2 ઓક્ટોબરના મહત્વના સમાચાર : ગીર પંથકમાં ધોધમાર વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2024 | 8:03 PM

આજ 02 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

2 ઓક્ટોબરના મહત્વના સમાચાર : ગીર પંથકમાં ધોધમાર વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર

ઈરાને ઈઝરાયેલ પર 400થી વધુ મિસાઈલોથી હુમલો કર્યો છે. હાલમાં મિસાઈલ હુમલો બંધ થઈ ગયો છે. પરંતુ હુમલા બાદ બંને દેશો વચ્ચે ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ઝારખંડ ભાજપની 6 પરિવર્તન યાત્રા 2જી ઓક્ટોબરે હજારીબાગમાં સમાપ્ત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમાપન સત્રને સંબોધિત કરશે અને ‘PM આદિવાસી ઉન્નત ગ્રામ યોજના’નું ઉદ્ઘાટન કરશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે હરિયાણાના ચરખી દાદરીમાં સભા કરશે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વિનેશ ફોગાટ માટે પ્રચાર કરશે. સંઘ પ્રમુખ મોહન ભાગવત આજથી રાજસ્થાનના પ્રવાસે છે. આ સમયગાળા દરમિયાન ભાગવત કોટા અને બારનની મુલાકાત લેશે. દિવસભરના મોટા અપડેટ્સ વાંચો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 02 Oct 2024 08:00 PM (IST)

    ગીર પંથકમાં ધોધમાર વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર

    • અમરેલીના ખાંભા સહિત ગીર પંથકમાં ધોધમાર વરસાદ
    • ખાંભા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદ
    • ગીરના દાઢીયાળી, નાનુડી, પીપળવા સહિત ગામોમાં વરસાદ
    • ભારે વરસાદને લઈ હદીયો નદીમાં ઘોડાપૂર, 2 ભેંસ તણાઈ
  • 02 Oct 2024 06:35 PM (IST)

    યુપીના બરેલીમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત

    ઉત્તરપ્રદેશમાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીઓમાં બ્લાસ્ટની ઘટનાઓ સામે આવતી હોય છે. આ વખતે બરેલી જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટ કારણે ફેક્ટરીની આસપાસના આઠ મકાનો ધરાશાયી થયા હતા, જેના કારણે કાટમાળ નીચે દબાઈ જતાં 5 લોકોના મોત થયા છે. કાટમાળ નીચે હજુ ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે. સ્થાનિક લોકોની મદદથી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ બચાવ કાર્ય ચલાવી રહી છે.

  • 02 Oct 2024 05:45 PM (IST)

    રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ, અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલે ખરીદી ખાદી

    • રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે જન્મ જયંતિ
    • અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલે ખરીદી ખાદી
    • ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશન અંતર્ગત ખાદીની ખરીદી
    • ઘાટલોડિયા વિધાનસભા દ્વારા ખાદી ખરીદીનો કાર્યક્રમ
    • CM સાથે AMC મેયર, બીજેપી શહેર અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા
  • 02 Oct 2024 01:49 PM (IST)

    રાજકોટના AIIMS માં મહિલા પ્રોફેસરે સતામણી અંગે જિલ્લા કલેકટરને કરી ફરિયાદ

    રાજકોટના AIIMS માં મહિલા પ્રોફેસરે સતામણી અંગે જિલ્લા કલેક્ટરને ફરીથી રજૂઆત કરી છે. આંતરિક ફરિયાદ સમિતીની તપાસ પર ભરોસો ના હોવાનો ઉલ્લેખ કર્યો છે. છેલ્લા એક વર્ષથી ફરિયાદ થતી હોવા છતા કોઇ કાર્યવાહી ના થતી હોવાનો મહિલાએ ઉલ્લેખ કર્યો. જિલ્લા કલેક્ટરને સમગ્ર મામલે બહારની ટીમ દ્રારા તપાસ થાય તેવી માંગ કરી છે. મહિલા પ્રોફેસરે એઇમ્સના ડાયરેક્ટર સીડીએસ કટોચ, ડીન સંજય ગુપ્તા, વહિવટી અધિકારી જયદેવ વાળા અને કાર્યકારી એચઓડી ડો.અશ્વિની અગ્રવાલ સામે આક્ષેપ લગાવ્યો છે. મહિલાએ માનસિક ત્રાસ,મહિલા પુરૂષ વચ્ચેના ભેદભાવનો આક્ષેપ લગાવ્યો છે.

