2 એપ્રિલના મોટા સમાચાર: TMC નેતા મહુઆ મોઇત્રા વિરુદ્ધ મની લોન્ડરિંગ હેઠળ કેસ નોંધાયો

Kunjan Shukal
| Edited By: | Updated on: Apr 02, 2024 | 6:40 PM

આજે 2 એપ્રિલના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

2 એપ્રિલના મોટા સમાચાર: TMC નેતા મહુઆ મોઇત્રા વિરુદ્ધ મની લોન્ડરિંગ હેઠળ કેસ નોંધાયો

વડાપ્રધાન મોદી ઉત્તરાખંડમાં ઉદ્યમસિંહ નગર જિલ્લાના રૂદ્રપુરમાં જનસભાને સંબોધિત કરવાની સાથે રાજ્યમાં ભાજપના ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરશે. ઉત્તરાખંડમાં લોકસભાની 5 સીટ પર પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થવાનું છે. આ તમામ સીટ પર 2014થી ભાજપનો કબ્જો છે. ત્યારબાદ વડાપ્રધાન રાજસ્થાન પહોંચશે. અન્ય મહત્વના સમાચાર વાંચો અહીં.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 02 Apr 2024 06:27 PM (IST)

    TMC નેતા મહુઆ મોઇત્રા વિરુદ્ધ મની લોન્ડરિંગ હેઠળ કેસ નોંધાયો

    ટીએમસી નેતા મહુઆ મોઇત્રાની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. EDએ મહુઆ મોઇત્રા વિરુદ્ધ મની લોન્ડરિંગ એટલે કે PMLAનો કેસ નોંધ્યો છે. મહુઆ પર પૈસા લેવા અને સંસદમાં પ્રશ્નો પૂછવાનો આરોપ છે. તે જ સમયે, ED પહેલાથી જ ફેમા હેઠળ મહુઆ વિરુદ્ધ તપાસ કરી રહી છે.

  • 02 Apr 2024 06:27 PM (IST)

    અમિત શાહ આવતીકાલે મુઝફ્ફરનગરમાં ચૂંટણી રેલીને સંબોધશે

    દેશના ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બુધવારે એટલે કે 3 એપ્રિલે મુઝફ્ફરનગર જિલ્લાના શાહપુર શહેરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરશે. આરએલડી ચીફ જયંત ચૌધરી પણ તેમની સાથે સ્ટેજ શેર કરશે. ભાજપના જિલ્લા પ્રમુખ સુધીર સૈનીએ કહ્યું કે શાહ 3 એપ્રિલે બપોરે 1 વાગ્યે આવશે અને ભાજપના ઉમેદવાર કેન્દ્રીય પ્રધાન સંજીવ બાલ્યાનના સમર્થનમાં શાહપુર શહેરમાં ચૂંટણી સભાને સંબોધશે.

  • 02 Apr 2024 05:23 PM (IST)

    રામ નવમીના દિવસ નહીં યોજાઈ IPLની મેચો, બદલાયુ શેડ્યૂલ

    કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની ટક્કર 17 એપ્રિલે થવાની હતી. પરંતુ રામ નવમીના કારણે હવે આ મેચ એક દિવસ પહેલા 16 એપ્રિલે યોજાશે. ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ પણ 16મી એપ્રિલે રમાશે નહીં. આ મેચ હવે 17 એપ્રિલે રમાશે.

    કોલકાતા પોલીસે હાલમાં જ BCCI અને બંગાળ ક્રિકેટ એસોસિએશનને પત્ર લખીને ઈડન ગાર્ડન્સ મેદાન પર યોજાનારી મેચના સમયપત્રકમાં ફેરફાર કરવાની માંગ કરી હતી. કોલકાતા પોલીસે કહ્યું હતું કે રામ નવમી દરમિયાન સુરક્ષા આપવાના કારણે તેઓ મેચમાં સુરક્ષા આપી શકશે નહીં. જે બાદ BCCIએ આ નિર્ણય લીધો છે.
  • 02 Apr 2024 04:24 PM (IST)

    ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે આવતીકાલે ક્ષત્રિય સમાજની બેઠક

    રાજ્યભરમાં રૂપાલા સામે ક્ષત્રિયોનો વિરોધ વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે. અમદાવાદ, વડોદરા, ભરૂચ સહિતના જિલ્લાઓમાં ક્ષત્રિય સમાજનો એક જ સૂર છે કે તેમની ટિકિટ કાપવામાં આવે. પરંતુ ભાજપ પણ તેના નિર્ણય પર અડગ હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આવતીકાલે ગોતા ખાતે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે ક્ષત્રિય સમાજની બેઠક કરવા જઈ રહી છે

