01 ઓક્ટોબરના મહત્વના સમાચાર : હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીનો પદ્મશ્રી એવોર્ડ પરત ખેંચી લેવા કોંગ્રેસની માંગ
આજે 01 ઓક્ટોબરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 01 ઓક્ટોબરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
અમદાવાદમાં ગેલેક્સી રાસ ગરબાના આયોજકે ગળે ફાંસો ખાઈને કરી આત્મહત્યા
અમદાવાદમાં હાથીજણ સર્કલ નજીક વૃદાવન પાર્ટી પ્લોટમાં ગેલેક્સી રાસ ગરબાનું આયોજન કરનાર મયંક પરમારે આપઘાત કર્યો. વટવા GIDC માં ફેબ્રિકેશનનો ધંધો કરતા મયંક પરમારે પોતાની દુકાનમાં મંગળવારે અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આપઘાત કરતા પહેલા મયંકે લખેલી સુસાઈડ નોટ મળી પણ મળી આવી છે. જેમાં તેને નવરાત્રીના ગરબાનું આયોજન અને ટિકિટને લઈને ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત અમિત પંચાલ નામના વ્યક્તિ પાસેથી રૂ 2 લાખ 10 દિવસ માટે 10 ટકાના વ્યાજે લીધા હતા અને તેના 2 કોરા ચેક આપતા હોવાનું જણાવ્યું હતું.
-
હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીનો પદ્મશ્રી એવોર્ડ પરત ખેંચી લેવા કોંગ્રેસની માંગ
સુરેન્દ્રનગરના વતની અને હાસ્ય કલાકાર તેમજ સમાજ સેવક ડો જગદીશ ત્રિવેદીને અર્પણ કરાયેલ પદ્મશ્રી એવોર્ડ પરત ખેંચવા કોંગ્રેસે માંગ કરી છે. ડો.જગદીશ ત્રિવેદી દ્વારા લોસ એન્જલસ ખાતે એક જાહેર કાર્યક્રમમાં, સ્વર્ગસ્થ પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહ વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ કાર્યક્રમમાં શ્રોતાઓને મોબાઈલ બંધ કરવા માટે તમારા મોબાઇલને મનમોહન મોડમાં મૂકો તેવા શબ્દનો ઉચ્ચાર કર્યો હતો.
કોંગ્રેસના આગેવાનો દ્વારા સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવી ડો.જગદીશ ત્રિવેદી વિરુ્ધ કાર્યવાહી કરવા માંગ કરી હતી. સુરેન્દ્રનગર શહેરમાં મૂકવામાં આવેલ જગદીશ ત્રિવેદીની પ્રતિમા પણ હટાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
-
-
33 વર્ષ અગાઉના ઠગાઈના કેસમાં CBI કોર્ટે 5 આરોપીને ફટકારી 3 વર્ષની સજા
અમદાવાદની CBI કોર્ટે બેંક ફ્રોડ કેસમાં પાંચ આરોપીઓને 3 વર્ષની આકરી સજા ફટકારી છે. 33 વર્ષ અગાઉ થયેલી ઠગાઈના કેસમાં CBI કોર્ટે ફટકારી સજા. કોર્ટે તમામ 5 આરોપીઓને અલગ અલગ 50,000 રૂપિયાનો દંડ પણ કર્યો છે. મુંબઈના કલ્યાણ સ્થિત બેંક ઓફ ઈન્ડિયાની શાખામાંથી 33 વર્ષ અગાઉ ડીડી બુક મેળવીને આચરવામાં આવી હતી છેતરપિંડી. એક કરોડ 8 લાખ રૂપિયા વિદેશમાં ટ્રાન્સફર કરવા અંગે કરાઈ હતી આરોપીઓની ધરપકડ. સલીમ સલાઉદ્દીન શેખ, કીર્તિકુમાર શાહ, મહેન્દ્ર વખારિયા, કમલેશ રાવ અને ભુપેન્દ્ર વખારિયાને 3 વર્ષની સજા કરાઈ છે.