  • 02 Oct 2024 12:58 PM (IST)

    હાથમાં ત્રિરંગો પકડીને કોંગ્રેસના કાર્યકર્તાએ કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાના પગમાંથી જૂતા કાઢ્યા, જૂઓ વીડિયો

    બેંગલુરુમાં આજે હાથમાં ત્રિરંગો લઈને આવેલા કોંગ્રેસના કાર્યકર્તાએ, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પગમાંથી જૂતા કાઢ્યા હતા. સિદ્ધારમૈયા મહાત્મા ગાંધીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. સ્થળ પર હાજર એક વ્યક્તિએ, કોંગ્રેસના કાર્યકરના હાથમાંથી ધ્વજ હટાવ્યો અને કાર્યકર્તાએ સિદ્ધારમૈયાના જૂતા કાઢી નાખ્યા.

  • 02 Oct 2024 12:44 PM (IST)

    ગાંધીનગરના રૂપાલ ગામે આગામી 11 ઓક્ટોબરે યોજાશે પલ્લી, 10 લાખ લોકો દર્શનનો લાભ લે તેવી સંભાવના

    ગાંધીનગરના રૂપાલ ગામે આગામી 11 ઓક્ટોબરે રાત્રે 12 વાગે પલ્લી યોજાશે. આ પલ્લી અને નવરાત્રીમાં રોજેરોજ થઈને કુલ 10 લાખ લોકો દર્શનનો લાભ લે તેવી સંભાવના છે. લ્લીના મેળાને લઈને મંદિર વહીવટી તંત્ર દ્રારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. ગત વર્ષે કુલ 32 કરોડ રૂપિયાનું ઘી પલ્લી ઉપર ચડાવવામાં આવ્યું હોવાનો અંદાજ છે. વર્ષોથી રૂપાલ ગામ ખાતે પલ્લીની પરંપરા છે. પલ્લીના મેળામાં રૂપાલ ગામમાં ઘીની નદીઓ વહે છે.

  • 02 Oct 2024 12:04 PM (IST)

    ધારી તુલસીશ્યામ રોડ પર આવેલ ક્રિશ્ટલ ફર્નિચર મોલમાં આગ

    અમરેલીના ધારી તુલસીશ્યામ રોડ પર રાધિકા હોટેલ પાસે ક્રિશ્ટલ ફર્નિચર મોલમાં આગ લાગી હતી. પ્રાથમિક તપાસ અનુસાર શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન છે. અમરેલી ફાયરફાઇટર પહોંચે એ પહેલા મોલનુ ફર્નિચર બળીને થયું ખાક થયું હતું. ધારી ગ્રામ પંચાયત પાસે ફાયર ફાઇટરનો અભાવ છે. ક્રિશ્ટલ મોલમાં આગ સંપૂર્ણ કાબુમાં આવી ગઈ છે.

  • 02 Oct 2024 11:39 AM (IST)

    મુંબઈના અટલ સેતુ પરથી માટુંગાના રહેવાસીએ દરિયામાં ઝંપલાવ્યું

    અટલ સેતુ પરથી વધુ એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા  4 દિવસમાં આપઘાતની આજે બીજી ઘટના ઘટી છે. ફિલિપ શાહ નામના વ્યક્તિએ અટલ સેતુ પરથી ઝંપલાવીને આપઘાત કર્યો છે. ફિલિપ શાહ મુંબઈના માટુંગા વિસ્તારનો રહેવાસી હોવાની વિગતો સામે આવી છે. જો કે આપઘાતનું કારણ હજુ સામે આવ્યું નથી. મૃતદેહ શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.

  • 02 Oct 2024 11:25 AM (IST)

    ઈરાનનો હુમલો રોકવા પુતિન સાથે નેતન્યાહુ વાત કરવા માંગતા હતા

    ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઈરાની હુમલાને રોકવા માટે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ઈરાનના સુરક્ષા સૂત્રોના હવાલાથી આ માહિતી બહાર આવી છે. પુતિને નેતન્યાહૂ સાથે વાત કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. આ પહેલા ઈરાને ઈઝરાયેલ પર હુમલો કરતા પહેલા રશિયા પાસેથી લીલી ઝંડી લીધી હતી.

  • 02 Oct 2024 11:06 AM (IST)

    લાઈટબીલના 84 લાખ ભરવા માટે આ નગરપાલિકા લેશે લોન !

    દેવભૂમિદ્વારકા જિલ્લાની ખંભાળિયા નગરપાલિકા પાસે લાઈટ બિલ ભરવાના 84 લાખ રૂપિયા નથી. આથી લાઈટ બિલના રૂપિયા ભરવા માટે લોન લેવાનો નગરપાલિકા ને ઠરાવ કરવો પડ્યો છે. ખંભાળિયા નગરપાલિકાને લાઈટ બિલ ભરવા માટે 84 લાખની જરૂર છે.

