Gir Somnath : કોડીનારના મૂળ દ્વારકા બંદર પર દરિયાઈ માર્ગે માછીમારોની ગેરકાયદે ઘૂસણખોરી, ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

|

Mar 15, 2023 | 10:44 PM

ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના મૂળ દ્વારકા બંદર પર દરિયાઈ માર્ગે ગેર કાયદે માછીમારોની ઘૂસણખોરી સામે આવી છે. જેમાં અંદાજે 200 બોટ સાથે 1 હજાર જેટલા લોકોએ ગામમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો. જેમાં બહારના લોકો ઘૂસી જતા ગામમાં ભારેલ અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં છેલ્લા કેટલાક સમયથી ગુજરાત સરકાર દ્વારા દ્વારકા ઓખા, હર્ષદ, મીયાણી સહિત ગુજરાતના દરિયા કિનારા પર ગેરકાયદેસર રીતે બાંધકામ કરી વસવાટ કરતા ઈસમો પર લાલ આંખ કરી છે

Gir Somnath : કોડીનારના મૂળ દ્વારકા બંદર પર દરિયાઈ માર્ગે માછીમારોની ગેરકાયદે ઘૂસણખોરી, ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
Kodinar Dwaraka Bandar Fisherman Issue

Follow us on

ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના મૂળ દ્વારકા બંદર પર દરિયાઈ માર્ગે માછીમારોની ગેરકાયદે  ઘૂસણખોરી સામે આવી છે. જેમાં અંદાજે 200 બોટ સાથે 1 હજાર જેટલા લોકોએ ગામમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો. જેમાં બહારના લોકો ઘૂસી જતા ગામમાં ભારેલ અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં છેલ્લા કેટલાક સમયથી ગુજરાત સરકાર દ્વારા દ્વારકા ઓખા, હર્ષદ, મીયાણી સહિત ગુજરાતના દરિયા કિનારા પર ગેરકાયદેસર રીતે બાંધકામ કરી વસવાટ કરતા ઈસમો પર લાલ આંખ કરી છે અને તમામ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે, તો ગીર સોમનાથ જિલ્લામાં પણ કેટલાક ગેર કાયદે બાંધકામો તોડી પાડયા હતા. ત્યારે આ અલગ અલગ બાંધકામો તોડી પાડયા બાદ આ લોકો ક્યાં જઈ વસે છે તે કોઈ ને ખબર નથી.

મૂળ દ્વારકા ગામના સરપંચ પ્રતિનિધિ સહિતના ગામના લોકો માં ભય ફેલાયો છે

ત્યારે ગીર સોમનાથ જિલ્લાના મૂળ દ્વારકા બંદર ખાતે એકાએક અલગ અલગ જિલ્લામાં બંદરે આવેલા અંદાજે 200 જેટલી બોટો અને 1 હજાર જેટલા માછીમારો આવી જતાં મૂળ દ્વારકા ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે મૂળ દ્વારકા ગામના સરપંચ પ્રતિનિધિ સહિતના ગામના લોકો માં ભય ફેલાયો છે, અને લોકો માંગ કરી રહ્યા છે બહારના માછીમારો કોઈ પણ પ્રકારની મંજુરી વગર આવતા લોકોને અહીંયા વસવાટ કરવા દેવા ન જોઈએ. જોકે ગામના અગ્રણીઓના મતે આ લોકો એટલા માથાભારે શખ્સો છે કે તેઓને કંઇજ કહેવા જઈએ તો ઝઘડા કરે છે. ત્યારે સરકાર આવા લોકોને અહી થી બહાર મોકલી આપે તેવી માગ કરી રહ્યા છે.

