AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video : બિહારની હોસ્પિટલની ઘોર બેદરકારી, દર્દીના તૂટેલા પગમાં પ્લાસ્ટરના બદલે બાંધી દીધુ પૂંઠુ

બેગુસરાયની માંઝૌલ હોસ્પિટલમાં, એક દર્દીને પ્લાસ્ટર કાસ્ટને બદલે પૂંઠુ બાંધી દેવામાં આવ્યું હોવાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતાં જ આરોગ્ય વ્યવસ્થા પર પ્રશ્નો પણ ઉભા થયા છે.

Trending Video : બિહારની હોસ્પિટલની ઘોર બેદરકારી, દર્દીના તૂટેલા પગમાં પ્લાસ્ટરના બદલે બાંધી દીધુ પૂંઠુ
Cardboard Plaster
| Updated on: Aug 08, 2026 | 1:06 PM
Share

બિહારથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં દર્દીના તૂટેલા પગને પ્લાસ્ટર કાસ્ટને બદલે પૂંઠુ બાંધી દેવામાં આવ્યું હતું. આ ઘટના બેગુસરાયની માંઝૌલ હોસ્પિટલમાં બની હતી. જે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે.

ધ બિહાર (The Bihar) નામના X એકાઉન્ટ દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. વાયરલ વીડિયો મુજબ, એક વ્યક્તિનો અકસ્માતમાં થયો હતો. જેના કારણે તેનો પગ તૂટી ગયો હતો. તેને સારવાર માટે માંઝૌલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં જે બન્યું તેનાથી બધા ચોંકી ગયા છે. વીડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે દર્દીના તૂટેલા પગ પર યોગ્ય પ્લાસ્ટર કાસ્ટ લગાવવાને બદલે પૂંઠુ કાપીને બાંધી દેવામાં આવ્યું છે. દર્દી બેડ પર પીડાથી કણસતો જોવા મળે છે. આ પૂંઠુ તેના પગ સાથે બાંધેલું છે. આ જોઈને કોઈ પણ વ્યક્તિ કલ્પના કરી શકે છે કે તે સમયે હોસ્પિટલમાં દર્દીની વેદના કેટલી હદ સુધી હશે.

હોસ્પિટલોની કામગીરી સામે ઉઠ્યા સવાલો

આ ઘટના ફરી એકવાર નાના શહેરો અને ગામડાઓમાં સરકારી હોસ્પિટલોમાં આવશ્યક પુરવઠાના અભાવને ઉજાગર કરે છે. આવા અહેવાલો પહેલા પણ સામે આવ્યા છે જ્યાં દર્દીઓ સમયસર અને યોગ્ય સારવાર મેળવી શકતા નથી. આનાથી ડર છે કે તેમની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.

શું ગામડાના ગરીબ દર્દીની પીડાની કોઈ કિંમત જ નથી?

ગામડાંઓ અને નાના શહેરોમાં રહેતા લોકો ઘણીવાર સરકારી હોસ્પિટલો પર આધાર રાખે છે કારણ કે ખાનગી હોસ્પિટલોમાં જવું ખૂબ મોંઘું હોય છે. આવી સ્થિતિમાં જો સરકારી હોસ્પિટલોમાં પણ મૂળભૂત પુરવઠો ઉપલબ્ધ ન હોય તો સામાન્ય માણસ ક્યાં જાય તે એક મોટો પ્રશ્ન બની જાય છે. આ વિડિઓ ફરીથી પ્રશ્ન ઉઠાવે છે કે સરકારી હોસ્પિટલોમાં આવશ્યક પુરવઠાની આટલી અછત કેમ છે અને આ માટે કોણ જવાબદાર છે.

નોંધ: આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો આધારે તૈયાર કરવામાં આવ્યા છે. સમાચારમાં કરવામાં આવેલા દાવાઓની સ્વતંત્ર રીતે TV9 ગુજરાતી દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી.

આ પણ વાંચો, Trending Video : સુપરપાવર અમેરિકાનું પણ છે આ કડવું સત્ય ! રસ્તા પર કપડાં બદલતા અને ઝૂંપડીઓમાં રહેતા લોકોનો વીડિયો વાયરલ

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">