ડિફેન્સ એક્સપોને ખુલ્લો મુકવાની સાથે વડાપ્રધાને ડીસાના 52 વિંગ એરફોર્સ સ્ટેશનનો કર્યો શિલાન્યાસ, સુરક્ષાથી વિકાસની ઉડાન ભરવા માટે ડીસા એર બેઝ થશે તૈયાર

વડાપ્રધાન મોદીએ (Prime Minister Modi) ગાંધીનગરના મહાત્મા મંદિરેથી એશિયાના સૌથી મોટા ડિફેન્સ એક્સપોને (Defense Expo)  ખુલ્લો મુક્યો છે. સાથે જ ડીસાના 52 વિંગ એરફોર્સ સ્ટેશનનો શિલાન્યાસ કર્યો.આ પ્રદર્શનમાં ભારતીય સેનાનું પરાક્રમ, શૌર્ય, હિંમત અને હાઈટેક શસ્ત્રોને ગુજરાતની પ્રજા નજીકથી નિહાળી શકશે.

ડિફેન્સ એક્સપોને ખુલ્લો મુકવાની સાથે વડાપ્રધાને ડીસાના 52 વિંગ એરફોર્સ સ્ટેશનનો કર્યો શિલાન્યાસ, સુરક્ષાથી વિકાસની ઉડાન ભરવા માટે ડીસા એર બેઝ થશે તૈયાર
Modi Defence Expo 2022Image Credit source: TV9 GFX
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2022 | 10:50 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્યારે આ પ્રવાસની શરુઆત વડાપ્રધાને ગાંધીનગરથી (Gandhinagar) કરી છે. વડાપ્રધાન મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિરેથી એશિયાના સૌથી મોટા ડિફેન્સ એક્સપોને (Defense Expo)  ખુલ્લો મુક્યો છે. સાથે જ ડીસાના 52 વિંગ એરફોર્સ સ્ટેશનનો શિલાન્યાસ કર્યો. બનાસકાંઠાના ડીસામાં નવા અને આધુનિક એરબેઝને વિકસિત કરવામાં આવશે. ડીસામાં વિકસિત થનારું આ એરબેઝ દેશની વાયુસેનાઓની સીમાઓને સુરક્ષિત રાખવાની રણનીતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ પ્રદર્શનમાં ભારતીય સેનાનું પરાક્રમ, શૌર્ય, હિંમત અને હાઈટેક શસ્ત્રોને ગુજરાતની પ્રજા નજીકથી નિહાળી શકશે. ગુજરાતમાં ભવ્ય ડિફેન્સ એકસ્પોનું 18થી 22 ઓક્ટોબર સુધી આયોજન કરાયું છે. ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે 1 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ડિફેન્સ એકસપોનું ભવ્ય આયોજન કરાયું છે.

ડીસાના 52 વિંગ એરફોર્સ સ્ટેશનનથી થશે ખૂબ જ ફાયદો

બનાસકાંઠાના ડીસામાં 4519 એકરમાં બનનારુ ડીસા એરબેઝ આંતરરાષ્ટ્રીય સીમાથી માત્ર 130 કિલોમીટરના જ અંતરે છે. આ એરબેઝના નિર્માણથી ગુજરાતની આસપાસના એરબેઝ વચ્ચે 355 કિલામીટરનું અંતર ઓછુ થઇ જશે. જેનાથી આપણા લડાકુ વિમાનોના ઓપરેટિંગ રેન્જમાં વધારો થશે. સાથે યુદ્ધ સમયે રિસ્પોન્સ ટાઇમ ઓછો કરી શકાશે. આ એરબેઝ બનવાથી દેશની પશ્ચિમી સીમા પર એક સાથે લેન્ડ અને સી ઓપરેશન કરવાનું સંભવ થશે. સાથે જ વડોદરા અને અમદાવાદ જેવા આર્થિક કેન્દ્રોને મજબુત એર ડિફેન્સ મળશે. આ એરબેઝથી ઉડાન યોજના અંતર્ગત ઉત્તર ગુજરાતની એર કનેક્ટિવીટીમાં વધારો થશે.

