02 નવેમ્બરના મહત્વના સમાચાર : ગુજરાતમાં આનંદ અને ઉલ્લાસ સાથે નવા વર્ષની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરમાં દર્શન કર્યા
News Update : આજે 02 નવેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
પાટણમાં મોડીરાત્રે કાપડની દુકાનમાં ભીષણ આગ
પાટણમાં મોડીરાત્રે કાપડની દુકાનમાં ભીષણ આગ લાગી. ફટાકડાના કારણે ભીષણ આગ લાગી, મેઈન બજારમાં કાપડના શોરૂમમાં વિકરાળ આગ લાગી. કપડાનો શોરૂમ જૂના ગંજ બજારમાં આવેલો છે. આગ ઓલવવા માટે JCBથી દુકાનની દિવાલ તોડવી પડી. પાંચથી વધુ ફાયર ફાયટરોએ આગ પર કાબૂ મેળવ્યો.
-
ગીર સોમનાથ: સોમનાથના દરિયામાં ગોંડલનો એક યુવાન ડૂબ્યો
ગીર સોમનાથ: સોમનાથના દરિયામાં ગોંડલનો એક યુવાન ડૂબ્યો. ફાયર વિભાગ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી. બે ભાઈઓ દરિયા નજીક હતા તે દરમિયાન બની ઘટના.બે ભાઈમાંથી એકનો હાથ છૂટી જતા યુવક ડૂબ્યો હોવાની માહિતી.
-
-
નવા વર્ષ નિમિતે PM મોદીએ આપી શુભેચ્છા
નવા વર્ષ નિમિતે PM મોદીએ શુભેચ્છા આપી, PM મોદીએ કહ્યા, “નવા વર્ષના રામ રામ !”. લખ્યુ “આજથી પ્રારંભ થતું આ નવું વર્ષ આપના જીવનમાં સુખ, સફળતા અને સમૃદ્ધિ લઈને આવે”, “આપનું આરોગ્ય નિરામય રહે એવી પ્રાર્થના,.આગામી વર્ષમાં આપના બધા સપનાઓ સાકાર થાય. દરેક દિવસ નવી ઊર્જા અને સકારાત્મકતાથી ભરેલો રહે એવી અભ્યર્થના. નવા વર્ષની અનેક અનેક શુભેચ્છાઓ. નૂતન વર્ષાભિનંદન.
-
સુરત: હર્ષ સંઘવીની પોલીસ અધિકારીઓને સૂચના
સુરત: હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને સૂચના આપી. તેમણે સક્રિય રીતે ડ્રગ્સ વિરોધી ઝૂંબેશ ચલાવવા ટકોર કરી.કહ્યુ- ડ્રગ્સનું કોઇ સેવન ન કરે તે માટે વ્યવસ્થા ઉભી કરવી જોઇએ. ડ્રગ્સ અંગેની ઘટના બને તો આપણા માટે સારી વાત ન કહેવાય. આપણા વિસ્તારમાં કોઇ ઘટના ન બને તે માટે મહેનત કરવી જોઇએ. કાયદો વ્યવસ્થા સાથે સમાજની વ્યવસ્થા સાચવવાની જવાબદારી પોલીસની છે.
-
વડતાલ મંદિરમાં અનોખો શણગાર
ખેડાના જિલ્લામાં આવેલા વડતાલ મંદિરમાં અનોખો શણગાર કરાયો. મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. રંગબેરંગી લાઈટના શણગારથી મંદિર પરિસરમાં ભવ્ય નજારો સર્જાયો હતો.મહત્વનું છે કે. વડતાલ મંદિરનો 200 વર્ષ પૂર્ણ થતા 7થી 15 નવેમ્બર દરમિયાન દ્વિશતાબ્દી મહોત્સવ યોજાવવાનો છે. મહોત્સવ પહેલા મંદિરમાં અનોખી શોભા જોવા મળી રહી છે.
-
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે વિશ્વમાં વસતા ભારતીયોને દિવાળીની શુભેચ્છા આપી. બાંગ્લાદેશમાં હિંદુઓ પરના અત્યાચારને વખોડ્યો. કેનેડાએ ભારત વિરૂદ્ધ ઓક્યું ઝેર. PM ટ્રુડોએ ભારત પર જાસૂસીનો આરોપ લગાવ્યો. ભારતે આરોપ ફગાવ્યા. દિવાળીના તહેવારે મોદી સરકારની છલકાઇ તિજોરી.. ઓક્ટોબર માસમાં GST કલેક્શનનો આંક 1.87 લાખ કરોડનો પાર ગયો, 9 ટકાની રેકોર્ડબ્રેક ઉછાળો થયો. કર્ણાટકની કોંગ્રેસ સરકાર આર્થિક સંકટનો સામનો કરી રહી છે. મલ્લિકાર્જુન ખડગેએ નેતાઓનો ઉધડો લીધો. તો PM મોદીએ ખડગેના નિવેદન પર કટાક્ષ કર્યો. શાઇના એનસી પર શિવસેના (UBT) સાંસદ અરવિંદ સાવંતના વિવાદાસ્પદ નિવેદનથી વિવાદ. શાઈનાએ રમ્યુ વુમન કાર્ડ, કહ્યું, હું એક મહિલા છું, કોમોડિટી નથી.