1992 માં બેંકના પટાવાળાએ ડિમાન્ડ ડ્રાફ્ટ બુક ચોરી જેમાંથી 19 ડીડીમાં 9 લાખની રકમ ભરીને અધિકારીઓની ખોટી સહીઓ કરીને આશ્રમ રોડ શાખામાં બનાવતી ખાતું ખોલીને રૂપિયા ઉપાડીને હોંગકોંગની ત્રણ કંપનીઓમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. કારંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આ ફરિયાદ બાદ CBI ની તપાસમાં 23 સાક્ષીઓ, 99 દસ્તાવેજી પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા
-
ભુજ મિલેટરી સ્ટેશને રાવણ દહન કરીને રાજનાથસિંહે, ભારતીય સૈન્ય જવાનો સાથે શોર્ય વિજ્યોત્સવ મનાવ્યો
કચ્છમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ ભુજ મિલેટરી સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. જ્યા તેમણે રાવણ દહન કરીને ભારતીય જવાનો સાથે શોર્ય વિજ્યોત્સવ મનાવ્યો હતો. ભુજ મિલેટરી સ્ટેશનમાં આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે હાજરી આપી હતી. ભારતીય સેનાના અદમ્ય સાહસ અને કરતબોને રક્ષામંત્રીએ નિહાળ્યું હતું. રક્ષામંત્રીએ ભારતીય સેનાના જવાનો સાથે વિજય દશમીની ભવ્ય ઉજવણી કરી હતી. રક્ષામંત્રીએ જવાનો સાથે ભોજન ગ્રહણ કરી ભારતીય જવાનોની કામગીરી બિરદાવી હતી.
-
સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ ભૂજની મુલાકાતે, ત્રણેય પાંખના વડાઓએ કર્યું સ્વાગત
કચ્છમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ ભૂજની મુલાકાતે આવ્યા હતા. તેઓ ભૂજ એરફોર્સ સ્ટેશન પહોંચ્યા અને ત્યાં ત્રણેય પાંખના વડાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. કચ્છ કલેકટર અને પશ્ચિમ કચ્છ SPએ પણ તેમનું સ્વાગત કર્યું. રાજનાથસિંહે ભૂજ મિલિટરી સ્ટેશન ખાતે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપી અને સેના જવાનોના અદમ્ય સાહસ અને કરતબોના સાક્ષી બન્યા.
-
-
સુરેન્દ્રનગરમાં પ્રાંતિય યુવકની હત્યાની ઘટના બની, પોલીસે આરોપી યુવકને ઝડપી પાડ્યો છે
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના પથુગઢ ગામે પર પ્રાંતિય યુવકની હત્યાની ઘટના સામે આવી છે. એક અઠવાડિયા પહેલા યુવક જ્યારે ખેતરમાં સુતો હતો ત્યારે બીજા યુવકે કુહાડીથી હુમલો કર્યો હતો. હોસ્પિટલમાં સારવાર બાદ યુવકનું મોત નીપજતા આ બનાવ હત્યામાં ફેરવાયો છે. યુવક પર હુમલાનું કારણ પત્નીની મશ્કરી હોવાનું સામે આવ્યું છે.
એક યુવક સતત પત્નીની મશ્કરી કરતો હોઈ, તેને મશ્કરી ન કરવા ઠપકો આપતા ગુસ્સે ચડી આરોપી યુવકે કુવાડીથી હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી યુવકને ઝડપી પાડ્યો છે અને તેની સામે પૂછપરછ શરૂ કરી છે.
-
અમદાવાદના બોપલ વિસ્તારમાં હત્યા, છરીના ઘાથી યુવકને ઝીંકી કાઢ્યો
અમદાવાદના બોપલ વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. લેબર કોલોની ખાતે સુનિલ માલીવાડ નામના યુવકનું છરીના હુમલાથી મોત કરવામાં આવ્યું છે. જાણવા મળ્યું છે કે, અગાઉ થયેલા ઝગડાની અદાવતમાં શખ્સોએ આ હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતા જ બોપલ પોલીસે નરેશ સહિતના કેટલાક લોકો સામે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે.
-
ખોરાક ઔષધ નિયમન તંત્રે, 4.80 લાખની કિંમતનો 1198 કિ.ગ્રા ખોરાકના જથ્થાનો નાશ કર્યો
નવરાત્રી અને દશેરાના તહેવાર દરમિયાન જાહેર જનતાને શુદ્ધ અને સલામત ખોરાક મળી રહે તે હેતુથી રાજ્યભરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે ખોરાક ઔષધ નિયમન તંત્ર દ્વારા સમગ્ર રાજ્યમાં 2225 જેટલી પેઢીઓની તપાસ કરીને 676 જેટલા નમૂના લેવામાં આવ્યા હતા. જે પૈકી રૂ. 4.80 લાખથી વધુની કિંમતનો 1198 કિ.ગ્રા ખોરાકના જથ્થાનો નાશ કરાયો હતો.
