AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સાડા સાત કલાકની ચર્ચા બાદ વિધાનસભા ગૃહમાં UCC બિલ બહુમતીથી પસાર, કોંગ્રેસનો વોકઆઉટ

ગુજરાત વિધાનસભામાં લગભગ 7.30 કલાકની ચર્ચા બાદ UCC બિલ પસાર થયું. પક્ષ-વિપક્ષે મુદ્દા રજૂ કર્યા બાદ મુખ્યમંત્રીએ સર્વસંમતિથી આગળ વધવાની અપીલ કરી. અને ગૃહમાં બીલ પસાર થયું.

Breaking News : સાડા સાત કલાકની ચર્ચા બાદ વિધાનસભા ગૃહમાં UCC બિલ બહુમતીથી પસાર, કોંગ્રેસનો વોકઆઉટ
Kinjal Mishra
| Edited By: | Updated on: Mar 24, 2026 | 11:11 PM
Share

ગુજરાત વિધાનસભામાં આજે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ પર વિસ્તૃત ચર્ચા બાદ બિલ પસાર કરવામાં આવ્યું. લગભગ 7.30 કલાક સુધી ચાલેલી ચર્ચામાં પક્ષ અને વિપક્ષ બંનેએ પોતાના મુદ્દા રજૂ કર્યા, જે બાદ અંતે બહુમતીથી બિલને મંજૂરી મળી.

વિકાસ માટે સર્વસંમતિથી આગળ વધવું જોઈએ – CM

મુખ્યમંત્રી દ્વારા ગૃહમાં અપીલ કરવામાં આવી કે નવા બિલ અંગે મતભેદ સ્વાભાવિક છે, પરંતુ કાયદો બન્યા બાદ તેમાં સ્પષ્ટતા આવતી હોય છે. તેથી એકબીજાની ટીકા છોડીને રાજ્યના વિકાસ માટે સર્વસંમતિથી આગળ વધવું જોઈએ.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ બિલ “સમાનતા, ન્યાય અને એકતા”ના સંકલ્પને મજબૂત બનાવે છે અને 2047ના વિકાસ લક્ષ્યને ઝડપ આપવા માટે મહત્વપૂર્ણ પગલું છે. ગુજરાત દેશનું બીજું રાજ્ય બન્યું છે જ્યાં UCC અમલમાં આવી રહ્યું છે, જે ગૌરવની બાબત છે.

Justice to all”ના સિદ્ધાંત પર તૈયાર કરાયેલા આ કાયદાનો હેતુ

આ બિલ ખાસ કરીને મહિલાઓ અને દીકરીઓ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. લગ્ન, છૂટાછેડા અને વારસાગત મિલકતમાં અન્યાય ન થાય તે માટે એકસરખી જોગવાઈ લાવવામાં આવી છે. “Justice to all”ના સિદ્ધાંત પર તૈયાર કરાયેલા આ કાયદાનો હેતુ દરેક નાગરિકને સમાન હક આપવાનો છે. CM ભૂપેન્દ્ર પટેલે આ બાબતે ટ્વિટ પણ કર્યું હતું.

સરકારે સ્પષ્ટ કર્યું કે જાતિભેદના કારણે કોઈને અન્યાય ન થાય તે માટે કડક પગલાં લેવામાં આવશે. સાથે જ, ઓળખ છુપાવીને લગ્ન કરવાના કે છેતરપીંડી કરવાના કેસોમાં કડક કાર્યવાહીનો સંદેશ આપવામાં આવ્યો છે.

લિવ-ઇન રિલેશનશિપને પ્રોત્સાહન આપવાનો કોઈ ઉદ્દેશ નથી, પરંતુ આવા સંબંધોને નિયમિત કરવા માટે જોગવાઈ કરવામાં આવી છે. હાલનો લગ્ન નોંધણીનો નિયમ યથાવત રહેશે.

કોંગ્રેસે વોક આઉટ કર્યો અને બિલ બહુમતીથી પસાર થયું

ચર્ચા દરમિયાન કોંગ્રેસે બિલને પ્રવર સમિતિ પાસે મોકલવાની માંગ કરી હતી, પરંતુ અધ્યક્ષ દ્વારા આ માંગ નામંજૂર કરવામાં આવતા કોંગ્રેસે ગૃહમાંથી વોકઆઉટ કર્યો. સર્વસંમતિથી આગળ વધવાની અપીલ છતાં વિપક્ષ કોંગ્રેસે વોક આઉટ કર્યો અને બિલ બહુમતીથી પસાર થયું.