1300થી વધારે પ્રદર્શનકર્તાઓ જોડાયા

વિશ્વના 75 દેશોએ આ ડિફેન્સ એક્સપોમાં ભાગ લીધો છે. તો 1300થી વધારે પ્રદર્શનકર્તાઓ પણ જોડાયા છે. ગુજરાતની ધરતી પર એકસાથે 31 વિદેશી સંરક્ષણ પ્રધાનો પણ ડિફેન્સ એકસ્પોમાં હાજરી આપવા પહોંચ્યા છે. આ ભારતીય સેનાએ પોતાના શસ્ત્રો અને ડિફેન્સ ટેકનોલોજીનું પ્રદર્શન કર્યું છે. ભારતીય સેનાએ અલગ અલગ પ્રકારની ટેંક અને આર્ટીલરીને પ્રદર્શિત કરી છે. તો ઉપયોગમાં લેવાતી આધુનિક રડારને પણ પ્રદર્શનમાં મુકવામાં આવી છે. સાથે જ સૈનિક વગર પણ અંતરિયાળ જગ્યાઓ પર જઈને બ્લાસ્ટ કરી શકાય તેવું અતિઆધુનિક અગ્નિઅસ્ત્ર પણ પ્રદર્શનમાં મુકાયું છે. તો બોમ્બ ડિફ્યુઝિંગ જેવા જોખમવાળા કાર્યો માટે વપરાતા રોબોટ અને વાયરલેસ ઈક્વિપમેંટને પણ ડિફેન્સ એક્સ્પોમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

પહેલીવાર 4 વેન્યૂ ફોર્મેટમાં Defense expo

Defense expoમાં પ્રથમ વખત 4 વેન્યૂ ફોર્મેટમાં યોજવાનું છે, જેમાં–હેલિપેડ પ્રદર્શન કેન્દ્ર (HEC) ખાતે પ્રદર્શન, મહાત્મા મંદિર કન્વેન્શન અને પ્રદર્શન કેન્દ્ર (MMCEC) ખાતે સત્તાવાર કાર્યક્રમો અને સેમિનારો, અમદાવાદમાં સાબરમતી રીવરફ્રન્ટ ખાતે કાર્યક્રમના પાંચેય દિવસ દરમિયાન ઉપકરણો અને સશસ્ત્ર દળો, DPSU અને ઉદ્યોગોનું કૌશલ્ય બતાવતા લાઇવ ડેમોસ્ટ્રેશન અને પોરબંદરમાં ભારતીય નૌસેના અને ભારતીય તટરક્ષક દળના જહાજની મુલાકાત યોજાશે. આ ઉપરાંત, ગાંધીનગર અને અમદાવાદમાં ડ્રોન શો પણ આ કાર્યક્રમની વિશેષતા રહેશે. ગાંધીનગરમાં યોજાઇ રહેલો 1600 ડ્રોન સાથેનો ડ્રોન શો દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન શો રહેશે.

આ કાર્યક્રમને ભવ્ય બનાવવા ભારતીય સેનાના જવાનો, સરકારના અધિકારીઓ અને અમદાવાદ-ગાંધીનગરનું તંત્ર છેલ્લા ઘણા દિવસથી તનતોડ મહેનત કરી રહ્યુ હતુ. અમદાવાદ ગાંધીનગરમાં આ કાર્યક્રમ માટે લગભગ 1000 હોટેલ રુમ બુક કરવામાં આવ્યા છે. 18-22 ઓક્ટોબર દરમિયાન ભારત આફ્રિકા વચ્ચે સંરક્ષણ અંગે સંવાદ થશે. સાથે સાથે હિંદ મહાસાગરના સંરક્ષણ મંત્રીઓનું સંમેલન પણ યોજાશે.

g clip-path="url(#clip0_868_265)">