અમદાવાદ એરપોર્ટ પર 95 લાખ રૂપિયાના સોના સાથે 3 શખ્સોની ધરપકડ
ગુજરાત ATSએ 95 લાખ રૂપિયાના સોના સાથે 3 શખ્સોની ધરપકડ કરી છે. આ ઝડપાયેલા ત્રણેય શખ્સો બુટ અને જીન્સમાં છુપાવીને સોનાનો મોટો જથ્થો લાવ્યા હતા. દુબઈથી આવેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં આવેલા શખ્સો પાસેથી ગુજરાત ATSએ બાતમીના આધારે મુંબઈના ત્રણ ઇસમોને 2 કિલો 900 ગ્રામ સોના સાથે ઝડપી પાડ્યા છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને […]
ગુજરાત ATSએ 95 લાખ રૂપિયાના સોના સાથે 3 શખ્સોની ધરપકડ કરી છે. આ ઝડપાયેલા ત્રણેય શખ્સો બુટ અને જીન્સમાં છુપાવીને સોનાનો મોટો જથ્થો લાવ્યા હતા. દુબઈથી આવેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં આવેલા શખ્સો પાસેથી ગુજરાત ATSએ બાતમીના આધારે મુંબઈના ત્રણ ઇસમોને 2 કિલો 900 ગ્રામ સોના સાથે ઝડપી પાડ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
હાલ આ સોનું ક્યાં પહોંચાડવાનું હતુ અને કોની પાસેથી આવ્યુ તે દિશામાં પોલીસે તપાસ આરંભી છે અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી અમદાવાદ એરપોર્ટ સોનાના દાણચોરો માટે સ્વર્ગ બની ગયું છે.
ઉપરાછાપરી કેસોની સંખ્યા વધી રહી છે. કેરિયરો ઝડપાતા હોય છે પરંતુ સોનુ મોકલનારા અને મંગાવનારા મુખ્ય વ્યક્તિ સુધી એજન્સીઓ પહોંચી શકતી નથી. ચાલુ મહિનામાં જ અમદાવાદ એરપોર્ટ પર 19 કેસ કરી 3 કરોડ 75 લાખનું સોનું કસ્ટમ વિભાગે ઝડપી પાડ્યુ છે. આ ઉપરાંત વિદેશી કરન્સી અને ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓ પણ મોટા પ્રમાણમાં કબ્જે કરવામાં આવેલી છે.
આ પણ વાંચો: અબૂ ધાબીમાં ખાસ રીતે કરવામાં આવી વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણ સમારોહની ઉજવણી