભાગે શ્રમિક પરિવારો રહે છે. અહીં સૌથી મોટી સમસ્યા રસ્તાની હતી. પુલ ન હોવાથી લોકોને દરિયાઈ માર્ગે બોટમાં જવું પડતી. ગ્રામજનોને રાજુલા જવા માટે પણ 40 કિમીનું અંતર કાપવું પડતું હતું પરંતુ હવે પુલના નિર્માણથી દૈનિક અવર-જવર કરતા શ્રમિક પરિવારોને ફાયદો થશે
-
વડોદરાઃ એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ
વડોદરાઃ એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ થઈ. બે જૂથ તલવાર સહિતના હથિયારો સાથે સામસામે આવ્યા હતા. શહેરના લાલબાગ બ્રિજ નજીક આ ઘટના ઘટી. બે જૂથ વચ્ચે પથ્થરમારો પણ થયો. જૂથ અથડાણમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ દાખલ કરાયા.
-
સુરેન્દ્રનગરઃ સાયલા પોલીસે બ્લેક ટેપની ખાણ પર પાડ્યા દરોડા
સુરેન્દ્રનગરઃ સાયલા પોલીસે બ્લેક ટેપની ખાણ પર દરોડા પાડ્યા છે. મદારગઢમાંથી ગેરકાયદે બ્લેક ટેપનું ખનન ઝડપાયું છે. દરોડા દરમિયાન ઝડપાયેલા વાહનોના ડ્રાઈવરોની પૂછપરછ કરવામાં આવી. ગેરકાયદે ખનન કોના ઈશારે અને કેટલા સમયથી ચાલતું હતું તે જાણવા તપાસ શરૂ કરાઈ છે. સાઈટ પરથી 13થી વધુ ડમ્પર, 3 મશીન સહિત અંદાજે 3 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે કરોડોનો મુદ્દામાલ સીઝ કરી વધુ કાર્યવાહી ખાણ-ખનીજ વિભાગને સોંપી
ઉલ્લેખનીય છે કે સાયલા પંથકમાં લાંબા સમયથી ખનીજ ચોરીનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે. નવાઈની વાત એ છે કે દર વખતે પોલીસ અથવા અન્ય વિભાગો દ્વારા જ ચોરી પકડવામાં આવે છે.. ત્યારે સવાલ એ થાય કે ગેરકાયદે ખનન રોકવા માટે મુખ્ય જવાબદાર ગણાતા ખાણ-ખનીજ વિભાગને આ ગેરકાયદે પ્રવૃત્તિ કેમ દેખાતી નથી? કે પછી જાણ હોવા છતા અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે?
-
રાજકોટ: રીઢા ગુનેગારો પર પોલીસે કસ્યો કાયદાનો ગાળિયો
રાજકોટ: રીઢા ગુનેગારો પર પોલીસે કાયદાનો ગાળિયો કસ્યો છે. વધુ એક ગેંગ સામે પોલીસ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બાટલી ગેંગના 14 સાગરીતો સામે ગુજસીટોક દાખલ કરાઈ છે. બાટલી ગેંગ સામે 10 વર્ષમાં 57 જેટલા ગંભીર ગુના નોંધાયા છે. સાવંત ઉર્ફે લાલી સહિત 11 આરોપીઓ હાલ પોલીસ સકંજામાં આવી છે. ફરાર ત્રણ આરોપીઓને પણ પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, સાવંત ઉર્ફે લાલી નામનો આરોપી આ બાટલી ગેંગ ચલાવી રહ્યો છે. તે હાલ જેલમાં બંધ છે. તેમજ પોલીસે જણાવ્યું કે, આવનારા દિવસોમાં આવી અન્ય ગેંગો સામે પણ ગુજસીકોટ હેઠળ ગુના દાખલ કરી ગુનાખોરી ડામવા કડક કાર્યવાહી કરવામાં આવશે.