  • 02 Apr 2024 03:40 PM (IST)

    છત્તીસગઢના બીજાપુરમાં નક્સલવાદીઓ સાથેની અથડામણમાં નવ નક્સલવાદીઓ માર્યા ગયા

    છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં નવ નક્સલીઓને ઠાર કર્યા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ, સોમવારે સુરક્ષા દળોને નક્સલ વિરોધી ઓપરેશન માટે મોકલવામાં આવ્યા હતા. આજે સવારે લગભગ 6 વાગે નક્સલીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો હતો. નક્સલવાદીઓ સાથેની અથડામણમાં નવ નક્સલવાદીઓ માર્યા ગયા છે.

  • 02 Apr 2024 03:11 PM (IST)

    હજુ તમારી પાસે છે પણ છે 2000ની નોટ? તો RBIનું આપ્યું મોટું અપડેટ

    ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ પર મોટું અપડેટ આપ્યું છે. આરબીઆઈએ કહ્યું કે 19 મે 2023ના રોજ ચલણમાં આવેલી રૂ. 2000ની 97.69 ટકા નોટો પરત આવી ગઈ છે. જો કે, હજુ પણ રૂ. 8,202 કરોડના મૂલ્યની રૂ. 2,000ની નોટો લોકો પાસે છે. આરબીઆઈએ કહ્યું કે 2000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર રહેશે. તમને જણાવી દઈએ કે 19 મે, 2023ના રોજ આરબીઆઈએ જાહેરાત કરી હતી કે 2000 રૂપિયાની નોટ છાપવામાં આવશે નહીં.

  • 02 Apr 2024 03:10 PM (IST)

    અમરેલીના કુકાવાવ પોલીસ સ્ટેશનમાં જપ્ત કરેલા વાહનો બળીને ખાખ

    અમરેલીના કુકાવાવ પોલીસ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનના કંપાઉંન્ડમાં લાગી આગની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ પોલીસ દ્વારા જપ્ત કરેલા ફોર વ્હીલ અને ટુ વ્હીલ વાહનોમાં આગ લાગી હતી. આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયુ નથી પણ અનેક વાહનો આગમાં બળીને ખાખ થયા હતા.

  • 02 Apr 2024 02:41 PM (IST)

    AAP સાંસદ સંજય સિંહને સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા જામીન

    આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે.

  • 02 Apr 2024 02:12 PM (IST)

    Google બંધ કરવા જઈ રહ્યું છે આ સર્વિસ , આજે જ ટ્રાન્સફર કરી લેજો તમારા ડેટા

    ગુગલે અગાઉ તેની ઘણી સેવાઓ બંધ કરી દીધી છે. જેમાં ગુગલ પ્લસ, નેક્સસ અને બીજા ઘણા નામ સામેલ છે. હવે આ યાદીમાં એક નવું નામ ઉમેરાયું છે. કંપનીએ તેના ઓડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ગુગલ પોડકાસ્ટને હટાવવાનો નિર્ણય લીધો છે. કંપનીની આ એપને પ્લે સ્ટોર પરથી 50 કરોડ યુઝર્સે ડાઉનલોડ કરી છે.

  • 02 Apr 2024 01:38 PM (IST)

    કોણે આપી ઓફર, નામ જણાવો… આતિશી પર ભાજપનો પલટવાર

    ભાજપે આતિશીના દાવા પર વળતો પ્રહાર કર્યો છે. ભાજપે આતિશીને ઓફર કરનારા વ્યક્તિનું નામ જણાવવાનું કહ્યું. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટાચારનો પર્યાય છે.

  • 02 Apr 2024 01:21 PM (IST)

    ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવા ખુદ મુખ્યમંત્રી મેદાનમાં, ગાંધીનગરમાં યોજી બેઠક

    છેલ્લા એક સપ્તાહ કરતા વધુ સમયથી પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન બાદ વિવાદ વકરી રહ્યો છે. ગોંડલમાં આ વાતને થાળે પાડવા ક્ષત્રિય સમાજનું સંમેલન મળ્યુ હતું. જો કે તે પછી મામલો બીચક્યો હતો. હવે આ વિવાદને શાંત કરવા ખુદ મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ મેદાનમાં ઉતર્યા છે. ગાંધીનગરમાં આ મામલે બેઠક યોજાઇ છે.

