AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું EVMનું બટન વારંવાર દબાવવાથી વોટ વધે છે ? જ્યાં વીજળી નથી હોતી ત્યાં EVM કેવી રીતે કરે છે કામ ?

EVM મશીન બે યુનિટથી બનેલું છે - કંટ્રોલ યુનિટ અને બેલેટિંગ યુનિટ. બેલેટીંગ યુનિટ એ એકમ છે જેના દ્વારા મતદાર મત આપે છે. આ એકમમાં ઉમેદવારોના નામ અને તેમને મત આપવા માટેના બટન હોય છે. પરંતુ જો કોઈ ઈવીએમ મશીનનું બટન વારંવાર દબાવે તો શું થાય ? આવો આ બાબતે જાણીએ

શું EVMનું બટન વારંવાર દબાવવાથી વોટ વધે છે ? જ્યાં વીજળી નથી હોતી ત્યાં EVM કેવી રીતે કરે છે કામ ?
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2024 | 5:30 PM
Share

લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા માટે મંગળવાર 7 મેના રોજ મતદાન થવાનું છે. આ ત્રીજા તબક્કામાં દેશની 93 લોકસભા સીટો પર મતદાન યોજાશે. ચૂંટણીના માહોલમાં લોકોના મનમાં મતદાન અને મતદાન પ્રક્રિયાને લઈને અનેક પ્રશ્નો ઉભા થતા હોય છે. ચાલો આજે સમજીએ કે EVM મશીન કેવી રીતે કામ કરે છે. જો કોઈ વ્યક્તિ તેનું બટન વારંવાર દબાવે તો શું થાય ?

EVM મશીન બે યુનિટથી બનેલું હોય છે – એક છે કંટ્રોલ યુનિટ અને બીજુ છે બેલોટિંગ યુનિટ. કંટ્રોલ યુનિટ પ્રિસાઇડિંગ ઓફિસર પાસે રહે છે અને બેલેટિંગ યુનિટ એ એકમ છે જેના દ્વારા મતદાર મત આપતા હોય છે. આ એકમમાં ઉમેદવારોના નામ, તેમને ફાળવેલ ચૂંટણી ચિન્હ અને તેમને મત આપવા માટેનું બટન હોય છે. બંને મશીનો એકબીજા સાથે જોડાયેલા હોય છે.

જો તમે મત આપવા માટેના બટનને બે વાર દબાવો તો શું થાય ?

જો કોઈ મતદાર બેલેટીંગ યુનિટ પરનું બટન દબાવતાની સાથે જ તેણે આપેલો મત રેકોર્ડ થઈ જાય છે અને મશીન લોક થઈ જાય છે. જો કોઈ વ્યક્તિ મતદાન કર્યા પછી ફરીથી બેલેટીંગ યુનિટનું કોઈ પણ બટન દબાવશે, તો તે વધારાનો મત રેકોર્ડ નહી થાય. જ્યાં સુધી પ્રિસાઇડિંગ ઓફિસર કંટ્રોલ યુનિટ પર ‘બેલેટ’ બટન દબાવે નહીં ત્યાં સુધી બેલેટીંગ યુનિટ મશીન લોક રહે છે. આ રીતે ‘એક વ્યક્તિ, એક મત’નો અધિકાર સુનિશ્ચિત થાય છે.

ઉમેદવાર વિનાનુ ખાલી બટન દબાવવામાં આવે તો શું થાય ?

બેલેટીંગ યુનિટમાં કુલ 16 ઉમેદવારોનો સમાવેશ થઈ શકે તેવી જોગવાઈ છે. ધારો કે એક મતવિસ્તારમાં માત્ર 10 ઉમેદવારો છે. જો મતદાર 11 થી 16 સુધીનું કોઈપણ બટન દબાવશે તો શું તેના કારણે મતનો બગાડ થશે? ચૂંટણી પંચના અહેવાલ મુજબ, આવા કિસ્સાઓમાં, EVM તૈયાર કરતી વખતે રિટર્નિંગ ઓફિસર દ્વારા 11 થી 16 નંબરોને ઢાંકી દેવામાં આવે છે. તેથી 11 થી 16 ના ઉમેદવારો માટે કોઈપણ મતદાર દ્વારા એક પણ બટન દબાવવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી.

જ્યાં વીજળી ના હોય ત્યાં ઈવીએમનો ઉપયોગ કેવી રીતે થાય છે?

EVM મશીન ચલાવવા માટે વીજળીની જરૂર નથી. રિપોર્ટ અનુસાર, EVM સામાન્ય 7.5 વોલ્ટ આલ્કલાઇન પાવર-પેક પર ચાલે છે. આ બેંગ્લોરની ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને હૈદરાબાદની ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા સપ્લાય કરવામાં આવે છે. પાવર-પેકમાં 5 AA કદના સેલ(બેટરી) હોય છે જે 1.5 વોલ્ટ પર કાર્ય કરે છે. તેથી, ઇવીએમનો ઉપયોગ વીજળીના જોડાણ વિના પણ કરી શકાય છે.

EVM મશીનમાં કેટલા વોટ સ્ટોર કરી શકાય છે, તે ડેટા કેટલો સમય સ્ટોર થાય છે?

ઈવીએમની વોટ સ્ટોર કરવાની ક્ષમતા તેના મોડલ પર આધારિત છે. જૂની બનાવટના EVM (2000-05 સુધીના મોડલ)માં વધુમાં વધુ 3840 મત આપી શકાતા હતા. જ્યારે નવી બનાવટના EVM (2006 પછીના મોડલ) માં મહત્તમ 2000 મતો સંગ્રહિત કરી શકાય છે. ચૂંટણી પંચ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, કંટ્રોલ યુનિટ પરિણામોને 10 વર્ષ કે તેથી વધુ સમય માટે તેની મેમરીમાં સ્ટોર કરી શકે છે.

EVM અંગે કાયદો ક્યારે બન્યો?

મે 1982માં ભારતીય ચૂંટણીમાં પ્રથમ વખત ઈવીએમ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કેરળના પરુર વિધાનસભા ક્ષેત્રમાં 50 મતદાન મથકો પર EVM મશીનો દ્વારા ચૂંટણી યોજવામાં આવી હતી. જે બાદ એવી માંગ ઉઠી હતી કે ઈવીએમના ઉપયોગ અંગે કાયદામાં ચોક્કસ જોગવાઈ હોવી જોઈએ. આ અંતર્ગત ડિસેમ્બર 1988માં લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951માં નવી કલમ 61A ઉમેરવામાં આવી હતી.

Follow Us
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી
પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી
વિદ્યાનગરની BBIT કોલેજનું બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી
વિદ્યાનગરની BBIT કોલેજનું બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી
ઇંધણ બચત માટે વડોદરા મનપાનો માસ્ટર પ્લાન, ઈ-બસ પર ભાર અપાશે
ઇંધણ બચત માટે વડોદરા મનપાનો માસ્ટર પ્લાન, ઈ-બસ પર ભાર અપાશે
12 ધાર્મિક સ્થળો દૂર કરાયા, એક મંદિરમાં માત્ર ઓટલો તોડી સંતોષ મનાયો
12 ધાર્મિક સ્થળો દૂર કરાયા, એક મંદિરમાં માત્ર ઓટલો તોડી સંતોષ મનાયો
g clip-path="url(#clip0_868_265)">