-
યુવકને માર મારવા મામલે વડોદરા પોલીસના જુઠાણાનો થયો પર્દાફાશ
વડોદરામાં મોડીફાઇડ સાયલેન્સર અને નંબર પ્લેટ વગરના બાઇક મુદ્દે યુવકને માર મારવા મામલે હવે પોલીસ ખુદ જ ભેરવાી ગઈ છે. એક જ મામલામાં વડોદરા પોલીસે ત્રણ જૂદી-જૂદી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. બે એસીપી અને એક ડીસીપીએ પ્રેસ કોન્ફરન્સ કરી ખૂલાસા કર્યા હતા. પોલીસે આપેલા CCTV એ જ પોલીસની પોલ ખોલી નાખી છે. પોલીસે CCTV અને બોડીવોર્ન કેમેરાના ફુટેજ જાહેર કર્યા. જેમા પોલીસનો વાંક હોવાનુ સ્પષ્ટ થઈ રહ્યુ છે. જો કે પોલીસના નિવેદનો અને CCTV માં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. વડોદરા પોલીસે યુવકને માર માર્યાનો ઈનકાર કર્યો છે. બાદમાં સીસીટીવીમાં પોલીસ માર મારતી દેખાઈ છે. સીસીટીવીએ પોલીસના જુઠાણાનો પર્દાફાશ કર્યો છે. CCTV માં પોલીસે યુવક પર બળપ્રયોગ કર્યાનાં પુરાવા સામે આવ્યા છે. ટ્રાફિક પોલીસ જબરદસ્તી યુવકને બેસાડી ટ્રાફિક ઓફિસ લઇ ગઈ હતી. દાંડિયાબજાર જંક્શન પાસેનાં સીસીટીવીમાં પોલીસ યુવકને લઈ જતી હોય તેવા દૃશ્યો કેદ થયા છે. હવે જ્યારે ગુનો રાવપુરા પોલીસની હદમાં નોંધાયો તો યુવકને ટ્રાફિક પોલીસ કેમ લઈ ગઈ? તે મામલે પોલીસ સામે સવાલો ઉઠી રહ્યા છે. એસીપી ટ્રાફિકની ઓફિસમાં જ માર માર્યાનો યુવકે આક્ષેપ કર્યો છે. DCP અને બે DCP એ યુવકને માર માર્યાનો ઈન્કાર કર્યો છે. યુવક સામે પોલીસે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધ્યો છે. યુવક કૌશલ જાટ સામે રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.
-
સુરેન્દ્રનગરના તત્કાલીન કલેકટરના પીએ અને કારકુનની બદલી, ભ્રષ્ટાચારમાં સંડોવાયેલાઓની એક પછી એક કરાશે ધરપકડ
સુરેન્દ્રનગરના તત્કાલીન કલેકટરના પીએની ધ્રાંગધ્રા અને કારકુનની મુળી ખાતે બદલી કરવામાં આવી છે. કલેકટરના પીએ જયરાજસિંહ ઝાલાની મુળી બદલી કરાઈ છે. કારકુન મયુરસિંહ ગોહિલની ધ્રાંગધ્રા બદલી કરવામાં આવી છે. કલેકટરના પીએ વહીવટના રૂપિયા લેતા હોવાનું ઈડીના દરોડામાં ખુલાસો થયો છે. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી જેલમાં છે. પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલ રિમાન્ડ પર છે. અધિક કલેકટર ચીટનીશ સહિતના ભાગ બટાઈમાં નામ ખુલતા સમગ્ર કલેકટર કચેરીમાં ચકચાર મચી જવા પામી છે. આગામી દિવસોમાં એક પછી એક કૌંભાડીને પકડવામાં આવશે અને તેમની પાસેથી ભ્રષ્ટાચારની માહિતી ઓકાવવામાં આવશે.
-
જર્મનીના વાઈસ ચાન્સેલર, પીએમ મોદીની સાથે અમદાવાદમાં ઉડાડશે પતંગ
આંતરરાષ્ટ્રીય પતંગોત્સવને લઈને અમદાવાદમાં તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. PM નરેન્દ્ર મોદી અને જર્મનીના વાઇસ ચાન્સેલર દ્વારા પતંગ ઉત્સવની થઈ શકે છે શરૂઆત. PM નરેન્દ્ર મોદીની સંભવિત મુલાકાતને લઈને તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. વલ્લભસદન પાસેના રિવરફ્રન્ટ મેદાન ખાતે પતંગોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અનેક દેશોના પતંગબાજો આ મહોત્સવમાં આપી શકે છે હાજરી.
