AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

03 ઓકટોબરના મહત્વના સમાચાર : પાછોતરા વરસાદે બગાડ્યો મગફળીનો પાક, મગફળીના પાથરા ધોવાઈ જતા તૈયાર કોળિયો છિનવાયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2025 | 9:24 PM
Share

Gujarat Live Updates આજ 03 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

03 ઓકટોબરના મહત્વના સમાચાર :   પાછોતરા વરસાદે બગાડ્યો મગફળીનો પાક, મગફળીના પાથરા ધોવાઈ જતા તૈયાર કોળિયો છિનવાયો

આજે 03 ઓક્ટોબરને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 03 Oct 2025 09:24 PM (IST)

    ગુજરાત ભાજપના પ્રમુખપદે જગદીશ વિશ્વકર્મા બિનહરીફ

    ગુજરાત ભાજપના પ્રમુખપદે જગદીશ વિશ્વકર્મા બિનહરીફ થયા. સવારે 10 વાગ્યે પ્રદેશ ચૂંટણી સમિતિં સત્તાવાર જાહેરાત કરશે. પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માના નામની સવારે સત્તાવાર જાહેરાત કરાસે. જે બાદ કમલમ ખાતે પદગ્રહણ સમારોહ યોજાશે. જેમા ભાજપના ટોચના નેતાઓ ઉપસ્થિત રહેશે.  કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ કે.લક્ષ્મણ, પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ હાજર રહેશે. સંગઠન મહામંત્રી રત્નાકર, સી.આર.પાટીલ, CM ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. સવારે 8.30 વાગ્યે જગદીશ પંચાલના ઘરેથી કાર્યકરો રેલી સ્વરૂપે ગાંધીનગર જશે.  પ્રદેશ ભાજપ સંગઠનમાં અમદાવાદનો દબદબો વધ્યો છે. મુખ્યમંત્રી બાદ હવે પ્રદેશ ભાજપ પ્રમુખ પદે પણ અમદાવાદથી વરણી કરવામાં આવી છે.

  • 03 Oct 2025 08:00 PM (IST)

    સુરત: વરાછાની મિની બજારમાં ચોરી

    સુરત: વરાછાની મિની બજારમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે.  હીરા બજારમાં વેપારીની ઓફિસમાં પૂર્વ કારીગરે ચોરી કરી.  13.65 લાખના કાચા અને તૈયાર હીરાની ચોરી કરી ફરાર થયો. નકલી ચાવીનો ઉપયોગ કરીને ચોર ઓફિસમાં પ્રવેશ્યો. શખ્સ બેરોજગાર હોવાથી ચોરીના રવાડે ચઢ્યો. પોલીસે પૂર્વ કારીગરને ઝડપીને કાર્યવાહી હાથ ધરી.

    શખ્સ રૂમાલથી મોઢું બાંધીને કાળો રેઇનકોટ પહેરીને ઓફિસમાં ઘૂસ્યો હતો. આ પછી, તેણે CCTV પર રૂમાલ મૂકીને તેને બંધ કર્યા અને ચોરીને અંજામ આપ્યો. પરંતુ, આરોપીને ખબર નહોતી કે પોલીસ તેના સુધી પહોંચી જ જશે. CCTVમાં કેદ તેની આ કરતૂતને લઇ તપાસ કરાઇ તો આરોપી સકંજામાં આવ્યો. પોલીસે આરોપી પાસેથી મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે.