-
ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં જ સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો
પહેલી ઓક્ટોબરે જ સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર, 24 કેરેટ સોનાનો 10 ગ્રામ ભાવ ₹1,237 વધીને ₹1,16,586 થયો છે. આ પહેલાં તે ₹1,15,349 જેટલો હતો. ચાંદી પણ ₹1,691 વધીને પ્રતિ કિલોગ્રામ ₹1,44,125 થઈ ગઈ છે. ચાંદીનો ભાવ પણ અગાઉ, ₹1,42,434 હતો.
-
ગુજરાતમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી
રાજ્યમાં હજુ પણ આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ મુશળધાર વરસાદ વરસી શકે છે. વરસાદી સિસ્ટમ હાલ દરિયા તરફ પહોંચી છે. હવે આની અસરના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શકયતાઓ છે. અગાઉ પણ ભારે વરસાદના કારણે રાજ્યના ખેડૂતોને ખુબ જ નુકસાન થયું છે.
-
‘ખેલ મહાકુંભ’ તરીકે ઓળખાતો ગુજરાતનો સૌથી મોટો રમતોત્સવ આજથી શરૂ થયો, અગાઉના રેકોર્ડ તૂટે તેવી સંભાવના
ગુજરાતના સૌથી મોટા રમતોત્સવ એટલે કે ‘ખેલ મહાકુંભ’ની શરૂઆત થઈ ચૂકી છે. આ વર્ષે ખેલ મહાકુંભમાં અગાઉના રેકોર્ડ તૂટે તેવી સંભાવના છે. ગુજરાતભરના 18 હજાર ગામડાઓમાંથી વિવિધ ખિલાડીઓ જુદી-જુદી રમતમાં પોતાનું કૌશલ્ય રજૂ કરશે. આ વર્ષે ખેલ મહાકુંભમાં 72 હજાર જેટલા ખિલાડીઓએ નોંધણી કરાવી છે.
ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે, ખેલ મહાકુંભથી યુવાનો રમત-ગમત તરફ વળ્યા છે. આ સાથે જ તેમણે અપીલ કરી કે, વાલીઓ બાળકોની સ્પર્ધામાં હાજરી આપીને બાળકોનો ઉત્સાહ વધારે અને બાળકોનો રસ રમત-ગમતમાં કેળવાઈ રહે તે માટે પ્રયાસ કરીએ.
-
અમદાવાદમાં ગેલેક્સી રાસ ગરબાના આયોજકે આપઘાત કર્યો, પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
અમદાવાદમાં ગરબાના આયોજકે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. હાથીજણ સર્કલ નજીક વૃંદાવન પાર્ટી પ્લોટમાં ગેલેક્સી રાસ ગરબાના આયોજક મયંક પરમારે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. મૃતકે આપઘાત પહેલા લખેલી સુસાઈડ નોટ મળી આવી, જેમાં ગરબાનું આયોજન અને કોઈને પણ એડવાન્સ ટિકિટનું વેચાણ નથી કર્યું તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ સાથે જ અમિત પંચાલ નામના વ્યક્તિ પાસેથી 2 લાખ 10 દિવસ માટે 10 ટકાના વ્યાજે લીધા અને 2 કોરા ચેક આપ્યા હોવાનો ઉલ્લેખ કરાયો છે. મૃતકે પ્રથમ વખત હાથીજણ વૃંદાવન પાર્ટી પ્લોટમાં ગેલેક્સી રાસ ગરબાનું આયોજન કર્યું હતું, જેમાં કોઈ પાર્ટનર નહોતું. આમ જોવા જઈએ તો, આપઘાતનું કારણ આર્થિક સંકડામણ કે અંગત સમસ્યા હોઈ શકે છે. આ મુદ્દે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
-
અમેરિકાથી લઇને ફિલિપાઈન્સમાં કુદરતે મચાવ્યો ‘હાહાકાર’
અમેરિકાથી લઈને સ્પેન અને યુક્રેનથી લઈને ફિલિપાઈન્સમાં હાલ કુદરતે હાહાકાર મચાવ્યો છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકથી ચક્રવાતે ખૂબ જ મોટી ચિંતા ઉભી કરી છે. સ્પેનમાં છેલ્લા 48 કલાકથી ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે અને અનેક શહેરોમાં પાણી ભરાઈ ગયાં છે.