-
સાયલા પોલીસે બ્લેક ટેપની ખાણ પર પાડયા દરોડા, 13થી વધુ ડમ્પર, 3 મશીન સહિત અંદાજે 3 કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો સીઝ
સુરેન્દ્રનગરના સાયલા પોલીસ દ્વારા બ્લેક ટેપની ખાણ પર દરોડો પાડવામાં આવ્યો છે. મદારગઢમાંથી ગેરકાયદે મોટાપ્રમાણ બ્લેક ટેપનું ખનન ઝડપાયું છે. દરોડા દરમિયાન ઝડપાયેલા વાહનોના ડ્રાઈવરોની પૂછપરછ હાથ ધરી તેમના નિવેદનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છેે. ગેરકાયદેસર ખનન કોના ઈશારે અને કેટલા સમયથી ચાલતું હતું તે જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. ખાણ પર 13થી વધુ ડમ્પર, 3 મશીન સહિત અંદાજે 3 કરોડથી વધુનો મુદ્દામાલ સીઝ કરાયો છે. તમામ મુદ્દામાલ સીઝ કરી આગળની કાર્યવાહી ખાણ-ખનીજ વિભાગને સોંપવામાં આવી છે.
સાયલા પંથકમાં લાંબા સમયથી ખનીજ ચોરીનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે. નવાઈની વાત એ છે કે દર વખતે પોલીસ અથવા અન્ય વિભાગો દ્વારા જ ચોરી પકડવામાં આવે છે, જ્યારે મુખ્ય જવાબદાર ગણાતા ખાણ-ખનીજ વિભાગને આ ગેરકાયદે પ્રવૃત્તિઓ કેમ દેખાતી નથી?
-
રાજકોટની બાટલી ગેંગના 14 આરોપી સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
રાજકોટમાં ગંભીર ગુનાઓ આચરતા રીઢા ગુનેગારો સામે રાજકોટ પોલીસ જબરદસ્ત એક્શન મોડ પર આવી છે. રાજકોટની વધુ એક ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બાટલી ગેંગ વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરાયો છે. બાટલી ગેંગના 14 સાગરીતો સામે દાખલ કરવામાં આવી ગુજસીટોક. આ ગેંગ સામે હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ,પોલીસ પર હુમલો અને NDPS સહિતના ગંભીર 57 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. બાટલી ગેંગે છેલ્લા દસ વર્ષમાં સૌરાષ્ટ્ર ભરમાં 57થી વધુ ગંભીર ગુનાને આપ્યા છે અંજામ. સાવન ઉર્ફે લાલી ચલાવી રહ્યો છે બાટલી ગેંગ,જે હાલ જેલમાં છે. સાવન ઉર્ફે લાલી સહિત 11 આરોપી પોલીસના કબજામાં, ત્રણને હજુ પકડવાના બાકી. આવનારા દિવસોમાં પણ આવી અન્ય ગુનાહીત ગેંગો સામે ગુજસીકોટ હેઠળ ગુના દાખલ થશે.
-
ટ્રાફિક જામની સમસ્યા નિવારવા પીરાણા ચાર રસ્તાને સિગ્નલ ફ્રી કરાયું, રોડની બંને બાજુ ડાઈવર્ઝન અપાયા
શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસનો એકશન પ્લાન અમલમાં આવ્યો છે. વધુ ટ્રાફિક જામ થતા પોઈન્ટનું એનાલિસિસ કરવામાં આવશે. પીરાણા ચાર રસ્તાને સિગ્નલ ફ્રી કરવામાં આવ્યું છે. રોડની બંને બાજુ ડાઈવર્ઝન મૂકવામાં આવ્યા છે. ચાર રસ્તા બંધ કરી બંને બાજુ ડાઈવર્ઝન મૂકવામાં આવ્યા. એટલે કે હવે નારોલથી હવે સીધા જૂહાપુરા તરફ જવાનું રહેશે. બહેરામપુરા તરફ જવાનો રસ્તો હાલમાં બંધ કરી દેવાયો છે. શહેરમાં જ્યાં પણ ટ્રાફિક સમસ્યા છે, તેવા દરેક પોઈન્ટ પર ફેરફાર કરવામાં આવશે. એએમસી ને સાથે રાખીને ટ્રાફિક પોલીસ કામગીરી કરશે.
-
ભાવનગરમાં સગપણ છૂટું કરાતા યુવતી પર છરીથી કરાયો હુમલો
ભાવનગરમાં સગપણ છૂટું કરવા મામલે યુવતી પર છરીથી હુમલો કરવાનો બનાવ બન્યો છે. યુવતીની એક વર્ષ પહેલા, ભાલ વિસ્તારના સનેશ ગામે રહેતા યુવક સાથે સગાઈ થઈ હતી. પાંચ દિવસ પૂર્વે અગમ્ય કારણોસર સગાઈ તોડવામાં આવી હતી. જે અંગેની દાઝ રાખી સનેશ ગામે રહેતા કરણ ચુડાસમાએ યુવતી પર હુમલો કર્યો હતો. સગાઈ તૂટતા કરણ ચુડાસમાએ યુવતીના ઘરે પહોંચીને બોલાચાલી પણ કરી હતી.