  • 03 Oct 2025 07:45 PM (IST)

    અમદાવાદ: રાત્રે થયેલા ઝઘડાની અદાવતમાં સવારે કરી નાખી હત્યા

    અમદાવાદમાં બોપલ ગામના સીમ વિસ્તારમાં બે દિવસ પહેલા યુવકની હત્યા થઈ હતી. આ કેસમાં પોલીસે મુખ્ય આરોપીને ઝડપી હત્યા કેસનો ભેદ ઉકેલ્યો છે. તપાસમાં સામે આવ્યું કે, આરોપી નરેશનો આદિત્ય નામના યુવાન સાથે રાત્રીના સમયે ઝઘડો અને મારામારી થઈ હતી. બાદમાં સવારે આદિત્ય નામનો યુવાન મિત્ર સુનીલ સાથે કન્સ્ટ્રક્શન સાઈટ પર પાણી ભરવા ગયો હતો. તે સમયે લેબર કોલોનીમાં રહેતા નરેશ અને અન્ય લોકોએ બોલાચાલીની અદાવત રાખી હુમલો કર્યો હતો. જેમાં નરેશે સુનિલને છરી મારતા મોત નીપજ્યું હતું. હત્યા કેસની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડ્યો.

  • 03 Oct 2025 07:15 PM (IST)

    કરજણમાં જૈન મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

    વડોદરા જિલ્લામાં જૈન મંદિરમાં થયેલી ચોરીનો આખરે ભેદ ઉકેલાયો. કરજણ તાલુકાના જૈન મંદિરમાં 19 સપ્ટેમ્બરના રોજ ચોરી થઈ હતી. જેનો ભેદ ઉકેલી પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી. આ તમામ તસ્કરો દાહોદ જિલ્લાની ગરબાડાની ગેંગના હોવાનું તપાસમાં સામે આવ્યું. જેઓ રાજ્યભરના જૈન મંદિરોમાં ચોરીને અંજામ આપતા હતા. પોલીસે પૂછપરછ કરી, અમદાવાદના જૈન મંદિરની ચોરીનો પણ ભેદ ઉકેલ્યો છે. આરોપીઓએ જૈન ભગવાનની મૂર્તિ, ચાંદીના સિંહાસન, રોકડ મળી 20 લાખની ચોરી કરી હતી. જેમાંથી પોલીસે 18 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો. પોલીસે તસ્કરો ઉપરાંત ચોરીનો મુદ્દામાલ ખરીદનાર નિલેશ પંચાલ નામના આરોપીની પણ ધરપકડ કરી છે.

  • 03 Oct 2025 06:59 PM (IST)

    પાછોતરા વરસાદે ખેડૂતોને રડાવ્યા, મગફળીનો પાક પર ફર્યુ પાણી

    જુનાગઢ જિલ્લામાં પાછોતરા વરસાદને કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આખુ વર્ષ આકરી મહેનત કરીને તૈયાર કરેલા પાક પર પાછોતરા વરસાદે પાણી ફેરવી દીધું છે.. હાલ મગફળીની લણણીનિ સિઝન છે ત્યારે સતત વરસાદ વરસતા વિસાવદર પંથકમાં ખેડૂતોને ભારે નુક્સાન થયું છે. તૈયાર મગફળીનો પાક પર વરસાદ વરસતા ખેતરમાં જ મગફળીના પાથરા સડી ગયા છે. જેના કારણે મગફળીનો પાક નિષ્ફળ ગયો છે. ખેડૂતોને પોતાની મજૂરીના પણ રૂપિયા ન મળે તેવી હાલત છે. ખેડૂતો સરકાર સમક્ષ સહાયનો પોકાર કરી રહ્યા છે

  • 03 Oct 2025 06:45 PM (IST)

    દમણ અને વાપીમાંથી SOG , પોલીસે મળીને ઝડપ્યુ 30 કરોડનું ડ્રગ્સ

    ગુજરાત ATSએ વધુ એકવાર રાજ્યમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી છે. સંઘપ્રદેશ દમણ અને વાપીમાં ATSએ વલસાડ SOG તેમજ દમણ પોલીસ સાથે મળી સંયુક્ત દરોડા પાડ્યા અને 30 કરોડથી વધુનું 65.9 કિલો મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું. આ સાથે જ 300 કિલોથી વધુનું રૉ-મટિરિયલ અને ડ્રગ્સ બનાવવાના સાધનો પણ ઝડપ્યા.. આ સાથે ગુજરાત ATSએ મોહન પાલીવાલ નામના આરોપીની ધરપકડ કરી. જ્યારે મેહુલ ઠાકોર અને વિવેક રાય નામના આરોપીઓની સંડોવણી પણ ખૂલી છે. જેમની શોધખોળ હાથ ધરાઈ.