અંતે, તમામ ચર્ચા અને રાજકીય તર્ક વિતર્ક બાદ, ગુજરાત વિધાનસભાએ UCC બિલને મંજૂરી આપી દીધી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના નેતૃત્વમાં સમાન નાગરિક સંહિતા વિધેયક પસાર કરનારૂ ગુજરાત દેશનું બીજું રાજ્ય બન્યું.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વિટ કરીને જણાવ્યું કે, ઐતિહાસિક નિર્ણય તરીકે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલજીના નેતૃત્વ હેઠળ ભાજપ સરકારે વિધાનસભામાં UCC બિલ પસાર કર્યું છે. આ નિર્ણયથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે કોઈ પણ કાયદા કરતા ઉપર નથી અને કોઈ પણ નાગરિક નીચે નથી. સમાનતા અને ન્યાયના સિદ્ધાંતોને મજબૂત બનાવતું આ પગલું સમાન ગુજરાત અને સશક્ત ગુજરાત તરફ એક મહત્વપૂર્ણ કદમ છે.

પેટ્રોલ ડીઝલના જથ્થાને લઈને રાજકોટ કલેક્ટરે શહેરીજનોની કરી આ ખાસ અપીલ

Follow Us
દક્ષિણ ગુજરાત: ડીઝલની અછત અને 45 લિટરની મર્યાદાથી ખેડૂતો ચિંતિત
દક્ષિણ ગુજરાત: ડીઝલની અછત અને 45 લિટરની મર્યાદાથી ખેડૂતો ચિંતિત
આશિષ જોષીના રિમાન્ડ મંજૂર: મધુ શ્રીવાસ્તવની ભાજપને ખુલ્લી ચેતવણી
આશિષ જોષીના રિમાન્ડ મંજૂર: મધુ શ્રીવાસ્તવની ભાજપને ખુલ્લી ચેતવણી
સુરત પોલીસે લાઈવ ડેમો આપી લોકોને કર્યા જાગૃત, જુઓ Video
સુરત પોલીસે લાઈવ ડેમો આપી લોકોને કર્યા જાગૃત, જુઓ Video
અમદાવાદ: સરકારી આવાસના નામે મોટી છેતરપિંડી, ઠગ અંકિત પટેલ ઝડપાયો
અમદાવાદ: સરકારી આવાસના નામે મોટી છેતરપિંડી, ઠગ અંકિત પટેલ ઝડપાયો
અમદાવાદમાં દારૂ ઢોળાયો: વટવા GIDCમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા
અમદાવાદમાં દારૂ ઢોળાયો: વટવા GIDCમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા
મહીસાગર અને ભરૂચના હાંસોટમાં પેટ્રોલ-ડીઝલની અછતથી વાહનચાલકો પરેશાન
મહીસાગર અને ભરૂચના હાંસોટમાં પેટ્રોલ-ડીઝલની અછતથી વાહનચાલકો પરેશાન
વડોદરાની ફેમસ બેકરીના કેક કાઉન્ટર પર મરેલો ઉંદર જોવા મળ્યો, જુઓ Video
વડોદરાની ફેમસ બેકરીના કેક કાઉન્ટર પર મરેલો ઉંદર જોવા મળ્યો, જુઓ Video
કેરલમાં રૂપિયા 5000 નું જ ખરીદી શકાશે પેટ્રોલ, 200 લિટર ડીઝલ લઈ શકાશે
કેરલમાં રૂપિયા 5000 નું જ ખરીદી શકાશે પેટ્રોલ, 200 લિટર ડીઝલ લઈ શકાશે
Rajkot: ઉપલેટામાં ડુંગળી અને ખાતર માટે વિરોધ પ્રદર્શન
Rajkot: ઉપલેટામાં ડુંગળી અને ખાતર માટે વિરોધ પ્રદર્શન
Breaking News: ઉનાળામાં ફરવા આવતા લોકો માટે SOUમાં ખાસ તૈયારી
Breaking News: ઉનાળામાં ફરવા આવતા લોકો માટે SOUમાં ખાસ તૈયારી
g clip-path="url(#clip0_868_265)">