-
સુરતના કાપડના વેપારી સાથે મુંબઈના અગ્રવાલ દંપતિએ કરી રૂપિયા 1 કરોડ 32 લાખની ઠગાઈ !
સુરતના વરાછાની ગ્લોબલ માર્કેટની ગારમેન્ટ ફેબ્રિકસનાં વેપારી સાથે રૂપિયા 1.32 કરોડની ઠગાઈ થયાનો કિસ્સો સામે આવ્યો છે. મુંબઈની ડી. આર. ટ્રેડિંગ ફર્મના માલિક અગ્રવાલ દંપતીએ કાપડનો માલ ખરીદી ચુનો લગાવ્યો હતો. પેમેન્ટ માંગતા ગુંડા મોકલી જાનથી મારી નાંખવાની ધમકી અપાઈ હતી. હાલ સમગ્ર મામલે વેપારીએ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ.
-
ભાવનગરના તરસમિયા રોડ પાસે આરાધના સ્કૂલ સામે યુવાનની હત્યા, ભરતનગર પોલીસ થઈ દોડતી
ભાવનગર શહેરમાં હત્યાનો બનાવ બન્યો છે. તરસમિયા રોડ પાસે આરાધના સ્કૂલ સામે આ બનાવ બન્યો છે. અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઈ ગયા હતા. તરસમિયા ખારસી વિસ્તારમાં રહેતા 37 વર્ષીય યુવાનની હત્યા કરવામાં આવી છે. હત્યાનો બનાવ બનતા ભરતનગર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. હત્યા થવા પાછળનું કારણ જાણવા અને આરોપીને પકડવા માટે પોલીસ એ શરૂ કરી તપાસ.
-
કાલુપુર રેલવે સ્ટેશને RPF જવાન-રિક્ષા ચાલકની બબાલનો નવી વીડિયો સામે આવ્યો, રેલવે પોલીસે નોંધ્યો ગુનો
કાલુપુર રેલવે સ્ટેશન પર રિક્ષા ચાલકો અને આરપીએફ જવાનની બબાલનો નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં રિક્ષા ચાલકોનુ ટોળુ આરપીએફ જવાનને ઘેરીને માર મારતા દેખાય છે. નવો સામે આવલ વીડિયોને આધારે રેલવે પોલીસે ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે. આ અગાઉ રિક્ષા ચાલકો અને આરપીએફ જવાનની બબાલનો સામે આવેલ વીડિયોમાં આરપીએફ જવાને રિક્ષા ચાલકને માર માર્યો હતો. જો કે તે વીડિયો અધૂરો હોવાનું સામે આવ્યું છે.
-
સાબરકાંઠાના પ્રાંતિજમાં ચંદન ચોર ત્રાટક્યા, બે ખેડૂતની વાડીમાંથી ચંદનના 7 ઝાડ કાપીને લઈ ગયા
સાબરકાંઠાના પ્રાંતિજ વિસ્તારમાં ચંદન તસ્કરોએ આતંક મચાવ્યો છે. ચંદન ચોરીની એક માસમાં ત્રીજી ઘટના સામે આવી છે. ચંદન ચોર તસ્કરો ગતરાત્રે પોગલુ ગામે ત્રાટક્યા હતા. બે ખેડૂતની ચંદન વાડીમાંથી તૈયાર ઝાડ કાપીને ચોરી કર્યાની ઘટના બની છે. બે વાડીમાંથી તસ્કરોએ સાતેક જેટલા ચંદનના ઝાડ કાપી ચોરી કર્યા છે. એક માસમાં પ્રાંતિજમાં બે ડઝન જેટલા ચંદનના વૃક્ષો ચોરી કરાઈ છે. અગાઉ પ્રાંતિજમાં બે સ્થળે ચંદન ચોરોએ તરખાટ મચાવ્યો હતો. પોગલુ ગામે ત્રાટકેલા ચંદન ચોરનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
-
અમદાવાદના નિવૃત્ત પ્રોફેસરને 10 દિવસ ડિજિટલ અરેસ્ટ કરી રૂપિયા 7 કરોડ પડાવનાર ટોળકીના 12 જણા પકડાયા
Digital Arrest મામલે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તપાસનો દોર ચાલી રહ્યો છે. 12 આરોપીઓની ધરપકડ બાદ મુખ્ય આરોપીઓની શોધખોળમાં લાગી પોલીસ. મુખ્ય આરોપીઓની ધરપકડ માટે સાયબર ક્રાઇમની ટીમો સક્રિય થઈ છે. મુખ્ય 4 એકાઉન્ટમાં જમા થયેલા રૂપિયા અંગે સાયબર ક્રાઈમની ટીમ રવાના. તમામ પુરાવાઓ એકત્ર કરીને સાયબર ક્રાઇમની ટીમ દ્વારા પૂછપરછ પણ હાથ ધરાઈ છે. દિલ્લીમાં 1, આસામ 1 અને બિહારના 2 એકાઉન્ટમાં જમા થયા હતા રૂપિયા. અમદાવાદના નિવૃત્ત પ્રોફેસરને 10 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરીને પડાવ્યા હતા 7 કરોડ રૂપિયા.