  • 02 Oct 2024 11:04 AM (IST)

    ડેનમાર્કમાં ઇઝરાયલી દૂતાવાસ પાસે બે બ્લાસ્ટ

    ડેનમાર્કમાં ઈઝરાયેલની એમ્બેસી પાસે બે વિસ્ફોટ થયા છે. કોપનહેગન પોલીસે બુધવારે જણાવ્યું હતું કે, તેઓ ઇઝરાયેલી દૂતાવાસની નજીક થયેલા બે વિસ્ફોટોની તપાસ કરી રહ્યા છે.

  • 02 Oct 2024 10:16 AM (IST)

    સુરતના મેયરે કહ્યું- ઉબડખાબડ રસ્તાઓ બે દિવસમાં સારા બનાવી દેવાશે

    સુરતમાં ચોમાસામાં તુટી ગયેલા રોડ અંગે મેયર દક્ષેશ માવાણીએ કહ્યું કે, આગામી બે દિવસમાં ખરાબ રસ્તાઓ સારા બનાવી દેવાશે. ખરાબ રસ્તાને લઈ અધિકારીઓને અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા 2 દિવસ સતત વરસાદ વરસ્યો છે. જેના કારણે રસ્તા બનાવવાની કામગીરીમાં રુકાવટ આવી છે. આગામી શુક્રવાર સુધીમાં ખરાબ રસ્તાઓ સારા બનાવી દેવાશે. રસ્તા બનાવવાની કામગીરીમાં ઝડપ લાવવામાં આવશે. જો કામમાં કોઈ ક્ષતી રહી જશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ દક્ષેશ માવાણીએ કહ્યું હતું

  • 02 Oct 2024 09:40 AM (IST)

    પબુભા માણેકનો વીડિયો વાયરલ, CM ને જે કહેવું હોય તે કહેજો

    પબુભા માણેકનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ આઈએએસ અધિકારીને કહી રહ્યાં છે કે, વોટર સ્પોર્ટસ એકટીવીટીને મજૂરી આપો નહીં તો 42 ગામને બીચ ઉપર ઉતારીશું. જાઓ મુખ્યમંત્રીને જે રિપોર્ટીંગ કરવું હોય તે કરો.

  • 02 Oct 2024 09:37 AM (IST)

    સુરતમાં રાંદેર પોલીસે જાહેરમાં જ કાઢ્યો બુટલેગરનો વરઘોડો

    સુરતમાં રાંદેર પોલીસે જાહેરમાં બુટલેગરનો વરઘોડો કાઢ્યો હતો. આરોપી બિપિન મારુંનો વિસ્તારમાં ખુબ જ દાદાગીરી છે. જેથી પોલીસે આરોપીના વિસ્તારમાં જ વરઘોડો કાઢ્યો અને લોકો પાસે જાહેરમાં માફી મંગાવી હતી. આરોપી બુટલેગર બિપિન મારુએ સરકારી વકીલના પુત્રને માર મારી લૂંટ કરી હતી.

  • 02 Oct 2024 09:06 AM (IST)

    બાપુએ ડર્યા વિના જીવવાનું શીખવ્યું…રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીને અર્પી શ્રદ્ધાંજલિ

    રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, ‘બાપુએ મને શીખવ્યું છે કે, જીવવું હોય તો ડર્યા વિના જીવવું. સત્ય, પ્રેમ, કરુણા અને સમરસતાના માર્ગ પર ચાલવાનું છે. ગાંધીજી કોઈ વ્યક્તિ નથી, તેઓ જીવન જીવવાની અને વિચારવાની રીત છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને તેમની જન્મજયંતિ પર શત શત વંદન.

  • 02 Oct 2024 08:22 AM (IST)

    પીએમ મોદીએ મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ આપી

    દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મહાત્મા ગાંધીની જન્મજયંતિના અવસરે રાજઘાટ પહોંચ્યા હતા, જ્યાં તેમણે રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.

  • 02 Oct 2024 08:10 AM (IST)

    ઈરાનના ઈઝરાયેલ પરના હુમલા પહેલા એસ જયશંકરે અમેરિકામાં શું કહ્યું ?

    વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ઈરાન-ઈઝરાયેલ હુમલા પહેલા કહ્યું કે, “અમે 7 ઓક્ટોબરને આતંકવાદી હુમલો માનીએ છીએ. અમે સમજીએ છીએ કે ઇઝરાયેલે જવાબ આપવાની જરૂર છે, પરંતુ અમે એ પણ માનીએ છીએ કે કોઈપણ દેશ દ્વારા અપાતા કોઈપણ પ્રતિભાવમાં આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાને ધ્યાનમાં લેવો જોઈએ. “અમે સંઘર્ષને વધારવાની સંભાવના વિશે ચિંતિત છીએ.”