  • 03 Oct 2025 06:30 PM (IST)

    ભાવનગર: કાળાતળાવ ગામે પાટીદાર વૃદ્ધને માર મારનાર ઝડપાયો

    ભાવનગર: કાળાતળાવ ગામે પાટીદાર વૃદ્ધને માર મારનારની ધરપકડ કરવામાં આવી છે.  1 મહિના બાદ ફરાર આરોપી સકંજામાં આવ્યો છે. પોલીસે સુરતથી આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીને સાથે રાખી પોલીસે કાળાતળાવ ગામમાં ઘટનાનું રિ-કન્સ્ટ્રકશન કર્યું

  • 03 Oct 2025 06:15 PM (IST)

    જૂનાગઢઃ સગીરને માર મારવા મામલે કાર્યવાહી

    જૂનાગઢઃ સગીરને માર મારવા મામલે કાર્યવાહી કરાઈ છે. પોલીસે તમામ આરોપીની અટકાયત કરી છે. જુની અદાવતમાં સગીરને ઢોર માર માર્યો હતો. ચોથા નોરતે ગરબા અંગે બોલાચાલી બાદ  મારામારી થઈ હતી. મારામારીમાં 2 આરોપી અને 5 સગીર સામેલ હતા. 5 સગીર સામે જુવેનાઈલ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે.

  • 03 Oct 2025 06:00 PM (IST)

    વડોદરા: પાથરણાવાળાનો રસ્તા પર હાઈવોલ્ટેજ ડ્રામા

    વડોદરા: પાથરણાવાળાનો રસ્તા પર હાઈવોલ્ટેજ ડ્રામા સામે આવ્યો છે. ફૂટપાથ પર નાસ્તો વેચતા વ્યક્તિએ અનોખો વિરોધ નોંધાવ્યો. પાથરણાવાળા વ્યક્તિએ રોડ પર સુઈ જઈ વિરોધ નોંધાવ્યો, મનપાની દબાણ શાખાની ટીમ જ્યારે દબાણ હટાવવા પહોંચી હતી. એ સમયે કમાટીબાગના ગેટ પાસે વિરોધને પગલે અનેક લોકો એકઠાં થયા હતા અને દબાણ શાખાની ટીમ હેરાન કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો.  રસ્તાની અધવચ્ચે વિરોધને પગલે ટ્રાફિકજમ સર્જાયો હતો. રસ્તાની અધવચ્ચે વિરોધને પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો. અન્ય લોકોએ વિરોધ કરનારને રસ્તા વચ્ચેથી દૂર ખસેડ્યો હતો.

  • 03 Oct 2025 05:45 PM (IST)

    પેલેડિયમ મોલના ચેન્જિંગ રૂમમાં રેકોર્ડિગ કરતો મોબાઈલ મળ્યો

    મોલનાં શૉ રૂમમાં કપડાની ટ્રાયલ લેવી પણ હવે સલામત નથી. ઘટના છે અમદાવાદની. જ્યાં સરખેજ ગાંધીનગર હાઇવે પર આવેલા પેલેડિયમ મોલમાં સગીરાની સતર્કતાને કારણે એક વિકૃત યુવક ઝડપાયો છે. શો રૂમમાં કપડાનાં ચેન્જિન્ગ રૂમમાં કપડા બદલવા ગઇ ત્યારે તેની નજર સંતાડીને ગોઠવેલા મોબાઇલ પર પડી. સગીરાએ સતર્કતા વાપરી એ મોબાઇલ લઇ લીધો અને તાત્કાલિક ઘટના અંગે પોતાની માતાને જાણ કરી.

