PM મોદી જૂનાગઢમાં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે, કૃષિ યુનિવર્સિટીમાં જંગી જનમેદનીને સંબોધશે

વડાપ્રધાન મોદી (Prime Minister Modi) જૂનાગઢ, ગીરસોમનાથ અને પોરબંદરને રૂપિયા 4100 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે. ગીર સોમનાથ જિલ્લામાં માઢવાડ, સુત્રાપાડા અને વેરાવળની રૂપિયા 834.12 કરોડની મત્સ્ય બંદર વિકાસ યોજનાનું ખાતમુહૂર્ત પણ કરશે.

PM મોદી જૂનાગઢમાં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે, કૃષિ યુનિવર્સિટીમાં જંગી જનમેદનીને  સંબોધશે
PM Narendra Modi (ફાઈલ ફોટો)Image Credit source: TV9
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2022 | 10:01 AM

વડાપ્રધાન મોદી (Prime Minister Modi) આજે જૂનાગઢની (Junagadh) મુલાકાત લેવાના છે. વડાપ્રધાન મોદી જૂનાગઢ, ગીરસોમનાથ અને પોરબંદરને રૂપિયા 4100 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે. જેમાં નર્મદા જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર, શહેરી વિકાસ, મત્સોદ્યોગ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ તેમજ આરોગ્ય વિભાગ સંબંધિત વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરશે. જૂનાગઢમાં વડાપ્રધાન જંગી જનમેદનીને સંબોધવાના છે. જેમાં હજારોની સંખ્યામાં લોકો હાજર રહેશે. કૃષિ યુનિવર્સિટી (Agricultural University) ખાતે પચાસ હજારથી વધુ લોકો બેસી શકે તેવા પાંચ ડોમ ઉભા કરવામાં આવ્યા છે. સાથે લોકોને મોદીના કાર્યક્રમમાં કોઈ તકલીફ ન પડે તે માટે શહેરના રોડ પર તમામ સુવિધા ઉભી કરાઈ છે.

જૂનાગઢમાં PM વંથલી અને મેંદરણા ભાગ-2 પાણી પૂરવઠા યોજનાની ભેટ આપશે. તો પોરબંદરમાં GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ તેમજ માધવરપુર ખાતે શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી યાત્રાધામના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરશે. ગીર સોમનાથ જિલ્લામાં માઢવાડ, સુત્રાપાડા અને વેરાવળની રૂપિયા 834.12 કરોડની મત્સ્ય બંદર વિકાસ યોજનાનું ખાતમુહૂર્ત પણ કરશે. ઉપરાંત તેઓ ઉમરગામ-લખપત કોસ્ટલ હાઈવે યોજનાનું લોકાર્પણ કરશે. આ કોસ્ટલ હાઈવે કુલ 15 જિલ્લાઓમાંથી પસાર થશે. ઉમરગામથી લખપત કોસ્ટલ હાઈવે યોજના માટે 2440 કરોડનો ખર્ચ કરાશે અને આ યોજના થકી હાઈવે દરિયાકિનારા પર આવેલા પ્રવાસનના સ્થળો પર પ્રવાસન ઉદ્યોગના વિકાસને વેગ મળશે.

આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 ઓક્ટોબરે કેવડિયામાં વિદેશ મંત્રાલયની કોન્ફરન્સમાં હાજર રહેવાના છે. તેઓ તાપીના વ્યારામાં વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત-લોકપર્ણ કરવાના છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓક્ટોબર મહિનાના અંત સુધીમાં કાગવડ ખોડલધામ મંદિરમાં ધજા ચઢાવે તેવી શક્યતા છે. ખોડલધામ મંદિર ટ્રસ્ટ તરફથી થોડા જ દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ માટે આમંત્રણ પણ મોકલવામાં આવી શકે છે. જે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખોડલધામ મંદિરની મુલાકાત લઈ શકે છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

વડાપ્રધાન આજે રાજકોટમાં પણ વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે. ફોરલેન ફ્લાયઓવર બ્રિજ, સ્પલીટ ફ્લાયઓવર બ્રિજ, ફાયર સ્ટેશન, સ્ટાર્ફ ક્વાર્ટસ બિલ્ડિંગનું લોકાર્પણ કરશે. આ સાથે રાજકોટના લોધિકા તાલુકામાં ખીરસરા-2, પીપરડી અને નાગલપર GIDCનું ખાતમુહૂર્ત કરશે. આ સાથે PM મોદી એરપોર્ટથી રેસકોર્સના ગ્રાઉન્ડ સુધી રોડ શો યોજશે. PM મોદીના આગમનને લઇને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તથા શહેરમાં ટ્રાફિક સમસ્યા ન સર્જાઇ તે માટે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

g clip-path="url(#clip0_868_265)">