કાતિલ ઠંડી માટે રહેજો તૈયાર, ગુજરાતમાં ઉત્તર-પૂર્વના ઠંડા પવનો ફુંકાશે : હવામાન વિભાગ

દિવાળી અને નવા વર્ષના તહેવારોમાં આકરી ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાશે. ઉત્તર-પૂર્વના પવન ફૂંકાતા ઉત્તર ગુજરાત,કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો રહેશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2021 | 11:38 AM

રાજ્યમાં વહેલી સવારે આકરી ઠંડીનો ચમકારો અનુભવાયો. દિવાળી અને નવા વર્ષના તહેવારોમાં આકરી ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાશે. ઉત્તર-પૂર્વના પવન ફૂંકાતા ઉત્તર ગુજરાત,કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો રહેશે. ગુજરાતીઓએ થોડા દિવસો સુધી બેવડી ઋતુનો અનુભવ કરવો પડશે.

ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાની શરૂઆત થતાં જ આગામી સમયમાં ઠંડીનો ચમકારો વધવાના સંકેતો મળી રહ્યાં છે. રાજ્યના કેટલાક શહેરોમા તો શિયાળાની ગાત્રો થીજવતી ઠંડીનું આગમન પણ થઈ ગયું છે. ગાંધીનગર શહેરમાં બે દિવસથી લઘુતમ તાપમાનનો પારો ગગડતાં લોકો ધ્રૂજી ઊઠયાં છે. પાટનગરમાં આજે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાય હતુ જ્યારે મહત્તમ તાપમાન 33.8 ડિગ્રી નોંધાયું હતું. આમ ગાંધીનગરમાં દિવસના તાપમાનની સરખાણીએ રાત્રીનું તાપમાન 50 ટકા સુધી ગગડયું હતુ.

આગામી ત્રણેક દિવસમાં ઠંડીમાં વધારો થશે
હવામાન વિભાગના મતે આગામી ત્રણ દિવસમાં લઘુતમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીના ચમકારમાં હજુ વધારો થઇ શકે છે. અમદાવાદમાં આગામી 3 દિવસ સરેરાશ મહત્તમ તાપમાન 34 અને સરેરાશ લઘુતમ તાપમાન 19 ડિગ્રીની આસપાસ રહેવાનું હવામાન વિભાગ દ્વારા અનુમાન કરાયું છે. અમદાવાદ અને ગાંધીનગરના તાપમાન વચ્ચે 4.3 ડિગ્રીનો તફાવત જોવા મળ્યો છે. ગાંધીનગર અને નલિયા સિવાય રાજ્યના તમામ શહેરોનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી ઉપર નોંધાયું છે.

આ પણ વાંચો : આલિયા ભટ્ટની કામયાબી પર ગદગદિત થયા મહેશ ભટ્ટ, બોલ્યા-દીકરીએ 2 વર્ષમાં જે કર્યું તે હું 50 વર્ષ થયા છતાં પણ નથી કરી શક્યો

Follow Us:
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
g clip-path="url(#clip0_868_265)">