AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એન્વાયર્મેન્ટલ મેનેજમેન્ટ ક્ષેત્રે ISO 14001 સર્ટિફિકેશન મેળવતું ગિફ્ટ સિટી

ગિફ્ટ સિટી વૈશ્વિક નાણાંકીય સંસ્થાઓ, ફિનટેક કંપનીઓ અને મલ્ટીનેશનલ કંપનીઓ માટે પસંદગીના સ્થળ તરીકે વેગ પકડી રહી છે. ISO 14001 સર્ટિફિકેશન રોકાણકારોના વિશ્વાસમાં હજુ વધારો કરશે.

એન્વાયર્મેન્ટલ મેનેજમેન્ટ ક્ષેત્રે ISO 14001 સર્ટિફિકેશન મેળવતું ગિફ્ટ સિટી
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2025 | 4:34 PM
Share

ભારતની પહેલી ઓપરેશનલ સ્માર્ટ સિટી અને પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર (આઇએફએસસી) એવી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટીને (ગિફ્ટ સિટી) તેની એન્વાયર્મેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ (ઇએમએસ) માટે ISO 14001 સર્ટિફિકેશન આપવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સંસ્થા, બ્યૂરો વેરિટાસ દ્વારા આપવામાં આવેલું આ સર્ટિફિકેશન શહેરી વિકાસ અને પર્યાવરણીય જવાબદારી પ્રત્યે ગિફ્ટ સિટીની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

ISO 14001 સર્ટિફિકેશન એ સંસ્થાઓ માટે વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત બેન્ચમાર્ક છે, જે તેમની કામગીરીમાં પર્યાવરણીય રીતે જવાબદાર પ્રથાઓને એકીકૃત કરે છે. આ સિદ્ધિ આયોજન, બાંધકામ, કામગીરી અને જાળવણીની બાબતે પર્યાવરણીય હાજરી ઘટાડવા માટે ગિફ્ટ સિટીનો પદ્ધતિસરનો અભિગમ દર્શાવે છે. આ સાથે ગિફ્ટ સિટી એક ફાઇનાન્શિયલ હબ તરીકે એક શિરસ્તો સ્થાપે છે, જે વ્યવસાય વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની સાથે ટકાઉપણાને પ્રાથમિકતા આપે છે.

ગિફ્ટ સિટીના એમડી અને ગ્રુપ સીઈઓ તપન રેએ જણાવ્યું હતું કે, “ISO 14001 સર્ટિફિકેશન મેળવવું એ ગિફ્ટ સિટીની ભવિષ્ય માટે તૈયાર ફાઇનાન્સ અને ટેકનોલોજી હબ બનાવવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. જેમાં ટકાઉપણું તેના મૂળ કેન્દ્રમાં છે. ગિફ્ટ સિટી કામગીરીમાં વૈશ્વિક પર્યાવરણીય ધોરણોને સમાવિષ્ટ કરીને અમે ન કેવળ અનુપાલન સુનિશ્ચિત કરી રહ્યા છીએ, પરંતુ આંતરરાષ્ટ્રીય એન્વાયર્મેન્ટલ, સોશિયલ એન્ડ ગવર્નન્સ (ઇએસજી) લક્ષ્યાંકો સાથે સુસંગત હોય તેવી જવાબદાર વૃદ્ધિ પણ આગળ ધપાવી રહ્યા છીએ.”

GIFT City gets ISO 14001 certification for environmental management

Tapan Ray, MD and Group CEO, GIFT City

ભારતના પ્રથમ ઓપરેશનલ સ્માર્ટ સિટી તરીકે ગિફ્ટ સિટીએ ડિસ્ટ્રિક્ટ કૂલિંગ સિસ્ટમ, ઓટોમેટેડ વેસ્ટ કલેક્શન અને યુટિલિટી ટનલ જેવી પર્યાવરણને અનુકૂળ નવીનતાઓનો સમાવેશ કર્યો છે. આ એવી સુવિધાઓ છે, જેણે ભારતમાં ટકાઉ શહેરી વિકાસ માટે નવા ધોરણો સ્થાપિત કર્યા છે. આ નવીનતાઓ ગિફ્ટ સિટીને પર્યાવરણીય જવાબદારીઓ સાથે વ્યવસાય વિસ્તરણને સંતુલિત કરવામાં મદદ કરે છે.

ગિફ્ટ સિટી વૈશ્વિક નાણાંકીય સંસ્થાઓ, ફિનટેક કંપનીઓ અને મલ્ટીનેશનલ કંપનીઓ માટે પસંદગીના સ્થળ તરીકે વેગ પકડી રહી છે. ISO 14001 સર્ટિફિકેશન રોકાણકારોના વિશ્વાસમાં હજુ વધારો કરશે, પર્યાવરણ પ્રત્યે સભાન વ્યવસાયોને આકર્ષશે અને વિશ્વ કક્ષાના નાણાંકીય કેન્દ્ર તરીકે તેની પ્રતિષ્ઠાને મજબૂત બનાવશે તેવી અપેક્ષા છે.

ભારત સરકાર ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટકાઉ શહેરી વિકાસ પર વધુને વધુ ભાર આપી રહી છે ત્યારે ગિફ્ટ સિટીની સિદ્ધિ ભારતના બિઝનેસ ઇકોસિસ્ટમમાં ઇએસજી સિદ્ધાંતોને એકીકૃત કરવાના વ્યાપક વલણને દર્શાવે છે. આ સર્ટિફિકેશન વૈશ્વિક સ્તરે ટકાઉ નાણાંકીય કેન્દ્ર માટે બેન્ચમાર્ક તરીકે પોતાને સ્થાન આપવાના ગિફ્ટ સિટીના પ્રયાસોમાં વિશ્વસનીયતાનું વધુ એક સ્તર ઉમેરે છે.

ગુજરાતના પાટનગર ગાંધીનગરને લગતા તમામ નાના મોટા મહત્વના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">