-
સરદાર સરોવર નર્મદા ડેમ રાષ્ટ્રને અર્પણ કર્યા પછી 6ઠ્ઠી વાર 138.68 મીટરની પૂર્ણ સપાટીએ છલકાયો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સરદાર સરોવર ડેમ સાઈટ જઈને નર્મદાના નીરના વધામણા કર્યા હતા. જગત જનની આદ્યશક્તિ માતાના આરાધના પર્વ શારદીય નવરાત્રીના નવમા નોરતાના પવિત્ર દિવસે, સરદાર સરોવર નર્મદા ડેમ 138.68 મીટરથી છલકાયો હતો. સરદાર સરોવર નર્મદા ડેમ રાષ્ટ્રને અર્પણ કરાયા બાદ, છઠ્ઠીવાર છલકાયો છે. આ ઘડીને વધાવતા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે લોકમાતા નર્મદાના પાવન જળની આરાધના સરદાર સરોવર ડેમ સાઈટ એકતા નગર પહોંચીને જળ પૂજન અને વધામણાંથી કરી હતી.
-
રાજકોટમાં દશેરાના એક દિવસ પહેલા જાગ્યું ‘આરોગ્ય વિભાગ’, શહેરમાં અલગ-અલગ મીઠાઈના નમૂના લેવાયા
રાજકોટમાં દશેરાના એક દિવસ પહેલા આરોગ્ય વિભાગ જાગ્યું છે અને મીઠાઈ તેમજ ફરસાણના વેપારીઓની ચેકિંગ શરૂ કરી છે. રૈયા રોડ પર બાલાજી ફરસાણ ખાતે આરોગ્ય વિભાગે તપાસ કરી, જેમાં મીઠાઈ પર એક્સપાયરી ડેટ લખેલી ન હોવાની અને ચાસણી ખુલ્લામાં મુકેલી હોવાની ખામી સામે આવી છે. સ્વચ્છતાને લઈને પણ આરોગ્ય વિભાગે સૂચના અને નોટિસ આપી છે. દશેરાના તહેવારને લઇને ટીમ દ્વારા વિસ્તૃત તપાસ કરવામાં આવી હતી અને આરોગ્ય વિભાગ દ્વારા અલગ-અલગ મીઠાઈના નમૂના લેવાયા છે. શહેરમાં કુલ 33 નમૂના લેવામાં આવ્યા છે અને તપાસ માટે મોકલાયા છે.
-
આગાહી વચ્ચે રાજકોટમાં ઉપલેટાના વાતાવરણમાં આવ્યો પલટો
રાજકોટમાં ઉપલેટાના વાતાવરણમાં પલટો આવ્યો છે. આગાહી વચ્ચે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. સતત ચોથા દિવસે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી છે. વધુ વરસાદથી સોયાબીન, તુવેર, એરંડા, કપાસ, મગફળીના પાકો પર સંકટ છવાયું છે.
-
કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો થઈ શકે છે, કેબિનેટમાં નિર્ણય લેવાશે.
આજની કેબિનેટ બેઠકમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું (ડીયરનેસ એલાઉન્સ) વધારવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. વધેલો મોંઘવારી ભથ્થો 1 જુલાઈથી અમલમાં આવશે.
-
વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં ખેલૈયાના વેશમાં આવ્યાં ચોર
બાળકીના ગળા પર તલાવર રાખી ચોરીને અંજામ અપાયો છે. ઘટના વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં બની છે. જ્યાં ખેલૈયાઓના વેશમાં કુર્તામાં સજ્જ સિકલીગર ગેંગના ત્રણ ચોરો ત્રાટક્યા અને ગરબા રમવા ગયેલા પરિવારના ઘરને નિશાન બનાવ્યો. ચોરી દરમિયાન જ્યારે પરિવાર પરત આવ્યો તો બાળકીને બાનમાં લઈ તલવાર બતાવી. ચોરોએ ધમકી આપી બૂમાબૂમ કરી તો બાળકીની ગરદન પર તલવાર ફેરવી દઈશ અને ઘરમાંથી 3 લાખ રૂપિયા અને અંદાજિત 10 તોલા દાગીનાની ચોરી કરી ચોરો બાઈક પર બેસીને ફરાર થઈ ગયા. પોલીસને જાણ થતા જ તાત્કાલિક ટીમ દોડી આવી અને તપાસ શરૂ કરી છે.
