01 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનને મળી જાનથી મારી નાખવાની ધમકી
આજે 01 સપ્ટેમ્બરના મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો
આજે 01 સપ્ટેમ્બરના મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો
LIVE NEWS & UPDATES
-
કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનને મળી જાનથી મારી નાખવાની ધમકી
કેન્દ્રીય મંત્રી અને લોજપા (આર) ના વડા ચિરાગ પાસવાનને આજે પોસ્ટકાર્ડ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, “કટ્ટર આતંકવાદીઓ ટૂંક સમયમાં તમારી હત્યા કરશે.” મંત્રીના કાર્યાલયે આ ધમકી અંગે કેન્દ્રીય ગૃહ સચિવને પત્ર લખીને સત્તાવાર જાણ કરી છે.
-
વડા પ્રધાન પદેથી રાજીનામું આપ્યાના 71 દિવસ પછી કીર સ્ટારમરે સાંસદ પદેથી પણ આપ્યું રાજીનામું
બ્રિટિશ વડા પ્રધાન પદેથી રાજીનામું આપ્યાના 71 દિવસ પછી કીર સ્ટારમરે સાંસદ પદેથી રાજીનામું આપ્યું છે. હવે તેમની લંડન બેઠક માટે પેટાચૂંટણી યોજાશે, જ્યાં લેબર પાર્ટીને ગ્રીન પાર્ટી તરફથી પડકારનો સામનો કરવો પડી શકે છે.
-
-
મુખ્ય એવિએશન કનેક્ટિવિટી હબ તરીકે વિકસાવવા અમદાવાદ એરપોર્ટથી હબ એન્ડ સ્પોક ઓપરેશન્સનો પ્રારંભ
અમદાવાદ એરપોર્ટ પરથી હબ એન્ડ સ્પોક ઓપરેશન્સનો પ્રારંભ કરાયો છે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ, CM ભૂપેન્દ્ર પટેલ અને DyCM હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યાં હતા. કેન્દ્રીય રાજ્યમંત્રી મુરલીધર મોહોલ પણ કાર્યક્રમમાં હાજર. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (SVPIA) પરથી હબ એન્ડ સ્પોક ઓપરેશન્સની શરૂઆત કરવામાં આવી છે. હબ એન્ડ સ્પોક મોડલ હેઠળ અમદાવાદને મુખ્ય એવિએશન કનેક્ટિવિટી હબ તરીકે વિકસાવવા પર ભાર મુકાશે. મોડલથી અમદાવાદથી નાના તેમજ અન્ય શહેરો વચ્ચે હવાઈ સંપર્ક વધુ મજબૂત કરવાનો હેતુ. મુસાફરોને વિવિધ સ્થળોએ પહોંચવા માટે વધુ સારી કનેક્ટિવિટી થશે વધારો. નવી વ્યવસ્થાથી પ્રાદેશિક હવાઈ સંપર્કને પ્રોત્સાહન મળવાની સંભાવના. ગુજરાતના ઉડ્ડયન ક્ષેત્રના વિસ્તરણમાં આ પહેલ મહત્વપૂર્ણ સાબિત બનશે. એર કનેક્ટિવિટીના કારણે રાજ્યમાં પ્રવાસન, વેપાર અને રોકાણને પણ વેગ મળશે.