  • 02 Oct 2024 08:01 AM (IST)

    ઇઝરાયેલે લેબનોનમાં 5 હુમલા કર્યા

    લેબનીઝ સુરક્ષા સૂત્રએ જણાવ્યું હતું કે બુધવારે સવારે બેરૂતના દક્ષિણી ઉપનગરોમાં ઓછામાં ઓછા પાંચ ઇઝરાયેલી હુમલાઓ થયા હતા. ઇઝરાયેલી સેનાએ કહ્યું કે તે હિઝબુલ્લાહના સ્થાનોને નિશાન બનાવી રહી છે અને તેણે ઘણા લોકોને સ્થળાંતર કરવાનો આદેશ જાહેર કર્યો છે.

  • 02 Oct 2024 07:54 AM (IST)

    નવસારીના વાંસદા તાલુકાના ઉપસળ ગામ ખાતેથી દીપડી પાંજરે પુરાઈ

    નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉપસળ ગામ ખાતેથી દીપડી પાંજરે પુરાઈ ગઈ છે. ઉપસળ ગામના નિશાળ ફળિયામાંથી આજે વહેલી સવારે દીપડી વન વિભાગે મુકેલા પાંજરામાં પુરાઈ જવા પામી છે. દીપડી પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. વાંસદા તાલુકામાં એક અઠવાડિયામાં બે બાળકી ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. હિંસક દીપડાને પકડવા માટે રાજ્યમાંથી 17 જેટલી ટીમો કાર્યરત હતી.

  • 02 Oct 2024 06:46 AM (IST)

    ઈઝરાયેલે કહ્યું, ઈરાનને પરિણામ ભોગવવા પડશે, યોગ્ય સમયે અને સ્થળ પર જવાબ આપશે

    ઈઝરાયેલે ઈરાનના હુમલાનો જવાબ આપવાની પ્રતિજ્ઞા લીધી છે. IDFના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ કહ્યું કે, ઈરાનને આ હુમલાનું પરિણામ ભોગવવું પડશે. અમારી પાસે યોજના છે અને અમે નિશ્ચિત સ્થળ અને સમયે પગલાં લઈશું.

  • 02 Oct 2024 06:19 AM (IST)

    ઈરાનનો ઈઝરાયલ પર મોટો હુમલો, 400 બેલેસ્ટિક મિસાઈલ છોડી

    ઈરાને ઈઝરાયેલ પર 400 બેલેસ્ટિક મિસાઈલો છોડી છે. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે પોતાના નાગરિકોને બંકરોમાં રહેવા માટે કહ્યું છે. આ પહેલા ઈઝરાયેલના જાફા સ્ટેશન પર બે આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં ઘણા લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે.

Published On - Oct 02,2024 6:18 AM

Follow Us:
જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video
જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video
આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેર, અહીં લોકોને રહે છે સતત મોતનો ડર
આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેર, અહીં લોકોને રહે છે સતત મોતનો ડર
અમદાવાદીઓ આજે કરોડો રુપિયાના ફાફડા-જલેબી ઝાપટી જશે !
અમદાવાદીઓ આજે કરોડો રુપિયાના ફાફડા-જલેબી ઝાપટી જશે !
મુસ્લિમ બિરાદર વિનામુલ્યે રાવણનું પૂતળું બનાવી આપે છે સેવા
મુસ્લિમ બિરાદર વિનામુલ્યે રાવણનું પૂતળું બનાવી આપે છે સેવા
રુપાલમાં વરદાયિની માતાની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક
રુપાલમાં વરદાયિની માતાની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક
હવામાનના જાણકાર અંબાલાલ પટેલની મોટી આગાહી
હવામાનના જાણકાર અંબાલાલ પટેલની મોટી આગાહી
તહેવારો આવતા જ ભેળસેળિયા તત્વો બન્યા બેફામ, ઠેર ઠેર નક્લીની ભરમાર
તહેવારો આવતા જ ભેળસેળિયા તત્વો બન્યા બેફામ, ઠેર ઠેર નક્લીની ભરમાર
રાજકોટમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ આઈકોનિક સિગ્નેચર બ્રિજ- Video
રાજકોટમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ આઈકોનિક સિગ્નેચર બ્રિજ- Video
ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં જોવા મળ્યા અદ્દભૂત દૃશ્યો
ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં જોવા મળ્યા અદ્દભૂત દૃશ્યો
અમરેલી કથિત દુષ્કર્મ મામલે શરૂ થઈ રાજનીતિ, SP એ કહ્યુ નથી થયુ દુષ્કર્મ
અમરેલી કથિત દુષ્કર્મ મામલે શરૂ થઈ રાજનીતિ, SP એ કહ્યુ નથી થયુ દુષ્કર્મ
g clip-path="url(#clip0_868_265)">