રાજ્યના મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીના ફરી એકવાર તીખા તેવર, વીડિયો કોંફરન્સમાં 5 કલેકટરને ઉધડા લીધા

મહેસૂલી વિભાગને લગતા પ્રજાજનોના પ્રશ્નોના સ્થળ ઉપર નિકાલ માટે ટૂંક સમયમાં મહેસૂલી સેવા મેળા અથવા કેમ્પનું જિલ્લાવાર આયોજન કરવામાં આવશે.

રાજ્યના મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીના ફરી એકવાર તીખા તેવર, વીડિયો કોંફરન્સમાં  5 કલેકટરને ઉધડા લીધા
Revenue Minister Rajendra Trivedi Annoyed 5 collectors in a video conference
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Oct 21, 2021 | 7:17 PM

GANDHINAGAR : ગુજરાતની ભુપેન્દ્ર પટેલ સરકારને 1 મહિના જેટલો સમય પૂર્ણ થયો છે ત્યારે પ્રજાલક્ષી પ્રશ્નો ઉકેલવા પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે જો કે લોકોને સૌથી વધુ હેરાનગતિ મહેસુલ ને લગતી આવી રહી છે ત્યારે આજે રાજ્ય સરકારના મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી (Revenue Minister Rajendra Trivedi) એ રાજ્યના તમામ કલેકટર તથા પ્રાંત અધિકારીઓ સાથે બેઠક કરી હતી જેમાં લોકોના પ્રશ્નોને સંવેદના સાથે તેમજ તાત્કાલિક ધોરણે નિકાલ કરવાના સૂચન અપાયા હતા. સાથે જ લોકોને ખોટી રીતે હેરાનગતિ કરવામાં અવશે તો અધિકારીઓ સામે તાત્કાલિક પગલાં લેવાની પણ ચીમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં અવ્યા છે જેમાં મહેસુલ સેવા મેળાને પ્રાથમિકતા આપવામાં આવી છે.

મહેસૂલી વિભાગને લગતા પ્રજાજનોના પ્રશ્નોના સ્થળ ઉપર નિકાલ માટે ટૂંક સમયમાં મહેસૂલી સેવા મેળા અથવા કેમ્પનું જિલ્લાવાર આયોજન કરવામાં આવશે. આ સાથે જ ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનોને ઘર માટે સરળતાથી પ્લોટ મળી શકે તે માટે ગામતળની દરખાસ્તોનો 10 દિવસમાં નિકાલ કરવા અને જ્યાં ગામતળ ન હોય ત્યાં 15 દિવસમાં દરખાસ્તો મંગાવવામાં આવશે. વડાપ્રધાન મોદી દ્વારા 2024 સુધીમાં સૌના માટે ઘરનું ઘરના નિયત કરાયેલા લક્ષ્યાંક સંદર્ભે પડતર શહેરી વિસ્તારની દરખાસ્તોનો ઝુંબેશ સ્વરૂપે નિકાલ કરવાનું આયોજન ચાલી રહ્યું છે.

તેમજ જુદા જુદા વિભાગો જાહેર હેતુ માટે થયેલ માંગણીઓ-જેવા કે, આરોગ્ય વિભાગ, પાણી પુરવઠા વિભાગ-માર્ગ મકાન વિભાગ, ઉર્જા વિભાગ વગેરેની દરખાસ્તો તથા ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટની દરખાસ્તોનો ખૂબ જ ઝડપથી નિકાલ કરવા સૂચનો કરાયા છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

આ સાથે જ અગામી સમયમાં મહેસૂલી સેવાઓમાં શક્ય હોય ત્યાં સુધી મેટર રીમાઇન્ડ કરવાને બદલે ગુણદોષ પર નિકાલ કરવો તેમજ મિલકત બાબતની તકરારમાં અરજી-અપીલ કરવામાં વિલંબ થયો હોય તો વિલંબ અરજી સાથે કરેલ મેરીટ મુજબ નિકાલ કરવો તથા ચુકાદા ઝડપથી આપવા-સુનાવણી ઝડપથી કરવા કલેકટર તથા પ્રાંત અધિકારીઓ સૂચના આપવામાં આવી છે.

તેમજ RTS-મહેસૂલી બાબતોના કેસોની સુનાવણીમાં થતો વિલંબ નિવારવા હવે અઠવાડિયામાં 2 દિવસ નક્કી કરાયા છે. મંગળ અને ગુરુવાર એમ બે દિવસ અપીલોની સુનાવણી કરવા તથા દિન-3 માં જજમેન્ટ આપવું અને શક્ય હોય ત્યાં સુધી 3 દિવસથી વધુ મુદ્દત ન આપવા સૂચન કરાયું છે.

રાજ્યમાં બિનખેતીના પ્રકરણોમાં ઔઘોગિક હેતુની જમીનોના પરવાનગીના પ્રકરણોમાં વિલંબ ન થાય અને મીઠા ઉઘોગોની અરજીઓ-રીન્યુઅલની અરજીઓ ત્વરિત નિકાલ થાય તેની સુચનાઓ આપીને જમીન સંપાદનના પ્રકરણોનો ઝડપથી નિકાલ થાય અને વિલંબના કારણે સરકાર પર થતું વ્યાજનું ભારણ અટકે તે મુજબ દરખાસ્તોનો તુરંત નિકાલ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે બેઠકમાં રી-સર્વેના કામમાં જિલ્લાવાર મુશ્કેલીઓ અને તેના ઉકેલ માટેના ઉપાયો દરેક કલેકટર પાસેથી એક સપ્તાહ માં મંગાવવામાં આવ્યા છે. ત્યારબાદ વિભાગ દ્વારા એક ઉચ્ચ સ્તરીય અધિકારી-એકસ્પર્ટસની મીટીંગ કરી તેમજ ઉકેલ માટેનું આયોજન કરવાનું નકકી થયું હતું. તેમજ તમામ પ્રકારની ધાર્મિક સંસ્થાઓના રખ-રખાવ માટે અપાયેલ જમીનોમાં જો જમીનોની કોઇ બિનઅઘિકૃત વેચાણ/તબદીલી થઇ હોય તો દરેક કલેકટર સુઓમોટો કાર્યવાહી કરી નિયમોનુસાર કરી રીપોર્ટ કરવા કડક સૂચનાઓ આપવામાં આવી છે.

સરકારી ગૌચર જમીનોમાં થયેલ દબાણોની નિયમિત સમીક્ષા થાય અને નવા દબાણો ઉપસ્થિત ન થાય તેમજ શહેરી વિસ્તારના પ્રજાજનોને આપવાના પ્રોપર્ટી કાર્ડના કામમાં ઢીલાશ આવી છે. તેમાં ઝડપ લાવવા અને 15 વર્ષે નવી શરતની ખેતીની જમીનમાં સુઓ મોટો જુની શરતમાં ફેરવવાના હુકમોમાં દર માસે રીવ્યુ થાય અને દરેકને સમયસર હુકમો મળે તેવી સુચના પણ તેમણે આપી હતી. ખૂબ અગત્યની બાબત કે RIC (રેવન્યુ ઇન્સ્પેક્શન કમિશનર) દ્વારા આગામી સપ્તાહે ઉચ્ચ અધિકારીઓ સાથે તેમની ટીમો કોઇપણ જિલ્લામાં ઓચિંતી ચકાસણી માટે આવશે. તેમ તમામ કલેક્ટરોને જણાવ્યું હતુ.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">