-
અમદાવાદ એરપોર્ટ પરથી 6.073 કિલો હાઈડ્રોપોનિક ગાંજા સાથે મ્યાનમારની વિદેશી મહિલા ઝડપાઈ
અમદાવાદ એરપોર્ટ પર હાઈડ્રોપોનિક ગાંજાનો મોટો જથ્થો ઝડપાયો છે. કસ્ટમ્સ વિભાગે, 6.073 કિલો હાઈડ્રોપોનિક મેરિજુઆના (ગાંજો) ઝડપી પાડીને મોટી કાર્યવાહી હાથ ધરી છે. 6.073 કિલો હાઈડ્રોપોનિક મેરિજુઆના (ગાંજા) સાથે મ્યાનમાર મૂળની વિદેશી મહિલા ઝડપાઈ છે. મહિલા હો ચી મિન્હ સિટીથી અમદાવાદ આવી હતી. પેસેન્જર પ્રોફાઇલિંગ અને X-Ray સ્કેનિંગ દરમિયાન શંકા ગઈ હતી. સ્નિફર ડોગના સિગ્નલ બાદ કસ્ટમ્સે કરી તપાસ. ટ્રોલી બેગમાં ખાસ બનાવેલી ફેક લેયર અને કેવિટી મળી આવી. કેવિટીમાં 5 પારદર્શક પોલિથીનમાં વેક્યૂમ પેકેટ્સ છુપાવેલા હતા. પેકેટમાંથી લીલા રંગનો પદાર્થ મળી આવ્યો. પ્રાથમિક ટેસ્ટમાં પદાર્થ હાઈડ્રોપોનિક મેરિજુઆના હોવાનું સામે આવ્યું. મહિલા પેસેન્જરની સામે ndps એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરાઈ.
-
ગીર સોમનાથ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા MLA વિમલ ચુડાસમાની માંગ
ગીર સોમનાથ જિલ્લાને, દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માટે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ માંગ કરી છે. ગીર સોમનાથ જિલ્લામાં અનિયમિત વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. પાકને પૂરતું પાણી ના મળતા નુકસાનની ભીતિ વચ્ચે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મુખ્યમંત્રીને પત્ર લખી તાત્કાલિક સરકારી પાક નુકસાની સર્વેની માંગ કરી છે. ગામવાર અને પાકવાર વળતર, પશુપાલકો માટે મફત ઘાસચારા ડેપો, SDRF સહિતની સહાય અને વિશેષ રાહત પેકેજ આપવાની માંગ સાથે સોમનાથ વિધાનસભા તથા ગીર સોમનાથને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ઉગ્ર રજૂઆત કરી છે.
-
-
ઉનાલી ગામમાં આવેલ પોલી ગોલ્ડ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બોઇલરની એક્ઝિટ પાઇપ ફાટતા 2ના મોત
ગાંધીનગરના કલોલના ઉનાલી ગામની સીમમાં આવેલ પોલી ગોલ્ડ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બોઇલરની એક્ઝિટ પાઇપ ફાટતા બે લોકોના મોત થયા છે. રવિવારે કંપનીની પ્રોડક્શન કામગીરી દરમિયાન બોઇલરની પાઇપ ફાટી હતી. બોઇલર પાઇપ ફાટતા ત્યા કામ કરતો કર્મચારી અને ઊભેલો ગાર્ડ ઘટના સ્થળે મૃત્યુ પામ્યા હતા. જ્યારે અન્ય એક શખ્સ ને ઇજાઓ પહોચતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કંપની પાઇપ ફાટવાની ઘટનાની જાણકારી મળતા સાંતેજ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોધી કાર્યવાહી શરૂ કરી હતી. કંપનીમાં અકસ્માત ઘટના બાદ FSL ,બોઇલર અધિકારી અને ફેક્ટરી ઇસ્પકેટર દ્વારા પણ ઘટના ની તપાસ હાથ ધરાઈ છે.
-
ગાંધીનગર SAI કેન્દ્રના પ્રાદેશિક નિયામક તરીકે પ્રશાંત સિંહની નિમણૂક
ભારતીય રમત સત્તામંડળ (Sports Authority of India – SAI) દ્વારા પ્રશાંત સિંહની પ્રાદેશિક નિયામક, SAI પ્રાદેશિક કેન્દ્ર ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ ગુજરાત અને રાજસ્થાનમાં SAIની પ્રાદેશિક કામગીરીની જવાબદારી સંભાળશે. મૂળ લખનઉ, ઉત્તર પ્રદેશના વતની પ્રશાંત સિંહને રમત પ્રશાસન ક્ષેત્રે 10 વર્ષથી વધુનો અનુભવ છે. તેમણે રમત નીતિ અને યોજનાઓના અમલીકરણ, ખેલાડી વિકાસ, આંતરરાષ્ટ્રીય તથા રાષ્ટ્રીય કક્ષાની રમત સ્પર્ધાઓ, સ્પોર્ટ્સ સાયન્સ અને ખેલાડી સહાય પ્રણાલીઓ, રમત સંચાર તથા સંસ્થાકીય વિકાસ સહિત રમત ક્ષેત્રના વિવિધ પાસાઓમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે.