    આરોપી યુવકે તેનો ફોન ચેન્જિંગ રૂમમાં પડી ગયો હતો તેવો લુલો બચાવ કર્યો. પરંતુ તેનાં ફોનમાંથી સગીરાનાં અન્ય ચાર વીડિયો પણ મળી આવ્યા. સગીરાનાં માતાપિતાએ વસ્ત્રાપુર પોલીસ મથકે પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી. સમગ્ર કેસ SCST સેલ ને સોંપવામાં આવી છે. ઝડપાયેલ આરોપી રવિ પ્રજાપતિ 27 વર્ષીય એક ખાનગી કારની કંપનીમાં નોકરી કરે છે. પોલીસે યુવકનાં ફોનને FSL તપાસ માટે મોકલ્યો છે. આરોપીએ આ સિવાય અન્ય કોઈ મોલમાં યુવતીઓનો વીડિયો બનાવ્યો છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. પરંતુ પ્રિમિયમ મોલમાં પણ કપડાનાં ચેન્જિંગ રૂમ વાપરવા અંગે લોકોને સતર્ક રહેવાનું સૂચન મળ્યું છે.

  • 03 Oct 2025 02:32 PM (IST)

    હાઈકોર્ટે મંછાની મસ્જિદની અરજી ફગાવતા, હવે કાલુપુર રેલવે સ્ટેશને મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ ઝડપથી બનશે

    ગુજરાત હાઈકોર્ટે અમદાવાદની મંછાની મસ્જિદની અરજીને ફગાવી દેતા, કાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટની કામગીરીની ઝડપ વધવાની સાથેસાથે પ્લેટફોર્મ નંબર 12 ની આસપાસ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ ઝડપથી આકાર પામશે. હાઇકોર્ટની ડીવીઝનલ બેન્ચે મંછાની મસ્જિદ ટ્રસ્ટની અરજી ફગાવી દિધી છે. ડીવીઝનલ બેન્ચે અગાઉ સિંગલ જજે આપેલા ચુકાદાને માન્ય રાખ્યો હતો. વકફ એક્ટની જોગવાઈઓની અવગણના થઈ હોવાની ટ્રસ્ટની રજૂઆત હતી. સમગ્ર કામગીરી બાદ કાલુપુર સહિતના વિસ્તારને ટ્રાફિકમાંથી  મોટી રાહત મળવાની સરકારની રજૂઆત કરી હતી. ભારતીય રેલ, મેટ્રો ટ્રેન અને પ્રસ્તાવિત બુલેટ ટ્રેનની કામગીરી ખૂબ ઝડપી અને વેગવંતુ બનાવવા સરકારે રજૂઆત કરી હતી.  સમગ્ર પ્રોજેક્ટ ખૂબ મોટા જનહિતમાં હોવાની પણ સરકારની રજૂઆત હતી. ગુજરાત હાઇકોર્ટના ચુકાદા સાથે હવે તમામ અવરોધો દૂર થયા છે. કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 12 આસપાસ હવે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ ઝડપથી બનશે.

  • 03 Oct 2025 02:20 PM (IST)

    ગાંધીનગરમાં CGDAના ઇન્ટિગ્રેટેડ ફાઇનાન્સિયલ એડવાઇઝર રૂપિયા 3.5 લાખની લાંચ લેતા ઝડપાયા

    ગાંધીનગરમાં CBIએ લાંચ કેસમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. કંટ્રોલર જનરલ ઓફ ડિફેન્સ એકાઉન્ટ વિભાગના કર્મચારીને રૂપિયા 3.5 લાખની લાંચ માગવાના કેસમાં રંગે હાથે ઝડપી પાડ્યો છે. CBIના છટકામાં ઝડપાયેલા અશોક જાદવની  ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર CGDAના ઇન્ટિગ્રેટેડ ફાઇનાન્સિયલ એડવાઇઝર છે અશોક જાદવ. સપ્લાય ઓર્ડર જાહેર કરી ફાઇલ ક્લિયર કરવા માટે માગી હતી લાંચ.