  • 02 Apr 2024 01:01 PM (IST)

    ઉત્તરાખંડને આગળ લઈ જવું છે- પીએમ મોદીએ દેવભૂમિમાં કહ્યું

    વડાપ્રધાન મોદીએ ઉત્તરાખંડના રૂદ્રપુરમાં કહ્યું કે, હું જ્યારે પણ ઉત્તરાખંડ આવું છું ત્યારે હું ધન્યતા અનુભવું છું. ઉત્તરાખંડને મોખરે લઈ જવું છે. આપણે ઉત્તરાખંડનો વિકાસ કરવો છે.

  • 02 Apr 2024 12:42 PM (IST)

    બિહાર : અજય નિષાદ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા

    અજય નિષાદ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓ બિહારના મુઝફ્ફરપુરથી ટિકિટ ન મળવાથી નારાજ હતા. થોડાં સમય પહેલા તેમણે ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. આ દરમિયાન અજય નિષાદે કહ્યું હતું કે, ભાજપ દ્વારા છેતરપિંડીથી કંટાળીને હું પાર્ટીના તમામ પદો સહિત પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપું છું.

  • 02 Apr 2024 12:13 PM (IST)

    વડોદરામાં ભર ઉનાળે ઉત્તર અને દક્ષિણ ઝોનમાં પાણીકાપ, 5 લાખ લોકો રહેશે પાણી વિહોણા

    ફરી એકવાર વડોદરા શહેરમાં જળસંકટની સ્થિતિનું નિર્માણ થયું છે. એક તરફ પાલિકા તંત્રએ શહેરીજનોને પાણીનો વ્યય ન કરવા અપીલ કરી છે. બીજી તરફ વડોદરામાં મુખ્ય લાઇનમાં ભંગાણના કારણે પાણીકાપ મુકાયો છે. જેના પગલે શહેરની લાખો જનતાને પાણી વિહોણા રહેવાનો વારો આવ્યો છે.

  • 02 Apr 2024 12:11 PM (IST)

    ભાજપે ઓડિશા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી કરી જાહેર

    ભાજપે ઓડિશા વિધાનસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં 112 ઉમેદવારોના નામ છે.

    (Credit Source : ANI)

  • 02 Apr 2024 12:09 PM (IST)

    AAPના તમામ ધારાસભ્યો કેજરીવાલની પત્નીને મળવા જઈ રહ્યા છે

    આતિશી વિશેના ખુલાસા બાદ આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યો જેલમાં બંધ અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલને મળવા જઈ રહ્યા છે.

  • 02 Apr 2024 11:45 AM (IST)

    સુશીલ રિંકુ અને શીતલ અંગુરાલ ભાજપમાં જોડાયા, Y કેટેગરીની સુરક્ષા મળી

    કેન્દ્ર સરકારે સુશીલ કુમાર રિંકુ અને શીતલ અંગુરાલને Y કેટેગરીની સુરક્ષા પૂરી પાડી છે. તમને જણાવી દઈએ કે સુશીલ કુમાર રિંકુ અને શીતલ અંગુરાલ તાજેતરમાં જ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા છે.

  • 02 Apr 2024 11:21 AM (IST)

    બીજાપુરમાં સુરક્ષા દળોએ ચાર નક્સલીઓને ઠાર કર્યા

    છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળોએ 4 નક્સલીઓને ઠાર કર્યા છે. નક્સલવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે. ચારેય નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. સર્ચ ઓપરેશન ચાલુ છે.

  • 02 Apr 2024 11:20 AM (IST)

    કાનપુરમાં ભંગારના વેરહાઉસમાં ભીષણ આગ ફાટી નીકળી, ફાયર બ્રિગેડની ગાડીઓ હાજર

    ઉત્તર પ્રદેશઃ કાનપુરમાં ભંગારના ગોદામમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયર એન્જિન સ્થળ પર હાજર છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

    (Credit Source : @AHindinews)

  • 02 Apr 2024 11:20 AM (IST)

    મેરઠથી ભાજપના ઉમેદવાર અરુણ ગોવિલ આજે ઉમેદવારી નોંધાવશે

    મેરઠથી ભાજપના ઉમેદવાર અરુણ ગોવિલ આજે ઉમેદવારી નોંધાવશે. આ પહેલા તેણે કહ્યું કે,  હું ખૂબ સારું અનુભવી રહ્યો છું. આ નવી ઇનિંગની શરૂઆત છે. મને ક્યાંય કોઈ સમસ્યા દેખાતી નથી. મને મારા ઘરેથી ઉમેદવાર બનાવવામાં આવ્યો છે. હવે હું મારા લોકો માટે કામ કરી શકીશ.

