AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara મહાનગરપાલિકાનો બોન્ડ સૌથી નીચા વ્યાજ દરે 10 ગણો સબસ્ક્રાઇબ થયો, સીએમ ભૂપેન્દ્ર પટેલે અભિનંદન પાઠવ્યા

વડોદરા કોર્પોરેશનને તમામ કોર્પોરેશનમાં સૌથી ઓછા વ્યાજે રૂપિયા મળી રહ્યા છે. રૂ. 13 કરોડ રૂપિયા ઈન્સેન્ટીવ સરકાર આપી રહી છે એટલે આ વ્યાજદર અંદાજે 4. 55 ટકા જેટલો ઓછો થશે અને વડોદરા મહાનગરપાલિકાને બેંક ફિક્સ ડીપોઝીટના હાલના વ્યાજ દર કરતાં પણ ઓછું વ્યાજ ભરવું પડશે.

Vadodara મહાનગરપાલિકાનો બોન્ડ સૌથી નીચા વ્યાજ દરે 10 ગણો સબસ્ક્રાઇબ થયો, સીએમ ભૂપેન્દ્ર પટેલે અભિનંદન પાઠવ્યા
Vadodara Corporation Office (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2022 | 8:39 PM
Share

ગુજરાતના(Gujarat)મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મ્યુનિસિપલ ફાયનાન્સિયલ ગવર્નન્સ ક્ષેત્રે ગુજરાતે આગવી સિદ્ધિ નોંધાવી છે, વડોદરા મહાનગરપાલિકાએ(VMC)ઇસ્યુ કરેલો બોન્ડ 7.15 ટકાના(Bond)સૌથી નીચા વ્યાજ દરે 10 ગણો સબસ્ક્રાઇબ થયો છે. બોન્ડના ઇસ્યુની સંપૂર્ણ પ્રક્રિયામાં મુખ્ય સચિવ પંકજકુમારે વડોદરા મ.ન.પા.ને જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. ૩૦મી માર્ચે આ બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ થશે. વડોદરા મહાનગરપાલિકાએ ‘અમૃત’ મિશન અંતર્ગત ઇસ્યુ કરેલા રૂ. 100 કરોડના બોન્ડને કુલ રૂ. 1007 કરોડની કિંમતની 36 બિડ મળતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા શહેરના મેયર કેયુર રોકડીયા અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શાલિની અગ્રવાલને અભિનંદન પાઠવ્યા છે.દેશની મહાનગરપાલિકાઓ કેપિટલ ગેઇન કરવા, અટલ મિશન ફોર રિ-જુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન-અમૃત યોજના અંતર્ગત, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા-‘ સેબી’ મારફત ફાયનાન્સિયલ બોન્ડ ઇસ્યુ કરી શકે છે.

ભારત સરકાર તરફથી રૂ.13 કરોડ ઇન્સેન્ટીવ મેળવવાને પણ પાત્ર

બોમ્બે સ્ટોક એક્સચેન્જના ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ ઉપર ઓનલાઈ સબસ્ક્રીપ્શન માટે તા.24-03- 2022 ના રોજ સવારે 11-૦૦ કલાકે બોન્ડ ઇશ્યુ ખુલ્યો હતો. ઇસ્યુ ખુલ્યાની પ્રથમ સેકન્ડે જ આ ફાયનાન્સિયલ બોન્ડ 4 ૫૨ ગણો સબસ્ક્રાઈબ થયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. 100 કરોડના આ બોન્ડ ઈશ્યૂ થવાની સમગ્ર પ્રક્રિયા દરમિયાન સતત મહાનગરપાલીકાને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું અને આ પ્રક્રિયા સરળતાએ પાર પડે તે માટે માર્ગદર્શન આ૫યું હતું. વડોદરા મહાનગરપાલિકા તા.31-03-2022 પહેલા બોન્ડ થકી કેપિટલ રેઇઝ કરવામાં સફળ થઇ હોવાથી ભારત સરકાર તરફથી રૂ.13 કરોડ ઇન્સેન્ટીવ મેળવવાને પણ પાત્ર બની છે.