  • 03 Oct 2025 02:05 PM (IST)

    લો બોલો, ચોમાસુ વિદાય નથી લેતુ, હજુ બીજા 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે કરી છે આગાહી

    હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી સાત દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદની શકયતા છે. સૌરાષ્ટ્ર કચ્છમાં વીજળીના કડાકા ભડાકા થશે. માછીમારોને આગામી 5 દિવસ દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠે 40 થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. આગામી 24 કલાક વેરાવળ અને અન્ય બંદરો પર LCS-3 લાગુ પાડવામાં આવશે. દક્ષિણના દરિયાકાંઠે DC-1 સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અમદાવાદમાં વાદળ સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે. અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે. આગામી 3 કલાકમાં આ ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાશે. આગામી 24 કલાકમાં અરબ સાગરની સિસ્ટમ સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થશે. ગુજરાતના પશ્ચિમ ભાગમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.

  • 03 Oct 2025 01:50 PM (IST)

    ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના 5 જેટલા F-16 વિમાન તોડી પાડ્યા હતાઃ એરચીફ માર્શલ

    ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે, ઓપરેશન સિંદૂર અંગે એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે પાકિસ્તાની એરબેઝ પર હુમલો કર્યો હતો અને 4થી5 જેટલા F-16 વિમાન તોડી પાડ્યા હતા. વાયુસેનાના વડાએ જણાવ્યું હતું કે, આ યુદ્ધ ઇતિહાસમાં એક એવા યુદ્ધ તરીકે લેખાશે કે, નિશ્ચિત ઉદ્દેશ્ય સાથે શરૂ અને સમાપ્ત થયું હતું.

  • 03 Oct 2025 12:35 PM (IST)

    ડિંડોલી વિસ્તારમાં ટ્રેનના પાટા પર લોખંડની ચેનલ મૂકી ટ્રેન ઊથલાવવાના કાવત્રુ !

    સુરતના ડિંડોલી વિસ્તારમાં ટ્રેનના પાટા પર લોખંડની ચેનલ મૂકી ટ્રેન ઊથલાવવાનો નિષ્ફળ પ્રયાસ સામે આવ્યો છે. અજાણ્યા ઇસ્મે ગુડ્સ ટ્રેનના પાટા પર લોખંડની ચેનલ મૂકી દીધી હતી. સદ્ નસીબે ટ્રેન ધીમી હોવાના કારણે કોઈ દુર્ઘટના ઘટી નથી. ટ્રેન નીચે પાટો ફસાઈ જતા ટ્રેનના લોકોપાઇલટ દ્વારા પોલીસ કંટ્રોલને જાણ કરાઈ હતી. જ્યાં ડિંડોલી પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

  • 03 Oct 2025 12:07 PM (IST)

    ધ્રાંગધ્રામાં શેરબજારમાં રોકાણ કરવાની લાલચ આપીને 1.35 કરોડની છેતરપિંડી કરનારો ઝડપાયો

    સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના એક ભેજાબાજ આરોપી એ શહેરીજનોને શેર બજારમાં રોકણ કરવાની લાલચ આપી 15 % વ્યાજ મળશે તેવી લાલચ આપી 30 થી 40 લોકો સાથે રૂપીયા 1.35 કરોડની છેતરપીંડી આચરી નાસી છુટયો હતો. પોલીસે હાલ આરોપીને ઝડપી આકરી પુછપરછ હાથ ધરી છે.

  • 03 Oct 2025 11:48 AM (IST)

    ઇન્સ્ટાગ્રામ મારફતે હિન્દુ તરુણી સાથે મિત્રતા કરી વિધર્મી યુવાને રૂપિયા પડાવ્યા

    ઇન્સ્ટાગ્રામ મારફતે હિન્દુ તરુણી સાથે મિત્રતા કરી વિધર્મી યુવાને રૂપિયા પડાવ્યા. અલીગઢના વિધર્મી યુવાને બિભત્સ ફોટા વાયરલ કરવા ધમકી આપી 66 હજાર પડાવ્યા. હાલ 20 વર્ષની યુવતી ચાર વર્ષ અગાઉ મોહમંદ ઝીશાનના સંપર્કમાં આવી હતી. વીડિયો કોલ દરમિયાન કપડાં ઉતારાવી સ્ક્રીનશોટ લીધા હતા. બાદમાં યુવતી દલિત હોય લગ્ન કરવાનો ઈન્કાર કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું. યુવતી દ્વારા ચોકબજાર પોલીસ માં ફરિયાદ આપતા મોહમંદ ઝીશાનને ઝડપી લીધો.

