ગુજરાતનો 1600 કિલોમીટર લાંબો અરબી સમુદ્રનો કિનારો ભારે સંવેદનશીલ મનાય છે .અને મુંબઈ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓ પણ આ માર્ગે મુંબઈમાં દહેશત મચાવવા પહોંચ્યા હતા. ત્યારે અરબી સમુદ્રમાં ગીર સોમનાથ જિલ્લા પોલીસ અને કોસ્ટ ગાર્ડ મરીન પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા મોકડ્રીલ યોજાયું હતું. જેમાં પોલીસને બે ફિશિંગ બોટોની શંકાસ્પદ ચહેલ પહેલ જોવા મળી હતી. ત્યારે સુરક્ષા તંત્રએ બંને બોટોને ઝડપી તેમાંથી સંદીગ્ધ વસ્તુઓ સાથે આરોપીઓને ઝડપી લીધા હતા.
આ મોકડ્રીલ દરમિયાન સુરક્ષા વિભાગને એવો મેસેજ મળે છે કે એક મહાકાય જહાજને કેટલાક લોકો હાઇજેક કરી બંધક બનાવ્યુ છે. સુરક્ષા વિભાગે તે શિપ પર પહોંચી તેમની માંગણીઓ સાંભળી અને લાંબો સમય સુધી વાતચીતમાં પરોવ્યા હતા અને એ શિપને પણ મુક્ત કરાવ્યુ હતુ. આ રીતે ગીર સોમનાથના અરબી સમુદ્રમાં સુરક્ષા વિભાગનું મોકડ્રીલ પૂર્ણ થયું હતું
ગુજરાતના અરબી સમુદ્રમાં આજે ગીર સોમનાથ જિલ્લા પોલીસ તેમજ સુરક્ષા વિભાગની વિવિધ એજન્સીઓ દ્વારા મોકડ્રીલ દિવસભર યોજાયું. જેમાં સુરક્ષા વિભાગ દ્વારા બે શંકાસ્પદ બોટો ઝડપી લીધી હતી સાથે એક અદ્યતન મહાકાય શીપ જેમાં 25 ક્રુ મેમ્બરો સાથે હાઇજેક કરાયેલ શિપને પણ પોલીસે મુક્ત કરાવી અને અરબી સમુદ્રમાં સફળ મોકડ્રીલ સંપન્ન થઈ હતી.
આ તરફ કચ્છના જખૌ નજીક આવેલા ટાપુ પર BSFને પેટ્રોલીંગ દરમિયાન 10 ચરસના પેકેટ મળી આવ્યા છે. આ અગાઉ પણ દરિયાઈ વિસ્તારમાંથી અનેક વાર બિનવારશુ ચરસના પેકેટ મળ્યા હતા. બિનવારસી ચરસના પેકેટની વધારે તપાસ માટે પોલીસને સુપ્રત કરવામાં આવ
ગુજરાતમાં સૌથી લાંબો 1600 કિમીનો દરીયા કાંઠો ધરાવે છે. રમણીય લાગતો દરીયાકિનારો સુરક્ષાની દ્રષ્ટીએ અતિસંવેદનશીલ માનવામાં આવે છે. ભુતકાળમાં બનેલી અનેક ઘટનાઓએ તે સાબિત કર્યુ છે. જેમાં 1992માં મુંબઈ સીરીયલ બ્લાસ્ટ હોય કે, 26-11નો હુમલો જે માટે ગુજરાતના દરિયાઈ માર્ગનો ઉપયોગ થયો હતો. તેથી ફરી આવા બનાવો નહીં બને તે માટે સુરક્ષા એજન્સીઓ વધુ ચોકસાઈ વર્તી રહી છે.
26-11 ના હુમલા બાદ દરિયા કિનારાની સુરક્ષા કરતી એજન્સી વચ્ચે સંકલન નહી હોવાનુ એક કારણ સામે આવ્યુ હતુ. જે બાદથી કોસ્ટગાર્ડ દ્રારા વર્ષમાં બે વખત તમામ સુરક્ષા એજન્સીઓ સાથે મોટી કવાયત કરવામાં આવે છે. જેમાં ડમી હથિયારો સાથે ડમી આંતકીઓ ક્યાં લેન્ડીંગ પોઈન્ટ, દરિયા કાંઠે, કે જાહેર સ્થળે પહોંચી શકે છે. જેને રોકવામાં સુરક્ષા જવાનોને ટાસ્ક આપવામાં આવે છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…