ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ગોંડલ ચોકડી પરના 6 લેન એલિવેટેડ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું, જુઓ Video
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ગોંડલ ચોકડી પરના 6 લેન એલિવેટેડ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું છે.
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ગોંડલ ચોકડી પરના 6 લેન એલિવેટેડ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું છે. જે ગુજરાતનો પહેલો સિંગલ પિયર ફ્લાયઓવર છે. એટલે કે એક જ થાંભલા પર છ લેનનો બ્રિજ તૈયાર કરાયો છે. દેશભરમાં અત્યાર સુધીમાં આવા ત્રણ બ્રિજ બન્યા છે. આ 1.2 કિલોમીટર લાંબો ઓવરબ્રિજ 90 કરોડના ખર્ચે થયો તૈયાર કરાયો છે. ગુજરાતનો પહેલો અને દેશનો ત્રીજો સિંગલ પિયર ઓવરબ્રિજ ચાર વર્ષની કામગીરી બાદ તૈયાર કરાયો છે. આ ઓવરબ્રિજ 150 ફૂટ રિંગરોડ, ગોંડલ રોડ અને અમદાવાદ નેશનલ હાઈ-વે એમ ત્રણ તરફ ખુલે છે. ગોંડલ, જેતપુર, જૂનાગઢ, સોમનાથ, પોરબંદર, દ્વારકા જતા વાહનોની સાથે જ શાપર ઔદ્યોગિક વિસ્તારમાં જવા માટે પણ અહીંથી જ પસાર થવુ પડે છે.
આ ઓવરબ્રિજની સુવિધાને પગલે રાજકોટથી જૂનાગઢ અને ગોંડલ તરફ જવા ઇચ્છતા લોકો ગોંડલ ચોકડી પાસે ટ્રાફિકનો ભોગ બન્યા વગર સરળતાથી પરિવહન કરી શકશે. તેમજ ગોંડલથી અમદાવાદ આવવા માંગતા લોકો સીધા બાયપાસ થઇને અમદાવાદ હાઇવે પહોંચી શકશે. આ ઉપરાંત ઔદ્યોગિક વિસ્તાર શાપર-વેરાવળ સહિત ગોંડલ અને જૂનાગઢ, સોમનાથ તરફ જતા પ્રવાસીઓને પણ ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે.
આ પણ વાંચો : Ahmedabad: તહેવારની તિથી અને ઉજવણી માટે લોકો મૂંઝવણમાં ન મૂકાય તે માટે દેશભરના પંચાગકર્તાઓની થઈ બેઠક