  • 03 Oct 2025 10:41 AM (IST)

    દક્ષિણ ગુજરાત માટે જીવાદોરી સમો ઉકાઇડેમ સંપૂર્ણ ભરાયો

    દક્ષિણ ગુજરાત માટે જીવાદોરી સમાના ગણાતો ઉકાઇડેમ તેની પૂર્ણ સપાટીએ પહોંચ્યો છે. આ વર્ષે ફરીથી ઉકાઈ ડેમ પૂર્ણતઃ સપાટી સુધી ભરાયો છે. હાલ ઉકાઈ ડેમની જળસપાટી 345 ફૂટે પહોચી છે. ડેમની ભયજક સપાટી 345 ફૂટની છે. હાલ ડેમના ઉપરવાસમાંથી 40,322 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમમાંથી પાણીની જાવક પણ 40,322 ક્યુસેક છે. હાલ ડેમના 3 ગેટ 3 ફૂટ ખોલીને તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. ડેમ તેની પૂર્ણ સપાટી સુધી ભરાઈ જતા દક્ષિણ ગુજરાતના ખેડૂતો પરથી સંકટ ટળ્યું છે. આવનારા દોઢ વર્ષથી વધુ સમય માટે પીવા, સિંચાઈ તેમજ ઔદ્યોગિક હેતુ માટેનો પર્યાપ્ત પાણીનો જથ્થો ડેમમાં ઉપલબ્ધ થવાથી દક્ષિણ ગુજરાતના લોકો માટે મોટી રાહત મળી છે.

  • 03 Oct 2025 10:23 AM (IST)

    પૂર્ણિયા: વંદે ભારત ટ્રેનની ટક્કરથી ચારના મોત

    પૂર્ણિયા શહેરમાં વંદે ભારત ટ્રેનની ટક્કરથી ચાર લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સરકારી મેડિકલ કોલેજ (GMC)માં મોકલવામાં આવ્યા છે. રેલવે પોલીસે મૃતદેહોને કબજે લીધા છે અને તપાસ શરૂ કરી છે.

  • 03 Oct 2025 10:20 AM (IST)

    ગુજરાતના સહકાર પ્રધાન જગદીશ પંચાલ ભાજપના પ્રદેશ પ્રમુખ બને તેવા એંધાણ

    ગુજરાત સરકારના સહકાર, કુટીર અને પ્રોટોકોલ પ્રધાન જગદીશ પંચાલ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બને તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. અમદાવાદના નિકોલના ધારાસભ્ય હોવા સાથેસાથે જગદીશ પંચાલ હાલ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં પ્રધાન પણ છે. જગદીશ પંચાલ, અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે.

  • 03 Oct 2025 09:44 AM (IST)

    ભાજપ પ્રદેશ પ્રમુખ મામલો : વિવિધ સમાજના સિનિયર નેતાઓ ટેકેદાર તરીકે ઉમેદવારની સાથે ભરશે ફોર્મ

    ભાજપ પ્રદેશ પ્રમુખને લઇને મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. આજે સવારે 11 વાગ્યાથી ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. ઉમેદવાર સાથે ટેકેદારોના પણ ભરાશે ફોર્મ. ભાજપના સિનિયર નેતાઓ બનશે ટેકેદાર. હર્ષદગીરી ગોસ્વામી, રંજન ભટ્ટ, શંભુ પ્રસાદ તુંડિયા સહિત 30 થી 40 આગેવાનો કમલમ પહોંચશે તેમ સૂત્રોએ જણાવ્યું છે. અલગ અલગ સમાજમાથી નેતાઓ ભરશે ફોર્મ. અલગ અલગ જ્ઞાતિમાથી 2 થી વધુ નેતાઓ ભરશે ફોર્મ. ઉમેદવાર સાથે 6 જેટલા ડમી ઉમેદવારના પણ ભરાશે ફોર્મ.