-
અમદાવાદ: વ્યાજખોરના ત્રાસથી વટવા GIDCમાં રહેતા ગરબા આયોજકે આપઘાત કરી લીધો
અમદાવાદ: વ્યાજખોરના ત્રાસથી વટવા GIDCમાં રહેતા ગરબા આયોજકે આપઘાત કરી લીધો. હતાશાએ સુસાઈડ નોટમાં અમિત પંચાલ સામે ગંભીર આરોપ લગાવ્યો છે અને જણાવ્યું છે કે 10 દિવસના 10% વ્યાજે પૈસા આપ્યા હતા. સુસાઈડ નોટમાં બે ચેક પણ અમિત પંચાલ પાસેથી હોવાનો ઉલ્લેખ છે. ગરબા આયોજકે હાથીજણના વૃંદાવન પાર્ટી પ્લોટમાં ગેલેક્સી રાસ ગરબા યોજ્યું હતું. પોલીસે સુસાઈડ નોટના આધારે તપાસ શરૂ કરી છે.
-
નર્મદાઃ ડેમના વધામણા કરવા CM ભૂપેન્દ્ર પટેલ આવશે કેવડિયા
નર્મદાઃ સરદાર સરોવર ડેમ છલોછલ ભરાયો છે. ડેમના વધામણા કરવા CM ભૂપેન્દ્ર પટેલ કેવડિયા આવશે. સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ છલોછલ થતા વધામણાં કરશે. નર્મદા ડેમની સપાટી 138.52 મીટર પર પહોંચી. ડેમની મહત્તમ સપાટીથી 16 સેન્ટીમીટર ભરાવાનો બાકી છે.
-
પીએમ મોદીએ RSSના એક કાર્યક્રમમાં ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે RSS શતાબ્દી સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. દિલ્હીના ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે આયોજિત સમારોહમાં, પીએમ મોદીએ એક ટપાલ ટિકિટ અને એક ખાસ સિક્કો બહાર પાડ્યો. સમારોહ દરમિયાન, પીએમ મોદીએ બંનેની વિશિષ્ટ વિશેષતાઓ સમજાવી. તેમણે કહ્યું કે 100 રૂપિયાના સિક્કામાં એક તરફ રાષ્ટ્રીય પ્રતીક છે, અને બીજી તરફ ભારત માતાની છબી છે જેમાં સિંહ અને સમર્પિત સ્વયંસેવકો તેમને નમન કરી રહ્યા છે. પીએમએ નોંધ્યું કે કદાચ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલી વાર ભારત માતાની છબી ભારતીય ચલણ પર છે.
-
રાજકોટ: 3 આતંકવાદીઓને જીવનના અંતિમ શ્વાસ સુધી જેલ
રાજકોટ: 3 આતંકવાદીઓને જીવનના અંતિમ શ્વાસ સુધી જેલની સજા ફટકારી છે. સેશન્સ કોર્ટે આપ્યો ઐતિહાસિક ચૂકાદો. 2023માં સોની બજારમાંથી ATSએ ઝડપ્યા હતા 3 આતંકી. અલકાયદાની વિચારધારા ફેલાવવામાં દોષી ઠર્યા છે આતંકીઓ. અબ્દુલ શકુર, અમન સિરાજ, અને સાફન શહીદ સજા.
-
વડોદરાઃ ભગતસિંહ ચોક ખાતે ગરબામાં મારામારી
વડોદરા શહેરના ભગતસિંહ ચોક ખાતે આયોજિત ગરબા કાર્યક્રમ દરમિયાન સામાન્ય બાબતને લઈને થયેલી બોલાચાલી બાદ ઘટનાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં મારામારી સુધી પહોંચી હતી, જેમાં બે મહિલાઓ સહિત કુલ પાંચ શખ્સો સામે નવાપુરા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ઘટનાની તાત્કાલિક તપાસ શરૂ કરી આસામાજિક પ્રવૃત્તિ કરતા શખ્સોને પકડી કાયદેસર કાર્યવાહી કરી છે અને કાનૂની પાઠ ભણાવ્યો છે. સમગ્ર ઘટનાને પગલે વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી શાંતિ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે.
