Gujarat : આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી, NDRF અને SDRFની ટીમોને એલર્ટ કરાઇ

રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. તો બીજી તરફ સૌરાષ્ટ્ર કચ્છના મોટા ભાગના તાલુકામાં વરસાદ પડી શકે છે.

Gujarat : આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી, NDRF અને SDRFની ટીમોને એલર્ટ કરાઇ
Gujarat: Heavy rain forecast today and tomorrow, NDRF and SDRF teams alerted
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2021 | 7:11 AM

રાજયમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી

રાજ્યમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી મેઘરાજા તોફાની બેટિંગ ફરી શરૂ થઈ છે. ત્યારે આગામી દિવસોમાં પણ રાજ્યભરમાં મેઘમહેર યથવાત રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. તો બીજી તરફ સૌરાષ્ટ્ર કચ્છના મોટા ભાગના તાલુકામાં વરસાદ પડી શકે છે.

ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. એમ કહી શકાય કે, આજે અને આવતી કાલે એટલે કે, 9 સપ્ટેમ્બરના રોજ આકાશમાંથી કાચું સોનું વરસશે. ખેડૂતોના ઉભા પાકને નવજીવન મળવાની પુરી સંભાવના છે. સાથે આજે અને 9 સપ્ટેમ્બરના રોજ વરસાદ સાર્વત્રિક પડેશે જેથી ગુજરાતના ડેમોમાં પણ નવા નીર આવશે જેથી પીવા લાયક પાણીનો પુરતો જથ્થો ઉપલબ્ધ થવાની સંભાવના છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ, NDRF અને SDRFની ટીમોને એલર્ટ કરાઇ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત કમિશનર અને મહેસુલ વિભાગના અધિક સચિવ આર્દ્રા અગ્રવાલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક થઇ.

આ બેઠકમાં IMDના અધિકારીએ જણાવ્યુ છે કે, ત્રણ દિવસની હવામાનની આગાહી જોતાં સમગ્ર રાજયમાં ભારે વરસાદની સંભાવના છે. જેમાં સૌરાષ્ટ્રના જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં, મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા અને દક્ષિણ ગુજરાતના ભરૂચ અને વલસાડ જિલ્લાઓમાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે. જેથી અગમચેતીના પગલાંરૂપે રાહત બચાવ કાર્ય અંગે જરૂર પડે NDRF અને SDRFની ટીમો આ જિલ્લાઓમાં એલર્ટ રહે તે અંગે સૂચના આપવામાં આવી છે.

રાજયમાં વાવેતરની સ્થિતિ 

આ બેઠકમાં કૃષિ વિભાગના અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, ચાલુ વર્ષે અંદાજીત 81.55 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે આ સમયગાળા દરમ્યાન 84.48 લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 95.33 ટકા વાવેતર થયું છે.

રાજયમાં જળાશયોમાં પાણીનો જથ્થો

સરદાર સરોવર જળાશયમાં હાલ 1,61,876 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 48.45 ટકા છે. સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, રાજયના 206 જળાશયોમાં 3,10,492 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના 55.70 ટકા છે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">