  • 03 Oct 2025 09:27 AM (IST)

    સુરત નવી સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાળ પર !

    સુરત સિવિલ હોસ્પિટલ ફરી આવી વિવાદમાં આવી છે. નવી સિવિલમાં ડૉક્ટર સામે ડોક્ટર આવી ગયા છે. હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સર્જરી વિભાગના રેસિડન્ટ ડોકટરો હળતાલ પર ઉતરી ગયા છે. ડોક્ટરોએ સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં આવતા દર્દીઓને રોક્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થ આવેલા એક દર્દીએ તબીબો જોડે પહેલા બોલાચાલી કરી હતી. દર્દીની ફરિયાદને લઈને તબીબો સીએમઓમાં જોડે ગયા હતા. સીએમઓ તબીબોને અયોગ્ય જવાબ આપતા બંને વચ્ચે બોલચાલી થઈ હતી. બોલાચાલી થતા ઇમરજન્સી ટ્રોમાની બહાર જ 108 માં આવતા દર્દીઓને હોસ્પિટલમાં ન આવા દીધા. દર્દીએ કરેલા ઉદ્ધત વર્તનને લઈ હોબાળો, સુરક્ષાના મુદ્દે તબીબો અમને ન્યાય આપોના નારા સાથે હળતાલ પર ઉતર્યા

  • 03 Oct 2025 09:13 AM (IST)

    પોલીસ બંદોબસ્ત હેઠળ સેવન્થ ડે સ્કૂલમાં 40 દિવસ બાદ પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ

    40 દિવસ બાદ આજથી સેવન્થ ડે સ્કૂલમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થયું છે. સ્કુલના વિદ્યાર્થી નયનની હત્યા અને તોડફોડ બાદ શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ કરવામાં આવ્યું હતું. હાઇકોર્ટના આદેશ બાદ આજથી શાળા ફરી શરૂ થઈ છે. કોર્ટ ના આદેશ બાદ DEO ની કમિટી દ્વારા તપાસ બાદ શાળા શરૂ કરવાની મંજૂરી અપાઈ છે. ધોરણ 10-12 ના વર્ગો આજથી શરૂ, અન્ય ધોરણના વર્ગો આગામી હવે પછીના સમયે શરૂ કરાશે. DEO દ્વારા બે નિરીક્ષકોની નિમણૂક પણ શાળામાં કરાઈ છે. શાળામાં સીસીટીવીની સંખ્યા 15 થી વધારીને 60 કરવામાં આવી છે. શાળામાં ડિસ્પેન્સરી શરૂ કરાઈ છે. , 24 કલાક એમ્બ્યુલન્સ પણ તહેનાત કરવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત સાથે શાળાના શૈક્ષણિક કાર્યની શરૂઆત થઈ છે. ધારાસભ્ય અને DEO એ શાળાના વિદ્યાર્થીઓને ફૂલ આપી આવકાર્યા હતા.

  • 03 Oct 2025 09:06 AM (IST)