-
અમદાવાદના કાલુપુરમાં દબાણ હટાવો ડ્રાઈવ હાથ ધરાઈ
અમદાવાદના કાલુપુરમાં દબાણ હટાવો ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં AMC દ્વારા કાલુપુરથી ગીતામંદિર સુધી મેગા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરમાં સુચારુ ટ્રાફિક અને રાહદારીઓની સુગમતા માટે મધ્ય ઝોન એસ્ટેટ વિભાગે આ કાર્યવાહી કરી હતી. કાલુપુર સ્ટેશન અને ગીતામંદિર બસ સ્ટોપ જેવા અત્યંત વ્યસ્ત વિસ્તારોને અનધિકૃત દબાણોથી મુક્ત કરાયા છે.
-
ગુજરાત ભાજપના પ્રભારી તરૂણ ચૂગ, મંત્રીઓ-પદાધિકારીઓ સાથે ગાંધીનગરમાં કરશે બેઠક
ગુજરાત ભાજપના પ્રભારી તરૂણ ચૂગ ગુજરાત મુલાકાતે. મંત્રીઓ પદાધિકારીઓ સાથે ગાંધીનગરમાં કરશે બેઠક. મુખ્યમંત્રી સહિત મંત્રી મંડળના સભ્યો રહેશે ઉપસ્થિત. સાંસદો ધારાસભ્ય અને પ્રદેશ સંગઠનના હોદ્દેદારો રહેશે ઉપસ્થિત. ગાંધીનગર ટાઉનહોલ ખાતે યોજાશે બેઠક. સવારે 10:30 કલાકે યોજાશે બેઠક.
-
બગોદરા વટામણ હાઇવે પર આઇસર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત, 2 ના મોત
અમદાવાદના બગોદરા વટામણ હાઇવે પર ગમખ્વાર અકસ્માત થયો છે. આઇસર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થતા બે લોકોના મોત થયા છે. મરણ જનાર બંન્ને યુવકો બાઇક લઈ વડોદરા તરફ જઈ રહ્યા હતા. સમગ્ર મામલે પોલીસે મૃતદેહને પી.એમ અર્થે ખસેડી કાર્યવાહી શરૂ કરી.
-
મમતા બેનર્જીની ભત્રીજીએ કરી આત્મહત્યા, ઘરેથી મૃતદેહ લટકતો મળ્યો
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની ભત્રીજી બ્રિષ્ટિ મુખર્જીએ આત્મહત્યા કરી છે. તેમનો મૃતદેહ રામપુરહાટમાં તેમના નિવાસસ્થાને ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતો મળી આવ્યો હતો. અહેવાલો અનુસાર, બ્રિષ્ટિ છેલ્લા 4-5 વર્ષથી ડિપ્રેશનથી પીડાતી હતી અને તેની સારવાર ચાલી રહી હતી.
-
જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન, વિવિધ રાજ્યોમાં વિદ્યાર્થીઓ સામે કરાયેલ FIR રદ કરવા SCનો આદેશ
જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન દાખલ FIR સંબંધિત કેસમાં, સુપ્રીમ કોર્ટે કલમ 142 હેઠળ આસામ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, બિહાર અને દિલ્હીમાં વિદ્યાર્થીઓ સામે નોંધાયેલી FIR રદ કરવાનો આદેશ આપ્યો છે.