-
અમદાવાદના ચાંદખેડાના ચાલતા જુગારધામ પર પીસીબીના દરોડા, 11 જુગારીને પકડ્યા
અમદાવાદના ચાંદખેડા વિસ્તારના જુગારધામ પર પીસીબીએ દરોડા પાડ્યા છે. ચાંદખેડા વિસ્તારમાં આવેલ સેતુ સોલીડ ફ્લેટમાં જુગાર રમાડવામાં આવતો હોવાની બાતમી પીસીબીને મળી હતી. પીસીબીના દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી જુગાર રમી રહેલા 11 આરોપીઓની કરી ધરપકડ કરવામાં આવી છે. બે લાખથી વધુની રોકડ સાથે 18 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
-
સોમનાથ વેરાવળ બાયપાસ પર કૃતિ હોટેલ નજીક ટ્રકમાં લાગી આગ
ગીર સોમનાથના સોમનાથ વેરાવળ બાયપાસ પર કૃતિ હોટેલ નજીક ટ્રકમાં આગ લાગી હતી. ટ્રકના ડ્રાઈવર કેબિનમાં લાગી હતી ભીષણ આગ. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવાયો. પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. સુત્રાપાડા Gscl કંપનીના સોડા ભરીને જતા ટ્રકના કેબિનમાં આગ લાગી હતી. પ્રાથમિક તપાસમાં શોટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન છે. ટ્રકની કેબિન બળીને ખાક થઈ હતી. કોઈ જાનહાનિ થવા પામી નથી.
-
ગરબાડાના આઝાદ ચોકમાં છત્રછાયા હોસ્પિટલની બાજુના મકાનમાં લાગી આગ, સાવચેતીના ભાગરૂપે હોસ્પિટલ ખાલી કરાવાઈ
દાહોદના ગરબાડામાં આગની વિકરાળ ઘટના બની છે. આગ જ્યાં લાગી છે તેની નજીક આવેલ હોસ્પિટલને ખાલી કરાવવાની ફરજ પડી છે. ગરબાડાના આઝાદ ચોક વિસ્તારમાં મકાનમાં અચાનક ભીષણ આગ. છત્રછાયા હોસ્પિટલની બાજુના મકાનમાં લાગેલી આગથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી છે. ઘર બંધ હોવાથી કોઈ જાનહાની નહીં, પરંતુ ઘરવખરી બળીને ખાક થઈ ગઈ છે. આગની જ્વાળાઓ અને ધુમાડાથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. હોસ્પિટલના દર્દી અને સ્ટાફને સલામતીના પગલા તરીકે બહાર ખસેડાયા હતા. ગરબાડા પોલીસ અને ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.
-
કાલાવડ જામનગર હાઈવે પર ખંઢેરા ગામ પાસે એસટી બસે પલટી ખાતા અનેક મુસાફરો ઘાયલ
કાલાવડ જામનગર હાઈવે પર ખંઢેરા ગામ પાસે એસટી બસે પલટી ખાતા અનેક મુસાફરો ઘાયલ થયા છે. કાલાવડ જામનગર હાઈવે પર ખંઢેરા ગામ પાસે કારા છિપરા હનુમાન પાસેની ગોળાઈ ખાતે એસ ટી બસે પલટી ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર મુસાફરો ઘાયલ થયા છે. શનિવારે રાત્રે બનેલ આ ઘટના જૂનાગઢ – જામનગર એસ ટી બસમાં બની છે. બનાવની જાણ થતા કાલાવડ ગ્રામ્ય પોલીસનો સ્ટાફ ધટના સ્થળે પહોચી ગયો હતો. ઇજાગ્રસ્તોને 108 મારફતે કાલાવડ સીવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા અને અન્ય લોકોને જામનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
Published On - Jan 04,2026 7:13 AM