AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સાગર સુરક્ષા કવચ કવાયત વચ્ચે, જખૌ નજીકના ટાપુ પરથી BSF ને મળ્યા 10 બિનવારસી ચરસના પેકેટ , જુઓ Video

ગુજરાતના દરિયાકાંઠાને સંવેદનશીલ એટલે પણ માનવામાં આવે છે કારણકે ડ્રગ્સ હોય કે હથિયાર કે પછી અન્ય કોઇ ગુનાહિત પ્રવૃત્તિની ઘૂષણખોરી દરિયા કિનારાથી થઇ શકે છે. અત્યારે રાજ્યના 12 જીલ્લાઓમાં એક સાથે સાગર સુરક્ષા કવચ સંયુકત કવાયત કરવામાં આવી રહી છે. તેવામાં આજે દરિયામાંથી ચરસના પેકેટ મળ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2023 | 1:23 PM
Share

ગુજરાતનો દરિયાકાંઠો જેટલો રમણીય છે, તેટલો જ સંવેદનશીલ પણ માનવામાં આવે છે. કારણકે અહીં ભારતની દરિયાઇ સરહદ પણ આવેલી છે. દરિયાકાંઠાને સંવેદનશીલ એટલે પણ માનવામાં આવે છે કારણકે ડ્રગ્સ હોય કે હથિયાર કે પછી અન્ય કોઇ ગુનાહિત પ્રવૃત્તિની ઘૂષણખોરી દરિયા કિનારાથી થઇ શકે છે. કચ્છમાં સાગર સુરક્ષા કવચ કવાયત વચ્ચે ચરસના પેકેટ મળ્યા છે.

આ પણ વાંચો :Breaking News : કચ્છના રાપર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, ધોળાવીરા નજીક ભૂકંપનું કેન્દ્રબિંદુ

કચ્છના જખૌ નજીક આવેલા ટાપુ પર BSFને પેટ્રોલીંગ દરમિયાન 10 ચરસના પેકેટ મળી આવ્યા છે. આ અગાઉ પણ દરિયાઈ વિસ્તારમાંથી અનેક વાર બિનવારશુ ચરસના પેકેટ મળ્યા હતા. બિનવારશુ ચરસના પેકેટની વધારે તપાસ માટે પોલીસને સુપ્રત કરવામાં આવશે.

હુમલા માટે થતો હોય છે ગુજરાત દરિયાઈ માર્ગનો ઉપયોગ

ગુજરાતમાં સૌથી લાંબો 1600 કિમીનો દરીયા કાંઠો ધરાવે છે. રમણીય લાગતો દરીયાકિનારો સુરક્ષાની દ્રષ્ટીએ અતિસંવેદનશીલ માનવામાં આવે છે. ભુતકાળમાં બનેલી અનેક ઘટનાઓએ તે સાબિત કર્યુ છે. જેમાં 1992માં મુંબઈ સીરીયલ બ્લાસ્ટ હોય કે, 26-11નો હુમલો જે માટે ગુજરાતના દરિયાઈ માર્ગનો ઉપયોગ થયો હતો. તેથી ફરી આવા બનાવો નહીં બને તે માટે સુરક્ષા એજન્સીઓ વધુ ચોકસાઈ વર્તી રહી છે.

ડમી હથિયારો અને ડમી આંતકીઓ સાથે સુરક્ષા જવાનોને ટાસ્ક

26-11 ના હુમલા બાદ દરિયા કિનારાની સુરક્ષા કરતી એજન્સી વચ્ચે સંકલન નહી હોવાનુ એક કારણ સામે આવ્યુ હતુ. જે બાદથી કોસ્ટગાર્ડ દ્રારા વર્ષમાં બે વખત તમામ સુરક્ષા એજન્સીઓ સાથે મોટી કવાયત કરવામાં આવે છે. જેમાં ડમી હથિયારો સાથે ડમી આંતકીઓ ક્યાં લેન્ડીંગ પોઈન્ટ, દરિયા કાંઠે, કે જાહેર સ્થળે પહોંચી શકે છે. જેને રોકવામાં સુરક્ષા જવાનોને ટાસ્ક આપવામાં આવે છે.

તમામ સુરક્ષા એજન્સીઓનુ સંયુકત ઓપરેશન

જેમાં નેવી, કોસ્ટગાર્ડ, કસ્ટમ, જીએમબી, ફિશરીસ, મરીન પોલીસ, IB,રો, પોલીસ સહિતની એજન્સીઓ આ ઓપરેશનમાં જોડાયા છે. દરિયાની અંદર, દરિયા કાંઠે, તેમજ દરિયા કિનારા પર આવેલા વિસ્તારોમાં કોઈ ઘુષણખોરી કે હથિયાર લઈને પહોંચે તો સુરક્ષા જવાનોએ અન્ય એજન્સી સાથે કેવી રીતે સંકલન કરી શકે, તે માટે મોક ડ્રિલ યોજના કરવામાં આવી છે.આ દરમિયાન જવાનો ડમી આંતકીને પકડવામાં સફળ થયા તો ઈનામ માટે રૂપિયા 100 આપવામાં આવે છે. પરંતુ જો સુરક્ષામાં ચુક સામે આવે તો તે એજન્સી કે સુરક્ષા જવાનને વધુ સર્તક રહેવા માટે ઠપકો મળે છે.

રાજયના 12 જીલ્લાઓમાં એક સાથે સંયુકત કવાયત

ગુજરાત રાજયમાં જે જીલ્લાઓમાં દરિયા કાંઠો આવેલો છે. તે તમામ જીલ્લાઓમાં એક સાથે બે દિવસ માટે ઓપરેશન સાગર સુરક્ષા કવચની કવાયત યોજાયુ છે. જેમાં કચ્છ, મોરબી,જામનગર, દેવભુમિદ્રારકા, પોરબંદર, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત. નવસારી, વલસાડ, ભરૂચ જીલ્લાઓમાં સાગર સુરક્ષા કવાયતનું આયોજન કરાયું છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">