-
વારો ન આવવા દે તે જ નેતા બને – ડૉ. પ્રવિણ તોગડીયાએ અમરેલીમાં કોઈનુ નામ લીધી વિના કર્યું નિવેદન
અમરેલી જિલ્લામાં આંતરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ નેતા પ્રવીણ તોગડિયાનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે. વડિયા પટેલ સમાજની વાડીમા આંતરરાષ્ટ્રીય હિન્દૂ નેતા પ્રવીણ તોગડીયાની કાર્યકરો સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રવીણ તોગડીયાએ કોઈનુ નામ લીધા વિના કહ્યું કે, “વારો ન આવવા દે તે જ નેતા બને”. પ્રવીણ તોગડિયાના આ નિવેદનથી રાજનેતાઓમાં ગણગણાટ વ્યાપી ગયો છે. કેટલાક રાજકીય નેતાઓ જાણી ચૂક્યા છે કે પ્રવીણ તોગડીયાએ આવા શબ્દો કોના માટે ઉચ્ચાર્યા છે. આ બેઠકમાં પૂર્વ ધારાસભ્ય બાવકુ ઉંધાડ સહીત નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
-
મહારાષ્ટ્રના ધોરણે, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને થીયેટર સ્ક્રીન તથા ચોક્કસ શો આપવા ફિલ્મ એકટર દિપક તીજોરીની રજૂઆત
ફિલ્મ એક્ટર દિપક તીજોરી સચિવાલય પહોંચ્યા. મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ વિક્રાંત પાંડે સાથે કરી મુલાકાત. ગુજરાતી ફિલ્મોને હિન્દી ફિલ્મોના કારણે છોડવું પડે છે થિયેટર તેવુ દીપક તિજોરીએ જણાવ્યું. મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ ફિલ્મો અંગે નિયમ બનાવવા કરી રજૂઆત. હિન્દી, અંગ્રેજી ફિલ્મોના કારણે ગુજરાતી ફિલ્મો ઉતારી લેવાતા બિઝનેસને પડે છે ફટકો. સચિવાલય ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવા પહોંચ્યા છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને પ્રાધાન્ય આપવા રજૂઆત. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને થીયેટર સ્ક્રીન તથા ચોક્કસ શો આપવા રજૂઆત કરવામાં આવી છે. બોલિવુડ તથા હોલિવુડ ફિલ્મના કારણે ગુજરાતી ફિલ્મને સ્ક્રીન કે શો ન મળી રહી ફરિયાદ. ગુજરાતી ફિલ્મને સ્ક્રીન તથા શો મળે તે માટે રજૂઆત. મહારાષ્ટ્રના તર્જ પર ગુજરાતની પોલિસી બનાવવાની માંગ.
-
અમદાવાદ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલતી ટ્રેનમાંથી લટકતા મુસાફરનો જીવ બચ્યો
અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર જમ્બલપુર-વેરાવળ એક્સપ્રેસમાં ચઢતી વખતે એક આધેડ મુસાફરનો પગ લપસી જતા મોટી દુર્ઘટના સર્જાતા ટળી હતી. ચાલતી ટ્રેનમાં સંતુલન ગુમાવતા મુસાફર કોચની સીડી પાસે લટકી ગયા હતા. આ દરમિયાન ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા મહેશ પરમારે સમયસૂચકતા દાખવી મુસાફરને પકડી લીધો હતો અને તેમને ટ્રેનની નીચે જતાં બચાવી લીધા હતા. મહેશ પરમારની સતર્કતા અને હિંમતના કારણે મુસાફરનો જીવ બચી ગયો હતો.
-
ભરૂચના ઇખર ગામે ધોરણ-2ના વિદ્યાર્થીને શિક્ષકે પાઈપથી માર્યાનો આરોપ
ભરૂચના આમોદ તાલુકાના ઇખર ગામે ધોરણ-2માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષકે પાઈપથી માર માર્યાનો આરોપ સામે આવ્યો છે. વિદ્યાર્થીને વાંચતા ન આવડતા શિક્ષકે તેને પાઈપથી માર માર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બાળક ઘરે પહોંચ્યા બાદ માતાએ તેના શરીર પર મારના નિશાન જોતા સમગ્ર ઘટના સામે આવી હતી. મામલો શિક્ષણ વિભાગ સુધી પહોંચતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. સમગ્ર ઘટનાની તપાસ આમોદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને સોંપવામાં આવી છે.