-
તહેવારના સમયગાળા માટે રેલવેએ નવા રૂટ પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો શરૂ કરી
નવરાત્રી, દશેરા, દિવાળી અને છઠ પૂજા જેવા મહાન તહેવારોને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ મુસાફરોની વધતી મુસાફરીની માંગને પહોંચી વળવા માટે વિવિધ રૂટ પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરી છે. લાંબા અને વ્યસ્ત રૂટ્સ પર ટ્રાફિકનું બોજ ઘટાડવા માટે રેલવેએ સાપ્તાહિક અને દૈનિક ટ્રેનોની વ્યવસ્થા કરી છે. અસારાથી કાનપુર માટે દર મંગળવારે સાપ્તાહિક ટ્રેન શરૂ કરવામાં આવી છે, જ્યારે અસારાથી આગ્રા કેન્ટ સુધી દૈનિક ટ્રેન ચાલુ રહેશે. વટવાથી રકસૌલ માટે સાપ્તાહિક ટ્રેન શરૂ કરવામાં આવી છે, અને સાથે સાથે સાબરમતી-પટના અને રાજકોટ-બરૌની વચ્ચે પણ સાપ્તાહિક ટ્રેનો ચાલુ કરવામાં આવી છે. આ ટ્રેનો તહેવાર દરમિયાન મુસાફરો માટે સુવિધાજનક મુસાફરી સુનિશ્ચિત કરશે અને ટિકિટ બુકિંગમાં સરળતા લાવશે.
-
મહારાષ્ટ્રઃ હિંગોલીમાં બે જૂથ વચ્ચે અથડામણ
મહારાષ્ટ્રઃ હિંગોલીમાં બે જૂથ વચ્ચે અથડામણ થઇ. વેલ્તુરા ગામમાં શોભાયાત્રા દરમ્યાન માથાકૂટ થઈ હતી. શોભાયાત્રામાં બેન્ડ વગાડવા મુદ્દે બબાલ થઈ. બંને જૂથ વચ્ચે ભારે પથ્થરમારો અને મારામારી અથડામણમાં 20 જેટલા લોકો ઘવાયાં છે. આઠની હાલત ગંભીર છે. ઘાયલોની આરોગ્ય કેન્દ્રમાં સારવાર ચાલુ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી.
-
AICC પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે હોસ્પિટલમાં દાખલ
મલ્લિકાર્જુન ખડગે હોસ્પિટલમાં દાખલ: ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની તબિયત લથડી છે અને તેમને બેંગલુરુની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમની તબિયત હાલમાં સ્થિર છે અને વરિષ્ઠ ડોકટરો તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે.
-
દિલ્લીઃ મેહરૌલીમાં ધસમસતા પ્રવાહમાં તણાયો યુવક
દિલ્લીઃ મેહરૌલીમાં ધસમસતા પ્રવાહમાં યુવક તણાયો. મૂળશધાર વરસાદથી રસ્તા પર નદી જેવો પ્રવાહ વહેતો થયો. યુવક તણાયાનો વીડિયો સામે આવ્યો. યુવક તણાઈને ગટરમાં પડી ગયાની આશંકા છે. પોલીસ દ્વારા યુવકની શોધખોળ હાથ ધરાઈ.
-
ફિલિપાઇન્સમાં શક્તિશાળી ભૂકંપ
ફિલિપાઇન્સમાં 6.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. અહેવાલો દર્શાવે છે કે ઇમારતો ધરાશાયી થઈ છે અને ઓછામાં ઓછા 20 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે ડઝનેક ઘાયલ થયા છે.
-
IPS ચિંતન તેરૈયા વાવ થરાદ જિલ્લાના નવા એસપી બન્યા
બે IPS ની બદલી થઇ છે. IPS ચિંતન તેરૈયા વાવ થરાદ જિલ્લાના નવા એસપી બન્યા. IPS ધર્મેન્દ્ર શર્માને બોટાદ એસપી તરીકે મુકાયા.
Published On - Oct 01,2025 7:44 AM