Gujarat Board 10th Result 2023 : ધોરણ 10ના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. ગુજરાત બોર્ડની વેબસાઈટ પર ધોરણ 10નું 64.62 ટકા પરિણામ જાહેર કરાયું છે. આ વખતે વિદ્યાર્થિનીઓને બાજી મારી છે. વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થિનીઓનું પરિણામ 11 ટકા ઊંચું છે. ધોરણ 10ના પરિણામમાં છોકરીઓએ છોકરાઓને પાછળ છોડી દીધા છે. છોકરીઓનું પરિણામ 70.62 ટકા છે, જ્યારે છોકરાઓનું 59.58 ટકા પરિણામ જાહેર થયુ છે.
આ વર્ષે કુલ 399268 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 237865 વિદ્યાર્થીઓ પાસ થયા છે. તો 335630 વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 237028 વિદ્યાર્થિની પાસ થઇ છે. એટલે કે વિદ્યાર્થીઓનું 59.58% અને વિદ્યાર્થિનીઓનું 70.62% પરિણામ જાહેર થયુ છે.
રિપીટર પરીક્ષાર્થીની વાત કરીઓ તો 107415 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જેમાંથી 16283 વિદ્યાર્થી પાસ થયા છે. તો 51208 વિદ્યાર્થિનીએ રિપીટર તરીકે પરીક્ષા આપી હતી. જેમાંથી 11163 વિદ્યાર્થિની પાસ થાય છે. વિદ્યાર્થીઓનું 15.16% વિદ્યાર્થિનીઓનું 21.80% પરિણામ જાહેર થયુ છે.
સુરતનું 76.45% ,મોરબીનું 75.43%, બોટાદનું 73.39% , રાજકોટનું 72.74%, ભાવનગરનું 69.70%, જામનગરનું 69.65%, સુરેન્દ્રનગરનું 69.42%, કચ્છનું 68.71%, ગાંધીનગરનું 68.25%, દેવભૂમિ દ્વારકાનું 67.29%, ડાંગનું (આહવા) 66.92% પરિણામ આવ્યુ છે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા 14થી 28 માર્ચ 2023 દરમિયાન લેવામાં આવી હતી. જ્યારે ધોરણ 12ની પરીક્ષા 14 માર્ચથી 25 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. તમે નીચે આપેલા સ્ટેપ્સથી માર્કશીટ તપાસી શકશો.