-
વડોદરાના મોગલવાડામાં દૂષિત પાણીથી ત્રસ્ત લોકો, માટલા ફોડી વિરોધ
વડોદરાના મોગલવાડા વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાથી સ્થાનિક રહીશો ત્રસ્ત બન્યા છે. છેલ્લા ચાર મહિનામાં દૂષિત પાણી અંગે 14 ફરિયાદો નોંધાવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતાં સ્થાનિકોએ માટલા ફોડી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ મુદ્દે વિપક્ષી કોર્પોરેટર અને ડેપ્યુટી મેયર વચ્ચે પણ વિવાદ સર્જાયો છે. વિપક્ષી કોર્પોરેટરે ડેપ્યુટી મેયર પર ઉદ્ધતાઈભર્યા વર્તનનો આરોપ લગાવ્યો, જ્યારે ડેપ્યુટી મેયરે વિપક્ષી કોર્પોરેટરની રજૂઆતને સસ્તી પ્રસિદ્ધિ ગણાવી હતી. ડેપ્યુટી મેયરે કહ્યું હતું કે માત્ર રજૂઆત કરવાથી પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી. સાથે જ તેમણે સભા બાદ બંને સાથે ચા-પાણી પીતા હોવાનું નિવેદન આપ્યું હતું.
-
નેપાળ મહાહોનારતમાં મૃત્યુઆંક 1 હજારને પાર, હજારો લોકો લાપતા
નેપાળમાં સર્જાયેલી મહાહોનારતમાં મૃત્યુઆંક વધીને 1 હજારને પાર પહોંચી ગયો છે. મળતી માહિતી મુજબ નેપાળમાં 987 અને તિબેટમાં 16 લોકોના મોત થયા છે. આપત્તિ બાદ હજુ પણ 583 જેટલા વિદેશી પ્રવાસીઓ સહિત કુલ 4,500થી વધુ લોકો લાપતા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ, બચાવ અને રાહત કામગીરી સતત ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 12 હજારથી વધુ લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતા વચ્ચે લાપતા લોકોની શોધખોળ માટે બચાવ ટુકડીઓ દ્વારા કામગીરી તેજ કરવામાં આવી છે.
-
ગુજરાતમાં 7 દિવસ હળવો વરસાદ રહેશે, ઉત્તર ગુજરાતમાં પવનનું જોર રહેશે
રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 15થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે.
-
સિંધુ જળ સમજૂતી મુદ્દે ભારતનું કડક વલણ
-
ન્યૂયોર્કના ટાઇમ્સ સ્કવેરમાં મહિલાનો છરી વડે હુમલો
અમેરિકાના ન્યૂયોર્કના વિખ્યાત ટાઇમ્સ સ્કવેર વિસ્તારમાં એક મહિલાએ અચાનક બે લોકો પર છરી વડે હુમલો કરતાં અફરાતફરી મચી ગઈ હતી. હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનાને પગલે સ્થાનિકો અને પર્યટકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મહિલાને રોકવા માટે વળતી કાર્યવાહી કરી હતી. પોલીસે કરેલા ગોળીબારમાં હુમલાખોર મહિલાનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
-
મુંબઈમાં CNG ₹2 પ્રતિ કિલો અને PNG ₹1 મોંઘુ થયું
મુંબઈ – MGL એ તમામ વિસ્તારોમાં CNG ના ભાવમાં ₹2 પ્રતિ કિલોનો વધારો કર્યો છે, જેના કારણે મુંબઈમાં નવી કિંમત આજથી ₹88 પ્રતિ કિલો થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિને કારણે ઇનપુટ ગેસના ભાવમાં વધારો થવાને કારણે સ્થાનિક PNG ના ભાવમાં પણ ₹1 પ્રતિ SCMનો વધારો થયો છે: મહાનગર ગેસ લિમિટેડ.
Published On - Sep 01,2026 7:37 AM
