આલિયા ભટ્ટની કામયાબી પર ગદગદિત થયા મહેશ ભટ્ટ, બોલ્યા-દીકરીએ 2 વર્ષમાં જે કર્યું તે હું 50 વર્ષ થયા છતાં પણ નથી કરી શક્યો

પ્રોડ્યુસર મહેશ ભટ્ટે (mahesh bhatt) એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતાની દીકરી આલિયા ભટ્ટના (Alia Bhatt) વખાણ કર્યા હતા. તેણે કહ્યું કે આલિયાની મહેનત છે કે તે આજે આ મુકામ પર પહોંચી છે. આલિયાએ દરેક વળાંકમાં તેના માતા-પિતાનો ગર્વ અનુભવ્યો છે.

આલિયા ભટ્ટની કામયાબી પર ગદગદિત થયા મહેશ ભટ્ટ, બોલ્યા-દીકરીએ 2 વર્ષમાં જે કર્યું તે હું 50 વર્ષ થયા છતાં પણ નથી કરી શક્યો
Alia and mahesh bhatt
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2021 | 11:31 AM

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની (alia bhatt) ફિલ્મી કરિયરના હાલ ટોપ પર ચાલી રહી છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.  નવ વર્ષની કરિયરમાં આલિયાએ તેની સખત મહેનત અને પ્રતિભાથી ઘણું આગળ વધી ગઈ છે. એક્ટ્રેસે તાજેતરમાં પ્રોડક્શન હાઉસ એટરનલ સનશાઈન પ્રોડક્શન હાઉસની જાહેરાત કરી હતી. આ બાદ એક્ટ્રેસના માતા-પિતા મહેશ ભટ્ટ (Mahesh bhatt) અને સોની રાઝદાનને તેમની પુત્રી પર ગર્વ થશે. એલે મેગેઝિન સાથેની મુલાકાતમાં નિર્માતા અને આલિયાના પિતાએ તેમની પુત્રીની સિદ્ધિઓની પ્રશંસા કરી હતી.

મહેશ ભટ્ટે કહ્યું- મેં ઘર ચલાવવા માટે ફિલ્મો બનાવી મહેશ ભટ્ટે કહ્યું કે આલિયાને આપણી જરૂર નથી, તે પોતાની જાતને આગળ વધારવાની ક્ષમતા ધરાવે છે. જોકે હું ફિલ્મ પ્રોડ્યુસર હતો. પરંતુ હંમેશા ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ધાર પર રહેતા હતા. અમારું ઘર ફિલ્મી પાર્ટીઓનું આશ્રયસ્થાન નહોતું. મેં હંમેશા ઘર ચલાવવા માટે ફિલ્મો કરી છે અને આલિયા હંમેશા આ વાત જાણે છે. તે સખત મહેનત અને સમર્પણ સાથે કામ કરે છે અને તે ખૂબ જ બુદ્ધિશાળી પણ છે.

એક્ટ્રેસે 2 વર્ષમાં એટલી કમાણી કરી જેટલી મેં 50 વર્ષમાં કરી ફિલ્મમેકરે વધુમાં જણાવ્યું હતું કે, દુનિયા દર્શકોથી ભરેલી છે અને તેથી જ કલાકાર બનવા માટે ઘણી હિંમતની જરૂર પડે છે. મને એવા લોકો માટે સન્માન છે જેઓ સખત મહેનતથી ફિલ્મો બનાવે છે. આ રસ્તા પર કંઈ પણ આવે છે પરંતુ તેઓ લડે છે અને ફરી શરૂ કરે છે. આ ખાસ કરીને એવા લોકો માટે છે જેઓ ખૂબ જ નાની ઉંમરે સફળતાના શિખરોને સ્પર્શે છે. તેણે આગળ કહ્યું કે, આલિયા જ્યારે નાની હતી ત્યારે એક પપ્પાના પગ પર 500 રૂપિયા માટે ક્રીમ લગાવતી હતી. નિર્માતા તરીકે મેં 50 વર્ષમાં જેટલા પૈસા કમાયા છે તેટલા પૈસા છેલ્લા બે વર્ષમાં આલિયાએ કમાયા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આલિયાએ સ્ટુડન્ટ ઓફ ધ યરથી શરૂઆત કરી હતી આલિયા ભટ્ટે વર્ષ 2012માં કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરથી તેની કરિયરની શરૂઆત કરી હતી. અભિનેત્રીએ 1999ની સંઘર્ષમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. દરેક વ્યક્તિ તેની એક્ટિંગના વખાણ કરે છે. ખાસ કરીને ‘હાઈવે’, ‘2 સ્ટેટ્સ’, ‘રાઝી’, ‘ડિયર ઝિંદગી’, ‘ઉડતા પંજાબ’ અને ‘કલંક’ જેવી ફિલ્મોએ તેની કરિયરને એક નવો મુકામ આપ્યો છે.

આ પણ વાંચો : UK Red List: બ્રિટને તમામ દેશોને ‘રેડ લિસ્ટ’ માંથી બાકાત કર્યા, 10 દિવસ નહીં રહેવું પડે ક્વોરેન્ટાઇન

આ પણ વાંચો :Aryan Khan Bail: શું આર્યન ખાન આજની રાત પણ જેલમાં વિતાવશે ? જાણો જામીન મળ્યા બાદ શું છે છૂટવાની પ્રક્રિયા

g clip-path="url(#clip0_868_265)">