  • 02 Apr 2024 10:00 AM (IST)

    Ahmedabad: એક સપ્તાહમાં સ્વાઈન ફ્લૂના 60 કેસ નોંધાયા

    ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમી પડવાની શરુઆત થઇ ગઇ છે. આ સાથે જ રોગચાળો પણ વકરી રહ્યો છે. અમદાવાદ શહેરમાં સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો નોંધાયો છે. સાથે જ પાણીજન્ય રોગચાળામાં પણ વધારો થયો છે.

  • 02 Apr 2024 09:32 AM (IST)

    BSFએ ભારતીય સરહદમાં ઘૂસેલા પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી

    BSFએ અમૃતસર અટારી બોર્ડર પર કાંટાળો તાર ઓળંગીને ભારતીય સરહદમાં ઘૂસેલા પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી છે. BSFએ તેને ઘરિંડા પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો. પોલીસ મથકે તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેની પાસેથી પાકિસ્તાની ચલણ, બે મોબાઈલ ફોન અને આઈડી કાર્ડ મળી આવ્યા હતા. તેની ઓળખ મોહમ્મદ જમીલ તરીકે થઈ છે.

  • 02 Apr 2024 09:04 AM (IST)

    અમદાવાદઃ આકરા તાપમાં વાહનચાલકોને રાહત

    • વધતી ગરમીને ધ્યાનમાં રાખી ટ્રાફિક વિભાગનો નિર્ણય
    • અમદાવાદ શહેરના 100 સિગ્નલો બપોરે રહેશે બંધ
    • બપોરે 12થી 4 વાગ્યા સુધી 100 સિગ્નલો બંધ રહેશે
    • વધુ ટ્રાફિકવાળા સિગ્નલોનો સમય 50 ટકા સુધી ઘટાડી દેવાશે
    • ચાર રસ્તા પર મંડપ અથવા તાલપત્રી બાંધવા પણ વિચારણા
    • વાહનચાલકોને વધુ સમય સિગ્નલના કારણે રસ્તા પર ઊભું રહેવું નહીં પડે
  • 02 Apr 2024 08:13 AM (IST)

    પીએમ મોદી આજે બિહારના બૂથ પ્રમુખો-કાર્યકર્તાઓ સાથે કરશે સંવાદ

    પીએમ નરેન્દ્ર મોદી આજે બિહારના તમામ બૂથ અધ્યક્ષ સહિત લાખો કાર્યકર્તાઓ સાથે ડિજિટલ સંવાદ કરશે.

  • 02 Apr 2024 07:30 AM (IST)

    અરૂણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ: કિરણ રિજિજૂ

  • 02 Apr 2024 06:47 AM (IST)

    ભૂકંપના જોરદાર આંચકાને કારણે જાપાનની ધરતી ધ્રૂજી, રિક્ટર સ્કેલ પર 6.1ની તીવ્રતા

    જાપાનમાં મંગળવારે ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.1 માપવામાં આવી હતી. આ આંચકા ઉત્તર જાપાનના ઈવાતે અને આઓમોરી પ્રાંતમાં અનુભવાયા હતા. જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર ઇવાતે પ્રાંતનો ઉત્તરીય ભાગ હતો. જો કે હાલમાં જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી બહાર આવી નથી.

  • 02 Apr 2024 06:15 AM (IST)

    વડાપ્રધાન મોદી ઉત્તરાખંડમાં ચૂંટણી પ્રચારની કરશે શરૂઆત

    વડાપ્રધાન મોદી ઉત્તરાખંડમાં ઉદ્યમસિંહ નગર જિલ્લાના રૂદ્રપુરમાં જનસભાને સંબોધિત કરવાની સાથે રાજ્યમાં ભાજપના ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરશે. ઉત્તરાખંડમાં લોકસભાની 5 સીટ પર પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થવાનું છે. આ તમામ સીટ પર 2014થી ભાજપનો કબ્જો છે.

Published On - Apr 02,2024 6:15 AM

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">