Gandhinagar : લોકાર્પણ પહેલા જુઓ ગાંધીનગરના અત્યાધુનિક રેલ્વે સ્ટેશન અને ફાઈવ સ્ટાર હોટેલના રસપ્રદ PHOTOS

Gandhinagar railway station : રાજ્યના પાટનગર ગાંધીનગરનું અત્યાધુનિક રેલ્વે સ્ટેશન અને તેના પર બનેલી ફાઈવ સ્ટાર હોટેલ (Five star hotel) બનીને તૈયાર થઇ ગયા છે. 16 જુલાઈને શુક્રવારે વડાપ્રધાન મોદી (PM MODI) દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા તેનું લોકાર્પણ કરવાના છે. આ લોકાર્પણ પેલા આવો જોઈએ ગાંધીનગર રેલ્વે સ્ટેશન અને તેના પર બનેલી ફાઈવ સ્ટાર હોટેલના કેટલાક રસપ્રદ ફોટો.

| Edited By: | Updated on: Jul 15, 2021 | 5:38 PM
4 / 10
દેશમાં વૈશ્વિક કક્ષાના રેલવે-સ્ટેશનની નવી માર્ગદર્શિકા અનુસાર નિર્માણ પામેલા આ રેલવે સ્ટેશન ખાતે 3 પ્લેટફોર્મ પૈકી એક વન-એન્ડ પ્લેટફોર્મ, જ્યારે અન્ય બે આઇલેન્ડ પ્લેટફોર્મ છે. આ સ્ટેશન ખાતે 2 એસ્કેલેટર્સ, 3 એલિવેટર્સ અને 2 પેડેસ્ટ્રીયન સબ-વે છે, જે પ્લેટફોર્મ્સને જોડે છે.

5 / 10
'ગરુડ' - ગાંધીનગર રેલવે એન્ડ અર્બન ડેવેલપમેન્ટ કો.લિ., ગુજરાત સરકારની 74% અને કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલયની 24%ની ભાગીદારીથી આ કેપિટલ રેલવે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે.

6 / 10
ગાંધીનગર રેલ્વે સ્ટેશન બિલ્ડિંગમાં એન્ટ્રી ગેટ, બુકિંગ, લિફ્ટ એસ્કલેટર, બુલ સ્ટોલ, ફૂડ સ્ટોલ સહિત તમામ સુવિધાઓ છે. તો બીજી તરફ અહીં બનેલી દિવાલો પર ગુજરાતના અલગ-અલગ મોન્યુમેન્ટના ચિત્રો પણ દોરવામાં આવ્યા છે.

7 / 10
રેલવે સ્ટેશનની અંદર બનેલી અયોધ્યા રામ મંદિરની તસવીર લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે.

8 / 10
આ બિલ્ડિંગથી લોકો આખા ગાંધીનગર, મહાત્મા મંદિર અને વિધાનસભાને એક જ લાઇનમાં જોઇ શકશે. અહીંથી મહાત્મા મંદિર અને દાંડી કુટીર ચાલતા જઇ શકાય છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સહીત અનેક કાર્યક્રમોમાં દેશ વિદેશથી આવનારા લોકો માટે રોકાવવા માટે પસંદગીનું પ્રથમ સ્થળ બની રહેશે.

9 / 10
રેલવે બોર્ડના અધ્યક્ષ વીકે યાદવે કહ્યું કે આ એક અનોખુ મોડલ છે. આ રેલ્વે સ્ટેશન અને ફાઈવ સ્ટાર હોટેલની ડીઝાઇન  એ પ્રકારે બનાવવામાં આવી છે કે નીચેના પાટા પર દોડતી ટ્રેનોની હોટેલમાં  ધ્રૂજારી અથવા ઘોંઘાટ અનુભવાશે નહીં.

10 / 10
આ રેલવે સ્ટેશનમાં ઘણી આધુનિક સુવિધાઓ છે. અહીં અલગથી પ્રાર્થના રૂમ અને બેબી ફિડિંગ રૂમ બનાવવામાં આવ્યા છે. આધુનિક સુવિધાઓ સાથે જ પ્રાથમિક સારવાર માટે એક નાનકડી હોસ્પિટલ બનાવવામાં આવી છે