    અરબી સમુદ્રમાં ગેરકાયદેસર ડીઝલની હેરાફેરીના રેકેટનો પર્દાફાશ 

    દેવભૂમિ દ્વારકાના અરબી સમુદ્રમાં ગેરકાયદેસર ડીઝલની હેરાફેરીના રેકેટનો પર્દાફાશ કરાયો છે. ​માછીમારીના બહાને દરિયામાં કાળા કારોબારનું જાળ ફેલાવનારા બે મુખ્ય શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ​સલાયા બંદર પરથી બિલાલ ભાયા અને આમદ હુંદડા નામના બંને શખ્સો SOG પોલીસનાં સકંજામાં આવ્યા છે. ​આરોપીઓ પાસે ડીઝલ સંગ્રહ કે વેચાણની કોઈ સરકારી પરવાનગી હતી નહીં આમ છતા તેમની ટમાંથી 1 લાખ 8 હજારની કિંમતનો 1200 લીટર ડીઝલનો જંગી જથ્થો મળી આવતા પોલીસે આ જથ્થો જપ્ત કર્યો છે. ​હવે સવાલ એ છે કે, આ ડીઝલનો જથ્થો કયા મોટા વહાણ કે માછીમારી બોટોને વેચાણ કરવાનું હતું. ​SOGએ ગુનો નોંધી આ આખી સપ્લાય ચેઇનના મૂળ સુધી પહોંચવા માટે તપાસના ધમધમાટ શરૂ કર્યો છે.

  • 03 Oct 2025 09:04 AM (IST)

    પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે કેન્દ્રીય નિરિક્ષક આજે આવશે ગુજરાત

    બીજેપી ગુજરાત ચૂંટણીના રાષ્ટ્રીય અધિકારીઓ આવશે ગુજરાત. ભૂપેન્દ્ર યાદવ અને કે લક્ષ્મણ આવશે ગુજરાત. આજે સાંજે આવશે ગુજરાત. આવતી કાલે પ્રમુખના નામની જાહેરાત સમયે હાજરી રહેશે બંને નેતા. આજે પ્રમુખ માટે ફોર્મ ભરવા ચકાસણી અને પરત ખેંચવાની પ્રક્રિયા થશે.

  • 03 Oct 2025 08:13 AM (IST)

    ભાજપ પ્રદેશ પ્રમુખના મૂળ ઉમેદવારની સાથે 10 ટેકેદાર પણ ભરશે ઉમેદવારીપત્ર

    4 ઓક્ટોબરે ગુજરાત ભાજપને મળશે નવા પ્રદેશ પ્રમુખ. આજે ભાજપ પ્રદેશ કાર્યાલયમાં હાથ ધરાશે ચૂંટણી પ્રક્રિયા. જો કે પ્રદેશ પ્રમુખ બિનહરીફ જ થશે. પ્રદેશ પ્રમુખ તરીકે એક જ ઉમેદવારી ફોર્મ ભરાશે. પરંતુ ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે પ્રદેશ પ્રમુખના મૂળ ઉમેદવારની સાથેસાથે તેમના 10 ટેકેદારો પણ ઉમેદવારી નોંધાવશે. ભાજપ પ્રદેશ પરિષદના 292 સદસ્યો એટલે કે, પ્રદેશ પ્રમુખ માટેની ચૂંટણીના મતદારોમાંથી 10 કાર્યકર્તા બનશે ટેકેદાર.

  • 03 Oct 2025 07:33 AM (IST)

    ભચાઉમાં આવ્યો ભૂકંપનો આંચકો

    ભચાઉમાં ગત રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિકટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.4ની  નોધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 21કિમી દૂર નોંધાયું હતું. 2 ઓક્ટોબરની રાત્રે  10 કલાકને 7 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

  • 03 Oct 2025 07:25 AM (IST)

    ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ માટે આજે ઉમેદવારી પત્ર ભરાશે, બિનહરીફ જાહેર થશે નવા પ્રદેશ પ્રમુખ

    ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના સ્થાને નવા પ્રદેશ પ્રમુખ માટેની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જે અનુસાર, આજે ઉમેદવારી પત્ર ભરવામાં આવશે. ત્યાર બાદ ભરાયેલા ઉમેદવારીપત્રોની ચકાસણી હાથ ધરાશે. જો કે, ભાજપના ઉચ્ચસ્તરીય સૂત્રોના જણાવ્યાનુસાર, ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બિનહરીફ હશે. એટલે કે પાર્ટીએ જેમની પસંદગી કરી હશે તે જ ઉમેદવારી પત્ર ભરશે.

Published On - Oct 03,2025 7:22 AM

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">