AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભ્રષ્ટાચારીઓમાં ACBના ફફડાટ વચ્ચે ગાંધીનગરની ટીમને 150 રુપિયા ‘લેતો’ ST ડ્રાઇવર હાથ લાગ્યો!

આમ તો ભ્રષ્ટાચારના મોટા વહિવટો કરનારાઓમાં રાજ્યની ACB એ એક ફફડાટ લાવી દીધો છે. આ દરમિયાન કેટલાક કિસ્સાઓમાં કેટલાક અધિકારીઓ દ્વારા હવે નાના નાની બાબતોમાં ભ્રષ્ટાચાર થતો હોવાનુ સામે લાવવા માટે પ્રયાસ કરવાનો સરળ રસ્તો અપનાવ્યો છે. આવી જ રીતે ST ડ્રાઇવરને પાર્સલ લઈ જવાની રકમ લેતા તેને લાંચ ગણીને કેસ નોંધ્યો છે.

ભ્રષ્ટાચારીઓમાં ACBના ફફડાટ વચ્ચે ગાંધીનગરની ટીમને 150 રુપિયા 'લેતો' ST ડ્રાઇવર હાથ લાગ્યો!
ST ડ્રાઇવર લાંચ લેતા ઝડપાયો
| Updated on: Jan 27, 2024 | 10:46 PM
Share

રાજ્યામાં ACB એ ભ્રષ્ટ અધિકારીઓ અને પદાધિકારીઓમાં ફફડાટનો માહોલ બનાવ્યો છે. ભ્રષ્ટાચાર આચરીને લાખો અને હજારો રુપિયા પડાવતા અધિકારીઓ અને કર્મચારીઓને જેલના સળિયા ગણતા કરાવ્યા છે. આ વચ્ચે કેટલાક ACB અધિકારીઓ સરળ રસ્તાની ટ્રેપ ગોઠવીને નાના ભ્રષ્ટાચાર ઝડપી બતાવવાનો પ્રયાસ કર્યો છે. આવી જ રીતે એક ST ડ્રાઇવરને એસીબીના અધિકારીઓને ઝડપ્યો છે.

ગાંધીનગર એસીબીના અધિકારીઓને એવી માહિતી હતી કે, એસટી બસમાં ડ્રાઇવર સહિતના કર્મચારીઓ દ્વારા પાર્સલને હેરફેર કરવા માટે લાંચની રકમ લેવામાં આવે છે. જે પાર્સલને તેઓએ એક થી બીજા સ્ટેશન પહોંચાડતા હોય છે. જેને લઈ ડિકોય છટકાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સાથે જ એસટીના અધિકારીઓની બસના સંચાલન અને તેની પર નજર રાખવામાં બેદરકારી દાખવી હોવાનું પણ જણાઈ રહ્યુ છે.

માત્ર 150 લેતા ડ્રાઇવર ઝડપાયો

ACB ના ગાંધીનગર પોલીસ મથકના PI ડીએ ચૌધરીને માહિતી મળી હતી કે, ST બસમાં પ્રજાજનોના પાર્સલ અને સામાનને ગાંધીનગર જિલ્લાના દહેગામથી અન્ય ડેપો સુધી પહોંચાડવામાં આવે છે. આ માટે અવેજ પેટે રકમ વસુલવામાં આવે છે, એટલે કે લાંચ લેવામાં આવે છે. આમ દહેગામથી બીજા સ્ટેશન સુધી પાર્સલ બસમાં મોકલવાને લઈ પૈસા લેવામાં આવતા હોવા અંગેની માહિતી હતી.

આ માહિતીને લઈ એક ડિકોય છટકાંનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં એક ડિકોયરનો સહકાર મેળવીને દહેગામ એસટી ડેપોમાં ડિકોય છટકુ ગોઠવ્યું હતુ. જેમાં એક પાર્સલને દહેગામથી રાજકોટના વિરપુર પહોંચાડવા માટેનું ડ્રાઇવર કનુ મોઘાભાઈ વણકરને વાત કરી હતી. જેઓને 150 રુપિયાની રકમ આપવામાં આવી હતી.

આ માટે હેતુલક્ષી વાતચીત કરીને રકમ મેળવતા લાંચની માંગણી કરી સ્વિકારી હોવાનો એસીબીએ ગુનો નોંધીને ડ્રાઇવરને પકડ્યો હતો. કનુ વણકર મોડાસા ડેપોની મોડાસા સોમનાથ બસમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે અને જે શનિવારે બસ લઈને રુટ માટે રવાના થયો હતો. ત્યાંજ એસીબીના છટકામાં ઝડપાયો હતો.

મોટી લાંચ પર પણ નજર!

રાજ્યમાં અનેક અધિકારીઓ અને કર્મચારીઓને અનેક જિલ્લાઓમાંથી એસીબીની ટીમોએ સફળ ટ્રેપ દ્વારા ઝડપી લીધા છે. જેમાં બેનામી સંપત્તિ એકઠી કર્યાનું પણ ઝડપી લીધું છે. આમ હવે ગાંધીનગર એસીબીની ટીમ પણ આવી જ રીતે મોટી ટ્રેપ કરવાની યાદીમાં ઝડપથી સામેલ થશે કે કેમ એવા પણ સવાલો થઈ રહ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં સ્વચ્છતા માટે નવી પહેલ, વેસ્ટમાંથી ‘બેસ્ટ’ કોલસાનું પ્રોડક્શન શરુ કર્યુ

ગાંધીનગરમાં સ્થાનિક એસીબી દ્વારા મોટી ટ્રેપ કેટલાક સમયથી જોવા નથી મળી રહી, ત્યાં પાર્સલ આપવાની રકમમાં ડ્રાઇવરને ઝડપ્યો છે. પરંતુ મોટા ભ્રષ્ટાચારોથી સ્થાનિક લોકો અને ગાંધીનગરની કચેરીઓના મુલાકાતીઓમાં લોકોમાં પરેશાની વર્તાઈ રહી છે. જે હવે ગાંધીનગર એસીબીની માહિતી નેટવર્કના રડારમાં આવી શકે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">