ગુજરાત સરકારે કહ્યું ખેડૂતો માટે મોંધી વીજળી ખરીદવા પણ તૈયાર

સરકારના પ્રવક્તા જીતુ વાઘાણી ફરી એકવાર એ જ જૂનો દાવો કર્યો કે ક્ષતિ દૂર કરવાનો પ્રયાસ ચાલુ છે. ખેડૂતોને વધુ પાવર સપ્લાય મળે તે માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે. ખેડૂતોના પાકને નુકસાન ન થાય તે માટે વ્યવસ્થા કરવાની તેમણે ખાતરી આપી હતી

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2022 | 7:03 PM

ગુજરાતમાં(Gujarat) ખેડૂતોના(Farmers)  મળતી વીજળીના (Electricity) મુદ્દે સરકાર બચાવમાં આવી છે. સરકારના પ્રવક્તા જીતુ વાઘાણી કહ્યું કે સરકાર ખેડૂતોની ચિંતા કરી રહી છે તેમજ દરેકને વીજળી મળે તેવો સરકારનો પ્રયાસ છે. તેમજ તેની માટે સરકાર મોંધી વીજળી ખરીદવા માટે તૈયાર છે. આ અંગે મે નાણાંમંત્રી કનુભાઈ દેસાઇ સાથે પણ વાત કરી છે. સરકારના પ્રવક્તા જીતુ વાઘાણી ફરી એકવાર એ જ જૂનો દાવો કર્યો કે ક્ષતિ દૂર કરવાનો પ્રયાસ ચાલુ છે. ખેડૂતોને વધુ પાવર સપ્લાય મળે તે માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે. ખેડૂતોના પાકને નુકસાન ન થાય તે માટે વ્યવસ્થા કરવાની તેમણે ખાતરી આપી હતી.જો કે રાજ્યમાં ખેડૂતોને પૂરતી વીજળી આપવાની માંગ સાથે કિસાન સંઘે સરકારને અલ્ટીમેટમ આપ્યું છે.

યોગ્ય વીજ પુરવઠો ન મળતાં ખેડૂતોને નુક્સાન

જો 72 કલાકની અંદર ખેડૂતોને પૂરતી વીજળી નહીં મળે તો ભારતીય કિસાન સંઘ દ્વારા વિવિધ જગ્યાએ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.. ભારતીય કિસાન સંઘની કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.. કિસાન સંઘે 8 કલાક પૂરતી વીજળી આપવાની માંગ કરી છે.ભારતીય કિસાન સંઘના પ્રદેશ મહામંત્રીએ કહ્યું કે- અગાઉ પણ 8 કલાક વીજળીની માંગ કરી હોવા છતાં સરકાર 6 કલાક જ વીજળી આપી રહી છે.. 6 કલાક વીજળીમાં યોગ્ય વીજ પુરવઠો ન મળતાં ખેડૂતોને નુક્સાન થઈ રહ્યું છે. ખેડૂતોનો પાક બળી જાય છે.

ડિમાન્ડ અને સપ્લાય વચ્ચેના અંતરના કારણે આ સમસ્યા

તો બીજી તરફ ખેડૂતોને વીજળી આપવાનો વાયદો થયો પરંતુ વીજળી મળતી નથી. એ વાતનો UGVCLના ગાંધીનગરના એક્ઝીક્યુટિવ એન્જિનિયરે સ્વીકાર કર્યો છે.એન્જિનિયર તેજસ મજમુદારે સ્વીકાર્યું કે, છેલ્લા 4 મહિનાથી ખેડૂતોને વીજળીની સમસ્યા છે.. તેમનું કહેવું છે કે ગાંધીનગરના UGVCL અંતર્ગત એકમોમાં કોઈ વીજકાપ નથી પરંતુ ડિમાન્ડ અને સપ્લાય વચ્ચેના અંતરના કારણે આ સમસ્યા ઉભી થઈ છે.

આ પણ વાંચો : Rajkot: ક્રિકેટર ચેતેશ્વર પુજારાના ગુરૂ હરિચરણદાસજી બાપુની તબિયત નાદુરસ્ત, ભક્તોમાં ચિંતા

આ પણ વાંચો : Banaskantha: વીજળીની માંગ વધુ ઉગ્ર બની, ખેડૂતો સાથે હવે કિસાન સંઘ પણ મેદાને

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">