AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગાંધીનગરમાં વાહન ચેકિંગ દરમિયાન ₹31.8 લાખ રોકડ અને સોના સાથે શખ્સ ઝડપાયો, તપાસમાં ચોંકાવનારો ખુલાસો, જુઓ Video

ગાંધીનગરમાં વાહન ચેકિંગ દરમિયાન ₹31.8 લાખ રોકડ અને સોના સાથે શખ્સ ઝડપાયો, તપાસમાં ચોંકાવનારો ખુલાસો, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 14, 2026 | 10:54 PM
Share

ગાંધીનગરમાં ચિલોડા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક લક્ઝરી બસમાંથી મુસાફર પાસેથી ₹5 લાખ રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિત કુલ ₹31.8 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.

ગાંધીનગરમાં ચિલોડા પોલીસે હાથ ધરેલા સઘન વાહન ચેકિંગ દરમિયાન એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વાહન ચેકિંગ દરમિયાન એક લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલા એક શખ્સ પાસેથી મોટી માત્રામાં રોકડ અને સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા. પોલીસ દ્વારા પ્રાથમિક પૂછપરછ કરવામાં આવતા, શખ્સ તરફથી કોઈ સંતોષકારક જવાબ ન મળતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

વધુ તપાસમાં સામે આવ્યું કે આ આરોપી હરિયાણા રાજ્યની આરક્રિસ જ્વેલર્સ નામની પેઢીમાંથી ચોરી કરીને આ રોકડ અને દાગીના લઈને આવી રહ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આ શખ્સની અટકાયત કરી હતી. તેની પાસેથી ₹5 લાખ રોકડા, સોનાની લગડીઓ અને અન્ય કિંમતી દાગીના સહિત કુલ ₹31,80,000 (એકત્રીસ લાખ એંસી હજાર રૂપિયા) નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઘટનાએ ગાંધીનગર સહિત આસપાસના વિસ્તારોમાં ચકચાર જગાવી છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ઝૂમાં દીપડાની પજવણીનો વીડિયો વાયરલ, વડોદરાના સયાજીબાગ ઝૂની સુરક્ષા સામે ઊભા થયા ગંભીર પ્રશ્નો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">