AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon 2023: ગુજરાતમાં સીઝનનો સરેરાશ 99.27 ટકા વરસાદ વરસ્યો, સૌથી વધુ કચ્છમાં 144.80 ટકા વરસાદ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ જુનાગઢ (Junagadh) જિલ્લાના વિસાવદર તાલુકામાં 11.8 ઈંચ એટલે કે 9 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય બે તાલુકાઓમાં 7 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં અને પાટણના રાધનપુર તાલુકામાં 7.6 ઈંચ વરસાદ નોંધાયો છે.

Monsoon 2023: ગુજરાતમાં સીઝનનો સરેરાશ 99.27 ટકા વરસાદ વરસ્યો, સૌથી વધુ કચ્છમાં 144.80 ટકા વરસાદ
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2023 | 11:20 AM
Share

Monsoon 2023 : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ જુનાગઢ (Junagadh) જિલ્લાના વિસાવદર તાલુકામાં 11.8 ઈંચ એટલે કે 9 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય બે તાલુકાઓમાં 7 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં અને પાટણના રાધનપુર તાલુકામાં 7.6 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો-  Auction Today : જામનગરના પાર્ક કોલોનીમાં રહેણાંક મિલકતની ઇ-હરાજી, જાણો શું છે વિગત

કુલ ત્રણ તાલુકાઓમાં 6 ઈંચથી વધુ વરસાદ

ગુજરાતના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા માહિતી આપ્યા મુજબ 19 સપ્ટેમ્બર 2023ના રોજ સવારે 6 કલાક સુધીના 24 કલાક દરમ્યાન મહેસાણાના બેચરાજીમાં 6.7 ઇંચ, બનાસકાંઠાના ભાભરમાં 6.7 ઇંચ અને મહેસાણામાં 6.4 ઇંચ એમ ગુજરાતના કુલ 3 તાલુકામાં 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જયારે જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં 5.8 ઇંચ, એટલે કે 5 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

ગુજરાતના બીજા 7 તાલુકાઓમાં 4 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં 4.3 ઇંચ, ડીસામાં 4.3 ઇંચ, અમરેલીના બગસરામાં, જૂનાગઢમાં અને જુનાગઢ શહેરમાં 4.1 ઇંચ, મહેસાણાના વિસનગરમાં 4.1 ઇંચ અને કચ્છના રાપરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે.

19 તાલુકાઓમાં 3 ઇંચ કરતા વધુ વરસાદ

આ ઉપરાંત રાજ્યના અન્ય 19 તાલુકાઓમાં 3 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જેમાં મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં 3.7 ઇંચ, બનાસકાંઠાના થરાદમાં 3.7 ઇંચ, વડગામમાં 3.6 ઈંચ, સાબરકાંઠાના ઇડરમાં 3.5 ઇંચ, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં અને મહેસાણાના સતલાસણામાં 3.5 ઇંચ, ગીર સોમનાથના કોડીનારમાં 3.3 ઈંચ, જૂનાગઢના માલીયા હાતીણામાં 3.3 ઈંચ વરસાદ વરસ્યો છે.

પાટણના ચાણસ્મામાં 3.3 ઈંચ, બનાસકાંઠાના દાંતીવાડામાં 3.2 ઈંચ, મહેસાણાના ખેરાલુમાં અને બનાસકાંઠાના દાંતામાં 3.1 ઈંચ, મોરબીના હળવદમાં અને પાટણના સામીમાં 3 ઈંચ, સુરતના પલસાણામાં 3  ઈંચ, આણંદના સોજીત્રામાં 3 ઈંચ, પાટણના હારીજમાં 2.9 ઈંચ, ગીર સોમનાથના તલાલામાં અને મહેસાણાના વડનગરમાં 2.9 ઈંચ વરસાદ નોંધાયો છે. જયારે રાજ્યના અન્ય 30 તાલુકાઓમાં બે ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયા હોવાના એહવાલ છે.

ગુજરાતમાં ચાલુ સીઝનનો કુલ સરેરાશ વરસાદ 99.27 ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 144.80 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 117.38 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 94.27 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 87.23 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં 94.56 ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">