રાત્રી દરમ્યાન ટ્રક દ્વારા પોતાનો માલસામાન અહીં લાવી ગેરકાયદે વસવાટ કરી રહ્યા છે

બીજી તરફ કોડીનારના મૂળ દ્વારકા બંદરે ગેરકાયદે વસવાટ કરી ખોટી ધાક જમાવતા માછીમારો સામે સ્થાનિકોનો ખુબજ વિરોધ ઉઠવા પામ્યો છે. સ્થાનિક અગ્રણીઓના કહેવા મુજબ નાઉદ્રા, મિયાણા, બેટ દ્વારકા, હર્ષદ સહિતના બંદરો પર ગેર કાયદેસર વસવાટ ધરાવનાર અને બાંધકામ ખડકી દીધેલા લોકોનું બાંધકામ તંત્ર દ્વારા ડીમોલિશન કરી નાખવામાં આવ્યા બાદ આ લોકો છેલ્લા એક અઠવાડિયાથી પોતાની હોડીઓ લઈને કોડીનારના મૂળ દ્વારકા બંદરે રાતના અંધારામા આવી પહોંચ્યા છે. તેમજ રાત્રી દરમ્યાન ટ્રક દ્વારા પોતાનો માલસામાન અહીં લાવી ગેરકાયદે વસવાટ કરી રહ્યા છે.

ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ એકબીજા સાથે કરશે લગ્ન
શિયાળામાં ડ્રાય સ્કિન સહિતની આ 5 સમસ્યાઓથી મળશે છુટકારો, જાણો નુસખો
Video: ડિપ્રેશન કે થાક દૂર કરવાના આ ઉપાયથી તમને મળશે રાહત, જાણી લો
અનુષ્કા શર્માથી ઉંમરમાં નાનો છે વિરાટ કોહલી, જુઓ ફોટો
મુકેશ અંબાણીના આખા દેશમાંથી 80 રિલાયન્સના સ્ટોર્સ થશે બંધ ! જાણો કારણ
શિયાળામાં રોજ ગોળની ચા પીવાથી જાણો શું ફાયદા થાય છે?

 કોમી તોફાનો ફાટી નીકળે તેવી આશંકા  કાયમી વસાહતીઓ વ્યક્ત કરી

આ લોકો દ્વારા પોતાના સ્વાર્થ માટે કોમી વૈમનસ્ય ફેલાવવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં મૂળદ્વારકા બંદરે કોમી તોફાનો ફાટી નીકળે તેવી આશંકા બંદરના કાયમી વસાહતીએ વ્યક્ત કરી છે. આથી મૂળદ્વારકા બંદરના સ્થાનિકો ,આગેવાનો અને પટેલોએ પોલીસ સહિત તંત્રને આવેદન પણ આપ્યું છે. આવેદનમાં લોકોએ ખાસ ઉલ્લેખ કરીને જણાવ્યું છે કે, મૂળદ્વારકા બંદરે ગેર કાયદે આવીને વસેલા અને કૌમી વૈમનસ્ય ફેલાવનારા સામે કાયદાકીય રીતે કોઈ કડક કાર્યવાહી કરવામાં નહિ આવે તો ના છૂટકે સ્થાનિકોને આંદોલન કરવાની ફરજ પડશે. તો બીજી તરફ આ 200 જેટલી બોટો પૈકીના એક માછીમારે જણાવ્યું કે તેઓ હર્ષદ થી આવ્યા છે.

ત્યાં મકાનો સહીત બધુ જ ડિમોલેશનમાં પડી જતાં અહીંયા આવ્યા છે. જો કે સવાલ અહી થાય છે કે ગુજરાતના દરિયા કિનારા પર ડીમોલેશન બાદ આ માછીમારો ક્યાં જાય છે ?. કઈ જગ્યાએ જઈ વસવાટ કરે છે ?. તે કોઈ જ જાણતું નથી. ત્યારે ગીર સોમનાથના મૂળ દ્વારકા બંદર પર એકાએક અચાનક આવેલા આટલા બધા લોકો ને લઈ ગામ લોકો ચિંતિત છે તો પ્રશાસન કેમ ગામ લોકોનું સાંભળતું નથી અને અહીથી આ લોકો ને અન્ય જગ્યાએ મોકલતા નથી તે પણ સૌથી મોટો સવાલ છે.

(With Input, Yogesh Joshi, Somnath )

આ પણ વાંચો : Breaking News: સાઉથ આફ્રિકામાં રાજકોટના સિંધી વેપારીની ગોળી મારીને હત્યા, હત્યારાઓએ કરી 70 લાખની લૂંટ

Next Article