100 કરોડ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સિંઘરોટ પાણી પુરવઠાના પ્રોજેક્ટ માટે ઉપયોગમાં લેવાશે

વડોદરા મહાનગરપાલિકાના ફાયનાન્સિયલ બોન્ડને, ઇન્ડીયા રેટીંગ એન્ડ રીસર્ચ પ્રા.લિ. અને ક્રેસિલ રેટીંગ લિ. દ્વારા A+/ STABLEનું રેટીંગ આપવામાં આવ્યું છે. આ ફાયનાન્સીયલ બોન્ડથી વડોદરાના સિવિક ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટને નવું બળ મળશે.બોન્ડથી પ્રાપ્ત થનારી રકમ રૂ. 100 કરોડ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સિંઘરોટ પાણી પુરવઠાના પ્રોજેક્ટ માટે ઉપયોગમાં લેવાશે જેથી શહેરના લોકોના પીવાના પાણીની જરૂરીયાતને પહોંચી વળાશે. ઉપરાંત અમિતનગર ખાતેના એ.પી.એસ.ના કામ માટે પણ આ રકમ ઉપયોગમાં લેવાશે જેથી સુએઝ પાણીના સુવ્યવસ્થીત નિકાલની વ્યવસ્થા ઉભી થશે.

યુનિયન મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ તથા યુનાઇટેડ સ્ટેટ્સના ટેકનીકલ એડવાઇઝર્સ દ્વારા વડોદરા મહાનગર પાલિકાને નિ:શુલ્ક ટેકનીકલ સપોર્ટ આપવામાં આવ્યો હતો. પુણે મહાનગરપાલિકા બાદ દેશમાં વડોદરા મહાનગરપાલિકા બીજું મ્યુનિ. કોર્પોરેશન છે જેને આ પ્રકારનો ટેકનીકલ સપોર્ટ મળ્યો હોય.

અમદાવાદ અને સુરતનાં  બોન્ડ 2019 માં બહાર પડ્યા હતા

આ અગાઉ 2017 માં પૂણેમાં આવો બોન્ડ બહાર પાડવામાં આવ્યો હતો એમાં સરકારી રેટ 6.50 ટકા હતો અને 7.60 ટકા એ બોન્ડ ભરાયો હતો, અમદાવાદ અને સુરતનાં જ્યારે બોન્ડ 2019 માં બહાર પડ્યા હતા ત્યારે તેમા સ૨કારી રેટ 7. 20 થી લઇને 7.35 ટકા હતો એની સામે 8.70 ટકાની આસપાસ બોન્ડ ભરાયા હતાં. ગયા વર્ષે ગાઝિયાબાદનો બોન્ડ ભરાયો તેમાં સરકારી રેટ 6.30 ટકા હતો એની સામે 8. 10 ટકા માં આ બોન્ડ ભરાયો હતો.

વડોદરા મહાનગરપાલિકાને  ઓછું વ્યાજ ભરવું પડશે

હાલમાં 6.33 ટકા સરકારી રેટ છે એની સામે 7. 15 ટકા એટલે માત્ર 0.85 ટકા વધુ વ્યાજ ચુકવીને તમામ કોર્પોરેશનમાં સૌથી ઓછા વ્યાજે વડોદરા કોર્પોરેશનને રૂપિયા મળી રહ્યા છે. રૂ. 13 કરોડ રૂપિયા ઈન્સેન્ટીવ સરકાર આપી રહી છે એટલે આ વ્યાજદર અંદાજે 4. 55 ટકા જેટલો ઓછો થશે અને વડોદરા મહાનગરપાલિકાને બેંક ફિક્સ ડીપોઝીટના હાલના વ્યાજ દર કરતાં પણ ઓછું વ્યાજ ભરવું પડશે.

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના નવા 13 કેસ નોંધાયા, 26 દર્દીઓ સાજા થયા

આ પણ વાંચો : Gandhinagar: UGVCLના એક્ઝીક્યુટિવ એન્જિનિયરનું સ્ફોટક નિવેદન, ખેડૂતોને પૂરતી વીજળી ન મળતી હોવાનો સ્વીકાર

Follow Us
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
g clip-path="url(#clip0_868_265)">